‘પુષ્પા 2’ને લઈ ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ પણ, શું શ્રીવલ્લીનું થઈ જશે મોત ?

Share this story

‘Pushpa 2’, will Srivalli

અલ્લૂ અર્જૂન (Allu Arjun) અને રશ્મિકા મંધાના (Rashmika Mandha) અભિનીત ‘પુષ્પા: ધ રાઇઝ’ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ. ફિલ્મના સોંગ, હૂક સ્ટેપ અને ડાયલોગ દર્શકોના દિલ અને દિમાગમાં છવાઈ ગયા. સાઉથ જ નહીં હિન્દી વર્ઝને (Hindi version) પણ કમાણીના ઘણા રેકોર્ડ તોડી દીધા. અલ્લૂ અર્જૂન અને રશ્મિકા મંધાનાની પોપ્યુલારિટી હજુ વધી ગઈ. ફિલ્મના પહેલા ભાગ બાદ તેના બીજા ભાગની કાગડોળે રાહ જોવામાં આવી રહી છે. ‘પુષ્પા 2’ જલદી જ ફ્લોર પર આવશે. ફિલ્મની સ્ક્રિપ્ટમાં બદલાવના સમાચાર છે.

રિપોર્ટ્સ મુજબ, ‘પુષ્પા 2’મા રશ્મિકા મંધાના એટલે કે શ્રીવલ્લીની ભૂમિકા નાની કરી દેવામાં આવી છે. ફિલ્મમાં શ્રીવલ્લીનું મોત દેખાડી શકાય છે. નિશ્ચિતરૂપે રશ્મિકાના ફેન્સ તેનાથી નિરાશ થશે. સોશિયલ મીડિયા યુઝર્સ પાર્ટં 2માં ફહાદ ફાસિલ અને રશ્મિકા મંધાનાની ભૂમિકાને લઈને અટકળો લગાવી રહ્યા છે. એવા સમાચાર છે કે, ફિલ્મના વિલન (ફહાદ ફાસિલ) દ્વારા શ્રીવલ્લીને મારી નાખવામાં આવે છે, જેથી અલ્લૂ અર્જૂનનું પાત્ર ગુસ્સામાં ભરાઈ જાય છે. જોકે અત્યાર સુધી મેકર્સ તરફથી તેના પર કોઈ જાણકારી આપવામાં આવી નથી.

ડિરેક્ટર સુકુમારની આ ફિલ્મ જુલાઇના અંતમાં ફ્લોર પર જશે. પહેલા જુલાઈની શરૂઆતમાં શૂટિંગના સમાચાર હતા. પુષ્પા જે રીતે હિટ થઈ, ત્યારબાદ મેકર્સ બીજા ભાગને લઈને કોઈ કસર છોડવા માગતા નથી. આ કારણે પણ ફિલ્મના ફ્લોરમાં જવામાં મોડું થઈ રહ્યું છે. ‘પુષ્પા 2’ને પણ પેન ઇન્ડિયાના દર્શકો માટે બનાવવામાં અવશે. અલ્લૂ અર્જૂને મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, બીજા ભાગને હજુ વધારે ભાષાઓમાં રીલિઝ કરવાનો પ્રયત્ન હશે, જેથી તેની ઓળખ હજુ વધે.

ફિલ્મના હિન્દી વર્ઝનને જે રીતે રિસ્પોન્સ મળ્યો હતો, તેની તેમને આશા નહોતી. આ કારણે ‘પુષ્પા 2’ને લઈને તેઓ વધુ તૈયારીઓ સાથે બોક્સ ઓફિસ પર ઉતરશે. મેકર્સ વર્ષ 2023ના મધ્ય સુધીમાં ફિલ્મને રીલિઝ કરવા માગે છે. એક રિપોર્ટ મુજબ અલ્લૂ અર્જૂનના પાત્ર પુષ્પા રાજને જંગલોથી આગળ કાઢીને પોર્ટ્સ સુધી ટ્રાવેલ કરતો દેખાડવામાં આવશે. તેની મુસાફરી લંડનની છોકરીઓની સ્મગલિંગ માટે સાઉથ ઈસ્ટ એશિયન દેશો સુધી દેખાડવામાં આવશે, જેના કારણે રશ્મિકાના પાત્ર શ્રીવલ્લીની ભૂમિકા સમેટાઈને રહી જવાની છે.