જામનગર : યુવતીએ નશામાં ધૂત થઈને ગાળોની બોલાવી રમઝટ, પોલીસ આવે તે પહેલાં ફરાર

Share this story

Jamnagar

  • વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે તે પ્રમાણે અને લોકોના કહેવા પ્રમાણે મંગળવારે સાંજે યુવતી દારૂના નશામાં ધૂત થઈ ગઈ હતી.

ગુજરાતમાં આમ તો દારૂબંધી (Gujarat dry state) છે. પરંતુ અહીં દારૂનો જથ્થો ઝડપાવાના અને નશાખોરોની ધરપકડના બનાવો લગભગ દરરોજ બને છે. મોટા શહેરોમાં હવે યુવતીઓ પણ નશાના રવાડે ચઢી ગઈ છે. આ અંગેના કિસ્સા સમયાંતરે સામે આવતા રહે છે. જોકે, પોલીસ (Police) મહિલાઓની ગરીમા જાળવીને તેમની ધરપકડ ન કરવાને બદલે ચેતવણી આપીને છોડી દે છે. જામનગર (Jamnagar) શહેરમાં યુવતીએ દારૂ પીને જાહેરમાં ધમાલ (Jamnagar drunken girl viral video) કરી હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં યુવતી જે પ્રકારની ભાષાનો પ્રયોગ કરે છે તેને સાંભળીને માથું શરમથી ઝૂકી જાય. આ વાયરલ વીડિયો હાલ આખા જામનગર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

યુવતીને દારૂના નશામાં ગાળો બોલતી જોઈને લોકો સ્તબ્ધ :

મળતી માહિતી પ્રમાણે જામનગર શહેરના રામેશ્વરનગર (Rameshwar Nagar) વિસ્તારનો એક વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે તે પ્રમાણે અને લોકોના કહેવા પ્રમાણે મંગળવારે સાંજે યુવતી દારૂના નશામાં ધૂત થઈ ગઈ હતી. જે બાદમાં યુવતીએ જાહેરમાં જ ગાળોની રમઝટ બોલાવી દીધી હતી. આ દરમિયાન અહીંથી પસાર થતા લોકો બે ઘડી માટે સ્તબ્ધ થઈ ગયા હતા. દ્રશ્ય એવું હતું કે લોકોને પણ સમજાતું ન હતું કે શું કરવું ?

યુવતીને સમજાવવા કોઈ આગળ ન આવ્યું !

વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે યુવતી મણ-મણની ગાળો બોલી રહી હતી. આ કારણે અહીંથી પસાર થતા લોકોએ શરમાવવું પડ્યું હતું. લોકોને માલુમ પડી ગયું હતું કે યુવતી દારૂની નશામાં છે. આ જ કારણે તેણીને સમજાવવા માટે પણ કોઈ આગળ આવ્યું ન હતું. લોકોને ડર હતો કે સમજાવવાનો પ્રયાસ કરવા જતાં ક્યાંક તેમને ગાળો ન પડે !

પોલીસ આવે તે પહેલા યુવતીએ ચાલતી પકડી :

આ દ્રશ્ય જોઈને લોકોએ પોલીસને જાણ કરવાનું નક્કી કર્યું હતું. જોકે, પોલીસ આવે ત્યાં સુધીમાં યુવતીએ ત્યાંથી ચાલતી પકડી હતી. આ દરમિયાન અમુક લોકોએ આ દ્રશ્યનો વીડિયો પોતાના મોબાઇલમાં કેદ કરી લીધો હતો. આ વીડિયો વાયરલ થઈ ગયો હતો. દારૂ પીને જાહેરમાં ગાળો બોલવાનો આ વીડિયો હાલ આખા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.