Sunday, Apr 20, 2025

વેકેશનના છેલ્લા શનિ-રવિના દિવસોમાં સાપુતારામાં પ્રવાસીઓનું ઘોડાપુર

2 Min Read

Ghodapur of tourists in Saputara

  • સાપુતારામાં હરવાફરવા આવતા પ્રવાસીઓ પોતે તો આંનદ લેતા હોય છે સાથે સાથે સ્થાનિક લોકોને પણ રોજગારી પુરી પાડતા હોય છે. સાપુતારા તેમજ તેની આસપાસના ગામોમાંથી અહીંયા રોજીરોટી માટે આવતા હજારો લોકોને પણ રોજગાર પૂરો પાડે છે.

ઉનાળુ વેકેશનમાં રજાની મજા માણવા રાજ્યના એક માત્ર ગિરિમથક (Gujarat Hill station) સાપુતારા (Saputara) ખાતે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં અસહ્ય ગરમીથી (summer) રાહત મેળવા માટે લોકો સાપુતારાને પસંદ કરી રહ્યા છે. ગત વર્ષે કોરોનાની બીજી લહેરમાં ઉનાળા દરમિયાન સાપુતારામાં સન્નાટો વ્યાપી ગયો હતો. ત્યારે આ વર્ષે ફરી પ્રવાસીઓની અવરજવરથી ગિરિમથકનો માહોલ રંગીન બની ગયો છે.

વેકેશનના છેલ્લા શનિવાર-રવિવારના દિવસોમાં સાપુતારા ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. ઠંડા અને આહલાદક માહોલમાં બોટિંગ અને પેરાગ્લાઈડિંગ સાથે એડવેન્ચર એક્ટિવિટીની લોકો અહીં મજા માણી રહ્યા છે.

ઉનાળામાં વેકેશનની મજા સાથે અસહ્ય ગરમી વચ્ચે ગિરિમથક સાપુતારા ખાતે દિવસભર ઠંડા પવનો સાથે ખુશનુમા માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વેકેશનના છેલ્લા દિવસોમાં ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. જ્યાં બોટિંગ, બાળકો માટે એડવેન્ચર એક્ટિવિટી અને આકાસી સફર ખેડવા માટે પેરાગલાઈડિંગ ની મજા લેવા લોકો ખૂબ ઉત્સાહમાં જોવા મળ્યા હતા, નાના બાળકોથી લઈને મોટી ઉંમરના પ્રવાસીઓની લાંબી કતારો જોવા મળી હતી. દિવસભર એડવેન્ચર એક્ટિવિટીની મજા માણવા સાથે સાંજે શોપિંગ, ફિશ હાઉસ, તેમજ કરાફટ બજારની મુલાકાત લઈ લોકો ખૂબ આનંદ માણી રહ્યા છે.

સાપુતારામાં હરવાફરવા આવતા પ્રવાસીઓ પોતે તો આંનદ લેતા હોય છે સાથે સાથે સ્થાનિક લોકોને પણ રોજગારી પુરી પાડતા હોય છે. સાપુતારા તેમજ તેની આસપાસના ગામોમાંથી અહીંયા રોજીરોટી માટે આવતા હજારો લોકોને પણ રોજગાર પૂરો પાડે છે. હાલ વેકેશન પૂરું થવાને આરે છે તો અલગ-અલગ જિલ્લામાંથી સાપુતારા ફરવા માટે પ્રવાસીઓનો ધસારો વધી જવા પામ્યો છે.

સાપુતારા હિલ સ્ટેશન ખુબ જ સુંદર તળાવો, બગીચાઓ માટે પ્રખ્યાત છે. ડાંગ જિલ્લામાં વાંસના જંગલો આવેલા છે તેથી અહીં હાથ બનાવટની વાંસની સુંદર વસ્તુઓની બજાર વિશેષ છે. ત્યાં સૂર્યાસ્ત સમયે ખીણ પરથી દસ મિનિટની રોપ-વે સવારી ખુબજ અદ્ભુત છે.

ઈ – પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

Ghodapur of tourists in Saputara
Share This Article