Tuesday, Jun 17, 2025

ઓનલાઇન હનીટ્રેપ ! યુવતીએ વીડિયો કોલ પર બીભત્સ ચેનચાળા કરી 2 યુવકને કરાવ્યા નગ્ન , બાદમાં ક્લિપ વાઇરલ કરી

2 Min Read

Honeytrap online ! The girl flirted nastyly

બારડોલી નગરમાં (Bardoli town) અગાઉ અનેક લોકોના બીભત્સ વીડિયો (Nasty videos) વાઇરલ થયા હતા, ઓનલાઇન યુવતીનું મોઢું બતાવી પુરૂષોને નગ્ન હાલતમાં વીડિયો વાઇરલ (Video viral) કરવાની ઘટનામાં ઘણા નામી લોકો ભોગ બન્યા હતા. તાજેતરમાં ફરી શાકભાજી માર્કેટમાં શાકભાજી વેંચતા વેપારી તેમજ એક રિક્ષાચાલક યુવાનનો વીડિયો વાઇરલ થતાં યુવાને બારડોલી પોલીસ મથકે ઘટના અંગે જાણ કરી હોવાની માહિતી મળી છે.

વીડિયો વાઇરલ કરવા પહેલા પૈસાની માગ્યા હતા :

ઘટના બાબતે પ્રાપ્ત થતી માહિતી મુજબ થોડા સમય પહેલા બારડોલી નગર તેમજ આસપાસના વિસ્તારોમાં અતિચર્ચિત બનેલા બીભત્સ કિલપિંગકાંડમાં નગરમાં અન્ય વીડિયો વાઇરલ થયા છે. ઓનલાઇન મહિલાઓ સાથે નગ્ન હાલતમાં પુરુષોના વિડિઓ વાયરલ કરાયા હતા. વીડિયો વાઇરલ કરતાં પહેલાં ભોગ બનનાર પાસે પૈસાની માગણી કરાઇ હતી.

ભૂતકાળમાં નામી લોકોના બીભસ્ત વીડિયો વાઇરલ થતા હતા :

ઘણા કિસ્સાઓમાં પૈસા આપવા છતાં વીડિયો વાઇરલ કરાયો હતા. ભૂતકાળમાં નગરમાં નામી લોકોના આવા બીભસ્ત વીડિયો વાઇરલ થતાં મુદ્દો ચર્ચામાં રહ્યો હતો. હાલ ફરીએ પ્રકારના બે વિડિઓ નગરમાં ફરતા થયા છે. શાકભાજીનો વેપાર કરતા એક વેપારીનો વીડિયો વાઇરલ થયો હતો. ત્યાર બાદ હાલમાં જ એક રિક્ષાચલાકનો બીભત્સ વીડિયો વાઇરલ થતાં યુવાન બારડોલી પોલીસ મથકે પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

Honeytrap online! The girl flirted nastyly on

Share This Article