Home Blog Page 1407

આવતીકાલથી શાળા પ્રવેશોત્સવની ઉજવણી વચ્ચે સૌરાષ્ટ્રમાં કોરોના વકર્યો, 7 વર્ષના બાળક સહિત 16 લોકો સંક્રમિત

0

Corona erupts

  • રાજ્યમાં સૌરાષ્ટ્રમાં ફરીવાર કોરોનાના કેસો વધી રહ્યાં છે એવામાં 7 વર્ષના બાળક સહિત 16 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચડ્યાં છે.

આવતીકાલથી સ્કૂલોમાં શાળા પ્રવેશોત્સવની (School Entrance Ceremony) ઉજવણી શરૂ થશે તો એવામાં બીજી તરફ રાજ્યમાં કોરોનાનું સંકટ વધુ ઘેરું બનતું જાય છે. રાજ્યમાં સૌરાષ્ટ્રમાં (Saurashtra) ફરીવાર કોરોનાના કેસો વધી રહ્યાં છે. 7 વર્ષના બાળક સહિત 16 લોકો કોરોનાગ્રસ્ત થયા છે. રાજકોટમાં (Rajkot) અમેરિકાથી (America) પરત આવેલા 3 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. બીજી બાજુ જામનગરમાં (Jamnagar) ખંઢેરી સ્ટેડિયમમાં મેચ જોઈને આવેલા તબીબને પણ કોરોના થયો છે.

ઉલ્લેખનીય છે કે,  એક તરફ જ્યાં તાજેતરમાં જ ઉનાળુ વેકેશન પૂર્ણ થતા રાજ્યમાં સ્કૂલો ફરીથી ધમધમવા લાગી છે. એવામાં રાજકોટમાં ફરીવાર કોરોનાએ માથું ઊંચક્યું છે. સ્કૂલોમાં બાળકોમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) બી.એસ. કૈલા દ્વારા તાજેતરમાં જ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એમ તમામ સરકારી અને ખાનગી શાળાઓને કડક આદેશ આપવામાં આવ્યો છે. જેમાં શાળામાં આવતા દરેક વિદ્યાર્થીઓએ ફરજિયાત માસ્ક પહેરવું પડશે. જો સ્કૂલ દ્વારા આ બાબતે ઢીલાશ દાખવવામાં આવશે તો કડક કાર્યવાહી કરવાનો પણ નિર્દેશ અપાયો છે.

શાળામાં સંક્રમણ ન ફેલાય તે માટે નિર્ણય લેવાયો : DEO

આ અંગે બી.એસ. કૈલાએ જણાવ્યું કે, રાજકોટ જિલ્લામાં ધીમી ગતિએ કોરોનાના કેસો વધી રહ્યાં છે. ત્યારે શાળાઓમાં કોરોનાનું સંક્રમણ ન વધે એ માટે અને બાળકોની સલામતિને ધ્યાનમાં લઇને જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં વિદ્યાર્થીઓએ ફરજિયાત માસ્ક પહેરીને આવવું તેવી સૂચના અપાઇ છે. જિલ્લાની તમામ શાળાઓના સંચાલકોએ પણ શાળામાં SOPનું ફરજિયાત પાલન કરવાનું રહેશે.

સુરતમાં ઘરકામ કરતી મહિલાને રૂ.4 કરોડની કસ્ટમ વિભાગની નોટિસ, કૌભાંડીનો ખેલ જાણીને ચોંકી જશો

0

Customs notice

  • સુરતમાં ઘરકામ કરતી મહિલાને મુંબઇ કસ્ટમ વિભાગે ફટકારી 4 કરોડની નોટિસ, મહિલાના સંબંધીએ કૌભાંડીને ડોક્યુમેન્ટ આપ્યા હોવાની ચર્ચા

સુરતમાં એક ગૃહિણીને કસ્ટમ વિભાગે (Custom department) 4 કરોડની નોટિસ ફટકારતા ચકચાર મચી. નાનપુરામાં રહેતી ગૃહિણીએ મુંબઇ કસ્ટમ વિભાગ દ્વારા  4 કરોડની નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં એક નોટિસમાં સાડા 3 કરોડ જ્યારે બીજી નોટિસમાં એક કરોડ રૂપિયા ડ્યુટી ડ્રો બેકની (Duty draw back) રકમ ભરપાઇ કરવા માટે જણાવ્યું છે.

તો સમગ્ર મામલે એવું સામે આવ્યું છે કે મહિલાને તો એ પણ ખબર નથી કે જીએસટી ઓફિસ ક્યાં આવી. તે કૌભાંડ શું છે, ધંધાકીય પરિસ્થિતિ અજાણ છે. પરંતુ મહિલાના સંબંધીએ કૌભાંડીને આપેલા ડોક્યુમેન્ટના આધારે ખેલ પડાયો હોવાનું સામે આવ્યું છે. કારણ કે મહિલાના સંબંધીની જીએસટીના કૌભાંડી સાથે ઓળખાણ થઇ હતી. તેણે આપેલા ડોક્યુમેન્ટના આધારે ખેલ પડાયો હોવાની આશંકા સેવવામાં આવી છે. હાલ તો મુંબઇ કસ્ટમના રિકવરી સેલે 15 દિવસમાં જવાબ આપવા જણાવ્યું છે.

