Home Blog Page 1428

ડાયમંડ કિંગ સવજી ધોળકીયાએ 31 વ્યક્તિઓના વ્યસન છોડાવી તેમના નામે 15 લાખનું દાન કરાવ્યું

0

Diamond King Savji Dholakia freed 31 addicts

દરેક લોકો પોતાની ઈચ્છા શક્તિ મુજબ દાન (Donations) કરતા હોય છે. ત્યારે લેઉવા પટેલ (Leuva Patel) ધોળકિયા પરિવાર (Dholakia family) દ્વારા હરેકૃષ્ણ ગ્રુપ (Harekrishna Group)ના નેજા હેઠળ કંપનીના કેમ્પસમાં સ્નેહમિલનનું આયોજન કરાયું હતું. જેમાં સુરત (Surat)ના જાણીતા ઉદ્યોગપતિ સવજી ધોળકિયા (Businessman Savji Dholakia) દ્વારા કુળદેવીના મંદિરના નિર્માણ માટે અનોખી રીતે દાન કર્યું હતું.

વ્યસન છોડનારનાં નામથી 51 હજારનું દાન :

મળતી માહિતી અનુસાર, ધોળકિયા પરિવાર દ્વારા હરેકૃષ્ણ ગ્રુપના નેજા હેઠળ કંપનીના કેમ્પસમાં સ્નેહમિલનનું આયોજન કરાયું હતું. આ દરમિયાન સ્નેહમિલનમાં કેટલાય લોકો હાજર હતા. ત્યારે સવજી ધોળકિયાએ જાહેર મંચ પરથી કહ્યું હતું કે, અહીં બેઠેલા લોકોમાંથી જેઓ વ્યસન કરતા હોય તેઓ હાથ ઉંચો કરે.

આ દરમિયાન 200 લોકોએ પોતાનો હાથ ઉંચો કર્યો. પછી તેમણે કહ્યું કે, આમાંથી જે લોકો કાયમ માટે વ્યસન છોડવા તૈયાર હશે હું તેમના નામથી વતનમાં કુળદેવીના મંદિર માટે રૂ. 51 હજાર દાન કરીશ. જેથી 31 લોકોએ કાયમ માટે વ્યસન છોડવાની તૈયારી દર્શાવતા સવજી ધોળકિયાએ રૂ. 15.50 લાખ દાનમાં આપ્યા હતા. આ રીતે સવજી ધોળકિયા દ્વારા અનોખી રીતે દાન કરાયું હતું.

2 કરોડના ખર્ચે બિલ્ડિંગનું બનશે :

જાણવા મળ્યું છે કે, ધોળકિયા પરિવારના કુળદેવીનું મંદિર ભાલ વિસ્તારમાં ગાંગાવાડા ગામે છે. આ પ્રસંગે મંદિરના જીર્ણોદ્ધાર અને પરિવારજનો ત્યાં આવે તો તેમના ઉતારા માટે 2 કરોડના ખર્ચે એક બિલ્ડિંગ પણ બનાવાશે. આ કામ માટે પરિવારના લોકો સમક્ષ ફંડ માટેની વાત મુકતા સવજીભાઈ ધોળકીયાએ દાન કરવાની અલગ રીત મૂકી એકસાથે બે કામ થઈ શકે તેવી પ્રપોઝલ મૂકી હતી.

‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ આ વિચાર આવ્યો હતો’ :

આમ તો ઘણા સમયથી વ્યસન મુક્તિ અભિયાન ચલાવવામાં આવે છે. પરંતુ તેની કોઈ ખાસ અસર જોવા મળતી હોતી નથી. તેથી સવજી ધોળકિયા દ્વારા આ એક અનોખું કાર્ય કરવામાં આવ્યું છે. સવજી ધોળકિયાએ જણાવ્યું કે, અમારા કુળદેવીનું મંદિર નિર્માણ થતું હોય તેમાં અમારે અમારી રીતે આર્થિક સહયોગ તો આપવાનો જ હોય. જે દિવસે સ્નેહમિલન હતું તે દિવસે વિશ્વ તમાકુ વિરોધી દિવસ હોવાથી મને આ વિચાર આવ્યો. 31 વ્યક્તિએ વ્યસન છોડવાનો સંકલ્પ કરતા મંદિર નિર્માણમાં પહેલો આર્થિક સહયોગ એક્સ્ટ્રા મળ્યો હતો.

ઈ-પેપર વાંચવા માટે ક્લિક કરો

Diamond King Savji Dholakia freed 31 addicts

શો છોડવાની અટકળો વચ્ચે તારક મહેતા ફોન બંધ કરીને ગાયબ ! પ્રોડ્યુસર કોલ કરી રહ્યા છે પણ…

0

Amid speculation of leaving the show

લોકપ્રિય સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) માં શૈલેષ લોઢા (Shailesh Lodha) ની હાજરી પર સસ્પેન્સ હજુ પણ છે. શૈલેષ લોઢા છેલ્લા 14 વર્ષથી શોમાં તારકનું પાત્ર ભજવી રહ્યા છે. તે હવે શો છોડી રહ્યા હોવાના અહેવાલો છે. જોકે, નિર્માતાઓ અને ખુદ અભિનેતા તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. હવે આ વાર્તામાં નવો વળાંક આવ્યો છે.

