15 કરોડ તો માત્ર સેલેરી મળી, IPLમાં ઍવોર્ડ્સથી જાણો કેટલા રૂપિયા કમાયો હાર્દિક પંડ્યા

Share this story

હાર્દિક પંડ્યાએ IPL 2022ની ટ્રોફી તો જીતી, પંડ્યા ટી-20 ક્રિકેટનો સૌથી મોટો સુપરસ્ટારગુજરાત ટાઈટન્સે હાર્દિક પંડ્યાને આપ્યાં 15 કરોડ. IPLમાં ઍવોર્ડ્સથી જાણો કેટલા રૂપિયા કમાયો હાર્દિક પંડ્યા

ગુજરાત ટાઈટન્સના (Gujarat Titans) કેપ્ટન હાર્દિક પંડ્યાએ (Hardik Pandya) આઈપીએલ 2022નો ખિતાબ જીતીને ઈતિહાસના સુવર્ણ પન્ને પોતાનું નામ નોંધાવી દીધુ છે. પોતાની પહેલી સિઝનમાં નવી ટીમની કેપ્ટનશિપ કરીને હાર્દિકે વિશ્વની સૌથી ટી-20 લીગની ટ્રોફી પોતાના નામે કરી, જે ક્રિકેટ જગતના ઘણા ખેલાડીઓ માટે માત્ર સપનુ છે. IPLમાં ઍવોર્ડ્સથી જાણો કેટલા રૂપિયા કમાયો હાર્દિક પંડ્યા .

હાર્દિક ક્રિકેટના સૌથી મોટા ફોર્મેટમાં સૌથી વધુ પ્રભાવશાળી ખેલાડી :

આ ઐતિહાસિક જીતમાં કેપ્ટનશિપ સિવાય હાર્દિકે બોલ અને બેટીંગથી આક્રમક પ્રદર્શન કરી પોતાનુ યોગદાન આપ્યું છે. જેના કારણે તેમની પર આઈપીએલ 2022માં ખૂબ ધનવર્ષા થઇ હતી. આવો જાણીએ આઈપીએલની 15મી સિઝનમાં હાર્દિકે કુલ કેટલી કમાણી કરી છે.

હાર્દિક પંડ્યાને ભારતીય ખેલાડીઓમાં ટી-20 ક્રિકેટનો સૌથી મોટો સુપરસ્ટાર માનવામાં આવે છે. ખાસ કરીને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં તેમના નામનો સિક્કો ચાલે છે. વર્ષ 2014માં મુંબઈ ઈન્ડિયન્સની સાથે તેના આઈપીએલ પ્રવાસની શરૂઆત કરનારા હાર્દિક ક્રિકેટના સૌથી મોટા ફોર્મેટમાં સૌથી વધુ પ્રભાવશાળી ખેલાડી છે.

આઈપીએલ 2022માં લગભગ આટલી કમાણી કરી :

તેથી જ્યારે આઈપીએલ 2022 ઑક્શન પહેલા મુંબઈ ફ્રેન્ચાઈઝીએ હાર્દિકને રીલીઝ કર્યો તો ગુજરાત ટાઈટન્સને તેમને ઑક્શનમાં જતા પહેલા જ ડ્રાફ્ટમાં 15 કરોડની કિંમત પર પોતાની સાથે જોડી લીધો હતો. ફ્રેન્ચાઈઝી તરફથી મળેલી 15 કરોડની રકમ સિવાય હાર્દિક પંડ્યાને આઈપીએલ 2022માં લીગ ફેસના મેચ નંબર-24માં રાજસ્થાન રૉયલ્સની સામે 87 રનની ઈનિંગ રમવા માટે મેન ઑફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. જેના માટે હાર્દિકને આઈપીએલ તરફથી 1 લાખ રૂપિયા આપવામાં આવ્યાં હતા. આ જ રીતે ફાઈનલ મેચમાં હાર્દિકને મેન ઑફ ધ મેચ, ગેમચેન્જર ઑફ ધ મેચ અને મોસ્ટ વેલ્યુબલ એસેટ ઑફ ધ મેચના એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો