The young lady will marry herself Gujarat Guardian
- લગ્ન પછી ક્ષમા હનીમૂન ઉપર પણ જશે. આ માટે તેણે ગોવાની પસંદગી કરી છે. જ્યાં બે સપ્તાહ સુધી રહેશે.
વડોદરા : લગ્ન હંમેશા બે વ્યક્તિ વચ્ચે થાય છે. જોકે વડોદરામાં (Vadodara)એક અનોખા લગ્ન થવાના છે. કારણ કે તેમાં દૂલ્હન અને વરરાજા એક જ યુવતી છે. વડોદરાની રહેવાસી 24 વર્ષીય ક્ષમા બિદુએ (Kshama Bindu)પોતાની સાથે જ લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. આવી રીતેના લગ્નથી બધા જ ચકિત છે જોકે ક્ષમાના આ નિર્ણયની સાથે માતા-પિતા રાજી છે.
11 જૂનના રોજ ક્ષમા પોતાની સાથે જ લગ્ન કરશે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે ક્ષમાએ પોતાના લગ્ન (Marriage)માટે કપડાથી લઇને જ્વેલરી સુધીની ખરીદદારી કરી લીધી છે. તે દૂલ્હન બનીને મંડપમાં બેસવા માટે તૈયાર છે. જોકે તેની સાથે ફેરા ફરવા માટે વરરાજા નહીં હોય. આ મોટા ભાગના લોકો અવિશ્વસનિય બની રહશે. લગ્ન પારંપરિક અનુષ્ઠાન સાથે થશે.
આ નિર્ણય પહેલા ક્ષમાએ ઓનલાઇન રિસર્ચ પણ કર્યું કે ભારતમાં કોઇ મહિલાએ પોતાની સાથે જ લગ્ન કર્યા છે કે નહીં. જોકે આ દરમિયાન ક્ષમાને કોઇ સંતોષજનક પરિણામ મળ્યા ન હતા. ક્ષમાનું કહેવું છે કે કદાચ હું પોતાના દેશમાં સેલ્ફ લવનું ઉદાહરણ સ્થાપિત કરનારી પ્રથમ યુવતી છું.
ક્ષમાએ કહ્યું કે લોકો કોઇ એક વ્યક્તિ સાથે લગ્ન કરે છે જેને તે પ્રેમ કરે છે. હું પોતાની જાતે ને જ પ્રેમ કરું છું અને તેથી તે પોતાની સાથે જ લગ્ન કરી રહી છે. ક્ષમાએ પોતાના લગ્ન માટે ગોત્રીનું મંદિર પસંદ કર્યું છે. લગ્નના ફેરા માટે તેણે પાંચ કસમો લખી છે. લગ્ન પછી ક્ષમા હનીમૂન ઉપર જ જશે. આ માટે તેણે ગોવાની પસંદગી કરી છે. જ્યાં બે સપ્તાહ સુધી રહેશે. ક્ષમાએ કહ્યું હતું કે તેના માતા-પિતા ખુલ્લા વિચારોવાળા છે અને તેમણે લગ્ન માટે આશીર્વાદ આપ્યા છે.