ગુજરાતમાં અહીં બને છે અઢી લાખની મોંઘીદાટ પેન, જાણો પેનની વિશેષતાઓ

Share this story

Two and a half lakh expensive pens

  • ગુજરાતમાં અહીં બને છે અઢી લાખની મોંઘીદાટ પેન જેની વિશેષતા એ છે કે, ગુજરાતમાં અઢી લાખની કીમતી મોંઘેરી પેન તો બને જ છે સાથે અયોધ્યામાં નિર્માણ પામનાર 350 મીટરની ઊંચાઈ નિર્માણ પામનાર ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામની પ્રતિમાની આબેહૂબ કૃતિ સમક્ષ પ્રણામ કરેલી મુદ્રામાં પેન સ્ટેન્ડ શોભામાં ચાર ચાંદ લગાવી રહી છે.

આજની આધુનિક સદીમાં કોમ્પ્યુટર, લેપટોપ અને ટેબલેટ ઉપરાંત મોબાઇલ લેખનકાર્ય ભુલાવી દીધું છે. ત્યારે પણ અનેક એવા લોકો છે કે જે લેખનકાર્યના શોખીન છે અને કેટલાક પ્રોફેશનલી વર્કથી (Work professionally) જોડાયેલા છે. ગુજરાતમાં અહીં એટલે કે જામનગરમાં (fountain pen selling in Jamnagar) અઢી લાખથી વધુ કીમતી મોંઘેરી અવનવી ફાઉન્ટન પેન (fountain pen) બનાવવામાં આવે છે. જેને ખરીદનારો અને લોકોને ભેટમાં આપનારો વર્ગ પણ છે. ગુજરાતમાં અહીં બને અઢી લાખની મોંઘીદાટ પેનની માંગ ભારતમાં જ નહિ વિદેશમાં દેશમાં પણ છે।

જામનગરના ભાનુશાળી પરિવારના શિવલાલ કનખરાના વંશજો હિરેનભાઈ કનખરા, હાર્દિકભાઈ કનખરા, કૃણાલભાઈ કનખરા અને ધરમભાઈ કનખરા દેશ-વિદેશમાં ફાઉન્ટન પેન બનાવી વેચાણ કરી રહ્યા છે.