HomeSportsVIDEO : ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર દીપક ચાહરના થઇ ગયા લગ્ન, જાણો...

VIDEO : ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર દીપક ચાહરના થઇ ગયા લગ્ન, જાણો કોણ છે દુલ્હન

Date:

Related stories

ધનતેરસ પહેલાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ખરીદદારોને મળી શકે રાહત

ધનતેરસ અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે...

Plane Crash Video: હવામાંથી મિસાઇલની જેમ ધસી આવ્યું બિઝનેસ જેટ, હાઇવે પર આગના ગોળામાં ફેરવાયું; 9નાં મોત

ફ્લોરિડામાં ભયાનક વિમાન દુર્ઘટનાનો વીડિયો વાયરલ: આકાશમાંથી ઝડપભેર નીચે...

૨ નવેમ્બર ૨૦૨૬, સોમવારનું દૈનિક રાશિફળ: જાણો તમામ 12 રાશિઓનું આજનું ભવિષ્યફળ

​મેષ (Aries): સોમવાર અને અષ્ટમી તિથિના પ્રભાવથી અટકેલા મહત્વના...
spot_img

fast bowler Deepak Chahar

  • બુધવારે(1 જૂન) ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર દીપક ચાહર અને જયા ભારદ્વાજ લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. જુઓ મેરેજના દ્રશ્યો

લગ્ન સમારોહ બુધવારે આગ્રામાં થયા છે. દીપક બેન્ડવાજાની સાથે ધૂમધામથી જાન લઇન પહોંચ્યા. દુલ્હન જયા અને ઘરવાળાઓએ દીપકનું જોરદાર સ્વાગત કર્યું. 29 વર્ષના દીપક સજાવેલા રથ પર સવાર થઇને દુલ્હનને લેવા પહોંચ્યા. મૈરિન ગાર્ડનમાં (Marine Garden) પહોંચ્યા બાદ દીપક અને જયાએ એકબીજાને વરમાળા પહેરાવી અને લગ્નની બાકી વિધિ પૂર્ણ કરી. આ લગ્ન સમારોહમાં એકદમ ખાસ 200થી 250 મહેમાનોને બોલાવવામાં આવ્યા હતા.

કોણ છે દુલ્હન જયા ભારદ્વાજ ?

દિલ્હીની રહેવાસી જયા ભારદ્વાજ એક કોર્પોરેટ ફર્મથી જોડાયેલી છે. જયાએ મુંબઈ યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કર્યું છે. ઇન્સ્ટાગ્રામ પર જયાએ ખુદને ડાયનામિક ઇન્ટરપ્રન્યોર અને એક નૉન ટેક્નિકલ ટેકી ગણાવી છે.

જયાના ભાઈ સિદ્ધાર્થ ભારદ્વાજ છે, જે બિગ બૉસ ફેમ છે. સિદ્ધાર્થ એમટીવી સ્પ્લિટ્સ વિલા સીઝન 2ના વિનર પણ છે. બહેન જયાની સગાઈ પર સિદ્ધાર્થે પણ ફોટોઝ શેર કરી શુભેચ્છા પાઠવી દીધી હતી.

આઈપીએલ સ્ટાર છે દીપક ચાહર :

ત્યારે, દીપક ચાહર 2016થી IPL રમી રહ્યા છે. તેમણે આઈપીએલથી જ નામના મળી છે. દીપકે આઈપીએલમાં રાજસ્થાન રૉયલ્સ, પુણે સુપરજાયન્ટ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ માટે ક્રિકેટ રમી છે. ચેન્નઈએ આઈપીએલ 2022ના મેગા ઓક્શન દરમિયાન 14 કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદ્યું હતું. જોકે, પીઠની ઇજાને લઇને દીપક આખી આઈપીએલ સીઝનથી બહાર જ રહ્યા. ચેન્નઈ ટીમ પણ 14માંથી અંદાજિત 4 મેચ જીતી અને પ્લેઑફથી બહાર થઇ ગયા હતા.

દીપકે ટીમ ઇન્ડિયા માટે 7 વિકેટ અને 20 ટી20 મેચ પણ રમાઇ છે. તેમણે વનડેમાં 10 અને ટી20માં 26 વિકેટ પોતાના નામે કરી છે. દીપકને ઇજાના કારણે આગામી સાઉથ આફ્રિકા સીરીઝ માટે પણ ટીમ ઇન્ડિયામાં જગ્યા નહતી મળી. ભારતી ટીમને 9 જૂનથી આફ્રિકા સામે 5 ટી20ની સીરીઝ રમવાની છે.

fast bowler Deepak Chahar

Subscribe

Latest stories