Shweta Bahmbhatt will join Gujarat Guardian
પાટીદાર યુવા નેતા (Patidar youth leader) હાર્દિક પટેલ (Hardik Patel) અને યુવા મહિલા નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ (Shweta Brahmbhatt) આજે વિધિવત ભાજપમાં જોડાશે. આજે સવારે 11 વાગ્યે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ (BJP office Kamalam) ખાતે સીઆર પાટીલની (CR Patil) હાજરીમાં બંને કેસરિયા કરશે. તો ભાજપમાં જોડાતા પહેલા હાર્દિક પટેલ પૂજાવિધિ પણ કરશે. આજે સવારે 9 વાગ્યે હાર્દિક પટેલ પોતાના નિવાસ સ્થાને દુર્ગાપાઠ (Durgapath) કરશે, ત્યારબાદ 10 વાગ્યે SGVP ખાતે દર્શન કરશે અને સંતોની હાજરીમાં હાર્દિક પટેલ ગૌ પુજન પણ કરશે. હાર્દિકનાં ભાજપમાં જોડાવવાથી ભાજપનાં કેટલાક નેતાઓ તેમજ કાર્યકરો નારાજ હોવાની વાત વહેતી હતી છે પણ હજુ સુધી કોઈ મીડિયા સામે આવીને નારાજગી દર્શાવી નથી.
નોંધનીય છે કે, હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ હતા અને થોડા દિવસ પહેલા જ કોંગ્રેસમાંથી રાજીનામું (Resignation from Congress) આપી ચૂક્યા છે. તો શ્વેતા બ્રહ્મભટ્ટે થોડા દિવસ પહેલા જ પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી હતી. ત્યારે આજે પોતાના સમર્થકો સાથે બંને ભાજપનો ખેસ ધારણ કરશે.
નોંધનીય છે કે, શ્વેવા બ્રહ્મભટ્ટ 2017ની વિધાનસભા ચૂંટણી કોંગ્રેસમાંથી લડ્યાં હતાં. તેમણે મણિનગર બેઠક પરથી ભાજપ ઉમેદવાર સુરેશ પટેલ સામે દાવેદારી કરી હતી અને ચૂંટણી હારી ગયાં હતાં. શ્વેતા બ્રહ્મભટ્ટના પિતા નરેશ બ્રહ્મભટ્ટ વર્ષ 2000થી 2005 સુધી કોંગ્રેસના શાસનમાં હેલ્થ કમિટીના ચેરમેન રહ્યા હતા.
મહત્વનું છે કે, હાર્દિક પટેલ અને શ્વેતા બ્રહ્મભટ્ટના વિધિવત ભાજપમાં જોડાવવાને લઈને મહત્વના સમાચાર છે. હાર્દિક પટેલ અને શ્વેતા બ્રહ્મભટ અલગ-અલગ સમયે અલગ કાર્યક્રમમાં ભાજપમાં જોડાશે. શ્વેતા બ્રહ્મભટ્ટ 11 વાગ્યે તો હાર્દિક પટેલ 12 વાગ્યે ભાજપમાં જોડાશે. જો કે, આ પહેલાં બંનેને એક જ સમયે ભાજપમાં જોડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બદલાવ થયો છે.
Shweta Bahmbhatt will join Gujarat Guardian