Home Blog Page 1404

રાહુલ, સોનિયા સામેની તપાસથી હોબાળો શા માટે? નરેન્દ્ર મોદીએ પણ તપાસનો સામનો કર્યો હતો

ગુજરાતના કોમી રમખાણો સંદર્ભે નરેન્દ્ર મોદીને ૬૦થી વધુ તપાસપંચો, સરકારી, બિનસરકારી તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને સુપ્રીમકોર્ટ દ્વારા નિયુક્ત તપાસ એજન્સીએ પણ કિલનચીટ આપી હતી ઉપરાંત સુપ્રીમે વધુ એક અરજી ફગાવી દઈને નરેન્દ્ર મોદીને વધુ એક વખત કિલનચીટ આપી
 
એક રાજ્યના મુખ્યમંત્રીને તપાસ એજન્સી સામે ઊભા રહેવું પડે એ નાની ઘટના નથી અને છતા નરેન્દ્ર મોદી આવી ઘટનાઓમાંથી પસાર  થયા હતા
 
રાહુલ અને સોનિયા ગાંધી સામે માત્ર કહેવાતી આર્થિક ગેરરીતિની શંકા છે છતાં ડર શા માટે?, જાહેર જીવનમા આવી ઘટનાઓ બનતી જ રહેવાની, અમેરિકા સહિત વિશ્વના નેતાઓ સામે તપાસ અને આક્ષેપ થતા રહ્યા છે
 
