Home Blog Page 1427

ઓનલાઇન હનીટ્રેપ ! યુવતીએ વીડિયો કોલ પર બીભત્સ ચેનચાળા કરી 2 યુવકને કરાવ્યા નગ્ન , બાદમાં ક્લિપ વાઇરલ કરી

0

Honeytrap online ! The girl flirted nastyly

બારડોલી નગરમાં (Bardoli town) અગાઉ અનેક લોકોના બીભત્સ વીડિયો (Nasty videos) વાઇરલ થયા હતા, ઓનલાઇન યુવતીનું મોઢું બતાવી પુરૂષોને નગ્ન હાલતમાં વીડિયો વાઇરલ (Video viral) કરવાની ઘટનામાં ઘણા નામી લોકો ભોગ બન્યા હતા. તાજેતરમાં ફરી શાકભાજી માર્કેટમાં શાકભાજી વેંચતા વેપારી તેમજ એક રિક્ષાચાલક યુવાનનો વીડિયો વાઇરલ થતાં યુવાને બારડોલી પોલીસ મથકે ઘટના અંગે જાણ કરી હોવાની માહિતી મળી છે.

વીડિયો વાઇરલ કરવા પહેલા પૈસાની માગ્યા હતા :

ઘટના બાબતે પ્રાપ્ત થતી માહિતી મુજબ થોડા સમય પહેલા બારડોલી નગર તેમજ આસપાસના વિસ્તારોમાં અતિચર્ચિત બનેલા બીભત્સ કિલપિંગકાંડમાં નગરમાં અન્ય વીડિયો વાઇરલ થયા છે. ઓનલાઇન મહિલાઓ સાથે નગ્ન હાલતમાં પુરુષોના વિડિઓ વાયરલ કરાયા હતા. વીડિયો વાઇરલ કરતાં પહેલાં ભોગ બનનાર પાસે પૈસાની માગણી કરાઇ હતી.

ભૂતકાળમાં નામી લોકોના બીભસ્ત વીડિયો વાઇરલ થતા હતા :

ઘણા કિસ્સાઓમાં પૈસા આપવા છતાં વીડિયો વાઇરલ કરાયો હતા. ભૂતકાળમાં નગરમાં નામી લોકોના આવા બીભસ્ત વીડિયો વાઇરલ થતાં મુદ્દો ચર્ચામાં રહ્યો હતો. હાલ ફરીએ પ્રકારના બે વિડિઓ નગરમાં ફરતા થયા છે. શાકભાજીનો વેપાર કરતા એક વેપારીનો વીડિયો વાઇરલ થયો હતો. ત્યાર બાદ હાલમાં જ એક રિક્ષાચલાકનો બીભત્સ વીડિયો વાઇરલ થતાં યુવાન બારડોલી પોલીસ મથકે પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

Honeytrap online! The girl flirted nastyly on

Stock Market Update ! શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સ 500થી વધુ પોઈન્ટ તૂટ્યો

0

Stock Market Update Stock market earthquake

  • સ્ટોક માર્કેટ અપડેટ (Stock market update) : શેરબજારમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 532.44 પોઈન્ટ એટલે કે 0.96% ઘટીને 55,146.66 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 157.80 પોઈન્ટ એટલે કે 0.95% ઘટીને 16,411.75 પર ટ્રેડ કરી રહ્યો છે.
વૈશ્વિક બજારના મિશ્ર સંકેતો વચ્ચે સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે એટલે કે મંગળવાર, 7 જૂને ભારતીય શેરબજાર ફરી લાલ નિશાન સાથે ખુલ્યું છે. આજે સેન્સેક્સ (Sensex) 500 પોઈન્ટથી વધુ તૂટ્યો છે. જ્યારે નિફ્ટી પણ લપસી ગયો છે. સેન્સેક્સ 532.44 પોઈન્ટ અથવા 0.96% ના ઘટાડા સાથે 55,146.66 પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 157.80 પોઈન્ટ્સ અથવા 0.95% ના ઘટાડા સાથે 16,411.75 પર ટ્રેડ કરી રહ્યો છે.

સોમવારે પણ માર્કેટ લાલ હતું :

આ પહેલા સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. સોમવારે સેન્સેક્સ 93.91 પોઈન્ટ્સ અથવા 0.17% ઘટીને 55,675.32 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 18.55 પોઈન્ટ્સ અથવા 0.11% ઘટીને 16,565.75 પર બંધ થયો હતો. આજે ભારતીય શેરબજારમાં પ્રી-ઓપનિંગમાં પણ માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો અને પ્રી-ઓપનિંગ સેશનમાં સેન્સેક્સ 300 પોઈન્ટ અને નિફ્ટી 16,500 પોઈન્ટ નીચે આવી ગયા હતા.