ડ્યુટી ડ્રો બેક યોજનાનો ઉઠાવ્યો ગેરલાભ :

આ મામલે હજી તપાસ ચાલી રહી છે પરંતુ મળતી માહિતી મુજબ એવું પણ જાણવા મળ્યુ છે કે સરકારની ડયૂટી ડ્રો બેક યોજોનાનો ગેરલાભ ઉઠાવવામાં આવ્યો હતો. વર્ષ 2014-2018 દરમિયાન નાવાસોવા પોર્ટ, અને મુંબઇથી આ ખેલ પાડવામાં આવ્યો હતો. નોંધનીય છે કે આ સ્કીમ હેઠળ અમુક ટાર્ગેટેડ નિકાસ થયા બાદ સરકાર ડયૂટી ડ્રો બેકનો લાભ આપતી હોય છે. જો કે આ મામલે ટૂંક સમયમાં પોલીસ ફરિયાદ થઇ શકે છે.

વધુ સુંદર દેખાવવા સર્જરી કરાવવી એક્ટ્રેસને મોંઘી પડી ગઈ, એવા હાલ થઇ ગયા કે કોઈને મોઢું બતાવવાને લાયક ન રહી

undergo surgery

ગ્લેમર વર્લ્ડ (Glamor World)માં સેલેબ્સ (Celebs) માટે તેમનો ચહેરો ઘણું મહત્ત્વ ધરાવતો હોય છે. સ્ટાર્સ પ્લાસ્ટિક સર્જરી (Stick surgery) કરાવીને ચહેરાને સુંદર કરાવતા હોય છે. જોકે ઘણીવાર સર્જરી નિષ્ફળ જતી હોય છે. તેમની એક ભૂલનું નુકસાન ઉઠાવવું પડે છે. ત્યારે હાલમાં જ કન્નડ અભિનેત્રી (Kannada actress) સ્વાતિ સતીશ (Swati Satish) સાથે જે કંઈ થયું તે ભયાનક છે. રૂટ કેનાલ સર્જરી (Root canal surgery) બાદ જે રીતે તેના ચહેરા પર સોજો આવી ગયો છે, અભિનેત્રીની તસવીરો જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. સ્વાતિના ચહેરાની બગડતી હાલત જોઈને ચાહકો પરેશાન છે.

4 18 - Trishul News Gujarati Celebs, Glamor World, Kannada actress, Root canal surgery, Stick surgery, Swati Satish, સર્જરી

સ્વાતિએ તેની આપવીતી સંભળાવી :

સમગ્ર ઘટનાનો ઉલ્લેખ કરતા સ્વાતિએ કહ્યું- 28 મેના રોજ હું રૂટ કેનાલ ટ્રીટમેન્ટ માટે ગઈ હતી. મારી રૂટ કેનાલ સંપૂર્ણ રીતે થઈ ન હતી. મારા ચહેરા પરના સોજાને કારણે તે અધૂરું રહી ગયું છે. આ પછી જ્યારે મેં બીજા અભિપ્રાય માટે તેમની સલાહ લીધી ત્યારે અન્ય દંત ચિકિત્સકે મને શું કહ્યું તે હું ચોક્કસપણે કહી શકું છું. પહેલા ડોક્ટરે મને સોડિયમ હાઈપોક્લોરાઈટનું ઈન્જેક્શન આપ્યું. જ્યારે મને આ ઈન્જેક્શન મળ્યું ત્યારે હું ખરેખર રડી રહી હતી. મેં મોટેથી બૂમ પાડી. આ પછી એનેસ્થેસિયાનું ઈન્જેક્શન આપવામાં આવ્યું.

સારવારમાં ક્યાં ભૂલ હતી ?

પરંતુ બીજા ડોક્ટરના કહેવા મુજબ પહેલા એનેસ્થેસિયાનું ઈન્જેક્શન આપવું જોઈતું હતું, પછી સોડિયમ હાઈપોક્લોરાઈટ. હા, ડૉક્ટરે ભૂલ કરી છે. આ માટે એક બચાવ પણ હતો, જ્યારે હું રડી ત્યારે ડૉક્ટરે સલાઈનનું ઈન્જેક્શન આપ્યું હોત તો આટલો સોજો ન આવ્યો હોત. પણ તેણે એવું કર્યું નહિ. હું ઘરે જઈને સૂઈ ગઈ. સવારે હું જાગી ત્યારે મારો ચહેરો સાવ બદલાઈ ગયો હતો.

2 40 - Trishul News Gujarati Celebs, Glamor World, Kannada actress, Root canal surgery, Stick surgery, Swati Satish, સર્જરી

શું સ્વાતિ કાનૂની કાર્યવાહી કરશે ?