 
૨૬ માર્ચ ૨૦૧૦ના એ દિવસે ગુજરાતભરમાં સન્‍નાટો હતો, દેશના અન્ય રાજ્યોની નજર પણ ગુજરાત ઉપર હતી, પ્રચાર માધ્યમોમાં પણ નરેન્દ્ર મોદી છવાયેલા હતા. એક એક પળની ઘટનાથી વાકેફ થવા લોકો કાન સરવા કરીને બેઠા હતા. કારણ કે, ગુજરાતના કોમી રમખાણોની તપાસ કરી રહેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ ‘સીટ’ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પૂછપરછ કરી રહી હતી.
જે રીતે સમાચારો વહી રહ્યા હતા એ જોતા ‘સીટ’ નરેન્દ્ર મોદીને ચોક્કસ દોષિત ઠેરવશે એવું લાગતું હતું. ઘણાં લોકો તો ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ હશે? તેની ગણતરીઓ મુકી રહ્યાં હતા. ‘સીટ’ના અધિકારીઓએ સતત બે દિવસ ગુજરાતના મુખ્યમંત્રીની આકરી પૂછપરછ કરી પરંતુ પરિણામ કંઈ જ મળ્યું નહીં. મોદી વિરોધી છાવણીમાં પક્ષના અને વિપક્ષનાં લોકો હાથ મસળીને ઊભા રહી ગયા.
મામલો ગુજરાતના કોમી રમખાણોનો હતો અને કોમી રમખાણોની ઘટનામાં કોઈ રાજ્યના મુખ્યમંત્રીને સરકારી તપાસ એજન્સીનો સામનો કરવો પડ્યો હોવાની કદાચ આ પહેલી ઘટના હતી. આ અગાઉ બિહારના મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવ સામે ઘાસચારા કૌભાંડનો પુરાવા આધારિત કેસ હતો અને લાલુને કોર્ટના કઠેરામાં દોષિત ઠેરવવા ઉપરાંત સજા પણ કરવામાં આવી હતી. પરંતુ નરેન્દ્ર મોદીએ કોમી રમખાણ કરાવ્યાના કોઈ સજ્જડ પુરાવા નહોતા, છતાં તેમની સામે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો હતો.
કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી. કોંગ્રેસ સરકારના સલાહકારો ખોટા હતા અથવા તો કોંગ્રેસ નેતાગીરીએ કોઈની સલાહ લીધી નહોતી. અન્યથા એક રાજ્યના મુખ્યમંત્રીને આરોપીના પીંજરામાં ઊભા કરવાની ભૂલ કરી ન હોત.
ગુજરાતમાં અનેક સ્થળોએ કોમી રમખાણો થયા હતા. આ રમખાણોમાં ખરેખર કેટલાં લોકો હોમાઈ ગયા હતા તેનો કદાચ આજે પણ સાચો અંદાજ નહીં હોય. કોમી રમખાણોની અનેક ઘટનાઓ પૈકીની અમદાવાદની એક ઘટનામાં કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરી સહિત ૬૩ લોકોને મારી નાંખવામાં આવ્યા હતા. ઘટના અત્યંત હૃદયદ્રાવક હતી. લોકોને ઘરમાં કેદ કરીને સળગાવી દેવાયા હતા. આ ઘટના માનવતાના નામે કલંક હતી. કોઈ પણ ઘટનાની ન્યાયિક તપાસ થવી જ જોઈએ, પરંતુ કોઈ ચોક્કસ વ્યક્તિને કેન્દ્રમાં રાખીને તપાસ કરવામાં આવે તો અપે‌‌િક્ષત પરિણામો મળતા નથી.
અમદાવાદના જુહાપુરાની ઘટનામાં એક નહીં ૬૩ લોકો બેમોત માર્યા ગયા હતા. પરંતુ આ ઘટનાના મૂળમાં ખરેખર કોણ જવાબદાર હતું તે હજુ સુધી સો ટકા પ્રમાણભૂત થયું નથી. ઘટનાની તપાસ માટે નિયુક્ત કરવામાં આવેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ ‘સીટ’એ તપાસનો દોર શરૂ કર્યો અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની બબ્બે દિવસ પૂછપરછ કરવામાં આવતાં જાત જાતની અટકળો શરૂ થઈ ગઈ હતી. આમ પણ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી અને ગુજરાતમાં ભાજપની સરકાર હતી એટલે લોકોએ તર્કનો મારો ચલાવ્યો હતો. પરંતુ કોઈપણ લોકો અપે‌િક્ષત ઈચ્છા કે ધારણા સુધી પહોંચી શક્યા નહોતા.
અલબત દેશમાં અને વિદેશમાં નરેન્દ્ર મોદી માટે જાત જાતની અટકળો વહેતી થઈ હતી, પરંતુ લાંબી તપાસમાં તપાસ એજન્સી એક પણ પુરાવો કે આરોપ મુકી શકી નહોતી.
નરેન્દ્ર મોદીને અગાઉ વારંવાર કિલનચીટ મળી ચૂકી હોવા છતા સુપ્રીમકોર્ટમાં વધુ એક અરજી કરવામાં આવી હતી. પરંતુ સુપ્રીમકોર્ટે ઝાકિયા ઝાફરીની અરજી ફગાવી દીધી અને કોર્ટે એવી ટીપ્પણી કરી હતી કે પાછલા ૧૬ વર્ષથી માત્ર આ વિષયને જીવતો રાખવા આવી અરજીઓ કરવામાં આવે છે ખરેખર તેનો હેતુ સ્પષ્ટ નથી.
અત્રે ઉલ્લેખનિય છે કે ૬૦થી વધુ તપાસપંચો, સરકારી અને બિનસરકારી તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા અને સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુંક્ત કરાયેલી સ્પેશ્યલ ‌ઇન્સ્વેટીંગેશન એજન્સી ‘સીટ’ની તપાસમાં પણ નરેન્દ્ર મોદીને કિલનચિટ આપવામાં આવી હતી.
સુપ્રીમકોર્ટે તો ત્યાં સુધી કહ્યું હતું કે કોર્ટની પ્રક્રિયાનો દુરઉપયોગ કરનારાઓ તમામ કોર્ટના કઠેડામાં હોવા જોઇએ.
સુપ્રીમ કોર્ટનો આજનો ચુકાદો આયોજન પૂર્વક નહોતો પરંતુ ‘નેશનલ હેરલ્ડ’ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની કરવામાં આવી રહેલી પુછપરછના સમયે જ આવતા કોંગ્રેસ અને મોદી વિરોધીઓ માટે લપડાક બરાબર ગણી શકાય.
એ વાત અલગ છે કે, ત્યાર પછીના વર્ષોમાં દિલ્હીમાં પણ રાજકીય સમીકરણો બદલાયા હતા, પરંતુ પાછલાં કેટલાક દિવસોથી કોંગ્રેસના નેતા રાહુલ અને સોનિયા ગાંધી સામે ‘નેશનલ હેરાલ્ડ’ નામના અખબારની મિલકતોનાં પ્રકરણમાં ચાલી રહેલી ઈડીની તપાસનું શું પરિણામ આવશે એ આજે કહેવું વહેલુ ગણાશે. કારણ કે, મામલો વર્ષો જુનો છે. વળી આખી ઘટનામાં કંઈ થયું હશે તો પણ આર્થિક ગેરરીતિ થઈ હશે. ફોજદારી ધારાનો ભંગ કરાયો હશે કે કેમ એ હવે પછીની તપાસનો દોર કહી શકે.
પરંતુ બંધ થઈ ગયેલા ‘નેશનલ હેરાલ્ડ’ના નામે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે તપાસનો દોર અને તપાસ એજન્સી ‘ઈડી’ સમક્ષ હાજર કરવાની ઘટના દેશભરમાં ચર્ચાનો વિષય છે. ઘણાં લોકો આ ઘટના રાજકીય નજરથી મુલવી રહ્યાં છે, તો ઘણાં લોકો માટે ઈડીની ઈન્કવાયરી એક પ્રક્રિયાનો ભાગ છે. કારણ કે, આખી ઘટનામાં ખરેખર શું થયું હતું તેનાથી લોકો અજાણ છે.
ગુજરાતનાં રમખાણો અને ગુજરાતના જે તે સમયનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પૂછપરછને આ ઘટના સાથે કોઈ નિસ્બત નથી પરંતુ જાહેર અને રાજકીય જીવનમાં સત્તા સ્થાને બેઠેલી વ્યક્તિની કોઈ સરકારી એજન્સી પૂછપરછ કરે ત્યારે સ્વભાવિક અપમાનનો ભાવ પેદા થાય.
હાલમાં કોંગ્રેસના નેતાઓ પણ આવી જ ભાવનામાંથી પસાર થતા હશે, પરંતુ સમયની સાથે સાથે ઘણું બધુ ભુલાઈ જતુ હોય છે. આ ઘટના પણ આવતીકાલે ભુલાઈ જશે, પરંતુ રાજકીય શતરંજમાં આવતીકાલે બીજો નવો દાવ રમવામા નહીં આવે એવું કોઈ જ કહી શકાય તેમ નથી.
આ પણ વાંચો –