વૈશ્વિક બજારમાં પણ ઘટાડો નોંધાયો હતો :

આજના કારોબારમાં એશિયાના મુખ્ય બજારો પર દબાણ જોવા મળી રહ્યું છે. આ સાથે સ્ટોક ફ્યુચર પણ નબળા પડ્યા છે. આ પહેલા સોમવારે અમેરિકી બજારો મામૂલી વધારા સાથે બંધ થયા હતા. સોમવારે ડાઉ જોન્સ 16 અંક વધીને 32,915.78 ના સ્તર પર બંધ થયો હતો. નાસ્ડેક 49 પોઈન્ટ વધીને 12,061.37 પર બંધ રહ્યો હતો. જ્યારે S&P 500 ઈન્ડેક્સ 13 પોઈન્ટ વધીને 4,121.43 પર બંધ રહ્યો હતો.

આ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો :

આજના ટ્રેડિંગ સેશનમાં ઓટો, રિયલ્ટી, ફાઇનાન્શિયલ શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

Stock Market Update Stock market earthquake

હાય રે બેકારી હાય હાય ! ગુજરાતમાં બેરોજગારીનો બોલતો પુરાવો, તલાટીની 3400 જગ્યા ને ઉમેદવારો 17 લાખ !

0

Speaking evidence of unemployment in Gujarat

રાજ્યમાં બેરોજગારીનો આંકડો ચિંતાજનક સ્થિતિએ પહોંચ્યો છે. તલાટીની ભરતીમાં 17 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. 3 હજાર 400 જગ્યા સામે 17 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. સરકારી જગ્યા માટે નિયમિત ભરતી ન થતાં આંકડો ચિંતાજનક સ્થિતિએ પહોંચ્યો છે. તલાટીની એક જગ્યા માટે 500 ફોર્મ ભરાયા છે. 3400 જગ્યા માટે 17 લાખ ફોર્મ ભરાયા છે. ગુજરાતમાં તલાટીની નોકરી મેળવવા જાણે કે શિક્ષિત બેરોજગારોનું ઘોડાપુર ઉમટ્યું છે.

સરકારી નોકરી મેળવવા માટે યુવાનોમાં જાણે કે હોડ જામી :

નોંધનીય છે કે, રાજ્યમાં શિક્ષિત બેરોજગારોની સમસ્યા સતત વધતી જાય છે. સરકારી નોકરી મેળવવા માટે યુવાનોમાં જાણે કે હોડ જામી છે. ગુજરાત સરકારે રાજ્યમાં ફરીથી તલાટીની ભરતીની જાહેરાત બહાર પાડી છે. જેના પગલે ખૂબ મોટી સંખ્યામાં યુવકોએ ઉમેદવારી નોંધાવી છે.

તલાટીની એક જગ્યા માટે 500 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા :

રાજ્યભરમાંથી અધધધ કહી શકાય એટલાં 17 લાખ જેટલા ફોર્મ ભરાયા છે. આ આંકડાઓ રાજ્યમાં બેરોજગારીની વાસ્તવિકતા દર્શાવે છે અને યુવાનોને પૂરતી રોજગારી મળી રહે છે એવાં સરકારના પોકળ દાવાને પણ ખુલ્લા પાડી રહી છે. તલાટીની એક જગ્યા માટે 500 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા જામશે. એ પરથી અંદાજ મેળવી શકાય છે કે, ગુજરાતમાં બેકારીનું પ્રમાણ કેટલી હદે પહોંચ્યું છે.

જ્યારે-જ્યારે સરકારી ભરતી આવે છે ત્યારે-ત્યારે દેખાય છે નરી વાસ્તવિકતા :

Speaking evidence of unemployment in Gujarat

હવે બિઝનેસ કરવા માટે બેંકના ધક્કા નહી ખાવા પડે, એક જ સ્થળે થઇ જશે તમામ વ્યવસ્થા

0

Don’t push the bank to do business

  • કેન્દ્રના નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા આજથી દેશભરમાં આઇકોનિક સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદઘાટન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના વિજ્ઞાન ભવનથી કર્યું હતું. આ પ્રસંગે સંઘપ્રદેશ દમણ-દીવ અને દાદરાનગર હવેલીના સી.જી.એસ.ટી વિભાગ અને સી.ઈ દમણ આયુક્તાલય દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કેન્દ્રના નાણાં અને કોર્પોરેટ (Money and corporate) બાબતોના મંત્રાલય દ્વારા આજથી દેશભરમાં આઇકોનિક સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદઘાટન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) દિલ્હીના વિજ્ઞાન ભવનથી કર્યું હતું. આ પ્રસંગે સંઘપ્રદેશ દમણ-દીવ અને દાદરાનગર હવેલીના સી.જી.એસ.ટી વિભાગ અને સી.ઈ દમણ આયુક્તાલય દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ સંઘ પ્રદેશના સી.જી.એસ.ટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓની સાથે દમણના અગ્રણી ઉદ્યોગપતિઓ અને બેંકિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