સર્જરી પછીની સમસ્યાઓનું વર્ણન કરતાં સ્વાતિએ કહ્યું- હવે હું સંપૂર્ણ સ્વસ્થ થઈ રહી છું પરંતુ મારા હોઠ યોગ્ય આકારમાં નથી આવી રહ્યા. હું સારી રીતે હસી શકતી નથી. 23 દિવસ થઈ ગયા પણ હજુ મારા હોઠનો અણસાર નથી. ડોક્ટરના મતે તેને સાજા થવામાં 2 અઠવાડિયા કે 1 મહિનાનો સમય લાગી શકે છે. શું સ્વાતિ હોસ્પિટલ પ્રશાસન અને ડૉક્ટર સામે કેસ કરશે ? જવાબમાં અભિનેત્રીએ કહ્યું- હું આ સમગ્ર મામલે મારા પરિવાર સાથે ચર્ચા કરીશ, કારણ કે જો હું કોર્ટમાં જઈશ તો આ કેસ 2 વર્ષ સુધી ચાલશે. હું તેને કાનૂની નોટિસ મોકલવાની યોજના બનાવી રહી છું.

3 33 - Trishul News Gujarati Celebs, Glamor World, Kannada actress, Root canal surgery, Stick surgery, Swati Satish, સર્જરી

સ્વાતિની કારકિર્દી પર અસર :

સ્વાતિએ કહ્યું કે, ખરાબ ચહેરાના કારણે તેણે નોકરી ગુમાવી દીધી. ઘણા ઓર્ડર, મોડેલિંગ અસાઇનમેન્ટ, સિરિયલો અને ફિલ્મો ગુમાવી છે. પોતાની સાથે થયેલા આ અકસ્માતમાંથી લોકોને બોધપાઠ આપતા સ્વાતિએ કહ્યું કે હંમેશા નિષ્ણાત પાસે જાવ અને ક્લિનિકની મુલાકાત ન લો.

 

રાષ્ટ્રપતિની ચૂંટણી : યશવંત સિન્હા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષના ઉમેદવાર હોઇ શકે, એક સંકેતથી રાજકીય હલચલ તેજ

0

Presidential election

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન (Former Union Minister) યશવંત સિન્હાએ (Yashwant Sinha) મંગળવારે સવારે એક ટ્વિટ કર્યું છે. આ ટ્વીટથી એવી અટકળોને વેગ મળ્યો છે કે તેમને રાષ્ટ્રપતિની ચૂંટણી (Presidential election) માટે વિપક્ષના ઉમેદવાર તરીકે હોઇ શકે. વિપક્ષ તરફથી પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હાને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવી શકે છે.

મંગળવારે સવારે તેમની એક ટ્વિટથી આ અટકળોને વધુ વેગ મળ્યો છે. ટીએમસીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષે ટ્વિટ કર્યું, “મમતાજીએ મને ટીએમસીમાં જે સન્માન અને પ્રતિષ્ઠા આપી છે તેના માટે હું તેમનો આભારી છું. હવે એવો સમય આવી ગયો છે કે જ્યારે મારે મોટા રાષ્ટ્રીય ઉદ્દેશ્ય માટે પક્ષની બહાર મોટી વિપક્ષી એકતા માટે કામ કરવું પડશે. મને ખાતરી છે કે તેઓ આ પગલું સ્વીકારશે.” જ્યારે તેમને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષના ઉમેદવાર વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેઓ તેમના ટ્વીટ મામલે વધુ બોલી શકશે નહીં.
યશવંત સિન્હાએ ભારતના નાણા અને વિદેશ મંત્રી તરીકે સેવા આપી છે. હાલમાં તેઓ તૃણમૂલ કોંગ્રેસના ઉપાધ્યક્ષ છે. તેમણે 2018માં ભાજપ સાથે છેડો ફાડ્યો હતો.તમને જણાવી દઈએ કે હાલમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે વિપક્ષી નેતાઓ સાથે વાતચીત કરી રહ્યાં છે.
શરદ પવાર બેઠકની અધ્યક્ષતા કરશે :
ભારતીય જનતા પાર્ટી (BJP) વિરુદ્ધ ગઠબંધનને વધુ મજબૂત કરવાની આશાઓ વચ્ચે, પવાર મંગળવારે 17 વિપક્ષી પક્ષોના નેતાઓ સાથે યોજાનારી બેઠકની અધ્યક્ષતા કરશે. તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કોલકાતામાં જણાવ્યું હતું કે કેટલાક વિરોધ પક્ષોએ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના ઉપાધ્યક્ષ યશવંત સિંહાને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંયુક્ત વિપક્ષના ઉમેદવાર બનાવવાનું સૂચન કર્યું છે. જો કે આ પહેલાં પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ રાજ્યપાલ ગોપાલકૃષ્ણ ગાંધીએ પદ માટે નામાંકન કરવાનો ઇનકાર કર્યાના એક દિવસ બાદ, રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે ચર્ચા કરવા માટે વિપક્ષના નેતાઓ મંગળવારે શરદ પવારના નિવાસસ્થાને બેઠક કરી રહ્યાં છે. અગાઉ પવાર અને નેશનલ કોન્ફરન્સના વડા ફારુક અબ્દુલ્લાએ દરખાસ્તોને ફગાવી દીધી હતી.
ત્રણ સંભવિત વિપક્ષી ઉમેદવારોએ નામંજૂર કર્યું :
ત્રણ સંભવિત પ્રમુખપદના ઉમેદવારોએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હોવાથી, વિરોધ પક્ષોના નેતાઓ 18 જુલાઈની ચૂંટણી માટે સંયુક્ત ઉમેદવારના નામને અંતિમ રૂપ આપવા માટે મંગળવારે બપોરે ફરીથી દિલ્હીમાં મળશે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના પ્રમુખ શરદ પવાર અને જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારૂક અબ્દુલ્લાના ઇનકાર પછી, સોમવારે પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ રાજ્યપાલ ગોપાલકૃષ્ણ ગાંધીએ પણ આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની વિપક્ષી પાર્ટીઓના નેતાઓની વિનંતીને નકારી કાઢી હતી.

