Gujarati cricketer Ravindra Jadeja
- Ravindra Jadeja Initiative ; રિવાબા જાડેજા દ્વારા તેમની દીકરીના જન્મદિનની સમાજસેવા સાથે લોકકલ્યાણના કાર્યો સાથે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. ગરીબ દીકરીઓના ખાતામા જમા કરાવ્યા 11 હજાર રૂપિયા


Gujarati cricketer Ravindra Jadeja


ગુજરાત કોંગ્રેસને લઇને સૌથી મોટા સમાચાર. પ્રભારી બદલાવાની આ અટકળોને ડામવા રઘુ શર્માએ અમદાવાદને પોતાનું સરનામું બનાવી લીધું.
ગુજરાત કોંગ્રેસને (Gujarat Congress) લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો દ્વારા એવી ચર્ચા વહેતી થઇ છે કે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માથી (Raghu Sharma in charge of Gujarat Congress) દિલ્હી હાઈકમાન્ડ નારાજ છે. ત્યારે તેઓના સ્થાને મુકુલ વાસનિકને ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી બનાવી શકે તેવી અટકળો વહેતી થઇ હતી. ત્યારે પ્રભારી બદલાવાની આ અટકળોને ડામવા ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ મહત્વનો નિર્ણય લીધો છે. કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ આ પ્રકારની અટકળોને ડામવા અમદાવાદને પોતાનું સરનામું બનાવી લીધું .
ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી રઘુ શર્મા અમદાવાદ રહેશે :
એટલે કે ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી રઘુ શર્મા અમદાવાદ રહેશે. કોંગ્રેસ કાર્યાલય નજીક જ પ્રભારી રઘુ શર્માએ ફ્લેટ રાખ્યો છે. લો ગાર્ડન નજીક ગુજરાત કોલેજ રોડ પર રઘુ શર્માએ રાખ્યો ફ્લેટ રાખ્યો છે. ચૂંટણી સુધી ગ્રંથ નિર્માણ બોર્ડની કચેરી સામે અક્ષરદીપ એપાર્ટમેન્ટ રઘુ શર્માનું સરનામું રહેશે. ફ્લેટ સુરત કોંગ્રેસના એક આગેવાનનો હોવાની માહિતી મળી રહી છે. રઘુ શર્માની કામગીરીની હાઇકમાન્ડે (High Command) ગંભીર નોંધ લીધા બાદ આ નિર્ણય લેવાયો. ઉલ્લેખનીય છે કે, 2017માં અશોક ગેહલોત પણ ચૂંટણી સુધી ગુજરાતમાં રહ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે, એક તરફ ગુજરાતમાં રાજ્યસભા અને વિધાનસભાની ચૂંટણીના બ્યૂગલો વાગી ચૂક્યા છે તો બીજી તરફ નેતાઓની પક્ષ બદલીની સિઝન પણ જામી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારીથી આલા કમાન નારાજ થયું હોવાની ચર્ચાઓ વહેતી થઇ છે.
રઘુ શર્માની જગ્યાએ મુકુલ વાસનિકને ગુજરાતની જવાબદારી સોંપી શકે તેવી ચર્ચા વહેતી થઇ હતી :
રાજ્યસભાની ચૂંટણી નજીકના સમયમાં યોજાનારી છે ત્યારે આ ચૂંટણી બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ રઘુ શર્માની જગ્યાએ મુકુલ વાસનિકને ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી બનાવી શકે તેવી ચર્ચાઓ વહેતી થઇ હતી. જણાવી દઈએ કે, રઘુ શર્માના કાર્યકાળ દરમિયાન પક્ષમાંથી હાર્દિક પટેલ, દિનેશ શર્મા, જયરાજસિંહ પરમાર, ઈન્દ્રનીલ રાજ્યગુરુ જેવા દિગ્ગજ નેતાઓ પક્ષને ટાટા-બાયબાય કહી ચૂક્યા છે. ત્યારે આ સમગ્ર મામલે આલા કમાન એક્શનમાં આવ્યું હોવાની ચર્ચાઓ વહેતી થઇ છે અને રઘુ શર્માની જગ્યાએ મુકુલ વાસનિકને ગુજરાતની જવાબદારી સોંપી શકે છે.
