- HDFC બૅન્કની એક ભૂલને લીધી પોતાનાં 100 ગ્રાહકોના ખાતામાં 1300 કરોડ રૂપિયા ટ્રાન્સફર (Rupee transfer) કરી દીધા હતા. આટલી મોટી રકમના ગ્રાહકોને મેસેજ મળતા તેઓ ચોંકી ઉઠયા અને ખુશી મનાવા લાગ્યા. પરંતુ આ ખુશીનો માહોલ બસ થોડા સમય માટે જ રહ્યો હતો.
તમિલનાડુમાં (Tamil Nadu) આવેલ HDFC બૅન્કની એક ભૂલને લીધી પોતાનાં 100 ગ્રાહકોના ખાતામાં 1300 કરોડ રૂપિયા ટ્રાન્સફર (Rupee transfer) કરી દીધા હતા. દરેક ગ્રાહકોના ખાતામાં 13-13 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા. ગ્રાહક પાસે જે લિન્ક મોબાઈલ નંબર હતો તેમાં મેસેજ આવતા લોકોની ખુશી સમાઈ ન હતી તેમને લાગ્યું કે આપણને આજે લોટરી લાગી ગઈ છે. પરંતુ જ્યારે તેમણે પોતાના બેન્ક ખાતામાં બેલેન્સ ચેક કર્યું તો તેમની એ ખુશી તરત હવા થઈ ગઈ હતી. દેશની બીજી સૌથી મોટી બેન્કનું આ કારસ્તાન જોત જોતમાં જ વાઇરલ થઈ ગયું છે.
100 લોકોના ખાતામાં આવ્યા 1300 કરોડ :
આ મામલો તમિલનાડુના ટી નગરમાં આવેલી hdfc બેન્કની બ્રાન્ચનો છે. 100 ગ્રાહકોને રવિવારે પોતાના રજીસ્ટર નંબર પર મસેજ આવે છે. જેમાં જણાવ્યું હોય છે કે ગ્રાહકના ખાતામાં 13 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે. આ પ્રકારના મેસેજ બીજા લોકોને પણ મળ્યા હતા. કુલ મળીને અંદાજિત 100 લોકોને મેસેજ મળ્યા હતા એટલે કે બેન્કે 1300 કરોડ રૂપિયા ગ્રાહકોને ટ્રાન્સફર કર્યા હતા. આ મામલે એક વ્યક્તિએ ગભરાઈને પોલીસમાં જાણ કરી. જ્યારે પોલીસે બેન્કમાં તપાસ કરી ત્યારે બધી જાણકારી મળી હતી.
પોલીસે કરી સમગ્ર મામલાની તપાસ :
પોલીસે સમગ્ર મામલાની તપાસ કરી ત્યારે બેન્ક અધિકારીએ જણાવ્યું કે કોઈ ટેકનિકલ ખામીના કારણે ભૂલથી આ મેસેજ ખાતાધારકોને તેમના મોબાઈલમાં મોકલાઈ ગયા છે. એમણે કહ્યું હતું કે hdfc બ્રાન્ચમાં સોફટવેર ઇન્સ્ટોલની પ્રક્રિયા ચાલુ હતી જેમાં કોઈ ભૂલ થતાં મેસેજ સેન્ડ થઈ ગયા હતા.
પૈસા નહીં ફક્ત મેસેજ મળ્યા ::
રિપોર્ટમાં hdfc ના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ટેકનિકલ ખામીના કારણે આ સમસ્યા સર્જાય હતી. કોઈએ બેન્ક સિસ્ટમ હેક નથી કરી કે કોઈપણ ગ્રાહકના ખાતામાં 13 કરોડ રૂપિયા જમા કરવામાં નથી આવ્યા. ફક્ત ગ્રાહકોના મોબાઈલમાં ભૂલથી મેસેજ જતો રહ્યો હતો.