જામનગર : યુવતીએ નશામાં ધૂત થઈને ગાળોની બોલાવી રમઝટ, પોલીસ આવે તે પહેલાં ફરાર

Jamnagar

  • વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે તે પ્રમાણે અને લોકોના કહેવા પ્રમાણે મંગળવારે સાંજે યુવતી દારૂના નશામાં ધૂત થઈ ગઈ હતી.

ગુજરાતમાં આમ તો દારૂબંધી (Gujarat dry state) છે. પરંતુ અહીં દારૂનો જથ્થો ઝડપાવાના અને નશાખોરોની ધરપકડના બનાવો લગભગ દરરોજ બને છે. મોટા શહેરોમાં હવે યુવતીઓ પણ નશાના રવાડે ચઢી ગઈ છે. આ અંગેના કિસ્સા સમયાંતરે સામે આવતા રહે છે. જોકે, પોલીસ (Police) મહિલાઓની ગરીમા જાળવીને તેમની ધરપકડ ન કરવાને બદલે ચેતવણી આપીને છોડી દે છે. જામનગર (Jamnagar) શહેરમાં યુવતીએ દારૂ પીને જાહેરમાં ધમાલ (Jamnagar drunken girl viral video) કરી હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં યુવતી જે પ્રકારની ભાષાનો પ્રયોગ કરે છે તેને સાંભળીને માથું શરમથી ઝૂકી જાય. આ વાયરલ વીડિયો હાલ આખા જામનગર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

યુવતીને દારૂના નશામાં ગાળો બોલતી જોઈને લોકો સ્તબ્ધ :

મળતી માહિતી પ્રમાણે જામનગર શહેરના રામેશ્વરનગર (Rameshwar Nagar) વિસ્તારનો એક વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે તે પ્રમાણે અને લોકોના કહેવા પ્રમાણે મંગળવારે સાંજે યુવતી દારૂના નશામાં ધૂત થઈ ગઈ હતી. જે બાદમાં યુવતીએ જાહેરમાં જ ગાળોની રમઝટ બોલાવી દીધી હતી. આ દરમિયાન અહીંથી પસાર થતા લોકો બે ઘડી માટે સ્તબ્ધ થઈ ગયા હતા. દ્રશ્ય એવું હતું કે લોકોને પણ સમજાતું ન હતું કે શું કરવું ?

યુવતીને સમજાવવા કોઈ આગળ ન આવ્યું !

વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે યુવતી મણ-મણની ગાળો બોલી રહી હતી. આ કારણે અહીંથી પસાર થતા લોકોએ શરમાવવું પડ્યું હતું. લોકોને માલુમ પડી ગયું હતું કે યુવતી દારૂની નશામાં છે. આ જ કારણે તેણીને સમજાવવા માટે પણ કોઈ આગળ આવ્યું ન હતું. લોકોને ડર હતો કે સમજાવવાનો પ્રયાસ કરવા જતાં ક્યાંક તેમને ગાળો ન પડે !

પોલીસ આવે તે પહેલા યુવતીએ ચાલતી પકડી :

આ દ્રશ્ય જોઈને લોકોએ પોલીસને જાણ કરવાનું નક્કી કર્યું હતું. જોકે, પોલીસ આવે ત્યાં સુધીમાં યુવતીએ ત્યાંથી ચાલતી પકડી હતી. આ દરમિયાન અમુક લોકોએ આ દ્રશ્યનો વીડિયો પોતાના મોબાઇલમાં કેદ કરી લીધો હતો. આ વીડિયો વાયરલ થઈ ગયો હતો. દારૂ પીને જાહેરમાં ગાળો બોલવાનો આ વીડિયો હાલ આખા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

 

રાષ્ટ્રપતિ માટે પોતાનું નામ આવતા વિશ્વાસ ન કરી શક્યા દ્રૌપદી મુર્મૂ, કહ્યું TV જોઈને ખબર પડી 

0

Confidence coming to his name for the President

  • રાષ્ટ્રપતિ પદ માટે BJPએ દ્રૌપદી મુર્મૂને ચૂંટ્યા છે આશ્ચર્યની વાત એ છે કે દ્રૌપદી મુર્મૂને આ વાતની ખબર TVના માધ્યમથી ખબર પડી