જો કે, આ અટકળોને ડામવા માટે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ સૌથી મોટો નિર્ણય લીધો છે. એ માટે રઘુ શર્મા ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી અમદાવાદમાં જ રહેશે. કોંગ્રેસ કાર્યાલય નજીક જ પ્રભારી રઘુ શર્માએ ફ્લેટ રાખ્યો છે.
ગુજરાત પ્રભારી બદલાવાના અહેવાલ માત્ર અફવા છે : અર્જુન મોઢવાડિયા

ગુજરાત કોંગ્રેસના પ્રભારી બદલાવાની ચર્ચાને લઇને કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયાએ પણ સ્પષ્ટતા કરી હતી કે, ‘ગુજરાત પ્રભારી બદલાવાના અહેવાલ માત્ર અફવા છે. કોંગ્રેસ 2022ની ચૂંટણી રઘુ શર્માના માર્ગદર્શનમાં જ લડશે. જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવાના નેતૃત્વમાં કોંગ્રેસ ચૂંટણી લડશે. નોંધનીય છે કે, પ્રભારીની કામગીરીથી પ્રદેશ નેતાઓ નારાજ હોવાના અહેવાલ ફરતા થયા હતાં.
Gujarat Congress in-charge will change
Amazing accident near PM Modi’s meeting place
રખડતાં ઢોરનો આતંક (The terror of stray cattle) દિવસેને દિવસે વધતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં દરરોજ કોઈન કોઈ સ્થળ પર ઢોરના આતંકને કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે વડોદરા જિલ્લામાંથી રખડતા ઢોરનો એક એવો કિસ્સો સામે આવ્યો જે જાણીને તેમને આશ્ચર્ય લાગશે. વડોદરામાં પીએમ મોદીના કાર્યક્રમ સ્થળ (Event venue) નજીક એક ગાય કાર સાથે ભટકાઈ હતી. આ ગાય કાર સાથે એટલા જોરથી ભટકાતા કારનું બોનેટ ચિરાઈ ગયું અને કારનું બમ્પર અને કારની વિન્ડ સ્ક્રીનના (Car windscreen) ભુક્કા બોલાઈ ગયા હતા.
ગુજરાતમાં રખડતાં ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. દરરોજ રખડતાં ઢોરના આતંકના કિસ્સા સામે આવી રહ્યા છે. તેમાં બુધવારના દિવસે ગુજરાતના ત્રણ જિલ્લામાં પાટણ, મોડાસા અને પોરબંદરમાં જાહેર રસ્તા પર આખલાઓના યુદ્ધને કારણે લોકો અને વાહન ચાલકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે પ્રધાનમંત્રી મોદી 18 મી જૂનના રોજ ગુજરાતના વડોદરામાં સભા યોજવા જઈ રહ્યા છે. એવામાં પીએમ મોદીના કાર્યક્રમ સ્થળ અને રોડ શોની જગ્યાઓ પર રખડતાં ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટજે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.