મહત્વપૂર્ણ છે કે અત્યાર સુધી સરકારની વિવિધ યોજનાઓના લાભ કે લોન લેવા માટે ગ્રાહકે અલગ-અલગ બેંકો અને સરકારના અલગ-અલગ વિભાગો ના ચક્કર કાપવા પડતા હતા. પરંતુ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક જન સમર્થ પોર્ટલની શરૂઆત કરાવી હતી. આથી હવેથી સરકારની વિવિધ યોજનાઓના લાભની સબસીડી કે કોઈ પણ બેંકમાંથી લોન લેવા અલગ-અલગ બેંકના કે સરકારના વિભાગોના ચક્કર કાપવાને બદલે એક જ જગ્યાએથી ગ્રાહકને કે લાભાર્થીને સરકારની સબસિડીની યોજનાનો લાભ અને લોનની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે.

વહીવટી સરળતા અને લાભાર્થીને સરકારની વિવિધ યોજનાઓના લાભ અને લોન સરળતાથી એક જ જગ્યાએથી ઉપલબ્ધ થાય તે માટે ના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આજે દમણ દમણ સી.જી.એસ.ટી વિભાગ અને દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રદેશના સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સરકાર દ્વારા આગામી એક અઠવાડિયા સુધી આઇકોનિક સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. જેમાં સરકારના આ ઉમદા પ્રયાસનો પ્રચાર અને પ્રસાર પણ કરવામાં આવશે. આમ લાભાર્થીઓ અને સામાન્ય માણસને સરકારી યોજનાઓ અને લોનનો લાભ સીધો સરળ અને ઝડપી મળી રહે તે માટે સરકારની આ યોજના અનેક રીતે લાભદાયક પુરવાર થશે.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

Don’t push the bank to do business

30 જૂન સુધીમાં તમારા પાનને આધાર સાથે લિંક નહીં કરો તો ભરવો પડશે ભારે દંડ

0

Failure to link your page

  • 31 માર્ચ બાદ 500 રૂપિયાની લેટ ફી લગાવવામાં આવી હતી. હવે જો તમે 30 જૂને પાન અને આધાર લિંક નહીં કરો તો દંડ બમણો થઈ જશે અને તમારે 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે.

શું તમે તમારા પરમેનન્ટ એકાઉન્ટ નંબર એટલે કે પાન કાર્ડને આધાર સાથે લિંક (Linking of PAN with Aadhaar) કર્યું છે? જો ન કર્યું હોય તો તરત કરી દો. દંડ ભરીને લિંક કરવાની અંતિમ તારીખ  નજીક આવી ગઈ છે. પાનને આધાર કાર્ડ (Aadhaar) સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2022 નક્કી કરવામાં આવી હતી. જોકે, ત્યારબાદ તેને દંડ સાથે 30 જૂન, 2022 સુધી લંબાવવામાં આવી હતી. હવે 30 જૂનની છેલ્લી તારીખ પણ આ મહિને પૂરી થશે.

કેટલો દંડ ભરવો પડશે ?

31 માર્ચ બાદ 500 રૂપિયાની લેટ ફી લગાવવામાં આવી હતી. હવે જો તમે 30 જૂને પાન અને આધાર લિંક નહીં કરો તો દંડ બમણો થઈ જશે અને તમારે 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે.

ટેક્સ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, 30 જૂન પહેલા પાન સાથે પોતાના આધારને લિંક કરનારા ટેક્સપેયર્સ પર 500 રૂપિયા લેટ ફી લાગશે. જો કે, આ લિંકિંગ 1 જુલાઇએ અથવા તે પછી કરવામાં આવે છે, તો કરદાતાઓએ લેટ ફી તરીકે 1,000 રૂપિયા ચૂકવવા પડશે.

ટેક્સ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, આ ફીનું પેમેન્ટ ચલણ નં. આઇટીએનએસ 280 દ્વારા કરી શકાય છે, જેમાં મેજર હેડ 0021 અને માઇનોર હેડ 500 છે.

જો કરદાતાઓ 31 માર્ચ, 2023 સુધીમાં તેમની આધાર વિગતો અને તેમના પાન નંબરને લિંક નહીં કરે તો તેમનું પાન નિષ્ક્રિય થઈ જશે. જેના કારણે પાન કાર્ડ ફરજિયાત હોય તેવા મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવા જેવા નાણાંકીય વ્યવહારો કરવામાં કરદાતાઓ અસમર્થ રહેશે. આ ઉપરાંત તેમને કલમ 272બી હેઠળ વધુ ટીડીએસ અને દંડ પણ ફટકારવામાં આવશે.