ભાજપે રાષ્ટ્રપતિ (President) પદ માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. આ માટે ભાજપે દ્રૌપદી મુર્મૂને ચૂંટ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે દ્રૌપદી મુર્મૂને (Draupadi Murmu) આટલા મોટા પદ માટે પસંદ થયા પહેલા આ વાતની જાણ નહોતી. મંગળવારે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ (JP Nadda) રાજધાની દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું અને આ અંગે માહિતી આપી હતી. માહિતી આપતા તેમણે કહ્યું કે દ્રૌપદી મુર્મુને NDA દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

ટીવી પરથી મને મળી જાણકારી :

આદિવાસી નેતાથી રાજ્યપાલ સુધીની સફર કરનાર મુર્મૂએ કહ્યું કે તેમને ટીવી દ્વારા માહિતી મળી કે એનડીએ દ્વારા તેમને દેશના સર્વોચ્ચ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. મુર્મૂએ રાયરંગપુર સ્થિત તેમના નિવાસસ્થાને પત્રકારોને જણાવ્યું હતું કે, હું આશ્ચર્યચકિત અને ખુશ છું. મયુરભંજ જિલ્લાની એક આદિવાસી મહિલા તરીકે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મને આ પદ માટે ઉમેદવાર બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે એનડીએ સરકારે આદિવાસી મહિલાઓને ચૂંટીને ભાજપના ‘સબકા સાથ સબકા વિશ્વાસ’ના સૂત્રને સાબિત કરી દીધું છે.

મુર્મૂએ કહ્યું, ‘મને આશા છે કે મને ઓડિશાના તમામ ધારાસભ્યો અને સાંસદોનું સમર્થન મળશે.’ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઈલેક્ટોરલ કોલેજમાં બીજેડી પાસે 2.8 ટકાથી વધુ વોટ છે. તેણે કહ્યું, ‘હું આ રાજ્યની દીકરી છું. એક ઓડિયા હોવાને કારણે, મને દરેકને મને ટેકો આપવા વિનંતી કરવાનો અધિકાર છે.

મુર્મૂ ઝારખંડના રાજ્યપાલ રહી ચૂક્યા છે :

મુર્મૂ ઝારખંડના રાજ્યપાલ રહી ચૂક્યા છે. રાજ્યો અને કેન્દ્રમાં જે પ્રકારની સ્થિતિ પ્રવર્તી રહી છે તે જોતાં NDAના ઉમેદવારનું રાષ્ટ્રપતિ બનવું લગભગ નિશ્ચિત છે. મંગળવારે જ દેશના સૌથી મોટા પદ માટે વિપક્ષ દ્વારા પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હાના નામની જાહેરાત કરવામાં આવી હતી. જો મુર્મૂ હરીફાઈમાં સફળ થાય છે, તો તે દેશની પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ હશે.

મને આ તકની અપેક્ષા નહોતી : દ્રૌપદીમુર્મૂ

મુર્મૂએ કહ્યું, ‘મને આ તકની અપેક્ષા નહોતી. હું પડોશી રાજ્ય ઝારખંડનો રાજ્યપાલ બન્યા પછી છ વર્ષથી વધુ સમય સુધી રાજકીય કાર્યક્રમોમાં ભાગ લેતો નહોતો. મને આશા છે કે દરેક મને સાથ આપશે.દ્રૌપદીની ઉમેદવારીની જાહેરાત બાદ તેના વતન મયુરભંજ જિલ્લામાં ખુશીનો માહોલ છે. મોટી સંખ્યામાં લોકો તેમને અભિનંદન આપી રહ્યા છે.

કોણ છે દ્રૌપદી મુર્મૂ :

ઝારખંડના રાજ્યપાલ રહી ચુક્યા છે દ્રૌપદી મુર્મૂ
વર્ષ 2015થી 2021 સુધી ઝારખંડના રાજ્યપાલ રહ્યા
ઓડિસાની સાંતલ આદિવાસી કોમ્યુનિટીમાંથી આવે છે મુર્મૂ
ભારતીય જનતા પાર્ટીમાં સિનિયર નેતાઓમાં સ્થાન પામે છે
વર્ષ 2000થી 2002 સુધી ઓડિસા સરકારમાં ટ્રાન્સપોર્ટ અને કોમર્સ મંત્રી રહ્યા
ઓડિસાની રાયરંગપુર વિધાનસભાથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે મુર્મૂ

સુપરહિટ છે આ Plan! 3300GB ડેટા અને આટલું બધુ મળશે ફક્ત 99 રૂપિયામાં !

This plan

  • આજના સમયમાં ઇન્ટરનેટ વિના એકપણ દિવસ પસાર કરવો મુશ્કેલ લાગે છે. એવામાં ફોનમાં મોબાઇલ ડેટા સાથે મોટાભાગના લોકોના ઘરમાં વાઇફાઇ પણ લાગેલું હોય છે. જો તમે તમારા ઘરમાં વાઇફાઇ લગાવવા માંગો છો અને સસ્તા અને વ્યાજબી પ્લાન્સની શોધમાં છે તો અમારી પાસે તમારા માટે એકદમ શાનદાર ઓપ્શન છે.

