- શાળામાં એનસીસીના કેડેટ રહી ચૂકેલા આ યુવાને ભારતીય સેનામાં સૈનિક તરીકે ફરજ બજાવવાની અદમ્ય ઇચ્છા વ્યક્ત કરતાં કોઇપણ વેતન લીધા વિના દેશસેવાની તક મળે એવા આશય સાથે પોતાના લોહીથી રક્ષામંત્રીને પત્ર પાઠવ્યો હતો.
અગ્નિપથ યોજનાના (Agnipath scheme) વિરોધમાં (Agnipath scheme protest) આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. આખા દેશમાં અનેક રાજ્યોમાં કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજાનાના કારણે બંધનું એલાન પણ કરવામાં આવ્યું છે. જોકે, ગુજરાતમાં નહીંવત અસરની સંભાવના સેવાઇ રહી છે. ત્યારે ભાવનગરના (Bhavnagar) 23 વર્ષના દિપક ડાંગરે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહને (defense minister Rajnath Singh) પોતાના લોહીથી પત્ર લખ્યો છે. જેમા યુવાને શૂન્ય વેતન સાથે સેનામાં જોડાઇને દેશ સેવા કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આ સાથે હાલ સરકારી સંપત્તિને (Government property) નુકસાન પહોંચાડી રહેલા છાત્રોને પણ આવો હિંસક વિરોધ બંધ કરવા અપીલ કરી છે.
ગુજરાતી યુવાને લોહીથી લખ્યો પત્ર :
આ અંગે મળતી માહિતી પ્રમાણે, ભાવનગર જિલ્લાના ટીમાણા ગામના વતની અને હાલ દયાપરમાં રહેતા 23 વર્ષીય યુવાન દિપક ડાંગરે કેન્દ્રીય રક્ષામંત્રીને પોતાના લોહીથી લખેલા પત્રમાં શૂન્ય વેતન સાથે સેનામાં જોડાઇને દેશ સેવા કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આ સાથે હાલ સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડી રહેલા છાત્રોને પણ હિંસક વિરોધ બંધ કરવા અપીલ કરી છે.
ટીમાણા ગામના વતની દિપક ડાંગરે કહ્યું હતું કે, હાલ કચ્છ યુનિવર્સિટીમાં એમએસડબ્લ્યુમાં અભ્યાસની સાથે સેવાકીય પ્રવૃત્તિ કરે છે. દેશદાઝની ભાવના બાળપણથી માતા-પિતા પાસેથી મળી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, પરિવારના સભ્યો આર્મી, નેવી તેમજ અન્ય સુરક્ષા એજન્સીઓમાં ફરજ બજાવે છે. સાડાચાર હજાર જેટલી વસતિ ધરાવતા ટીમાણા ગામના 20 જેટલા યુવાનો સેનામાં ફરજ બજાવી રહ્યા છે.
શાળામાં એનસીસીના કેડેટ રહી ચૂકેલા આ યુવાને ભારતીય સેનામાં સૈનિક તરીકે ફરજ બજાવવાની અદમ્ય ઇચ્છા વ્યક્ત કરતાં કોઇપણ વેતન લીધા વિના દેશસેવાની તક મળે એવા આશય સાથે પોતાના લોહીથી રક્ષામંત્રીને પત્ર પાઠવ્યો હતો. તેમણે દયાપરના આરોગ્ય કેન્દ્રમાં પોતાનું લોહી બોટલમાં એકઠું કરીને પત્રમાં લખાણ કર્યું હતું, જેમાં સેનામાં તક મળશે તો નોકરી શરૂ કરવાથી પૂરી થાય ત્યાં સુધી એકપણ રૂપિયાનું વેતન લીધા વિના ફરજ બજાવવાની તૈયારી દર્શાવી છે.