વાયરલ થઈ રહેલા અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો. કે, પીએમ મોદીના સભા સ્થળથી એક કિલોમીટર દૂર વાઘોડિયા રોડ પર એક ગાય બેફામ દોડતી આવી રહી છે. આ બેફામ દોડતી ગાય સામેથી આવી રહેલી કાર સાથે ભટકાય છે. આ ગાય કાર સાથે એટલા જોરથી ભટકાય છે કે, કારનું બોનેટ ચિરાઈ જાય છે અને સાથે સાથે કારનું બમ્પર અને કારની વિન્ડ સ્ક્રીનના ભુક્કા બોલાઈ જાય છે. ત્યારે આ અકસ્માતની ઘટનામાં કાર ચાલક અને કારમાં સવાર અન્ય એક વ્યક્તિને ઇજા પહોંચે છે. સાથે સાથે ગાય કાર સાથે અથડાયા બાદ રોડ પર પટકાય છે. જો કે, બુધવાર બપોરે બનેલા ધડાકાભેર અકસ્માતથી આસપાસમાં રહેતા રહીશો પણ ઘરની બહાર દોડી આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અવારનવાર રખડતાં ઢોરના કારણે કેટલાક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો પડ્યો છે. ત્યારે વડોદરામાં છેલ્લા એક મહિનામાં રખડતાં ઢોરના આતંકને કારણે 10 થી વધુ લોકોને ઇજાઓ થઇ છે. આ બનાવો બાદ સમગ્ર શહેરમાંથી શહેરના માર્ગો પર રખડતી ગાયોનો ત્રાસ દૂર કરવા માટે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રખડતાં ઢોર બાદ રખડતાં આખલાઓના કારણે લોકોનું રસ્તા પરથી પસાર થવું પણ જોખમ ભરેલું સાબિત થઈ રહ્યું છે. લોકો માગણી કરી રહ્યા છે કે ઝડપથી તંત્ર આ મામલે કોઈ નક્કર કાર્યવાહી કરે અને આખલાઓના આતંકથી લોકોને મુક્તિ અપાવે.
FIR filed against 9 people including Nupur Sharma
ભાજપની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ એક ટીવી ડિબેટ દરમ્યાન પૈગમ્બર મોહમ્મદ પર વિવાદિત ટિપ્પણી કરી હતી. જે પછી વિવાદ ખૂબ વિવાદ વધ્યો હતો. જેને કારણે અરબના દેશોએ પણ નૂપુર શર્માની ટિપ્પણીની નિંદા કરી હતી.

ભાજપે નૂપુર શર્માને સસ્પેન્ડ કર્યા :
આ તરફ ટીવી ડિબેટના આપેલ નિવેદનને લઈ ભારે વિવાદ થયો હતો. જેથી ભાજપ દ્વારા નૂપુર શર્માને સસ્પેન્ડ કરી દીધી હતી. તો આ સાથે ભાજપે એક પત્ર જાહેર કરીને કહ્યું લે, આવી ટિપ્પણીઓ ભાજપના મૂળ વિચારના વિરોધમાં છે.
વિવાદ વધતાં નૂપુર શર્માએ માફી માંગી :
પોતાના નિવેદનને લઈ વિવાદમાં આવેલી નૂપુર શર્માએ હવે માફી પણ માંગી છે. નૂપુરે કહ્યું કે, હું મારા શબ્દો પાછા ખેંચું છું. મારી ઈચ્છા ક્યારેય કોઈને ઠેંસ પહોંચાડવાની ન હતી. જો મારા શબ્દોથી કોઈની પણ ધાર્મિક ભાવનાઓને ઠેંસ પહોંચી હોય તો હું મારા શબ્દો પાછા ખેંચું છુ.
ધમકીઓ મળતા પોલીસે આપી સુરક્ષા :
આ તરફ નૂપુર શર્માના નિવેદનને તેને ધમકીઓ પણ મળી રહી છે. જેને લઈ દિલ્હી પોલીસ હરકતમાં આવી અને નૂપુર શર્માને પોલીસ સુરક્ષા પૂરી પાડી છે. નૂપુર શર્મા સામે ફરિયાદ નોંધાયા બાદ હવે પોલિસે નૂપુર અને તેમના પરિવારની સુરક્ષામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
કોની કોની સામે નોંધાઈ ફરિયાદ ?
The whole textile industry of Surat
સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ (Textile industry) માટે અનેક પડકારો સમયાંતરે સામે આવતા રહે છે, અત્યારે હાલ કાપડ ઉદ્યોગમાં પણ મંદિરનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, ત્યારે બીજી તરફ લિગ્નાઈટની અછત (Lignite deficiency) અને તેના ભાવના વધારાને કારણે અને કાપડ વેપારીઓની (Textile merchant) સાથે મિલમાલિકોની પણ હાલત ખૂબ જ કફોડી બની છે.