આજના સમયમાં ઇન્ટરનેટ (Internet) વિના એકપણ દિવસ પસાર કરવો મુશ્કેલ લાગે છે. એવામાં ફોનમાં મોબાઇલ ડેટા સાથે મોટાભાગના લોકોના ઘરમાં વાઇફાઇ (Wifi) પણ લાગેલું હોય છે. જો તમે તમારા ઘરમાં વાઇફાઇ લગાવવા માંગો છો અને સસ્તા અને વ્યાજબી પ્લાન્સની શોધમાં છે તો અમારી પાસે તમારા માટે એકદમ શાનદાર ઓપ્શન છે. આજે અમે તમને એક એવા બ્રોડબેન્ડ પ્લાન વિશે જણાવીશું જેમાં તમે 99 રૂપિયામાં 3000GB થી વધુ ડેટા અને ઘણા આકર્ષક બેનિફિટ્સનો ફાયદો ઉઠાવી શકો છો.

આ કંપનીનો બ્રોડબેન્ડ પ્લાન છે સુપરહિટ !

અમે અહીં સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલના એક પ્રીપેડ પ્લાનની વાત કરી રહ્યા છીએ જેની સાચી કિંમત 599 રૂપિયા છે. આ પ્લાન 3000GB થી વધુ ઇન્ટરનેટ સાથે સાથે બીજા ઘણા આકર્ષક બેનિફિટ્સ સાથે આવે છે. આ પ્લાનમાં બીએસએનએલની બ્રોડબેંડ સર્વિસ, ભારત ફાઇબર હેઠળ લેવામાં આવી શકે છે.

આ પ્લાનના શાનદાર બેનિફિટ્સ :

આ પ્લાનમાં તમને 3.3TB એટલે કે 3000GB ઇન્ટરનેટ આપવામાં આવી રહી છે જેની સ્પીડ 60Mbps છે. આ ડેટા પુરો થઇ ગયા બાદ સ્પીડને ઓછી કરીને 2Mbps કરી દેવામાં આવશે. આ પ્લાનમાં તમને અનલિમિટેડ વોઇસ કોલિંગ અને એક ફિકસ્ડ લાઇન કનેક્શન પણ આપવામાં આવી રહ્યા છે. તેમાં કોઇ ઓટીટી બેનિફિટ્સ તો સામેલ નથી પરંતુ તેની કિંમતમાં 18 ટકા જીએસટી જોડાયેલો છે.

99 રૂપિયા મેળવો 3300GB ડેટા અને આ બેનિફિટ્સ !

તમને જણાવી દઇએ કે અહીં પણ અમે બીએસએનએલના 599 રૂપિયાવાળા બ્રોડબેંડ પ્લાનની જ વાત કરી રહ્યા છીએ. જોકે બીએસએનએલ તે યૂઝર્સને 90 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે જે તેને પહેલીવાર ઉપયોગ કરે છે. એટલે કે આ પ્લાનને યૂઝ કરતાં પહેલાં મહિનામાં યૂઝર્સને આ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જેની મેક્સિમમ વેલ્યૂ 500 રૂપિયા છે. જો તમને આ પુરેપુરૂ ડિસ્કાઉન્ટ મળી જાય તો તમારા માટે આ પ્લાનને કિંમત 599 રૂપિયાથી ઘટીને 99 રૂપિયા થઇ જાય છે. આ પ્રકારે તમામ ફાયદા તમને 99 રૂપિયામાં મળી શકે છે.

દેશ કેપ્ટન મોનિકા ખન્નાને આપી રહ્યું છે અભિનંદન , સ્પાઈસ જેટ એરક્રાફ્ટના 191 લોકોના જીવ બચ્યા , જાણો કેવી રીતે બચાવ્યા જીવ 

0
  • સ્પાઈસ જેટની પાઈલટ મોનિકા ખન્ના ફ્લાઈટ SG 723ની પાઈલટ-ઈન-કમાન્ડ હતી. પક્ષી અથડાયા બાદ આગ લાગી ત્યારે તેણે તરત જ સંબંધિત એન્જિન બંધ કરી દીધું હતું.

રવિવારે બિહારની (Bihar) રાજધાની પટનામાં (Patna) સ્પાઈસ જેટના (Spice Jet) વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ (Emergency landing of aircraft) કરીને ક્રૂ સહિત 191 લોકોના જીવ બચાવવા માટે કેપ્ટન મોનિકા ખન્નાની (Captain Monica Khanna) દેશભરમાં પ્રશંસા થઈ રહી છે. તેમની પ્રશંસા થઈ રહી છે. હકીકતમાં પક્ષી અથડાયા બાદ વિમાનના એક એન્જિનમાં (Engine) આગ લાગી હતી. મોનિકા ખન્નાએ સમજદારી બતાવીને મોટી દુર્ઘટના ટળી હતી.