અહેવાલ મુજબ, શૈલેષ લોઢા શોના નિર્માતા અસિત કુમાર મોદીના ફોન કોલ્સનો જવાબ આપી રહ્યા નથી. આટલું જ નહીં, શૈલેષ લોઢા એવા કલાકારોના કોલ પણ અટેન્ડ કરી રહ્યા નથી જે તેમને શોમાં પાછા ફરવા માટે સમજાવી રહ્યા છે. સુત્રો જણાવે છે કે શૈલેષ લોઢા સાથે ફોન પર વાત કરવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે કારણ કે તેણે એવું સેટિંગ ગોઠવ્યું છે કે એક રિંગ પછી મોટાભાગના કોલ ડિસ્કનેક્ટ થઈ જાય છે.

શો માં નહિ દેખાય તારક મહેતા !

સૂત્રોનો દાવો છે કે નિર્માતા અસિત કુમાર મોદી અભિનેતાને શોમાં પાછા લાવવા માટે સખત પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ તેના પ્રયાસને તે ખૂબ જ મુશ્કેલ લાગે છે. હવે જે રીતે શૈલેષ લોઢા શોની ટીમ અને પ્રોડ્યુસરથી દૂરી બનાવી રહ્યા છે તે જોતા લાગે છે કે તેણે તારક મહેતાને છોડવાનું મન બનાવી લીધું છે. આવી સ્થિતિમાં શૈલેષ લોઢા શોમાં પરત ન આવે તેવી ઘણી શક્યતાઓ છે. જો આવું થાય છે, તો શોના ચાહકોને મોટો આંચકો લાગી શકે છે.

કોઈપણ રીતે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ઘણા સ્ટાર્સે શોને અલવિદા કહી દીધું છે. દિશા વાકાણી છેલ્લા 5 વર્ષથી શોમાં જોવા મળી નથી. તાજેતરમાં જ તે બીજી વખત માતા બની છે. આવી સ્થિતિમાં તેની શોમાં વાપસીની શક્યતા ઓછી છે. નેહા મહેતા, ગુરચરણ સિંહે પણ તારક મહેતાને છોડી દીધા છે. હવે શોમાંથી શૈલેષ લોઢાની વિકેટ પડે છે કે પછી તે શોમાં જ રહે છે તે તો આવનારા દિવસોમાં ખબર પડશે.

ઈ-પેપર વાંચવા માટે ક્લિક કરો

Amid speculation of leaving the show

ગણિત શિક્ષકનાં દીકરાએ પિતાને આપી સાચી શ્રદ્ધાંજલિ, મમ્મીની મદદ લઈને ધો. 10 માં મેળવી મોટી સફળતા

0

A true tribute to the father of a math

  • કોરોના કાળમાં પિતાની છત્રછાયા ગુમાવનાર મહેસાણાના તક્ષિલ પટેલે ગણિતમાં 98 માર્ક્સ મેળવ્યા. પિતા હતા ગણિતના શિક્ષક

ગુજરાત બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર થઇ ચૂક્યા છે. ધોરણ 10નું જ પરિણામ બાકી હતુ તે પણ આજે જાહેર થઇ ચૂક્યુ છે. આ વખતે ધોરણ 10ના 9.70 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 12,090 વિદ્યાર્થીઓને A-1 ગ્રેડ, 52,992 વિદ્યાર્થીઓને A-2 ગ્રેડ, 93,602 વિદ્યાર્થીઓને B-1 ગ્રેડ, 1,30,097 વિદ્યાર્થીઓને B-2 ગ્રેડ, 1,37,657 વિદ્યાર્થીઓને C-1 ગ્રેડ મેળવ્યો છે. ત્યારે વાત કરીએ એવા એક વિદ્યાર્થીની જેણે ધોણ 10માં 93 ટકા મેળવીને સફળતા હાંસલ કરી છે. પરંતુ આ વિદ્યાર્થીની આ સફળતા પાછળ આવો જાણીએ શું છે કહાની

તક્ષિલે ગણિતમાં મેળવ્યા 98 માર્ક્સ :

ધોરણ 10માં 93 ટકા મેળવનાર આ વિદ્યાર્થી છે મહેસાણાનો તક્ષિલ પટેલ. ઘણા એવા વિદ્યાર્થીઓ છે જેણે 93 ટકાએ પાસ થયા પરંતુ તક્ષિલે મહેનત કરીને પિતાને સાચી શ્રદ્ધાંજલિ મળી છે. જી, હા તક્ષિલે કોરોના કાળમાં પોતાના પિતા ગુમાવ્યા. તેના પિતા એક ગણિતના શિક્ષક હતા. ત્યારે તક્ષિલે ધોરણ 10માં ગણિતમાં 100માંથી 98 માર્ક્સ મેળવીને પિતાને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી છે. માતા ફાલ્ગુની બહેનના સહયોગથી તક્ષિલ સારુ પરિણામ મેળવી શક્યો.  તક્ષિલની ભવિષ્યમાં તબીબ બનવા માંગે છે.