સુરતનો કાપડ ઉદ્યોગ સળગતા લાવા પર ઉભો છે તેમ કહી શકાય. આ ઉદ્યોગ અનેક અન્ય ઉદ્યોગ સાથે જોડાયેલો છે, જેને કારણે ટેક્સટાઈલ મિલો ધમધમે છે. જેમાં એકપણ બાબતને અસર થાય તો આખા કાપડ ઉદ્યોગને અસર પડે છે અને મંદીના વાદળો છવાઈ જાય છે. હાલ સુરતના કાપડ ઉદ્યોગમાં લિગ્નાઈટ ખૂટી પડ્યુ છે. સુરતમાં જેટલી મિલો છે, તેમાં રોજ 22500 ટન લિગ્નાઈટની જરૂરિયાત છે.
તેની સામે માત્ર 2000 ટનનો જથ્થો ઉદ્યોગોને મળી રહ્યાં છે. બીજી અસર લિગ્નાઈટના ભાવને કારણે પડી છે. સરકારે એક જ વર્ષમાં લિગ્નાઈટના ભાવમાં 600 ટકાનો વધારો કરાયો છે. એક વર્ષ પહેલા લિગ્નાઈટના 1 ટનનો ભાવ 2 હજાર રૂપિયા હતો, જે આજે 6000 રૂપિયા પર પહોંચી ગયુ છે. આમ, પ્રોડક્શન કોસ્ટ વધી ગઈ છે.
આ અછત વિશે મિલ એસોસિયેશનના પ્રમુખ જીતુ વખારીયા કહે છે કે, સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં જેટલા પણ પ્રોસેસિંગ યુનિટો છે, તેમાં ઇંધણ તરીકે ઈમ્પોર્ટેડ કોલસો, લિગ્નાઇટ અને ગેસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પરંતુ લિગ્નાઈટનો સૌથી વધુ વપરાશ કરવાની ઈચ્છા હોવા છતાં પણ લિગ્નાઇટ પૂરતા પ્રમાણમાં સરકાર દ્વારા આપવામાં આવી રહ્યો નથી. રોજના 22,500 ટન લિગ્નાઇટની જરૂરિયાતની સામે માત્ર 2000 ટન મળે છે, જેને કારણે ટેક્સટાઇલ ઉદ્યોગ પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. લિગ્નાઇટ પૂરતા પ્રમાણમાં ન મળવાને કારણે આર્થિક બોજાએ ટેક્સટાઇલ ઉદ્યોગના ઉત્પાદનખર્ચ પર કરોડો રૂપિયાનો બોજો વધી રહ્યો છે, જે ટેક્સટાઈલ યુનિટોને પોસાય એમ નથી.
લિગ્નાઈટના ભાવ વધવાનું શું છે કારણ :
લિગ્નાઈટના ભાવ વધવાનુ મુખ્ય કારણ ચીન છે. ભારતમાં ઈન્ડોનેશિયાથી આવતા લિગ્નાઈટની માંગ વધુ હતી. પરતુ સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના વેપારી સંબંધો બગડતા ચીને હવે ઈન્ડોનેશિયાથી લિગ્નાઈટ લેવાનુ શરૂ કર્યુ છે. જેને કારણે ઈન્ડોનેશિયાથી આવતા લિગ્નાઈટનો ભાવ વધી ગયો છે. જેની સીધી અસર ટેક્સટાઈલ ઉદ્યોગ પર પડી છે.
સુરતના મિલ એસોસિયેશન દ્વારા આ અંગે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને પણ રજુઆત કરવામાં આવી છે. જેમને પણ મિલ માલિકોને આશ્વાસન આપતા કહ્યું છે કે લિગ્નાઇટની સમસ્યા ટુક સમયમાં સોલ્વ કરવામાં આવશે. આ ઉપરાંત લિગ્નાઇટના કાળા બજાર કરમાર લોકોને પણ નહીં છોડવામાં આવે.
The whole textile industry of Surat
Sexy not intoxicating makeup
ભારતમાંથી વિદેશમાં ડ્રગ્સને પાર્સલ થકી થતું હેરાફેરીનો ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગના જોઇન્ટ ઓપરેશનથી ફરી એક વખત મોટા પ્રમાણમાં ડ્રગ્સની હેરાફેરી થતી અટકાવવામાં આવી છે. કરોડો રૂપિયાના કેટામાઈન હાઇડ્રોક્લોરાઇડ ડ્રગ્સનું પાર્સલ કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફિસ શાહીબાગ ખાતેથી કબજે કરવામાં આવ્યુ છે.