સ્પાઈસજેટની પાઈલટ મોનિકા ખન્ના ફ્લાઈટ SG 723ની પાઈલટ-ઈન-કમાન્ડ (PIC) હતી. પક્ષી અથડાયા બાદ આગ લાગી ત્યારે તેણે તરત જ સંબંધિત એન્જિન બંધ કરી દીધું હતું. આ પછી કોઈપણ ખચકાટ વિના દિલ્હી માટે રવાના થયેલા વિમાનને ફરીથી પટના એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું.

એરક્રાફ્ટમાં 185 મુસાફરો બે પાયલટ અને કો-પાઈલટ અને અન્ય ક્રૂ મેમ્બર સવાર હતા. આ વિમાને દુર્ઘટનાના થોડા સમય પહેલા જ પટનાથી દિલ્હી માટે ઉડાન ભરી હતી. આટલી મોટી ઘટના હોવા છતાં ન તો ક્રૂ કે પેસેન્જરોમાં ગભરાટ ફેલાયો હતો. કોઈને ઈજા પણ નથી થઈ. બંને પાઈલટોએ અત્યંત ધીરજ સાથે એક જ એન્જીન વડે વિમાનને રનવે પર લેન્ડ કરાવવામાં સફળતા મેળવી હતી.

પ્લેન એરપોર્ટ પર લેન્ડ થયા બાદ લોકોએ બનાવેલા વીડિયોમાં એન્જિનમાંથી સ્પાર્ક નીકળતી જોવા મળી હતી. એરપોર્ટ ઓથોરિટીને ઈમરજન્સી લેન્ડિંગ અંગે જાણ કરવામાં આવી હોવાથી ફાયર ટેન્ડર અને એમ્બ્યુલન્સ ત્યાં તૈનાત કરવામાં આવી હતી. આગને તાત્કાલિક કાબૂમાં લેવામાં આવી હતી.

સ્પાઇસજેટે કહ્યું- અમને ગર્વ છે :

સ્પાઈસજેટે પણ કેપ્ટન મોનિકા ખન્નાના વખાણ કર્યા છે. સ્પાઈસ જેટના હેડ ઓફ ફ્લાઈટ ઓપરેશન્સ ગુરચરણ અરોરાએ જણાવ્યું હતું કે મોનિકાએ વિમાનના કો-પાઈલટ બલપ્રીત સિંહ ભાટિયા સાથે મળીને વિશ્વાસ સાથે વિમાનને રનવે પર લેન્ડ કર્યું હતું. તે સમગ્ર સમય દરમિયાન શાંત રહ્યો અને વિમાનને સારી રીતે સંભાળ્યું. તેઓ અનુભવી અધિકારીઓ છે અને અમને તેમના પર ગર્વ છે.

અગ્નિપથના વિરોધમાં 3 અરજીઓ દાખલ, મોદી સરકાર પણ પહોંચી સુપ્રીમ કોર્ટ, જાણો શું કરી માંગ

0

Opposition to Agneepath

  • ‘અગ્નિપથ યોજના’ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ત્રણ અરજીઓ દાખલ કરવામાં આવી. કેન્દ્ર સરકારે દાખલ કરી કેવિયેટ

અગ્નિપથ યોજના (Agneepath Yojana) હેઠળ વિરોધ અટકવાનું નામ જ નથી લઇ રહ્યો. દેશભરમાં રસ્તા પર હિંસક પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. જાહેર મિલકતોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યુ છે. ત્યારે આવા હિંસક દેખાવોને પગલે મામલો સુપ્રીમકોર્ટ પહોંચ્યો છે. અગ્નિપથ યોજના વિરુદ્ધ ત્રીજી અરજી સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) દાખલ કરવામાં આવી છે. આ અંગે કેન્દ્ર સરકારે કેવિયેટ પણ દાખલ કરી છે. તમને જણાવી દઈએ કે સેનામાં ભરતીની આ નવી યોજનાનો યુવાનો અને ઘણા રાજકીય સંગઠનો (Political organizations) વિરોધ કરી રહ્યા છે, તેઓ માંગ કરી રહ્યા છે કે આ યોજનાને લાગુ ન થવી જોઈએ.

કેન્દ્ર સરકારે દાખલ કરી કેવિયટ :

અગ્નિપથ યોજનાને પડકારતી ત્રીજી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. તેના પર કેન્દ્ર સરકારે કેવિયેટ પિટિશન દાખલ કરી છે. ત્રણેય અરજીઓ માત્ર વકીલો દ્વારા દાખલ કરવામાં આવી છે. વિશાલ તિવારી, એમએલ શર્મા અને હવે હર્ષ અજય સિંહે આ અરજીઓ દાખલ કરી છે. કેન્દ્ર સરકારે કેવિયેટ દાખલ કરીને કહ્યું છે કે આ મુદ્દા પર કોઈ નિર્ણય લેતા પહેલા કોર્ટે કેન્દ્રનો પક્ષ પણ સાંભળવો પડશે.

શું છે અગ્નિપથ યોજના ?

