સુરતમાં ઘરકામ કરતી મહિલાને રૂ.4 કરોડની કસ્ટમ વિભાગની નોટિસ, કૌભાંડીનો ખેલ જાણીને ચોંકી જશો

Share this story

Customs notice

  • સુરતમાં ઘરકામ કરતી મહિલાને મુંબઇ કસ્ટમ વિભાગે ફટકારી 4 કરોડની નોટિસ, મહિલાના સંબંધીએ કૌભાંડીને ડોક્યુમેન્ટ આપ્યા હોવાની ચર્ચા

સુરતમાં એક ગૃહિણીને કસ્ટમ વિભાગે (Custom department) 4 કરોડની નોટિસ ફટકારતા ચકચાર મચી. નાનપુરામાં રહેતી ગૃહિણીએ મુંબઇ કસ્ટમ વિભાગ દ્વારા  4 કરોડની નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં એક નોટિસમાં સાડા 3 કરોડ જ્યારે બીજી નોટિસમાં એક કરોડ રૂપિયા ડ્યુટી ડ્રો બેકની (Duty draw back) રકમ ભરપાઇ કરવા માટે જણાવ્યું છે.

તો સમગ્ર મામલે એવું સામે આવ્યું છે કે મહિલાને તો એ પણ ખબર નથી કે જીએસટી ઓફિસ ક્યાં આવી. તે કૌભાંડ શું છે, ધંધાકીય પરિસ્થિતિ અજાણ છે. પરંતુ મહિલાના સંબંધીએ કૌભાંડીને આપેલા ડોક્યુમેન્ટના આધારે ખેલ પડાયો હોવાનું સામે આવ્યું છે. કારણ કે મહિલાના સંબંધીની જીએસટીના કૌભાંડી સાથે ઓળખાણ થઇ હતી. તેણે આપેલા ડોક્યુમેન્ટના આધારે ખેલ પડાયો હોવાની આશંકા સેવવામાં આવી છે. હાલ તો મુંબઇ કસ્ટમના રિકવરી સેલે 15 દિવસમાં જવાબ આપવા જણાવ્યું છે.

ડ્યુટી ડ્રો બેક યોજનાનો ઉઠાવ્યો ગેરલાભ :

આ મામલે હજી તપાસ ચાલી રહી છે પરંતુ મળતી માહિતી મુજબ એવું પણ જાણવા મળ્યુ છે કે સરકારની ડયૂટી ડ્રો બેક યોજોનાનો ગેરલાભ ઉઠાવવામાં આવ્યો હતો. વર્ષ 2014-2018 દરમિયાન નાવાસોવા પોર્ટ, અને મુંબઇથી આ ખેલ પાડવામાં આવ્યો હતો. નોંધનીય છે કે આ સ્કીમ હેઠળ અમુક ટાર્ગેટેડ નિકાસ થયા બાદ સરકાર ડયૂટી ડ્રો બેકનો લાભ આપતી હોય છે. જો કે આ મામલે ટૂંક સમયમાં પોલીસ ફરિયાદ થઇ શકે છે.