25 જુન 2022, રાશિફળ : આ રાશિના જાતકો પર રામદેવપીર વરસાવશે કૃપાવર્ષા, દરેક મનોકામના થશે પૂરી

June 25, 2022, Horoscope Gujarat Guardian

મેષઃ- આવક વધતાં આનંદની અનૂભુતી વધતી જણાય. સાથે સાથે ખર્ચનું પ્રમાણ વધે. શેર બજીરમાં રોકાણ ટાળવું. અન્યથા નુકશાનનો સંભવ છે. પરિવારમાં મતભેદ સંભવે. આરોગ્ય સારૂં રહેશે. નોકરી ધંધામં રાહત રહેશે.

વૃષભઃ- દિવસ દરમ્યાન આનંદમાં વૃદ્ધિ થાય. મોજ શોખમાં ખર્ચ વધે. નવી વસ્તુ વસાવવાના યોગ બને છે. શેરબજારમાં સાચવવું. ઉછીના આપેલા નાણાં ફસાઇ જાય. દામ્પત્ય સુખ તથા નોકરી ધંધા માટે ઉત્તમ દિવસ.

મિથુનઃ- આકસ્મિક ખર્ચ આવી પડે. માનસીક અશાંતિનો અનુભવ કરવો પડે. પરિવારમાં મનમેળ જળવાય. માતાની તબિયત સારી રહે. માતૃપક્ષ તરફથી સહકાર મળતો જણાય. સંતાન સુખ સારૂં મળે. નવી વિદ્યા શીખવાના યોગ બને છે.