આ રીતે ચેક કરો રિઝલ્ટ ( How to check SSC Results )

સ્ટેપ 1- પરિણામ જોવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ.
સ્ટેપ 2- વેબસાઈટ પર GSEB SSC Result 2022 લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3- પછી છ અંકનો સીટ નંબર દાખલ કરો.
સ્ટેપ 3- તે પછી Submit બટન પર ક્લિક કરો.
સ્ટેપ 4- GSEB Result 2022 સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
સ્ટેપ 5- ભવિષ્યના ઉપયોગ માટે તેને ડાઉનલોડ કરો.

આ વખતે સમગ્ર રાજ્યમાં ધોરણ-10નું 65.18% પરિણામ

ચાલુ વર્ષે 9.70 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેનું આજે gseb.org પર પરિણામ મૂકાયું છે.જેમાં 12,090 વિદ્યાર્થીઓને A-1 ગ્રેડ, 52,992 વિદ્યાર્થીઓને A-2 ગ્રેડ, 93,602 વિદ્યાર્થીઓને B-1 ગ્રેડ, 1,30,097 વિદ્યાર્થીઓને B-2 ગ્રેડ, 1,37,657 વિદ્યાર્થીઓને C-1 ગ્રેડ મેળવ્યો છે.

જિલ્લા વાર પરિણામ

અમદાવાદ જિલ્લાનું 63.98% પરિણામ
ગાંધીનગર જિલ્લાનું 65.83% પરિણામ
જૂનાગઢ જિલ્લાનું 66.25% પરિણામ
વડોદરા જિલ્લાનું 61.21% પરિણામ
રાજકોટ જિલ્લાનું 72.86% પરિણામ
જામનગર જિલ્લાનું 69.68% પરિણામ
સુરત જિલ્લાનું સૌથી વધારે 75.64% પરિણામ
પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29% પરિણામ
રાજ્યમાં 100% પરિણામ ધરાવતી 292 શાળા
સ્ટાન્ડર્ડ ગણિતનું 92.63 ટકા પરિણામ
બેઝિક ગણિતનું 69.53 ટકા પરિણામ
ગુજરાતી ભાષાનું 82.15 ટકા પરિણામ
અંગ્રેજી પ્રથમ ભાષાનું 94.73 ટકા
જ્યારે અન્ય ભાષાનું 80.30 ટકા પરિણામ
121 સ્કૂલનું શૂન્ય ટકા પરિણામ
30 ટકાથી ઓછું પરિણામ ધરાવતી 1,007 શાળાઓ

ઈ-પેપર વાંચવા માટે ક્લિક કરો

A true tribute to the father of a math

સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી, કહ્યું- “સિદ્ધુ મૂઝવાલા જેવું જ થશે અને બહુ જ જલ્દી “

Salman Khan receives death threats

  • સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ હવે બોલિવૂડ એક્ટર સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. સલીમ ખાનને ધમકીભર્યો પત્ર મળ્યો છે, જે બાદ મુંબઈ પોલીસ એક્શનમાં આવી ગઈ છે.

સિદ્ધુ મુસેવાલાની (Sidhu Musewalani) હત્યા બાદ હવે બોલિવૂડ એક્ટર સલમાન ખાન (Bollywood actor Salman Khan) અને તેના પિતા સલીમ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. સલીમ ખાનને ધમકીભર્યો પત્ર મળ્યો છે, જે બાદ મુંબઈ પોલીસ (Mumbai Police) એક્શનમાં આવી ગઈ છે. આ સંદર્ભે, મુંબઈ પોલીસે અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધીને તપાસ શરૂ કરી છે.

મુંબઈ પોલીસે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, “સલમાન ખાનના પિતા સલીમ ખાનના સુરક્ષા કર્મચારીઓને આ પત્ર બેન્ચ પર મળ્યો છે. સલીમ ખાન દરરોજ તેના સુરક્ષા કર્મચારીઓ સાથે તે જ રસ્તા પર મોર્નિંગ વોક માટે જાય છે. ભાગ્યે જ આરામ કરવા માટે રોકાયા છે. આ પત્ર શોધવા માટે બેન્ચ પર હંગામો થયો. સુરક્ષા કર્મચારીઓએ આ પત્ર સલીમ ખાનને આપ્યો હતો.”

આ પત્ર મળ્યા બાદ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ પત્રમાં સલમાન ખાન અને સલીમ ખાનને ગંભીર પરિણામોની ધમકી આપવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, “સિધુ મૂઝવાલા જૈસા કરનાગા. બહુ જલ્દી તમારી હાલત આવી જ થશે.” આવી સ્થિતિમાં હવે બાંદ્રા પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ પણ સ્કેન કરી રહી છે. આ સાથે સ્થાનિક લોકોની પૂછપરછ પણ ચાલી રહી છે. નોંધનીય છે કે તાજેતરમાં પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જે બાદ દિલ્હીની તિહાર જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું નામ મીડિયામાં આવ્યું હતું. બ્લેક બક કેસ બાદ લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી.

જો કે આ વિશે લોરેન્સ બિશ્નોઈએ કહ્યું હતું કે, “મેં હજુ સુધી કંઈ કર્યું નથી, પરંતુ જ્યારે હું સલમાન ખાનને મારીશ, ત્યારે મને ખબર પડી જશે, અત્યારે મને બિનજરૂરી બાબતોમાં ખેંચવામાં આવી રહ્યો છે”. લોરેન્સ કહે છે કે સલમાન ખાને હરણનો શિકાર કરીને સારું કર્યું નથી. બિશ્નોઈ સમાજમાં હરણને ખૂબ જ પવિત્ર માને છે, તેથી જ્યારે કાળિયાર કેસમાં સલમાનનું નામ આવ્યું તો ગેંગસ્ટરે તેને મારી નાખવાની ધમકી આપી.

ઈ-પેપર વાંચવા માટે ક્લિક કરો

Salman Khan receives death threats

IND vs SA: હાર્દિક પંડ્યાના બેટિંગ ક્રમમાં થશે ફેરફાર ? દિનેશ કાર્તિકના રૂપમાં મળ્યો છે વિકલ્પ

0

There will be a change in the batting order of Hardik Pandya

હાર્દિક પંડ્યાએ (Hardik Pandya) આઈપીએલ-2022માં (IPL-2022) બેટિંગથી કમાલનું પ્રદર્શન કર્યું હતું. તેણે ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) તરફથી સૌથી વધારે રન બનાવ્યા હતા. જોકે તેણે પોતાની રમતમાં ફેરફાર કર્યો છે. પહેલા તે નીચેના ક્રમે ઉતરતો હતો અને ફિનિશર તરીકે ઝડપથી રન બનાવતો હતો.

જોકે ટી-20 લીગની 15મી સિઝનમાં તે ગુજરાત ટાઇટન્સ તરફથી નંબર-4 અને નંબર-5 પર રમતો જોવા મળ્યો હતો. તેણે શરૂઆતમાં બાજી સંભાળી અને પછી ખુલીને રમતો હતો. ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa)વચ્ચે 5 મેચોની ટી-20 શ્રેણી 9 જૂનથી શરુ થઇ રહી છે. આવામાં સૌથી મોટો સવાલ એ છે કે હાર્દિક પંડ્યાના બેટિંગ ક્રમમાં ફેરફાર થશે.

હાર્દિક પંડ્યાએ આઈપીએલમાં 4 અડધી સદીની મદદથી 487 રન બનાવ્યા હતા. જોકે વર્તમાન ટીમ ઇન્ડિયાની વાત કરવામાં આવે તો ટોપ-4માં કેએલ રાહુલ, ઇશાન કિશન, શ્રેયસ ઐયર અને રિષભ પંત છે. આવામાં હાર્દિકનું સ્થાન ટોપ-4માં બનતું નથી. રોહિત શર્મા આ શ્રેણીમાં રમી રહ્યો નથી. જોકે તે પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યો છે કે હાર્દિક ફિનિશિર તરીકે જ રમશે. દિનેશ કાર્તિકે આઈપીએલ-2022માં નીચેના ક્રમે આક્રમક બેટિંગ કરી હતી. આવામાં ટીમ ફિનિશર તરીકે તેને તૈયાર કરી શકે છે.

હાર્દિકને આવી રીતે મળી શકે છે નંબર-4 પર તક :

કોચ રાહુલ દ્રવિડ અને કેએલ રાહુલ હાર્દિક પંડ્યાને નંબર-4 ઉપર તક આપી શકે છે. આવામાં રિષભ પંત નંબર 5 અને દિનેશ કાર્તિક નંબર 6 ઉપર રમી શકે છે. જો હાર્દિકે શ્રેણીમાં નંબર-4 ઉપર સારું પ્રદર્શન કર્યું તો તે ભવિષ્યમાં મિડલ ઓર્ડરમાં રમતો જોવા મળી શકે છે. આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડ કપ થવાનો છે. આવામાં કોચ રાહુલ દ્રવિડ દરેક નંબર માટે વિકલ્પ તૈયાર કરવા માંગશે. વર્લ્ડ કપ પહેલા ટીમને ઓછામાં ઓછી 25 ટી-20 મેચ રમવાની છે.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

There will be a change in the batting order of Hardik Pandya

એક નાનકડા દેશ સામે સરકારે ઘૂંટણીયા ટેકવી દીધા, આ ભારતની… સુબ્રમણ્યમ સ્વામીના પ્રહાર 