આધાર અને પાનને કેવી રીતે લિંક કરશો :

  • આવકવેરા પોર્ટલની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
  • ક્વીક લિંક્સ નેવિગેશન એરિયામાંથી Link Aadhaar પર ક્લિક કરો.
  • નવી વિન્ડોમાં પાન નંબર, આધાર વિગતો, નામ, મોબાઇલ ફોન નંબર દાખલ કરો.
  • માહિતીની ખરાઈ કરો અને આગળ વધો.
  • તમારા મોબાઇલ નંબર પર પ્રાપ્ત કરેલ ઓટીપી દાખલ કરો.
  • પેનલ્ટી ભર્યા બાદ બે આઇડેન્ટિફિકેશન કાર્ડ લિંક થઇ જશે.
  • આવકવેરા પોર્ટલમાં જઈ આ પ્રક્રિયા ન કરી શકે તેવા કરદાતાઓને મદદ કરવા માટે ટેક્સ વિભાગ SMS સેવા દ્વારા પાન આધાર લિંક કરવાની સુવિધા આપે છે.

ઈ – પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

Failure to link your page

 

07 જૂન 2022, રાશિફળ : આ રાશિના જાતકો પર મહાદેવ વરસાવશે કૃપાવર્ષા, દરેક મનોકામના થશે પૂરી

07 June 2022, horoscope Gujarat Guardian

મેષ :
સ્વભાવમાં શાંતિનો અનુભવ થાય. આર્થિક બાબતો અંગે સામાન્ય. નાના-ભાઈ બહેનોના સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. પરિવારમાં શાંતિ. સંતાનોની તબિયત સંબંધી ચિંતા રહે. એમની આંખ સાચવવાની સલાહ છે.

વૃષભ :
આવક વધતી જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થાય. માતૃસુખ સારુ મળશે. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. નવું વાહન ખરીદવાનો યોગ બને છે. વાહનમાંથી ભાડાની આવક પેદા કરી શકાય.

મિથુન :
સ્વભાવમાં જીદ્દીપણું વધતું જણાય. આવક સંંબંધી સમસ્યા હળવી થતી જણાય. કુટુંબમાં પરસ્પર સંપનું વાતાવરણ રહે. નાની મુસાફરીના યોગ બને છે. જીવનસાથી સાથે મનદુઃખના પ્રસંગ ઉદ્‍ભવે. આરોગ્ય સારું રહેશે.

કર્ક :
આનંદ-ઉત્સાહભર્યો દિવસ. આવકનું પ્રમાણ વધે. અચાનક ધનલાભના યોગ છે. પરિવારમાં વાદ-વિવાદ વધતા જણાય. દગા ફટકાથી સાચવવું. આરોગ્યની ચિંતા રહે. મિત્રો તરફથી લાભ મળતો જણાશે.

સિંહ :
પૂર્વજન્મોના કર્મ અનુસાર કલ્યાણકારી ફળ મળશે. સ્વમાની, અધિકારની લાલસા વધતી જણાશે. સાથે સાથે રંગીન તત્વ અને શારીરિક કલાનો સુમેળ સર્જાતો જણાશે. વેપાર,  શેર, સ્ટોક એક્સચેન્જ તથા કેમિસ્ટના ધંધાવાળા માટે શુભ.

કન્યા :
વિદેશથી સારા સમાચાર મળે. એક્સપોર્ટ-ઈમ્પોર્ટના ધંધામાં લાભ. સાહિત્યમાં રસ વધે. નવા મિત્રો બનતા જણાય. માતૃસુખ તથા સ્થાવર-જંગમ મિલકત અંગે સામાન્ય દિવસ. ચામડીના રોગોની કાળજી રાખવી.

તુલા :
પરોપકારની ભાવના વધે. સ્વભાવમાં લાગણીશીલતા વિશેષ રહે. આવકમાં વધારો થતા આનંદ ઉત્સાહ વધે. પરિવારના સભ્યોની થોડી ચિંતા સતાવે. મિત્રો તરફથી સહકાર મળતો જણાય. આરોગ્ય જળવાય.

વૃશ્ચિક :
દામ્પત્યસુખમાં ઉણપ આવે. પત્ની સાથે ગુસ્સાના પ્રસંગ બને. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. નવા રોકાણો યોગ્ય રીતે થાય. જૂના રોકાણોમાંથી સામાન્ય ફાયદો થતો જણાય. આરોગ્ય સારું રહે.

ધન :
આજે આપનું ભાગ્ય બળવાન છે. દરેક કાર્યમાં ભાગ્યનો સાથ મળે. પિતા તરફથી લાભ. ધાર્મિક યાત્રાનું આયોજન શક્ય બને. છતાં થોડો અસંતોષ વર્તાય. કાર્યમાં સફળતા મળે. આરોગ્ય સારું રહેશે.

મકર :
આવકમાં ઘટાડો થતો જણાય. પરિવારના સ્ત્રીવર્ગને તકલીફનો અનુભવ કરવો પડે, આથી માનસિક શાંતિ હણાતી જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. પડવા વાગવાથી સાચવવું. નોકરી-ધંધા માટે સામાન્ય દિવસ છે.