કર્કઃ- નાણાંનો લાભ મળતો જણાય. મિત્રો તરફથી સહકાર મળે. જુના મિત્રો ને મળવાનું થાય. કરેલા કાર્યો સફળ થતા જણાય. વાહન સુખ સારૂં. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાન સંબંધી ચિંતા રહે. આરોગ્ય સાચવવું. ગળાના રોગોથી સાવચેતી જરૂરી.

સિંહઃ- નવી નોકરી, બદલી અથવા બઢતી મળે. નવા ધંધાની શરૂઆત શક્ય બને. માન-સન્માન વધતા જણાય. માતા-પિતા તરફથી સ્નેહ વધતો જણાય. મિત્ર વર્ગની ચિંતા રહે. વિદેશ અંગેના કાર્યો સંબંધોમાં લાભ.

કન્યાઃ- ધરમાં આદ્યાત્મિક વાતાવરણ બને . પૂજન અર્ચન શક્ય બને. તમામ કાર્યોમાં ભાગ્ય સાથ આપતું જણાય. લક્ષ્મી ની પ્રાપ્તિ થાય. પરિવારમાં શાંતિ વધે. માતાની તબિયત સાચવવી. સંતાન તરફથી સંતોષ.

તુલાઃ- ધનહાનિ નો યોગ બને છે. આથી તમામ નાણાંકીય વ્યવહારો માં સાવઘાની રાખવી. પેટમાં ગેસ, ઝાડા થઇ શકે છે. પત્નિ સાથે પ્રેમ જળવાશે. દિવસ દરમ્યાન મિશ્ર ફળનો અનુભવ થશે.

વૃશ્ચિકઃ- ભાગીદારી તથા પત્નિસુખ માં વૃદ્ધિ થતી જણાય. નાણાંકીય બાબતો અંગે અસંતોષ રહે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. કરેલા રોકાણોથી લાભ મળે. નવા રોકાણ કરવા માટે સારો દિવસ છે.
ધનઃ- દિવસ દરમ્યાન ઉદાસીનતા વર્તાય. આવક-જાવક નું પાતું સરભર તતું જણાય. પરિવારના સભ્યો સાથે સંધર્ષ ટાળવો. જીવનસાથીની તબિયતના પ્રશ્નો ઉદભવતા જણાય. આરોગ્ય જળવાય.

મકરઃ- દિવસ દરમ્યાન આનંદ-ઉત્સાહ નું વાતાવરણ રહે. આવકનું પ્રમાણ વઘતું જણાય. પરિવારમાં મનમેળ રહે. સંતાન ની અણધારેલી પ્રગતિ થી આનંદ થાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે. આંખ, હાડકા નબળા થતા જણાય.

કુંભઃ- સાહસ કરવાની ભવના વધે. થોડો ગુસ્સો રહે. આર્થિક દ્રષ્ટિએ સારો દિવસ. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાય. પિતા તરફથી લાભ મળતો જણાય. સંતાન સંબંધી ચિંતા સતાવે. આરોગ્ય જળવાય.

મીનઃ- પરિવારમાં શુભ પ્રસંગનું આયોજન થાય. કરેલા કાર્યોમાં સફળતા મળે. નવું કાર્ય શરૂ કરવા માટે સારો દિવસ. મિત્રો તરફથી સારા સમાચાર મળે દિવસ દરમ્યાન આરોગ્ય જળવાશે. ઉત્તમ દિવસ.

આ પણ વાંચો –

Urinary Diseases : શું તમારા પેશાબમાં પણ આવે છે ફીણ ? આવા ચિહ્નો દેખાય તો તુરંત ચેતી જજો

Urinary Diseases

  • વારંવાર પેશાબ જવું પડતું હોય, પેશાબમાં બળતરા થતી હોય, પેશાબનો રંગ બદલાઈ જતો હોય, પેશાબમાં ફીણ આવતું હોય કે પછી પેશાબ અટકી અટકીને આવતો હોય આ તમામ લક્ષણો ગંભીર બીમારીના સંકેત આપે છે. તુંરત જ નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