The government got down

  • પયગંબર મોહમ્મદ વિશે કથિત રીતે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ ભાજપમાંથી નુપુર શર્મા અને નવીન જિંદાલને સસ્પેન્ડ કરવાનો મામલો જોર પકડી રહ્યો છે.
પયગંબર મોહમ્મદ (Prophet Muhammad) વિશે કથિત રીતે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ ભાજપમાંથી નુપુર શર્મા (Nupur Sharma) અને નવીન જિંદાલને (Naveen Jindal) સસ્પેન્ડ કરવાનો મામલો જોર પકડી રહ્યો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આ અંગે પોતાની જ પાર્ટીની સરકારને ઘેરી હતી. સ્વામીએ ટ્વીટ કરીને આરોપ લગાવ્યો કે, કેન્દ્ર સરકારે નાના દેશ કતરની સામે ઘૂંટણીયા ટેકવી દીધા છે.

 

સ્વામીએ મોદી સરકારને રીતસરની આડે હાથ લીધી :

ભાજપના બે નેતાઓને સસ્પેન્ડ કરવા પર ગુસ્સે ભરાયેલા સુબ્રમણ્યમ સ્વામી અહીંથી ન અટક્યા, તેમણે તેમના સમગ્ર આઠ વર્ષના કાર્યકાળ દરમિયાન વિદેશ નીતિ પર સવાલો ઉઠાવ્યા હતા. સ્વામીએ આરોપ લગાવ્યો કે, મોદી સરકારના કાર્યકાળમાં ભારત માતાએ શરમથી માથું ઝુકવું પડ્યું હતું. આપણે લદ્દાખમાં ચાઈનીઝ સામે નાક રગડતા રહ્યા, રશિયા સામે ઘૂંટણિયે પડતા અને ક્વાડમાં અમેરિકનો સમક્ષ આજીજી કરતા જોવા મળ્યા હતા. હવે આપણે નાના દેશ કતર સામે પણ દંડવત કરવું પડી રહ્યું છે. આ આપણી વિદેશ નીતિનું પતન છે.

કતારના પ્રેશરમાં આવીને ભાજપે કાર્યવાહી કરી હોવાનો દાવો :

હકીકતમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, કતરના દબાણમાં આવીને ભાજપે પોતાની પાર્ટીના બે નેતાઓને સસ્પેન્ડ કરી દીધા છે. નૂપુર શર્મા અને નવીન જિંદાલ પર ભૂતકાળમાં પયગંબર મોહમ્મદ વિરુદ્ધ વાંધાજનક વાતો કરવાનો આરોપ છે. ભારતના મુસ્લિમો સહિત ઘણા આરબ દેશો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. નુપુર શર્માએ પોતાની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને ફજેતો થતાં માફી માંગવી પડી હતી.

ઘણા દેશોમાં ભારતીય રાજદૂતને બોલાવવામાં આવ્યા :

રવિવારે, કતાર, કુવૈત અને ઈરાને ભારતીય રાજદૂતોને બોલાવીને વિવાદાસ્પદ ટીપ્પણી પર ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને કડક કાર્યવાહીની માંગ કરી હતી. ભારતે આ દેશોને કહ્યું છે કે આવી ટિપ્પણીઓ સરકારનો વિચાર નથી અને આવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. રાજદૂતે તેમને કહ્યું કે, આ કોઈપણ રીતે ભારત સરકારની ભાવના નથી. એવું હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોએ કહ્યું છે. ભારત વિવિધતામાં એકતાના સાંસ્કૃતિક વારસાના આધારે તમામ ધર્મોને સર્વોચ્ચ સન્માન આપે છે. આવી ટિપ્પણી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સંબંધિત સંગઠને એક નિવેદન બહાર પાડીને તમામ ધર્મોનું સન્માન કરવા અને કોઈપણ ધર્મના વ્યક્તિના સન્માનને ઠેસ પહોંચાડવાના પગલાની નિંદા કરી છે.

ઈ-પેપર વાંચવા માટે ક્લિક કરો

The government got down

જો તમે આજે સોનાની ખરીદી કરવા જાવ છો તો તમને આટલાં રૂપિયા સસ્તું સોનું મળી શકે છે , જાણો આજનો લેટેસ્ટ ભાવ

0

If you are going to buy gold today

  • આજથી એક નવું બિઝનેસ સપ્તાહ શરૂ થઈ રહ્યું છે. આજે નવા બિઝનેસ સપ્તાહનો પ્રથમ દિવસ છે. આ પહેલા બુલિયન માર્કેટમાં છેલ્લા કારોબારી સપ્તાહમાં સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ નરમાઈ જોવા મળી હતી. આવી સ્થિતિમાં, આજે નવા ટ્રેડિંગ સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીની ચાલ કેવી રહે છે તેના પર સૌની નજર રહેશે.