મહત્વનું છે કે કેન્દ્ર સરકારની આર્મીમાં ભરતી માટે એક નવી સ્કીમ આવી છે. તેને અગ્નિપથ યોજના નામ આપવામાં આવ્યું છે. જેમાં સેનામાં ચાર વર્ષ માટે ભરતી કરવામાં આવશે જેમાં પહેલા છ મહિના ટ્રેનિંગ હશે. દરેક બેચના 25% અગ્નિવીરોને ભારતીય સેનામાં કાયમી ધોરણે (15 વર્ષ વધુ) સામેલ કરવામાં આવશે. બાકીના અગ્નિવીર નિવૃત્ત થશે. નિવૃત્તિ પર તેને લગભગ 12 લાખ રૂપિયાની ડિપોઝિટ પણ મળશે જેના દ્વારા તે અન્ય કોઈપણ કામ કરી શકશે.

અગ્નિવીરોને શું મળશે લાભ ?

અગ્નિપથ યોજના હેઠળ સાડા 17 વર્ષથી લઈને 21 વર્ષ સુધીના લોકોને પ્રવેશ મળી શકે છે. પહેલા વર્ષમાં સરકારે બે વર્ષની છૂટ પણ આપી છે. મતલબ કે આ વખતે 23 વર્ષ સુધીના યુવકો અરજી કરી શકે છે. વર્ષે વર્ષે અગ્નિવીરોનો પગાર વધશે, તે 30 હજારથી શરૂ થશે અને 40 હજાર સુધી જશે. પરંતુ અગ્નિવીરોને પેન્શન, ગ્રેચ્યુઈટી વગેરેનો લાભ નહીં મળે. તેમને સૈનિકો માટે ઉપલબ્ધ કેન્ટીનની સુવિધા પણ નહીં મળે.

અગ્નિપથ યોજના સામે હવે ખેડૂત નેતા રાકેશ ટિકૈત મેદાનમાં, કહ્યું કે આ તારીખે કરી શું મોટું આંદોલન

0

Farmer leader Rakesh Tikait

ખેડૂતોનું વિશાળ આંદોલન (Huge movement of farmers) ચલાવ્યા પછી ખેડૂત નેતા રાકેશ ટિકૈત (Farmer leader Rakesh Tikait) હવે કેન્દ્રની યોજના અગ્નિપથનો (Agneepathn) વિરોધ કરવા જઈ રહ્યા છે. 24 જૂને યુનાઇટેડ કિસાન મોરચા દ્વારા દેશના વિવિધ ભાગોમાં દેખાવો કરવામાં આવશે. રાકેશ ટિકૈત પોતે પણ રસ્તા પર ઉતરીને આ યોજનાનો વિરોધ કરશે. સોમવારે યોજાયેલી સંયુક્ત કિસાન મોરચાની (United Farmers Front) બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
રાકેશ ટિકૈતે ટ્વીટ કરીને આ નિર્ણયની વિગતવાર માહિતી આપી. તેમણે લખ્યું કે 24 જૂને સંયુક્ત કિસાન મોરચાએ દેશભરના જિલ્લા-તહેસીલ મુખ્યાલયોમાં અગ્નિપથ યોજનાનો વિરોધ કર્યો. કરનાલમાં SKM સંકલન સમિતિનો નિર્ણય. યુવા-નાગરિક સંગઠનો-પક્ષોને એકત્ર કરવા અપીલ. BKYU 30 ના પ્રદર્શનને બદલે 24 ના નિર્ણયમાં સામેલ હતું.
અગ્નિપથ યોજના અંગે ભારતીય કિસાન યુનિયનના પ્રમુખ ચૌધરી હરપાલ સિંહ તો ત્યાં સુધી કહે છે કે આ સરકાર ખેડૂતો અને મજૂરોના બાળકોને અંબાણી-અદાણીના ગુલામ બનાવવા માંગે છે. આ કારણોસર, અગ્નિપથ યોજના લઈને આવી છે. આ યોજના સેનાના ભવિષ્યને પણ અંધકારમાં નાખી દે છે. તે જ સમયે, અખિલ ભારતીય કિસાન સભાના નેતા અતુલ અંજનના જણાવ્યા અનુસાર, ખેડૂતો સાથે છેતરપિંડી કર્યા પછી, આ સરકાર હવે દેશના યુવાનોને પણ છેતરવા માંગે છે. સરકારે દરેક કિંમતે આ યોજના પાછી ખેંચવી પડશે.
જાણકારી માટે તમને જણાવી દઈએ કે દેશના અલગ-અલગ ભાગોમાં અગ્નિપથ યોજનાનો વિરોધ થઈ રહ્યો છે. બિહારમાં મોટા પાયે હિંસક પ્રદર્શન જોવા મળી રહ્યું છે, જ્યાં સરકારી સંપત્તિને પણ નુકસાન થયું છે. ત્યાં કાર્યવાહી કરીને પોલીસે 800 થી વધુ લોકોની ધરપકડ કરી છે. તે જ સમયે, યુપીમાં પણ 500 થી વધુ પ્રદર્શનકારીઓ પકડાયા છે. અત્યારે કેન્દ્ર આ યોજના પાછી ખેંચવાના મૂડમાં નથી, ભાજપ દેશભરમાં યોજનાના સમર્થનમાં પ્રચાર કરવાની તૈયારી કરી રહ્યું છે.