પેશાબ સંબંધિત સમસ્યાઓ : પેશાબમાં ફીણ દેખાવુ સામાન્ય માનવામાં આવે છે, પરંતુ કેટલીકવાર તે ગંભીર રોગ સૂચવી શકે છે. તો ચાલો જાણીએ પેશાબમાં ફીણ કેમ બને છે અને તેના શું કારણો હોઈ શકે છે. પેશાબનો રંગ આછો અથવા ઘેરો પીળો હોય છે. આ રંગ તમારા આહાર અથવા કોઈપણ રોગ અથવા કેટલીક દવાઓના સેવનને કારણે થઈ શકે છે. ઘણી વખત કેટલાક લોકોના પેશાબમાં ફીણ પણ જોવા મળે છે. આની પાછળનાં કારણો ઘણા હોઈ શકે છે. જ્યારે પેશાબમાં ફીણ દેખાય છે, ત્યારે તેને ક્લાઉડી અથવા ફીણવાળું પેશાબ કહેવામાં આવે છે.

સામાન્ય રીતે પેશાબમાં ફીણ દેખાય તેને મૂત્રાશય ફુલ થવાનો સંકેત હોય છે. આ સ્થિતિમાં, પેશાબ તમારા મૂત્રાશય પર પુશ કરે છે. પરંતુ તેની પાછળ અન્ય ઘણા કારણો હોઈ શકે છે. તો ચાલો જાણીએ કે પેશાબમાં ફીણ દેખાવાનો અર્થ શું થાય છે અને આવું થાય ત્યારે તમારે શું કરવું જોઈએ.

પેશાબમાં ફીણ દેખાવાની સાથે આ લક્ષણો જોવા મળે છે :

પેશાબ ફુલ ફોર્સમાં આવવાનાં કારણે ફીણ આવે છે. પરંતુ જો તમારા પેશાબમાં ફીણ ખૂબ દેખાવા લાગે છે અને સમયની સાથે તેનુ પ્રમાણ વધતું જાય છે, તો તે કોઈ રોગની નિશાની હોઈ શકે છે. તેથી જો તમને પણ તમારા પેશાબમાં ફીણ દેખાય છે, તો તેની સાથે અન્ય કેટલાક લક્ષણો પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. આ લક્ષણો તમને ગંભીર બીમારીનું સૂચન કરે છે. જેની તમે સમયસર સારવાર કરાવી શકો.

હાથ, પગ, ચહેરા અને પેટમાં સોજો આવવો, તે કિડનીના નુકસાનની નિશાની હોઈ શકે છે :

– થાક
– ભૂખ ન લાગવી
– ઉબકા
– ઉલટી થવી
– ઊંઘમાં તકલીફ
– ઓછો પેશાબ આવવો
– ક્લાઉડી પેશાબ
– ઘેરા રંગનો પેશાબ

ફીણવાળા પેશાબના કારણો :

જ્યારે તમે પેશાબને લાંબા સમય સુધી રોકી રાખો અને પછી અચાનક તેને પેશાબ કરો છો, ત્યારે વધુ ફોર્સનાં કારણે, પેશાબમાં ફીણ આવે છે. પરંતુ આ ફીણ થોડા સમયમાં ક્લીયર થઈ જાય છે. કેટલીકવાર ફીણની રચના પેશાબમાં પ્રોટીનની વધુ માત્રા સૂચવે છે. પેશાબમાં હાજર આ પ્રોટીન હવાના સંપર્કમાં આવે ત્યારે ફીણ બનાવે છે.

પેશાબમાં ફીણ બનવાના અન્ય ઘણા કારણો હોઈ શકે છે :

ડિહાઈડ્રેશન : જ્યારે કોઈ વ્યક્તિ ડિહાઈડ્રેશન થઈ જાય છે ત્યારે તેના પેશાબનો રંગ ખૂબ જ ઘાટો અને જાડો દેખાય છે. પાણીનું સેવન ઓછુ કરવાના કારણે પ્રોટિન યુરિનમાં ડાઈલ્યૂટ નથી થઈ શકતું. પ્રોટીનમાં એવી પ્રોપર્ટીઝ હોય છે, જેના કારણે યૂરિન પાસ થતા સમયે તેમાં ફીણ બને છે. કોઈ વ્યક્તિના હાઈડ્રેટ રહ્યા બાદ પણ પેશાબમાં ફીણ દેખાય છે, તો તે કિડની રોગનું લક્ષણ હોઈ શકે છે.

