HomeGujaratખૂબ ઓછા રોકાણ સાથે ઘરે બેઠા શરૂ કરો આ બિઝનેસ, દર મહિને...

ખૂબ ઓછા રોકાણ સાથે ઘરે બેઠા શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે બંપર કમાણી

Date:

Related stories

Video : નેપાળમાં એવરેસ્ટ નજીક બે હેલિકોપ્ટર વચ્ચે ભયાનક ટક્કર, ભારતીય નાગરિકનું મોત; અનેક લોકો ઘાયલ

નેપાળના વિશ્વપ્રસિદ્ધ માઉન્ટ એવરેસ્ટ વિસ્તારમાં મંગળવાર, 3 નવેમ્બર 2026ના...

અમરેલીમાં સળગેલી તુફાન ગાડીમાંથી બે મજૂરોના મૃતદેહ મળ્યા, હત્યાની આશંકાથી પોલીસ તપાસ તેજ

અમરેલી: અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં એક...

૩ નવેમ્બર ૨૦૨૬નું રાશિફળ: જાણો મંગળવારે મેષથી મીન રાશિ સુધીનો દિવસ કેવો રહેશે

​મેષ (Aries): રાશિ સ્વામી મંગળવારના પ્રભાવથી તમારા સાહસ, પુરુષાર્થ...

ધનતેરસ પહેલાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ખરીદદારોને મળી શકે રાહત

ધનતેરસ અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે...
spot_img

Start this business sitting at home

  •  જો તમને અભ્યાસમાં રસ છે. જો તમારી પાસે કોઈપણ વિષય પર સારી કમાન્ડ હોય તો તમે ઑનલાઇન ક્લાસ શરૂ કરી શકો છો. એકવાર આ ક્લાસ શરૂ થયા પછી તમારી કમાણી વધશે. તમે બેંક, SSC થી સિવિલ સર્વિસ સુધીની તૈયારી માટે ઓનલાઈન ક્લાસ શરૂ કરી શકો છો.

કોરોના મહામારી બાદના આ યુગમાં, જો તમારી વધારાની કમાણી (Extra earnings) કરવાની ઈચ્છા હોય, તો અમે તમને ઘરે બેસીને કેટલાક એવા બિઝનેસ આઈડિયા આપી રહ્યા છીએ, જ્યાં તમે સારી કમાણી કરી શકો છો. આ એવા બિઝનેસ છે, જેમાં વધારે પૈસા ખર્ચવાની જરૂર નહીં પડે અને તમારી આવક પણ સારી થશે.

જો તમને અભ્યાસમાં રસ છે. જો તમારી પાસે કોઈપણ વિષય પર સારી કમાન્ડ હોય તો તમે ઑનલાઇન ક્લાસ શરૂ કરી શકો છો. એકવાર આ ક્લાસ શરૂ થયા પછી તમારી કમાણી વધશે. તમે બેંક, SSC થી સિવિલ સર્વિસ સુધીની તૈયારી માટે ઓનલાઈન ક્લાસ શરૂ કરી શકો છો. આ ઉપરાંત બાળકોના શિક્ષણ માટે ઓનલાઈન શિક્ષકોની પણ સારી માંગ છે. આવા ઘણા પ્લેટફોર્મ છે જે ઓનલાઈન કોર્સ દ્વારા કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. સૌથી સારી વાત એ છે કે તેમાં વધારે રોકાણની જરૂર નથી.

તમે YouTube ચેનલ દ્વારા પણ સારા પૈસા કમાઈ શકો છો. જો તમે કેમેરા ફ્રેન્ડલી છો અને તમારી પાસે જરૂરી ઉપકરણો છે તો તમે વીડિયો બનાવીને સારા પૈસા કમાઈ શકો છો. આ માટે, તમારે યુટ્યુબ પર એક ચેનલ બનાવવી પડશે અને પછી તેના પર વીડિયોઝ અપલોડ કરવા પડશે. દેશમાં ઘણી એવી ચેનલો છે જે ઘરે બેઠા જ મોટી કમાણી કરી રહી છે. તમારા વીડિયો જેટલા વધુ જોવામાં આવશે, તેટલી જ વધુ કમાણી કરશો.

જો તમને લખવાનો શોખ છે, તો તમે બ્લોગિંગ દ્વારા પણ સારી કમાણી કરી શકો છો. જો તમે મોટા પાયે બ્લોગિંગ કરવા માંગો છો, તો તમે તમારી પોતાની વેબસાઇટ બનાવી શકો છો. તેના પ્રમોશન માટે પણ ઘણા પ્લેટફોર્મ છે. જેમાં થોડા મહિનામાં કમાણી શરૂ થઈ જશે. તમે જે વિષય પર બ્લોગ લખવા માંગો છો તેના પર તમારી સારી પકડ હોવી જોઈએ. જલદી તમારો બ્લોગ વાંચનારા લોકોની સંખ્યા વધવા લાગે છે, તમે તમારા બ્લોગ પર જાહેરાત કરીને સારા પૈસા કમાઈ શકો છો.

જો તમે કપડાં, પગરખાં, ખાદ્યપદાર્થો અથવા અન્ય કોઈપણ વસ્તુ વેચવાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો, પરંતુ દરરોજ દુકાનમાં બેસવું પસંદ નથી, તો તમે આ માટે ઑનલાઇન શોપિંગ વેબસાઇટ્સની મદદ લઈ શકો છો. આ માટે, સ્નેપડીલ, ફ્લિપકાર્ટ અને અન્ય ઘણા ઓનલાઈન શોપિંગ પોર્ટલ મદદરૂપ સાબિત થઈ શકે છે, જ્યાં તમે તમારા સામાનનું ઓનલાઈન રજીસ્ટ્રેશન અને વેચાણ કરી શકો છો.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

Start this business sitting at home

Subscribe

Latest stories