આજે આ દિવસ પર આ રાશિઓના ખુલી શકે છે ભાગ્યના દરવાજા, થઈ શકે છે ધન લાભ.

Share this story

Gujarat Guardian 2 June RashiFal :

મેષઃ
આર્થિક દૃષ્ટિએ સામાન્ય દિવસ. આવક-જાવકનું પાસુ સરભર થઈ જાય. પરિવારના સભ્યોના સ્વાસ્થ્યની કાળજી રાખવી. નવા રોકાણો કરવાનું મુલતવી રાખવું. વાહન ચલાવતાં સાવધાની જરૂરી. આદ્યાત્મિક પ્રવૃત્તિમાં સમય પસાર થાય.

વૃષભઃ
દિવસ દરમ્યાન ગુસ્સા ઉપર કાબૂ રાખવાની સલાહ છે. નાણાંકીય બાબતો માટે સાનુકૂળતા બનતી જણાશે. થોડી સ્વાર્થવૃત્તિ વધશે. બપોર પછી આવકમાં ઘટાડો અનુભવાય. ભાગ્યનો સાથ મળશે. ધંધામાં પ્રગતિના યોગ છે.

મિથુનઃ
વાણી કડવી થતી જણાય. અસહિષ્ણુતા વધતી જણાય. દગા-ફટકાથી સાવધ રહેવું. વિજળીના સામાન, ટેલીફોન ટી.વી. તેમજ કો્ટ્રાક્ટરના ધંધામાં લાભ. કાર્યમાં સફળતા મળતી જણાય. આકસ્મિક ધનલાભના યોગ છે.

કર્કઃ
શારીરિક અને માનસિક તંદુરસ્તીની કાળજી રાખવી જરૂરી. વાણી ઉપર સંયમ રાખવો હિતાવહ રહેશે. ચર્મરોગોનો ઉપદ્રવ રહે. આવકમાં વધારો શક્ય બને. કાર્યક્ષેત્રે મિશ્રફળ મળે. જીવનસાથીનો સહકાર મળે.

સિંહઃ
રાજકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. સત્તા, હોદ્દો, માન મળે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થાય. પરિવારમાં આનંદ. સંતાન તરફથી અસંતોષ. આરોગ્યની કાળજી જરૂરી. શરદી-કફ રહે. જળાશયોથી દૂર રહેવું. મિત્રોથી લાભ મળે.

કન્યાઃ
કવિતા, સાહિત્યમાં રસ વધે. વાણી દ્વારા નવા સંબંધો વિકસે. સ્ત્રીવર્ગથી લાભ મળે. માતા-પિતાની તબિયત સારી રહે. આવકનું પ્રમાણ વધે. નોકરી-ધંધામાં સફળતા મળે. માથાના દુઃખાવાની કાળજી રાખવી જરૂરી.

તુલાઃ
વારેવારે ખોટું લગાડવાની આદત છોડવી. લાગણી શીલતા વધે. આર્થિક પાસુ બળવાન બનતુ જણાય. પરિવારમાં આનંદનું પ્રમાણ વધે. ધાર્મિક આયોજન શક્ય બને. માતા-પિતાની તબિયત સાચવવી. પેટની તકલીફ રહે.

વૃશ્ચિકઃ
જાણીતી વ્યક્તિ દ્વારા વિશ્વાસઘાતના યોગ બને છે. સ્નાયુની કાળજી રાખવી. મન ઉપર ભાર રહે. નાણાંકીય બાબતોમાં અસંતોષની ભાવના પેદા થાય. પરિવારમાં આનંદ. નસીબનો સાથ છુટતો જણાય.

ધનઃ
ઉતાવળીયા, ઉત્સાહી, વિષયી, આનંદી, હાજર જવાબી, હોંશિયાર તથા છટાદાર વાણીનો અનુભવ થાય. ધન સ્થાન મજબૂત બની રહ્યું છે. કાર્ય સફળતાથી આનંદ મળશે. મુત્રાશયના રોગોથી સાચવવું જરૂરી.

મકરઃ
દિવસ દરમ્યાન તામસિકતા તથા આદ્યાત્મિકતાનું મિશ્ર ફળ અનુભવાશે. પૈસાનો બગાડ અટકાવવો. વાણી ઉપર કાબુ રાખવો. પરિવારમાં આનંદ. આરોગ્ય જળવાશે. પડવા-વાગવાથી સાચવવું.

કુંભઃ
પોતાનું બોલેલું જ સાચુ એવી ભાવના પ્રબળ બને. પરિણામે દામ્પત્ય સંબંધોમાં તથા પરિવારમાં કડવાશ પેદા થાય. બેંક બેલેન્સમાં વધારો થાય. નકારાત્મક વિચારો દૂર રાખવા. શરદી-કફ ન થાય એવા પ્રયત્નો કરવા.

મીનઃ
મિત્રો તરફથી લાભ. લક્ષ્મીની વખતસર હેરફેર થશે. સંતાનો તરફથી સારા સમાચાર મળે. લોકોને સલાહ આપવાના પ્રસંગો વધારે બને. સ્થાવર-જંગમ મિલકતના રોકાણોથી લાભ. દેવું કરવાથી દૂર રહેવું.

Gujarat Guardian 2 June RashiFal :

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો