Late payment of EMI can be heavy
- એક મહિનાથી વધુ સમયથી EMI ચૂકવવામાં ના આવે તો બેન્ક બાકી રહેલા હપ્તા પર 1 ટકાથી 2 ટકા સુધીનો દંડ લાગુ કરી શકે છે. તમામ બેન્કોમાં આ દર ન્યૂનતમ રકમ અને મહત્તમ રકમ પર આધારિત હોય છે. કયા પ્રકારની લોન લેવામાં આવી છે તેના પર પણ આ દંડ આધારિત હોય છે.
ડિજિટલ બેન્કિંગ (Digital banking)થી લોન મેળવવી ખૂબ જ સરળ થઈ ગઈ છે. આમ તો તેનાથી વ્યક્તિ સરળતાથી નાણા (Money) મેળવી શકે છે, પણ સાથે સાથે લોન (Loan)ની ચૂકવણી કરવાની પ્રાથમિકતા હોવી જોઈએ. માસિક હપ્તા (EMI)ની ચૂકવણી મોડી કરવામાં આવે તો નાણાકીય વ્યવસ્થા પર અસર પડી શકે છે. ત્યારે EMIની ચૂકવણી મોડી કરવાથી શું અસર થાય છે, તેની અહીંયા જાણકારી આપવામાં આવી છે.
એક મહિનાથી વધુ સમયથી EMI ચૂકવવામાં ના આવે તો બેન્ક બાકી રહેલા હપ્તા પર 1 ટકાથી 2 ટકા સુધીનો દંડ લાગુ કરી શકે છે. તમામ બેન્કોમાં આ દર ન્યૂનતમ રકમ અને મહત્તમ રકમ પર આધારિત હોય છે. કયા પ્રકારની લોન લેવામાં આવી છે તેના પર પણ આ દંડ આધારિત હોય છે. EMI સમયસર ચૂકવવામાં ના આવે તો સામાન્ય વ્યાજથી લઈને વધુમાં વધુ વ્યાજ ચૂકવવાનો દંડ લાગુ કરી શકે છે.
તમારા એકાઉન્ટનું NPA થાય :
બેન્ક ડિફોલ્ટને બે કેટેગરીમાં વિભાજિત કરે છે. માઈનર ડિફોલ્ટ અને મેજર ડિફોલ્ટ. 90 દિવસ સુધી EMI ની ચૂકવણી ના કરવામાં આવે તો તે માઈનોર ડિફોલ્ટ ગણવામાં આવે છે. સતત ત્રણ EMI ચૂકવવામાં ના આવે તો તેને મેજર ડિફોલ્ટ ગણવામાં આવે છે. માઈનર ડિફોલ્ટ થઈ જાય તો બેન્ક દંડ ફટકારે છે અને રિમાઈન્ડર નોટિસ મોકલે છે તથા મોડી ચૂકવણી બાબતે ક્રેડિટ બ્યૂરોને રિપોર્ટ પણ મોકલે છે.
90 દિવસ સુધી લોન ચૂકવવામાં ના આવે તો બેન્ક તમારી લોનને નોન પર્ફોર્મિંગ અસેટ જાહેર કરે છે અને લોનની વસૂલીની પ્રક્રિયા શરૂ કરે છે. તમારી લોનને નોન પર્ફોર્મિંગ અસેટ જાહેર કરતા બેન્ક તરફથી નોટિસ મોકલવામાં આવે છે. નોટિસમાં જણાવેલ સમય મર્યાદાની અંદર હપ્તો જમા કરાવવામાં આવે તો તમારી લોનને નોન પર્ફોર્મિંગ અસેટ જાહેર કરતા બચાવી શકો છો. કેટલીક બેન્કમાં થર્ડી પાર્ટી એજન્ટ હોય છે, જે લોન લેનારને લોન ચૂકવવા માટે પરેશાન કરી શકે છે.
ક્રેડિટ સ્કોર પર અસર થાય છે :
EMI ચૂકવવામાં ના આવે તો લોનનો પ્રકાર તથા અન્ય પરિબળોના આધાર પર ક્રેડિટ સ્કોર 50 પોઈન્ટ સુધી ઘટી શકે છે. બેન્કબજારના CEO આદિલ શેટ્ટી જણાવે છે કે, ‘EMIની ચૂકવણી શરૂ કરવાથી અને સુધારાત્મક ઉપાય લાગુ કરવાથી ધીરે ધીરે ક્રેડિટ સ્કોરમાં સુધારો થાય છે. તેમ છતાં તમારા રિપોર્ટમાં EMIની મોડી ચૂકવણી કરવામાં આવી છે, તે દર્શાવવામાં આવે છે. તમારી લોન NPA જાહેર કરવામાં આવી તો તેનાથી તમારા ક્રેડિટ સ્કોર પર ખરાબ અસર થઈ શકે છે. આ કારણોસર જો તમે ભવિષ્યમાં બીજી લોન મેળવવા ઈચ્છો છો તો તે લોન લેવાના ચાન્સમાં ઘટાડો થઈ જાય છે.’
બાકી રહેલ લોનનું સેટલમેન્ટ :
લોન NPA જાહેર કરવામાં આવે તો બેન્ક તમને વ્યાજ અને દંડ સહિત સમગ્ર રકમ ચૂકવવા અથવા વ્યાજ અને દંડ વગર લોન ચૂકવવાનો વિકલ્પ આપી શકે છે. લોનની ચૂકવણી કરવી આર્થિક રૂપે સરળ લાગી શકે છે પરંતુ, તેનાથી તમારી શાખ પર એક ખોટી છાપ ઊભી થઈ જાય છે. જો એક વાર તમારા ક્રેડિટ રિપોર્ટમાં ‘લોન સેટલમેન્ટ’નો ઉલ્લેખ થઈ જાય તો ત્યારબાદ તમને કોઈપણ બેન્ક બીજી લોન આપવા માટે સહમત નહીં થાય. આ કારણોસર જો લોનને NPA માં વર્ગીકૃત કરવામાં આવી છે અથવા NPA જાહેર થવાની તૈયારી છે તો લોનને સમયસર ચૂકવવાનો પ્રયાસ કરો.
ઈ – પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો
Late payment of EMI can be heavy