કુંભ :
આવકના નવા નવા સ્ત્રોતો ખુલતા જણાય. કરેલા રોકાણોમાંથી સારી આવક આવતી જણાય. શેરબજારમાંથી પણ લાભ થવાના યોગ બને છે. સંતાનને ગરમીનો ઉપદ્રવ રહે. આરોગ્ય સારૂં રહેશે. સામાન્ય શરદી-કફ રહેતા જણાય.

મીન :
સેવા દ્વારા સાચા આનંદનો અનુભવ કરી શકશો. સંતાનથી આનંદ રહેશે. નવી વિદ્યા પ્રાપ્ત કરવાના યોગ બને છે. વિદ્યાર્થીમિત્રો માટે ખૂબ સરસ દિવસ. જમણા હાથની કાળજી રાખવી. નોકરી-ધંધામાં મિશ્રફળનો અનુભવ થશે.

ઈ-પેપર વાંચવા માટે ક્લિક કરો

07 June 2022, horoscope Gujarat Guardian

વર્ષ 2026 સુધીમાં સુરત અને બીલીમોરા વચ્ચે બુલેટ ટ્રેન દોડશે, જાણો કયા કેન્દ્રીયમંત્રીએ કરી મોટી જાહેરાત ?

0

Bullet train between Surat and Billimora

  • Bullet Train : પીએમ નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેકટ ગણાતા બુલેટ ટ્રેનનું નિર્માણ પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે કેન્દ્રીય રેલ્વે સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે સુરતના અંતરોલી નજીક નિર્માણ પામી રેહલ બુલેટ રેલ્વે સ્ટેશનનું ઇન્સ્પેકસન કર્યું હતું. સાથે રેલ્વે અને ટેક્ષટાઇલ મંત્રી દર્શના જારદોશ પણ ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય રેલ્વેમંત્રી (Union Railway Minister) અશ્વિની વૈષ્ણવનો (Ashwini Vaishnav) ગુજરાત પ્રવાસે છે. સુરતમાંથી પસાર થઈ બુલેટ ટ્રેન પ્રોજેકટની (Bullet Train Project) સમીક્ષા કરી હતી. સાથે એક મોટી જાહેરાત પણ કરી દીધી છે. પ્રથમ બુલેટ ટ્રેન 2026 સુધીમાં દોડશે. સુરતથી બીલીમોરા વચ્ચે પ્રથમ ટ્રેન શરૂ કરાશે. બુલેટ સ્ટેશન અતિઆધુનિક સુવિધા સજ્જ હશે.

પીએમ નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેકટ ગણાતા બુલેટ ટ્રેનનું નિર્માણ પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે કેન્દ્રીય રેલ્વે સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે સુરતના અંતરોલી નજીક નિર્માણ પામી રહેલ બુલેટ રેલ્વે સ્ટેશનનું ઇન્સ્પેકસન કર્યું હતું. સાથે રેલ્વે અને ટેક્ષટાઇલ મંત્રી દર્શના જારદોશ પણ ઉપસ્થિત રહ્યા હતા.

મંત્રી અશ્વિની વૈષ્ણવે ઇન્સ્પેકસન દરમિયાન પ્રોજેક્ટના અધિકારીઓ સાથે રાખીને તમામ વિગતો મેળવી હતી. અને અશ્વિની વૈષ્ણવે મોટી જાહેરાત કરી હતી કે 2026 સુધી સુરત થી બીલીમોરા સુધી બુલેટ ટ્રેન શરૂ કરવામાં આવશે. કામગીરી ખુબજ સારી રીતે ચાલી રહી છે. જલ્દીથી કામગીરી પૂર્ણ થશે.

અંતરોલી ખાતે નિર્માણ પાણી રહેલ બુલેટ રેલ્વે સ્ટેશન ખુબજ અતિ આધુનિલ સુવિધા સજ્જ હશે. આ સ્ટેશન ૪૮૦૦૦ સ્કવેર મિતર માં સ્થપાશે, મલ્ટી લેવલ સાથે ૨ ફ્લોર હશે. ખાસ સુરતમાં ડાયમંડ વ્યવસાય ને ધ્યાનમાં રાખીને ડાયમન્ડ કટ ડિઝાઇન રાખવમાં આવી છે જે ડાયમંડ સીટી તરીકે જાણીતા સુરત ને રિપ્રેઝનેટ કરશે, સાથે સાથે સેન્ટ્રલ એર કંડીશનર હશે તેમજ બિઝનેસ લોગ પણ બનાવવાં આવશે, તેમજ બેબી કેર રૂમ પણ બનાવવામાં આવશે. આમ એકદમ અતિ આધુનિક સુવિધા સજ્જ આ બુલેટ ટ્રેન સ્ટેશન હશે.