જો તમે પણ લગ્નની સિઝનમાં સોનાના દાગીના (Gold jewelry) ખરીદવા માંગતા હોવ તો તમારા માટે મહત્વના સમાચાર છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી સોના અને ચાંદીના ભાવમાં (Gold-Silver Latest Rate) સતત વધઘટ થઈ રહી છે. અત્યારે સોનું 51400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 62700 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ છે. આ સાથે સોનું હજુ પણ તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરેથી લગભગ 4700 રૂપિયા અને ચાંદી 17000 રૂપિયા સસ્તું થઈ રહ્યું છે. લગની સિઝનમાં સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો થતાં ગ્રાહકોમાં સોના-ચાંદીની ખરીદીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

નવા સપ્તાહની શરૂઆત :

વાસ્તવમાં, આજથી એક નવું બિઝનેસ સપ્તાહ શરૂ થઈ રહ્યું છે. આજે નવા બિઝનેસ સપ્તાહનો પ્રથમ દિવસ છે. આ પહેલા બુલિયન માર્કેટમાં છેલ્લા કારોબારી સપ્તાહમાં સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ નરમાઈ જોવા મળી હતી. આવી સ્થિતિમાં, આજે નવા ટ્રેડિંગ સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીની ચાલ કેવી રહે છે તેના પર સૌની નજર રહેશે.

મોંઘુ થયું હતું સોનું :

શુક્રવારે સોનું 250 રૂપિયા પ્રતિ દસ ગ્રામ મોંઘુ થયું અને 51455 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું. જ્યાં ગુરુવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે સોનું 599 રૂપિયા પ્રતિ દસ ગ્રામના ભાવે મોંઘું થઈને 51205 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે બંધ થયું હતું.

બીજી તરફ શુક્રવારે ચાંદી 1265 રૂપિયાના ઉછાળા સાથે 62076 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ રહી હતી. જ્યારે ગુરુવારે છેલ્લા કારોબારી દિવસે ચાંદી 1265 રૂપિયાના વધારા સાથે 62076 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.

જાણો 22 અને 24 કેરેટ સોના વચ્ચેનો તફાવત :

24 કેરેટ સોનું 99.9 ટકા શુદ્ધ અને 22 કેરેટ લગભગ 91 ટકા શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું સૌથી શુદ્ધ છે, અમે તમને જણાવી દઈએ કે 24 કેરેટ સોનાની જ્વેલરી બનાવી શકાતી નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.

સોનાની શુદ્ધતા કેવી રીતે જાણી શકાય

સોનાની શુદ્ધતા ઓળખવા માટે ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર સ્ટાન્ડર્ડાઈઝેશન દ્વારા હોલમાર્ક આપવામાં આવે છે. 24 કેરેટ પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 રૂ. મોટા ભાગનું સોનું 22 કેરેટમાં વેચાય છે, જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 કરતાં વધુ નથી અને કેરેટ જેટલું ઊંચું હશે, સોનું એટલું શુદ્ધ હશે.

ઈ-પેપર વાંચવા માટે ક્લિક કરો

If you are going to buy gold today

ધોરણ 10નું રિઝલ્ટ જાહેર- સુરત જીલ્લાનું સૌથી વધુ તો આ જીલ્લાનું સૌથી ઓછું પરિણામ

0

Standard 10 result declared

GSEB રિઝલ્ટ LIVE : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10 (Standard 10th)ની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે ધોરણ 10નું 65.18% પરિણામ આવ્યું છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પરિણામ જોઈ શકશે. સુરત (Surat) જિલ્લાનું સૌથી વધુ 75.64 %અને પાટણ (Patan) જિલ્લાનું સૌથી ઓછું 54.29 % પરિણામ આવ્યું છે. આ વખતે છોકરીઓએ છોકરાઓ કરતાં 11.74 ટકા વધુ પરિણામ મેળવીને બાજી મારી લીધી છે.

સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64% પરિણામ :

સુરત જિલ્લાનું 75.64 % પરિણામ આવ્યું છે. આ સાથે જ ગુજરાતમાં સૌથી વધુ સુરતના 2532 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે. સુરત જિલ્લાનું ગુજરાતમાં સૌથી વધુ 75.65 % પરિણામ આવ્યું છે. જેના પગલે શાળાએ પહોંચેલા વિદ્યાર્થીઓમાં કઈક અનેરો આનંદ જ જોવા મળી રહ્યો છે. સુરતમાં 2532 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ છે. આ સાથે સુરત જીલ્લામાં A-2માં 9274, B-1માં 13371, B-2માં 15180, C-1માં 13360, C-2માં 6256 અને Dમાં 329 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે.