ભારતમાંથી વિદેશમાં ડ્રગ્સને (Drugs abroad) પાર્સલ થકી થતું હેરાફેરીનો ક્રાઇમ બ્રાંચે (Crime Branch) પર્દાફાશ કર્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગના (Crime Branch and Customs Department) જોઇન્ટ ઓપરેશનથી ફરી એક વખત મોટા પ્રમાણમાં ડ્રગ્સની હેરાફેરી થતી અટકાવવામાં આવી છે. કરોડો રૂપિયાના કેટામાઈન હાઇડ્રોક્લોરાઇડ ડ્રગ્સનું (Ketamine hydrochloride drugs) પાર્સલ કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફિસ શાહીબાગ ખાતેથી કબજે કરવામાં આવ્યુ છે.
ક્રાઇમ બ્રાન્ચે જે કેટામાઇન હાઈડ્રોકલોરાઈડ ડ્રગ્સ પડકયું છે. આ ડ્રગ્સનો ઉપયોગ યુવાનો ઝડપી નશો કરવા માટે અને ખાસ કરી રેવ પાર્ટીઓમા થતો હોય છે. સાથે જ વિદેશમાં સૌથી વધુ આવા ડ્રગ્સની માંગ હોવાથી તેની હવે ગુજરાતમાંથી હેરાફેરી કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પહેલીવાર ગુજરાતમાંથી મોટા પ્રમાણમાં કેટામાઇન હાઈડ્રોકલોરાઈડ ડ્રગ્સ જથ્થો પકડાયો છે. શહેર ક્રાઇમ બ્રાંચને એક બાતમી મળી હતી. જેના આધારે ક્રાઇમ બ્રાંચ અને કસ્ટમ વિભાગ જોઈન્ટ ઓપરેશન હાથ ધરી અમદાવાદમાંથી 2.95 કરોડ રૂપિયાનું ડ્રગ્સનો જથ્થો પકડ્યો છે.
ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ હકીકત મળી હતી કે, ડ્રગ્સની હેરાફેરી કસ્ટમના પાર્સલ થકી થાય છે. જેને પગલે ક્રાઈમ બ્રાન્ચે આ પાર્સલ કસ્ટમ વિભાગના અધિકારીઓને હોલ્ટ કરાવ્યું હતું. કસ્ટમ ફોરેન પોસ્ટ શાહીબાગ ઓફિસ ખાતે તપાસ કરતા કોસ્મેટિક સાધનો, મરી મસાલા અને કપડાની આડમાં ડ્રગ્સની હેરાફેરી થતું હોવાનું જાણવા મળ્યું હતું. એટલું જ નહીં આ પાર્સલ માં ચૂર્ણના 2 પ્લાસ્ટિકના ડબ્બા જેનું વજન 590 ગ્રામ જેટલું હતું તેની પર શંકા જતા FSLમાં તેનું પૃથ્થકરણ પણ ક્રાઇમ બ્રાન્ચે કરાવ્યું.
જે અંગે FSLના પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું કે આ ડ્રગ્સ કેટામાઈન હાઇડ્રોક્લોરાઇડ છે..જે ડ્રગ્સ રાજસ્થાન પુષ્કરમાંથી સોનુ ગોયલ નામના શખ્સે પાર્સલ મોકલ્યું હતું. જે નવસારીથી USA મોકલવાનું હતું. પરતું ક્રાઇમ બ્રાંચની ટીમને આ અંગે માહિતી મળતા પાર્સલને અટકાવી કસ્ટમના અધિકારીને ડ્રગ્સ હોવાની માહિતીથી વાકેફ કરી તપાસ શરૂ કરી.