ઈ-પેપર વાંચવા માટે ક્લિક કરો

Bullet train between Surat and Billimora

વેકેશનના છેલ્લા શનિ-રવિના દિવસોમાં સાપુતારામાં પ્રવાસીઓનું ઘોડાપુર

0

Ghodapur of tourists in Saputara

  • સાપુતારામાં હરવાફરવા આવતા પ્રવાસીઓ પોતે તો આંનદ લેતા હોય છે સાથે સાથે સ્થાનિક લોકોને પણ રોજગારી પુરી પાડતા હોય છે. સાપુતારા તેમજ તેની આસપાસના ગામોમાંથી અહીંયા રોજીરોટી માટે આવતા હજારો લોકોને પણ રોજગાર પૂરો પાડે છે.

ઉનાળુ વેકેશનમાં રજાની મજા માણવા રાજ્યના એક માત્ર ગિરિમથક (Gujarat Hill station) સાપુતારા (Saputara) ખાતે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં અસહ્ય ગરમીથી (summer) રાહત મેળવા માટે લોકો સાપુતારાને પસંદ કરી રહ્યા છે. ગત વર્ષે કોરોનાની બીજી લહેરમાં ઉનાળા દરમિયાન સાપુતારામાં સન્નાટો વ્યાપી ગયો હતો. ત્યારે આ વર્ષે ફરી પ્રવાસીઓની અવરજવરથી ગિરિમથકનો માહોલ રંગીન બની ગયો છે.

વેકેશનના છેલ્લા શનિવાર-રવિવારના દિવસોમાં સાપુતારા ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. ઠંડા અને આહલાદક માહોલમાં બોટિંગ અને પેરાગ્લાઈડિંગ સાથે એડવેન્ચર એક્ટિવિટીની લોકો અહીં મજા માણી રહ્યા છે.

ઉનાળામાં વેકેશનની મજા સાથે અસહ્ય ગરમી વચ્ચે ગિરિમથક સાપુતારા ખાતે દિવસભર ઠંડા પવનો સાથે ખુશનુમા માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વેકેશનના છેલ્લા દિવસોમાં ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. જ્યાં બોટિંગ, બાળકો માટે એડવેન્ચર એક્ટિવિટી અને આકાસી સફર ખેડવા માટે પેરાગલાઈડિંગ ની મજા લેવા લોકો ખૂબ ઉત્સાહમાં જોવા મળ્યા હતા, નાના બાળકોથી લઈને મોટી ઉંમરના પ્રવાસીઓની લાંબી કતારો જોવા મળી હતી. દિવસભર એડવેન્ચર એક્ટિવિટીની મજા માણવા સાથે સાંજે શોપિંગ, ફિશ હાઉસ, તેમજ કરાફટ બજારની મુલાકાત લઈ લોકો ખૂબ આનંદ માણી રહ્યા છે.

સાપુતારામાં હરવાફરવા આવતા પ્રવાસીઓ પોતે તો આંનદ લેતા હોય છે સાથે સાથે સ્થાનિક લોકોને પણ રોજગારી પુરી પાડતા હોય છે. સાપુતારા તેમજ તેની આસપાસના ગામોમાંથી અહીંયા રોજીરોટી માટે આવતા હજારો લોકોને પણ રોજગાર પૂરો પાડે છે. હાલ વેકેશન પૂરું થવાને આરે છે તો અલગ-અલગ જિલ્લામાંથી સાપુતારા ફરવા માટે પ્રવાસીઓનો ધસારો વધી જવા પામ્યો છે.

સાપુતારા હિલ સ્ટેશન ખુબ જ સુંદર તળાવો, બગીચાઓ માટે પ્રખ્યાત છે. ડાંગ જિલ્લામાં વાંસના જંગલો આવેલા છે તેથી અહીં હાથ બનાવટની વાંસની સુંદર વસ્તુઓની બજાર વિશેષ છે. ત્યાં સૂર્યાસ્ત સમયે ખીણ પરથી દસ મિનિટની રોપ-વે સવારી ખુબજ અદ્ભુત છે.

ઈ – પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

Ghodapur of tourists in Saputara

બાળકોને ભણાવવું પણ મોંઘુ પડશે ! સ્કુલ યુનિફોર્મ, સ્ટેશનરી, બેગ-શૂઝના ભાવમાં થયો 35%નો વધારો

0

Teaching children will also be expensive

મોંઘવારી (Inflation)એ તો સામાન્ય માણસની કમર તોડી છે. ત્યારે આગામી 13 જૂનથી ગુજરાત બોર્ડની સ્કૂલો શરૂ થઈ રહી છે ત્યારે હવે વાલીઓ પણ બાળકોના નવા સત્રની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે બાળકોના સ્કૂલ યુનિફોર્મ (School uniform), શૂઝ (Shoes), બેગ (Bag) તથા સ્ટેશનરી (Stationery)નો ખર્ચ સ્કૂલ ફી કરતા અલગથી કરવો પડે છે, એવામાં સ્કૂલ ફી સિવાયના આ અન્ય ખર્ચમાં 25 થી 35 ટકાનો વધારો ભોગવવો પડી રહ્યો છે. જેના કારણે સામાન્ય માણસ ખુબ જ પરેશાન છે.