કોરોના કાળ જેવી મહામારીને કારણે શરૂઆતમાં જ્યારે લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. ત્યાર પછી લોકડાઉનના 75 દિવસ બાદ 9મી જૂન 2020ના રોજ ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. 2020માં 10મા ધોરણનું 60.64 % પરિણામ આવ્યું હતું. જે 2019 કરતા 5 % ઓછું હતું. 2019માં ધોરણ 10નું 66.97 % પરિણામ આવ્યું હતું. ધોરણ 10નું 2020માં દાહોદ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ છે. તો 174 શાળાઓનું શૂન્ય 0% પરિણામ હતું. જયારે 100 % પરિણામ ધરાવતી 291 શાળાઓ હતી. 2020માં અંદાજે 10.80 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

ઈ-પેપર વાંચવા માટે ક્લિક કરો

Standard 10 result declared

Pulsar ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો થોડી રાહ જુઓ, દિવાળી સુધી બજાજ લાવી રહી છે નવી બાઇક

Planning to buy Pulsar

  • નવી બજાજ પલ્સર N160 પૂણે નજીક ચાકનમાં ટેસ્ટિંગ કરતાં જોવા મળી છે જ્યાં કંપનીનો પ્રોડક્શન પ્લાન્ટ છે. નવી બાઇક પ્રોડક્શન માટે બિલકુલ તૈયાર જોવા મળી છે. અહીં બોડી પેનલ્સ, હેડલેમ્પ કાઉલ અને ટેલ સેક્શન જેવા સ્પેરપાર્ટસ ડિઝાઇનના મામલએ N250 સાથે મેચ થાય છે.

નવી જનરેશન બજાજ પલ્સર N160 (Bajaj Pulsar N160) પહેલીવાર ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી. બિલકુલ નવી આ બાઇક નવી પલ્સર રેંજનો ભાગ બનશે જેને પલ્સર 250 વાળા પ્લેટફોર્મ પર બનાવામાં આવી રહી છે. નવી N160 સાથે ઘણા મોટા ફેરફાર મળવાનું અનુમાન છે અને બાઇક નવી ડિઝાઇન (New design) ઉપરાંત અપડેટ એન્જીન સાથે લોન્ચ કરી શકે છે.

નવી બજાજ પલ્સર N160 પૂણે નજીક ચાકનમાં ટેસ્ટિંગ કરતાં જોવા મળી છે જ્યાં કંપનીનો પ્રોડક્શન પ્લાન્ટ છે. નવી બાઇક પ્રોડક્શન માટે બિલકુલ તૈયાર જોવા મળી છે. અહીં બોડી પેનલ્સ, હેડલેમ્પ કાઉલ અને ટેલ સેક્શન જેવા સ્પેરપાર્ટસ ડિઝાઇનના મામલએ N250 સાથે મેચ થાય છે. બાઇકના હેડલેમ્પને પ્રોજેક્ટર લેન્સ અને એલઇડી ડીઆરએલ આપવામાં આવ્યા છે. તો બીજી તરફ ઇન્ડીક્ટર એલઇડીની જગ્યાએ બલ્બ આપવામાં આવ્યા છે.

અપડેટેડ એન્જીન મળવાનું અનુમાન :

નવી બજાજ પલ્સર N160 ને તે જ ફ્રેમ આપી શકાય છે જે પલ્સર N250 માં મળ્યું છે, આ ઉપરાંત બાઇક સાથે અપડેટેડ 160 સીસી સિંગલ-સિલિંડર એન્જીન મળી શકે છે. જે 17 બીએચપી તાકાત અને 14.6 એનએમ પીક ટોર્ક બનાવે છે. ગત મોડલના મુકાબલે નવા પલ્સરનું એન્જીન વધુ દમદાર હશે. બાઇકના આગળના ભાગમાં ટેલિસ્કોપિક ફોર્ક્સ અને પાછળના ભાગમાં મોનોશોક સસ્પેંશન આપવામાં આવ્યા છે. બંને વ્હીલમાં ડિસ્ક બ્રેક્સ આપવાની સાથે જ કંપનીએ તેને સિંગલ-ચેનલ એબીએસથી સજ્જ કર્યું છે.

નવી બજાજ પલ્સર N160 ને પૂણે નજીક ચાકનમાં ટેસ્ટિંગ કરતાં જોવા મળી છે જ્યાં કંપનીનો પ્રોડક્શન પ્લાન્ટ છે. બાઇકના હેડલ્પને પ્રોજેક્ટર લેન્સ અને એલઇડી ડીઆરએલ આપવામાં આવ્યા છે. તો બીજી તરફ ઇંડિકેટર્સમાં એલઇડીની જગ્યાએ બબ્લ આપવામાં આવ્યો છે. બે ભાગમાં વહેંચાયેલી સીટ, એલઇડી ટેલલાઇટ અને સ્પોર્ટ રાઇડિંગ પોશ્વર યુવા ગ્રાહકોને અનુરૂપ આપવામાં આવ્યા છે. બોડી પેનલ્સ, હેડલેમ્પ કાઉલ અને ટેલ સેક્શન જેવા સ્પેરપાર્ટની ડિઝાઇન N250 સાથે મેચ થાય છે. તમને જણાવી દઇએ કે બાઇકનો મુકાબલો TVS Apache RTR 160 4V, યામાહા FZ-S FI, હીરો એક્ટ્રીમ 160R જેવી બાઇક સાથે થશે.