ક્રાઇમ બ્રાંચની ટીમે ડ્રગ્સ સપ્લાય કરનાર સોનુ ગોયલની પકડી લઈ ડ્રગ્સ માફિયાઓ સુધી પહોંચવા કવાયત હાથ ધરી છે. ત્યારે પ્રાથમિક તપાસમાં પાર્સલ થકી અનેક વખત ડ્રગ્સ વિદેશ પહોંચ્યું હોવાની આશંકા છે. જે દિશામ ક્રાઇમ બ્રાંચે અગાઉ ગયેલા પાર્સલના ડેટાના આધારે તપાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છેકે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સતર્કતાથી ભારતમાંથી વિદેશમાં મોકલાતા માદક પદાર્થના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ થયો છે.
Sexy not intoxicating makeup
One more for Team India after KL Rahul
ટીમ ઈન્ડિયા (Team India) ગુરુવારથી દક્ષિણ આફ્રિકા સામે 5 મેચની T20 સિરીઝમાં ટકરાશે. પરંતુ આ સીરીઝની શરૂઆત પહેલા જ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો જ્યારે કેપ્ટન કેએલ રાહુલ (Captain KL Rahul) આ સીરીઝમાંથી બહાર થઈ ગયો. પરંતુ રાહુલના બહાર થયા બાદ ભારતીય ટીમ માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ટીમ ઈન્ડિયાનો વધુ એક મહાન ખેલાડી આ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.
રાહુલ બાદ આ ખેલાડી પણ આઉટ થયો હતો :
કેએલ રાહુલના બહાર થયા બાદ હવે ટીમ ઈન્ડિયાનો સ્ટાર લેગ સ્પિનર કુલદીપ યાદવ પણ આ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે કુલદીપ પણ ઈજાના કારણે આ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. ટી-20 સીરીઝની શરૂઆત પહેલા જ આ બંને ખેલાડીઓનું બહાર થવું ભારતીય ટીમ માટે મોટો ઝટકો છે. તમને જણાવી દઈએ કે IPL 2022માં કુલદીપ યાદવનું પ્રદર્શન ઘણું સારું રહ્યું હતું, જેના કારણે તેને ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી હતી, પરંતુ હવે તે ઈજાના કારણે આ સીરીઝમાં રમી શકશે નહીં.
IPL 2022માં શાનદાર પ્રદર્શન કર્યું :
IPL 2022માં કુલદીપ યાદવનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. તે એક સમયે પર્પલ કેપ જીતવાનો પણ મોટો દાવેદાર હતો. IPL 2022માં કુલદીપે 14 મેચમાં 21 વિકેટ ઝડપી હતી. તેનું પ્રદર્શન ઘણું અદ્ભુત હતું, પરંતુ કુલદીપનું નસીબ ફરી એકવાર ખૂબ જ ખરાબ રહ્યું છે. આ ખેલાડી લાંબા સમયથી ટીમ ઈન્ડિયામાં વાપસીની રાહ જોઈ રહ્યો હતો.
પંતને પ્રથમ વખત કેપ્ટનશીપ મળી છે :
કેએલ રાહુલના બહાર થયા બાદ ટીમ ઈન્ડિયાના વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંતને કેપ્ટન્સી સોંપવામાં આવી છે. પંત છેલ્લા બે વર્ષથી આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ પણ કરી રહ્યો છે. પરંતુ આ મોટી શ્રેણીમાંથી કેએલ રાહુલને બાકાત રાખવો એ ટીમ ઈન્ડિયા માટે મોટો આંચકો છે કારણ કે આ ખેલાડી શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો હતો અને દરેકને અપેક્ષા હતી કે તે દક્ષિણ આફ્રિકા સામે પણ શાનદાર પ્રદર્શન કરશે.
દક્ષિણ આફ્રિકા શ્રેણી માટે ટીમ ઈન્ડિયા :
ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, દીપક હુડા, શ્રેયસ અય્યર, ઋષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, વેંકટેશ અય્યર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અવેશ કુમાર, પટેલ, હર્ષ પટેલ. અર્શદીપ સિંહ અને ઉમરાન મલિક.