ઓનલાઇન શિક્ષણને કારણે 2 વર્ષ ખર્ચ બચ્યો :

છેલ્લા બે વર્ષથી કોરોના હોવાને કારણે મોટા ભાગના બાળકો સ્કૂલે ગયા નથી. જેથી વાલીઓને માત્ર સ્કૂલની ફીનો જ ખર્ચ થયો હતો. પરંતુ હવે 2 વર્ષ બાદ બાળકો સ્કૂલે જશે, જેથી અન્ય ખર્ચ પણ વાલીઓએ કરવા પડશે. કોરોના બાદ જે પ્રકારે મોંઘવારી વધી છે, તેની અસર હવે બાળકોના શિક્ષણ પર પણ દેખાઇ રહી છે અને તેની વાલીઓના બજેટ પર પણ અસર પડી છે. સ્કૂલ યુનિફોર્મ, શૂઝ, બેગ તથા સ્ટેશનરીનો ખર્ચ વગેરેમાં 25 થી 35 ટકાનો વધારો ભોગવવો પડી રહ્યો છે.

આ બાબતે સ્કુલ યુનિફોર્મના એક વેપારીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં તો કોઈ યુનિફોર્મ લેવા આવ્યું જ નથી, પરંતુ અત્યારે યુનિફોર્મ તૈયાર કર્યા છે તો પણ વધારાને કારણે ઓછું વેચાણ થઈ રહ્યું છે. કારણ કે પહેલા લોકો 3 થી 4 યુનિફોર્મ લેતા હતા, જયારે હવે 2 યુનિફોર્મમાં ચલાવી લેય છે. સ્કૂલ શૂઝના વેપારી મોહમંદ શેઠવાલાએ જણાવ્યું હતું કે દર વર્ષે સ્કૂલ શૂઝના ભાવમાં 2 થી 5 ટકાનો વધારો થાય જ છે. હવે 2 વર્ષ બાદ રો-મટીરિયલ અને GSTમાં વધારો થતાં સ્કૂલ શૂઝના ભાવમાં 30 થી 35 ટકાનો વધારો થયો છે.

આ સિવાય ગિરીશ દત્ત નામના પુસ્તકોના વેપારીએ જણાવ્યું હતું કે, કોરોના બાદ કાગળની અછત ઉભી થઈ છે. જેના કારણે પુસ્તકોની કિંમતમાં 25 ટકાનો ધરખમ વધારો થયો છે. હાલ જુના પુસ્તકો જ વધુ વેચાઈ રહ્યા છે અને બજારમાં પણ સન્નાટો છે. અમે વેપારીઓ ગ્રાહકોની જ રાહ જોઈ રહ્યા છીએ. આઉપરાંત સ્કૂલ બેગના વેપારીએ શોએબ શેખે જણાવ્યું હતું કે, 2 વર્ષ ઓફલાઇન ભણતરના કારણે બેગનું વેચાણ થયું નથી ત્યારે હવે ફરીથી સ્કૂલો શરૂ થવાની છે તેને લઈને તૈયારી કરી છે. પરંતુ અમારે બધું મટીરિયલ ઇમ્પોર્ટેડ હોય છે, જેના કારણે બહારથી આવતા મટીરિયલના ભાવ વધ્યા છે.

ઈ-પેપર વાંચવા માટે ક્લિક કરો

Teaching children will also be expensive

માજી સૈનિકોએ ગાંધીનગરને ઘેર્યું ! સચિવાલય નજીક અટકાયત થતાં મામલો બિચક્યો, જાણો શું કરી રહ્યાં છે માંગ

0

Ex-soldiers besiege Gandhinagar

  • આજે અમદાવાદના શાહીબાગથી લઇને સચિવાલય સુધી માજી સૈનિકોએ કેટલીક માંગ સાથે સન્માન યાત્રાનું આયોજન કર્યું છે. જેમાં પોલીસે કેટલાંકની અટકાયત કરી છે.
અમદાવાદના (Ahmedabad) શાહીબાગમાં માજી સૈનિક (Ex-soldier) દ્વારા આજે શાહીબાગ શહીદ સ્મારકથી લઇને ગાંધીનગર સચિવાલય સુધી સન્માન યાત્રાનું આયોજન કરાયું છે. વિવિધ કલ્યાણલક્ષી મુદ્દાઓને લઇને માજી સૈનિકો પોતાની લડત ચલાવી રહ્યાં છે. ત્યારે માજી સૈનિકો માટે સચિવાલયમાં (Secretariat) અગાઉથી જ પ્રવેશબંધી કરી દેવાઇ છે. સચિવાલય ગેટ નંબર-1 પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. માજી સૈનિકોને પ્રવેશ પહેલાં અટકાયત માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. માજી સૈનિકોની રેલી સચિવાલય પહોંચે એ પહેલાં જ પોલીસે રેલી અટકાવતા વાતાવરણ વધારે ઉગ્ર બન્યું હતું.