ઈ – પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

Planning to buy Pulsar

6 જૂન 2022, રાશિફળ : આ રાશિના જાતકો પર માં ખોડીયાર થશે મહેરબાન – જીવનમાં થશે સુખની પ્રાપ્તિ

June 6, 2022, Horoscope Gujarat Guardian

મેષ :
આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા તથા કરેલા રોકાણોથી લાભ મળતો જણાય. દામ્પત્ય સુખમાં વૃદ્ધિ થાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા. બપોર બાદ આવકનું પ્રમાણ ઘટે. અગત્યના કાર્યો બપોર સુધી પૂરા કરવા. આરોગ્ય સાચવવું.

વૃષભ :
બપોર સુધી પ્રતિકુળતા રહે. બપોર બાદ આવક જળવાય. પરિવારમાં શાંતિ રહે. કાર્યક્ષેત્રે આનંદ વર્તાય. જીવનસાથી સાથે આનંદ.  પ્રેમીપાત્રનું મિલન શક્ય બને. ભાગ્યનો સાથ મળતો જણાય. મિત્રોનો સહાકર મળે.

મિથુન :
આવકનું પ્રમાણ જળવાય. હોટલ, વીમો, એકાઉન્ટીંગ ક્ષેત્રે કાર્ય કરતી વ્યક્તિઓને વિશેષ લાભ. સંતાનની પ્રગતિથી આનંદ. સંતાન તરફની ચિંતા હળવી બને. બપોર બાદ તમામ કાર્યોમાં પ્રતિકુળતા વર્તાય. આથી ધીરજ ધરવી.

કર્ક :
શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. નાણાંકીય ક્ષેત્રે પ્રગતિ જણાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. વાહન સુખ મળવાના યોગ બને છે. સંતાન સંબંધી ચિંતા હળવી બને. યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય.

સિંહ :
કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ વધે. નવા રચનાત્મક કાર્યોની શરૂઆત શક્ય બને. જમીન-મકાનથી લાભ. સ્થાવર જંગમ મિલકતની ખરીદી-વેચાણ શક્ય બને. આરોગ્યની કાળજી જરૂરી.

કન્યા :
પરિવારમાં આનંદ-ઉત્સાહનું વાતાવરણ જળવાય. તમામ સભ્યોની પ્રગતિથી આનંદ થાય. કાર્યમાં સફળતા. યશ વધે. માતા-પિતાનું આરોગ્ય જળવાય. ટેક્સ કન્સલટન્ટ, ઈમ્પોર્ટ-એક્સપોર્ટના ધંધામાં વિશેષ લાભ. હાડકાના દુઃખાવાથી સાચવવુ‌ું.

તુલા :
વિનયી, વિવેકી, માનવતાવાદી વલણને કારણે યશ-પ્રતિષ્‍ઠા વધે. સાચુ-ખોટંુ પારખવાની કુદરતી શક્તિને કારણે કાર્યમાં સફળતા મળતી જણાય. પ્લાસ્ટિક, જાહેર ખબર, ટ્રાન્સપોર્ટના ક્ષેત્રમાં લાભ. છાતી, પેટના રોગોથી સાવધાની જરૂરી.

વૃશ્ચિક :
બપોર સુધી સ્વાભાવમાં ઉગ્રતા જણાય. નાણાંકીય આવક સામાન્ય રહે. શરદી-ખાંસીનાે ઉપદ્રવ રહેતો જણાય. બપોર બાદ પરિસ્થિતિ સુધરે. આવક વધતાં આનંદ જળવાય. સ્વાસ્થ્યમાં સુધારો જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે.

ધન : 
બપોર સુધી આનંદ વધે. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. રોકાણોનું આયોજન યોગ્ય રીતે થતું જણાય. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. બપોર બાદ આવકમાં ઘટાડો થાય. ખર્ચનું પ્રમાણ વધે. વિચારો ઉપર કાબુ રાખવો.

મકર :
ધંધાકીય ક્ષેત્રે ચિંતા વધતી જણાય. અગત્યના નિર્ણયો મોકૂફ રખવા. પિતાની તબિયતની કાળજી જરૂરી. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. આત્મવિશ્વાસ ઘટતો જણાય. બપોર બાદ પરિસ્થિતિમાં સુધારો જણાય.

કુંભ : 
દિવસ દરમિયાન ભાગ્યનો સાથ મળતો હોવાને કારણે કાર્યમાં સફળતા અનુભવાય. નોકરીમાં આનંદ તથા ધંધામાં પ્રગતિ થતી જણાય. આવક જળવાશે. છતાં ધંધામાં નાણાં ઉછીના આપવા નહીં, અન્યથા ફસાઈ જવાના યોગ છે.

મીન :
બપોર સુધી સંતાન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે. શરદી-ખાંસી-માથાના દુઃખાવાની સમસ્યા રહે. બપોર બાદ પરિસ્થિતિ સુધરે. ભાગ્યમાં વૃદ્ધિ જણાય. કાર્યમાં સફળતા મળે તથા આવકમાં પણ વધારો થાય.

ઈ – પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

June 6, 2022, Horoscope Gujarat Guardian