One more for Team India after KL Rahul
Eventually Vadodara’s Kshma got married
ગુજરાતના વડોદરા (Vadodara, Gujarat) ની ક્ષમા બિંદુ (Kshama Bindu) એ આખરે બુધવારે પોતાની જ સાથે લગ્ન કર્યા. ક્ષમાએ અગાઉ 11 જૂને પોતાની જ સાથે લગ્ન કરવાની જાહેરાત કરી હતી, પરંતુ વિવાદથી બચવા માટે તેણે નિર્ધારિત તારીખના 3 દિવસ પહેલા જ લગ્ન કરી લીધા હતા.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં આ પ્રકારના પ્રથમ લગ્ન છે. ક્ષમાએ અગાઉ 11 જૂને તેના લગ્નની જાહેરાત કરી હતી. ત્યારથી તેના ઘરે લોકોનો સતત ધસારો રહેતો હતો. આ અંગે તેના પડોશીઓએ વિરોધ કર્યો હતો. ક્ષમાએ જણાવ્યું કે તેણે નક્કી કરેલી તારીખ પહેલા લગ્ન કરવાનું નક્કી કર્યું કારણ કે તેને ડર હતો કે 11 જૂને કોઈ તેના ઘરે આવીને વિવાદ ઊભો કરી શકે છે. ક્ષમાએ કહ્યું કે, તે તેના ખાસ દિવસને બગાડવા માંગતી નથી. આથી તેણીએ બુધવારે જ લગ્ન કરી લીધા હતા.
ક્ષમાએ અગાઉ મંદિરમાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ ભાજપના નેતાના વિરોધ બાદ તેણે ઘરે જ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી પંડિતે લગ્નની વિધિ કરાવવાની પણ ના પાડી દીધી. આ પછી ક્ષમાએ ટેપ પર મંત્ર વગાડીને લગ્ન કરવાનું નક્કી કર્યું.
Eventually Vadodara’s Kshma got married
Lafra fell in love with his own wife
મધ્યપ્રદેશનાં (Madhya Pradesh) ઈન્દોર (Indore) માં પત્નીએ રંગીન મિજાજ પોલીસ કોન્સ્ટેબલ પતિની કરતુતનો પર્દાફાશ કરવાની અનોખી રીત અપનાવી. પત્નીએ પહેલા ફેસબુક પર નકલી નામથી આઈડી બનાવી હતી. આ પછી પતિને રીક્વેસ્ટ મોકલી (Request sent) અને એક્સેપ્ટ થતા જ બંનેએ વાત કરવાનું શરૂ કર્યું. વાત કરતી વખતે પોલીસકર્મીએ તેની પત્નીને બીજી છોકરી સમજીને KISS અને સે*સની માંગણી કરતો. પરંતુ જયારે પત્નીએ સત્ય કહ્યું તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ.
ઈન્દોરના સુખલિયાની રહેવાસી મનીષા ચાવંડના લગ્ન સત્યમ બહેલ સાથે 2019માં થયા હતા. થોડા દિવસો સુધી સત્યમે મનીષાને સારી રીતે રાખી, પરંતુ તે પછી ટોર્ચરનો ગાળો શરૂ થઈ ગયો. જે દિવસે પોલીસ જવાન તેની પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપવા લાગ્યો હતો. તે તેની પત્નીને નાની-નાની વાત પર કલાકો સુધી બાથરૂમમાં બંધ રાખતો હતો. કલાકો સુધી જમીન પર બેસાડી માર મારતો.

કંટાળી ગયેલી યુવતીએ તેના માતા-પિતાને ફરિયાદ કરી, જેના વિશે મહિલા પોલીસ સ્ટેશનમાં આરોપી પતિની ફરિયાદ નોંધાવવામાં આવી. 28 નવેમ્બર 2020ના રોજ નોંધાયેલી એફઆઈઆરમાં એવું લખવામાં આવ્યું હતું કે પતિ તેમને ઘરમાં પેપર પણ નહોતો વાંચવા દેતો. આટલું જ નહીં દહેજમાં મહિલા પાસેથી સતત મોટરસાઇકલની માંગણી કરવામાં આવી રહી હતી. આ કેસમાં પતિની ધરપકડ કરવાના આદેશ પણ આપ્યા હતા. હાલ આરોપી જામીન પર બહાર છે. આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે.
