દરવાજે ઊભી હતી જાન, પરંતુ એવું તો શું થયું કે કન્યાપક્ષે લગ્ન કરવાની પાડી દીધી ના ?

Share this story
  • bride refused to get married ?
  •  કન્યાપક્ષને સમજાવવાના ઘણા પ્રયત્નો થયા, પરંતુ કોઇ જ ફાયદો ન થયો. પછી વાત પંચાયત અને પોલીસ સુધી પહોંચી

દુલ્હનના (Bride) હાથ પર મહેંદી રચાઇ હતી અને જાન દરવાજા પર ઊભી હતી. વરરાજા પણ સાફો બાંધીને દરવાજા સુધી પહોંચી ગયા હતા. લગ્નની વિધિ (Wedding ceremony) શરૂ થઈ ગઇ હતી. ત્યારે કંઈક એવું થયું કે અચાનક કન્યા પક્ષે લગ્ન (Marriage)કરવાની ના પાડી દીધી. ત્યાર બાદ પરિવારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ મામલો પૂર્ણિયાના (purnia) શ્રીનગર પોલીસ સ્ટેશન હેઠળની જગેલીનો છે.

ભાગલપુર જિલ્લાના પીરપંથી બ્લોકના ગોવિંદપુરના રહેવાસી રામજી શાહના પુત્ર અમિત કુમારના સોમવારે રાત્રે અહીં લગ્ન (Marriage) થવાના હતા. જાન ટેકન સાહના દરવાજે આવી પહોંચી હતી. પરંતુ અચાનક છોકરી પક્ષે કહ્યું કે આ લગ્ન નહીં (girl refused to marry) થાય. આ સાંભળીને વરપક્ષના લોકો સ્તબ્ધ થઈ ગયા. કન્યાપક્ષને સમજાવવાના ઘણા પ્રયત્નો થયા, પરંતુ કોઇ જ ફાયદો ન થયો. પછી વાત પંચાયત સુધી પહોંચી, પંચાયત આખી રાત ચાલી પરંતુ કન્યા પક્ષના લોકો ટસના મસ થયા નહીં.

પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો મામલો :

મંગળવારે જ્યારે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો તો જાણવા મળ્યું કે છોકરાના લગ્ન થઈ ચૂક્યા છે અને આ તેના બીજા લગ્ન છે. વરપક્ષ આ હકીકત છુપાવીને છોકરાને બીજીવાર પરણાવી રહ્યા હતા. વરરાજા કહે છે કે તેઓએ કંઈપણ છુપાવ્યું નથી. પરંતુ 6 મહિના પહેલા તેમના પુત્રને બળજબરીથી પકડીને તેના લગ્ન કરવામાં આવ્યા હતા. બાદમાં પંચાયત યોજાઇ હતી. જેમાં લગ્નને અમાન્ય જાહેર કરવામાં આવ્યા હતા. ત્યાર પછી લગ્ન નક્કી કરીને જાન જગેલી ખાતે લઈ જવામાં આવી હતી.

જાનૈયાઓની કરાઇ સંપૂર્ણ મહેમાનગતિ

ગામના મુખિયા મો. આઝાદ હુસેને જણાવ્યું હતું કે તેમણે બંને પક્ષો સાથે વાત કરી હતી અને મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આ દરમિયાન કન્યાપક્ષના દ્વારે આવેલા તમામ જાનૈયાઓને આદરપૂર્વક ખવડાવી પીવડાવી વિદાય આપવામાં આવી હતી. રાત્રે લગ્ન બંધ રહ્યા હતા. પરંતુ બંને પક્ષ સાથે વાતચીત બાદ નક્કી થયું કે, હવે યુવતી બુધવારે તે જ છોકરા સાથે લગ્ન કરશે. જાન તો જતી રહી પણ વરરાજા અને તેના પરિવારને રોકવામાં આવ્યા અને બાદમાં બંને પક્ષે લગ્ન માટે સહમતિ દર્શાવી હતી.

વરરાજાના બીજા લગ્ન માત્ર અફવા !

આ સમગ્ર ઘટના દરમિયાન એક એવી પણ વાત સામે આવી છે કે, અમુક દલાલો વરપક્ષ પાસેથી 20000 રૂપિયા વસુલવા માંગતા હતા. જ્યારે તેમને રૂપિયા ન આપ્યા તો તેમણે છોકરાના બીજા લગ્નની અફવા ફેલાવી દીધી. જ્યારે આ વાત કન્યાપક્ષ સુધી પહોંચી તો તેમણે લગ્ન માટે ના પાડી દીધી. જોકે, સત્ય બહાર આવતા બંને પક્ષો લગ્ન માટે તૈયાર થઇ ગયા છે. પોલીસ સ્ટેશનના પ્રભારી કુંદન કુમારે જણાવ્યું કે લગ્નના કોઈ જાનૈયાને બંધક બનાવવામાં આવ્યા નથી. તેનાથી ઉલટું કન્યા પક્ષે આરોપ લગાવ્યો છે કે તેને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે અને તેની પુત્રીના લગ્ન પરિણીત છોકરા સાથે કરવામાં આવી રહ્યા છે, જેના કારણે તેમણે લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો.

bride refused to get married ?