Gujarat Guardian Drink tea made from
- ભારતમાં મોટાભાગનાં લોકોનાં દિવસની શરૂઆત ચા થી થાય છે. આમ તો મોટાભાગના લોકોના ઘરમાં અસલી દૂધનો ઉપયોગ થાય છે. પરંતુ કેટલાંક લોકો એવા પણ છે, જે ચા અથવા કૉફી માટે પાઉડરવાળા દૂધનો ઉપયોગ કરે છે.
શું છે આ મિલ્ક પાઉડર ?
જેના ફાયદા અથવા નુકસાન જાણતા પહેલા આ જાણવુ જરૂરી છે કે આ પાઉડર મિલ્ક છે શું? મહત્વનું છે કે કાચા દૂધમાં મોટાપાયે 87.3 ટકા પાણી, 3.9 ટકા મિલ્ક ફેટ અને 8.8 ટકા પ્રોટીન, દૂધ, ખાંડ, ખનિજ વગેરે હોય છે. દૂધ પાઉડર બનાવવા માટે કાચા દૂધનુ ત્યાં સુધી બાષ્પીભવન કરવામાં આવે છે જ્યાં સુધી દૂધના ઘન પદાર્થો સિવાય નરમ માત્રાને ઘટાડી ના દે. ખરેખર, આ મિલ્ક પાઉડર વેપોરાઇજ્ડ મિલ્ક છે, જેને આગળ જાડુ કરવાની પ્રોસેસ કરવામાં આવે છે.
પાઉડર મિલ્કવાળી ચા ના સાઈડ ઈફેક્ટ્સ :
હાઈ કોલેસ્ટ્રોલ વધારશે મુશ્કેલી :
કોઈ પણ વસ્તુમાં કોલેસ્ટ્રોલ હોવુ આરોગ્ય માટે સારું હોતુ નથી. આ હાર્ટ સાથે જોડાયેલી સમસ્યાઓનું કારણ બની શકે છે. માનવામાં આવે છે કે આ તમારી ધમનીમાં જમા થાય છે અને લોહીના પ્રવાહને રોકી શકે છે.
ડાઈટિંગ કરનારા લોકો રાખે ખ્યાલ :
આ હાઈ કોલેસ્ટ્રોલ મિલ્ક છે. એટલેકે તેમાં ગુડ ફેટ હોતુ નથી. તેથી નિષ્ણાંતો કહે છે કે આ તમારું વજન વધારી શકે છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે મોટુ સંકટ :
કહેવામાં આવે છે કે જે લોકોને ડાયાબિટીસની સમસ્યા છે તેવા લોકોએ મિલ્ક પાઉડરનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ખરેખર મિલ્ક પાઉડરમાં પહેલાથી જ ખાંડની માત્રા વધુ હોય છે. એવામાં આ તમારા બ્લડ શુગર લેવલને વધારી શકે છે. પરંતુ કેટલાંક લોકો એવા પણ છે, જે ચા અથવા કૉફી માટે પાઉડરવાળા દૂધનો ઉપયોગ કરે છે જો તમે પાઉડરવાળા દૂધનો ઉપિયોગ કરો છો તો તમારા શરીરને ઉપર જણાવ્યાં મુજબનું નુકસાન થઈ શકે છે.
Gujarat Guardian Drink tea made from