ઘોઘા-હજીરા (Ghogha-hajira) વચ્ચેની હાલ ચાલતી રો-પેક્સ ફેરી સર્વીસમાં (Row-Pax Ferry Service) રૂપિયા 115 કરોડનું નવુ જહાજ સેવામાં મુકાશે જે ઘોઘાથી હજીરા માત્ર અઢી કલાકમાં પહોંચાડતું જહાજ હજીરા આવ્યું અને ટુંક સમયમાં લોકોની સેવા માટે પણ કાર્યરત થશે. માત્ર અઢી કલાકમાં પહોંચાડતું જહાજ હજીરા આવ્યું હતું . આ ઝડપી જહાજને કારણે જળ પરિવહન ક્ષેત્રે ક્રાંતિ આવશે અને ભાવનગરના (Bhavnagar) વિકાસના દ્વાર પણ ખુલશે.
મુંબઈ સુધીની રો રો પેક્સ ફેરી સર્વિસ ટૂંક સમયમાં શરૂ કરાશે :।
ભાવનગરથી હજીરા સુરત અને ત્યાંથી મુંબઈ સુધીની રો રો પેક્સ ફેરી સર્વિસ ટૂંક સમયમાં શરૂ કરાશે આજે રો રો રો પેક્સ સર્વિસ હાલ ચાલે છે તેના કરતા ડબલ કેપેસિટી વાળી અને એકદમ ઝડપી રો પેક્સ સર્વિસ શરૂ કરવા માટે હજીરા ખાતે આ અંગેનું વેસલ પણ આવી ગયું છે આ ફેરી સર્વિસ શરૂ થતા ભાવનગરના ઘોઘાથી હજીરા સુધી માત્ર બેથી અઢી કલાકમાં પહોંચાડતું જહાજ હજીરા આવી પોહચ્યું હતું.
કેન્દ્ર સરકાર દ્વારા જળ પરિવહન માર્ગના વિકસ માટે પ્રોત્સાહન :
આ ફેરી સર્વિસ દિવસમાં ત્રણ વખત ઘોઘા હજીરા વચ્ચે પરિવહન કરશે કેન્દ્ર સરકાર દ્વારા જળ પરિવહન માર્ગ અને વિકસાવવા માટે અપાઇ રહેલા પ્રોત્સાહન ના ભાગરૂપે પ્રથમ ઘોઘા થી દહેજ ત્યારબાદ ઘોઘાથી હજીરા તમે અને હવે ઘોઘા થી હજીરા થઈ મુંબઈ સુધીની પરિવહન સેવા શરૂ કરવા માટે ચક્રો ગતિમાન થયા છે.
115 કરોડનું જહાજ ફ્લેટ બોટમ સિસ્ટમને કારણે ઝડપી :
ઘોઘા હજીરા વચ્ચે આજે જહાજ ચાલી રહ્યું છે તેને બદલે નવું જહાજ ફ્લેટ બોટમ સિસ્ટમથી ચાલશે પરિણામે કોઈ ચોક્કસ ચેનલમાં ચાલુ નહીં પડે અને તેને કારણે તેની સ્પીડમાં પણ વધારો થશે રો-રો ફેરી સર્વિસના ચેતન ભાઈ કોન્ટ્રાક્ટર કે એ એક વાતચીતમાં જણાવ્યું હતું કે નવું જહાજ ઘોઘાથી હજીરા માત્ર બે કલાકમાં પહોંચશે આ ઉપરાંત અન્ય પ્રોસિજર ના અડધો કલાક ગણીએ તો ઘોઘા થી સુરત માત્ર અઢી કલાકમાં પહોંચી શકાશે.
આ જહાજ બે મહિના બાદ મુંબઈથી હજીરા આવ્યું :
આ ઉપરાંત આ જહાજ દિવસમાં ત્રણ વખત આવન-જાવન કરશે પરિણામે ફિકવન્સી વધવાથી લોકોને પણ અનુકૂળતા રહેશે અંદાજે 115 કરોડ રૂપિયાના આ જહાજમાં 70 ટ્રક 700 પેસેન્જર 125 ગાડી સહિતની કેપેસિટી હાલના ચાર્જ કરતાં જહાજ કરતા બમણી થઈ જશે એટલે વધારે લોકો લાભ લઈ શકશે અને ઝડપી સુવિધા પણ આપી શકીશું. આ જહાજ બે મહિનાથી મુંબઈ હતું તે હાલમાં હજીરા ખાતે આવી પહોંચ્યું છે જહાજ અત્યંત આધુનિક અને અનેક સુવિધાઓથી સજ્જન હશે.
ઝડપી જહાજ અને હાઈવેના નવા રસ્તાથી ભાવનગર વિકાસની હરણફાળે : માંડવિયા
આગામી સમયમાં ભાવનગર અને હજીરા તથા ભાવનગર અને મુંબઈ વચ્ચે અત્યારે જે ફેરી ચાલી રહી છે તેના કરતાં અત્યાધુનિક અને ડબલ ઝડપી અને વધુ કેપેસીટીવાળી રો-પેક્ષ ફેરી સર્વિસ શરૂ કરવામાં આવશે. આ માટેની રો-પેક્ષ ફેરી હજીરા પોર્ટ ખાતે આવી પણ ગઇ છે. ભાવનગરને 300 વર્ષ પુરાં થવાં જઇ રહ્યાં છે ત્યારે તે માટેની ઉજવણી પણ શાનદાર થવી જોઇએ તેમ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ આજે ભાવનગરમાં જણાવ્યુ હતું.
ભાવનગર થી મહુવા જોડતાં દરિયાઇ પટ્ટીના રોડનું નવિનીકરણ : માંડવિયા
તેમણે જણાવ્યુ હતુ કે વિકાસ વધુ વેગવાન બને તે માટે ભાવનગર થી ધોલેરા સીક્સ રોડ તૈયાર થઈ રહ્યો છે. આ સિવાય ભાવનગર થી મહુવા જોડતાં દરિયાઇ પટ્ટીના રોડનું નવિનીકરણ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, દેશનો માલસામાન લઈ જતાં કન્ટેનર પર ભાવનગર લખેલું હોય અને મેડ ઈન ઈન્ડિયા લખેલું જહાજ આખી દુનિયામાં આ કન્ટેઇનરને માલસમાન લઇને ફરે અને વિશ્વનો કોઈપણ વ્યક્તિ વાંચે તો તેને ખબર પડે કે આ ભાવનગરમાં નિર્માણ થયેલું કન્ટેનર છે તેઓ વિકાસ આપણે કરવો છે.