શહીદ પરિવારના સદસ્યને સરકારી નોકરી આપવા માંગ :

જણાવી દઇએ કે, માજી સૈનિકોની સરકાર જમીન આપે તેવી માંગ છે તો સાથે શહીદ પરિવારના સદસ્યને પણ સરકારી નોકરી આપવાની માજી સૈનિકો માંગ કરી રહ્યાં છે. બીજી બાજુ લિકર પરમીટ ચાર્જમાં પણ ઘટાડો કરવાની તેઓ માંગ કરી રહ્યાં છે. નોંધનીય છે કે, છેલ્લાં 4 વર્ષથી માજી સૈનિક પોતાના હક માટે સતત લડત આપી રહ્યાં છે. દેશના રક્ષકના પરિવારના રક્ષણ અને હક માટે આ માજી સૈનિકો આંદોલન કરી રહ્યાં છે.

પોલીસે તેઓની રેલી અટકાવતા પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા :

ઉલ્લેખનીય છે કે, માજી સૈનિક હિત માટે વિવિધ કલ્યાણલક્ષી 14 મુદ્દાઓની લડત લડી રહ્યાં છે. ત્યારે તેઓ સચિવાલય પહોંચે એ પહેલાં જ પોલીસે તેઓની રેલી અટકાવતા પોલીસ સાથે ઝપાઝપીના દર્શ્યો સર્જાયા હતાં અને વાતાવરણ પણ વધારે ઉગ્ર બન્યું હતું. સમગ્ર ગુજરાતમાંથી ખૂબ મોટી સંખ્યામાં સૈનિક પરિવાર આ રેલીમાં ભાગ લેવા અમદાવાદ આવ્યા છે. છેલ્લાં 4 વર્ષથી લડત ચાલતી હોવા બાદ પણ કોઈ નિર્ણય નથી લેવાતો તેઓ આરોપ માજી સૈનિકોએ લગાવ્યો છે. સહાયના નામે માજી સૈનિક અને શહીદ પરિવાર પરેશાન થઈ રહ્યાં હોવાની વાત તેઓ કરી રહ્યાં છે.

જુઓ માજી સૈનિકો શું-શું માંગણી કરી રહ્યાં છે ?

  • શહીદ સૈનિકના પરિવારને રાજ્ય સરકાર દ્વારા 1 કરોડની સહાય
  • શહીદ સૈનિકના દીકરા અથવા પરિવારના સભ્યને સરકારી નોકરી
  • શહીદના પરિવારને રાજ્ય સરકાર તરફથી પેન્શન
  • ગાંધીનગર ખાતે રાજ્ય લેવલનું શહીદ સ્માકર
  • શહીદ સ્મારકમાં માજી સૈનિકો માટે આરામ ગૃહની વ્યવસ્થા
  • વર્ગ-1 અને વર્ગ-4 સુધીની નિમણૂક વખતે માજી સૈનિકોને અપાતા અનામતનો ચુસ્ત અમલ
  • માજી સૈનિકને પરિવારના જીવનનિર્વાહ માટે ખેતીની જમીન આપવાના નિયમનો ચુસ્ત અમલ
  • રહેણાક માટે પ્લોટની ફાળવણીના નિયમનો ચુસ્ત અમલ
  • દારૂ માટે ભારતીય સેનાએ આપેલી પરમિટ માન્ય રાખવાની જોગવાઈ
  • કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ્દ કરીને સરકાર દ્વારા સીધી માજી સૈનિકની નિમણૂકની જોગવાઈ
  • હથિયાર લાયસન્સ રિન્યુ કરવા અને નવા લાયસન્સ લેવા તાત્કાલિક કાર્યવાહી
  • માજી સૈનિકના સામાજિક પ્રશ્નોને અગ્રતા આપી તાત્કાલિક નિરાકરણ
  • સેનાની નોકરીનો સમય ગાળો પુનઃ નોકરીમાં સળંગ ગણી પગાર રક્ષણ
  • ગુજરાત સરકારી સેવામાં 5 વર્ષ ફિક્સ પગાર પ્રથા નાબૂદી
  • સરકારી નોકરીમાં રહેઠાણ નજીક નિમણૂક
  • ઉચ્ચ અભ્યાસમાં માજી સૈનિકના બાળકોને અનામત
  • માજી સૈનિકના બાળકોના અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકારે ઉઠાવવો
  • માજી સૈનિકને વ્યવસાય વેરામાંથી મુક્તિ આપવામાં આવે

ઈ-પેપર વાંચવા માટે ક્લિક કરો

Ex-soldiers besiege Gandhinagar