જ્યારે પીડિતા મનીષાને માતાના ઘરે રહેવા દરમિયાન તેના પતિ પર શંકા ગઈ, ત્યારે તેણે તેને નકલી ફેસબુક આઈડી બનાવી રીક્વેસ્ટ મોકલી. સોશિયલ મીડિયા પર પોતાને સિંગલ ગણાવનાર સત્યમ હવે રોજ આ મહિલા સાથે વાત કરવા લાગ્યો. પરંતુ તે નહોતો જાણતો કે તે તેની જ પત્ની સાથે વાત કરી રહ્યો છે. એક દિવસ ફેસબુક ચેટ પર પોતાની જ પત્નીને અન્ય યુવતી સમજીને પોલીસકર્મીએ કિસ સાથે સે*સની માંગણી કરી હતી. પીડિતાની પત્નીએ વોટ્સએપ પરની ચેટને પુરાવા તરીકે કોર્ટમાં રજૂ કરી હતી, જેના પર જિલ્લા અદાલતે નોંધ લીધી હતી.

પીડિતાના આરોપો પર ઈન્દોર જિલ્લા અદાલતે આરોપીઓ સામે પ્રોટેક્શન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો. સોમવારે અરજી પર સુનાવણી કરતા કોર્ટે પતિને 2 લાખ રૂપિયા તેમજ ભરણપોષણ માટે દર મહિને 7 હજાર રૂપિયા આપવાનો આદેશ આપ્યો હતો.
ઈ- પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો
Lafra fell in love with his own wife
The gate collapsed on the road due
સાળંગપુરમાં (Salangpur) ભારે પવનના લીધે ગેટ પડ્યો હોવાની ઘટના સામે આવી છે. સાળંગપુરથી બોટાદ (Botad from Salangpur) જવાના રસ્તે લોખંડનો ગેટ ધરાશાયી થતા વાહન વ્યવહાર અટવાઇ પડ્યો હતો. જેના લીધે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં. જો કે, બાદમાં આ મામલે તંત્રને જાણ કરાતા JCBની મદદથી ગેઇટ હટાવવાની કામગીરી હાથ ધરાઇ હતી. જો કે, દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નથી થઇ.
સૌરાષ્ટ્રમાં જામ્યો છે વરસાદી માહોલ : ભાવનગર અને બોટાદમાં ભારે પવન સાથે વરસાદ
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં જાણે કે પ્રી-મૉન્સૂન એક્ટિવિટી ચાલુ થઈ ગઈ હોય એમ ગઈ કાલે અમરેલી, સાવરકુંડલા, લાઠી, ભાવનગર અને પાટણ પંથકમાં વરસાદ પડ્યો હતો. તેમાં પણ સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડતાં આસપાસના વિસ્તારોમાં ઠંડકનો માહોલ થઇ ગયો હતો. બીજી તરફ સૌરાષ્ટ્રની કેટલીક નદીઓમાં નવાં નીર પણ આવ્યાં હતાં.
ગઇકાલે ભાવનગરના જેસર તાલુકામાં બપોરે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. તો જેસરના દેપલા, છાપરિયા, સેરડા સહિતનાં ગામમાં પણ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ગઢડાના ઢસા, બોટાદ, બરવાળા અને ભાલ પંથકમાં પણ વરસાદે રેલમછેલ કરી નાખી હતી. બોટાદમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો.

સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં અનેક સ્થળે ધોધમાર વરસાદ :
આ સિવાય ગઈ કાલે બપોરે સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં અનેક સ્થળે ધોધમાર વરસાદ પડ્યો હતો. વંડા, મેવાસા, શેલણાવાશિયાણી સહિતનાં ગામોમાં વરસાદ પડતાં ચારે બાજુ પાણી ભરાઇ ગયા હતાં. આ સાથે સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં પણ વરસાદે એન્ટ્રી મારી હતી. પાટણ જિલ્લાના સાંતલપુર, બોદરા, મનપુરા સહિતના પંથકમાં વીજળીના કડાકા સાથે વરસાદના છૂટાછવાયાં ઝાપટાં પડ્યાં હતાં.