જો કોઈ વ્યક્તિ પેશાબમાં સતત ફીણ દેખાય તો તે પ્રોટીન્યૂરિયા સૂચવે છે. જે કિડની રોગનું પ્રારંભિક લક્ષણ છે.

ડાયાબિટીસ :

શરીરમાં બ્લડ શુગર લેવલ વધવાને કારણે એલ્બુમિન પણ હાઈ લેવલમાં કિડનીમાં પસાર થાય છે. જેના કારણે પેશાબ ફીણવાળો દેખાય છે. આ લક્ષણો ટાઈપ 2 ડાયાબિટીસના દર્દીઓમાં પણ જોવા મળે છે.

– ઝાંખી દ્રષ્ટિ
– મોંઢુ સુકાવુ
– સતત તરસ લાગવી
– વારંવાર પેશાબ થવો
– ભૂખ લાગવી
– ત્વચામાં ખંજવાળ થવી

જો તમને પેશાબમાં ફીણ દેખાય તો શું કરવું :

આ માટે તમારે તમારા ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ડૉક્ટર તમારી પેશાબની તપાસ કરશે. જેમાં તમારા પેશાબમાં હાજર પ્રોટીનની માત્રા જોવા મળે છે. આ સિવાય ડોકટરો પેશાબમાં હાજર પ્રોટીનને ક્રિએટિનીન સાથે પણ સરખાવે છે. પેશાબમાં પ્રોટીન ક્રિએટિનીન કરતાં વધુ હોય તો કિડનીની બિમારી સૂચવે છે.

આ પણ વાંચો –

આ 2 મોટી સરકારી બેંકો વેચવાની તૈયારીમાં ! સરકારે કરી છે ખાસ તૈયારી, શું આમાં તમારું ખાતું નથી ?

0

These 2 big government banks

  • બેંક ખાનગીકરણ: નાણામંત્રીએ ફેબ્રુઆરી 2022 માં બજેટ રજૂઆત દરમિયાન બે જાહેર ક્ષેત્રની બેંકો અને એક સામાન્ય વીમા કંપનીના ખાનગીકરણની દરખાસ્ત કરી હતી. જો કે આ અંગે સરકાર દ્વારા હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

સરકાર ફરી એકવાર જાહેર ક્ષેત્રની બે મોટી બેંકોના ખાનગીકરણ (Privatization of two big banks) તરફ આગળ વધી રહી છે. હવે હું આ બાબતે મારો રસ્તો સરળ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. તેને ધ્યાનમાં રાખીને આગામી મહિને શરૂ થનારા સંસદના ચોમાસુ સત્રમાં (Monsoon session) બેંકિંગ કાયદા સંશોધન બિલ (Banking Law Amendment Bill) લાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેના આવ્યા બાદ બેંકોના ખાનગીકરણનું કામ ઝડપથી આગળ વધશે.

સત્તાવાર રીતે જાહેરાત કરી નથી :

નાણા પ્રધાને ફેબ્રુઆરી 2022 માં બજેટ રજૂઆત દરમિયાન બે જાહેર ક્ષેત્રની બેંકો અને એક સામાન્ય વીમા કંપનીના ખાનગીકરણની દરખાસ્ત કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર ઈન્ડિયન ઓવરસીઝ બેંક (IOB) અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ખાનગીકરણ તરફ આગળ વધી રહી છે. જો કે સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

હિસ્સો 51 થી ઘટાડીને 26 ટકા કરવામાં આવશે :

સરકાર આ બંનેમાં તેનો 51 ટકા હિસ્સો ઘટાડીને 26 ટકા કરવા વિચારી રહી છે. જ્યારે બેંકિંગ લો એમેન્ડમેન્ટ બિલ પસાર થશે ત્યારે જ આ અંગે આગળ વધશે. જોકે, સમયાંતરે સરકારી કર્મચારીઓએ પણ ખાનગીકરણનો વિરોધ કર્યો છે.

સરકારની તૈયારી લગભગ પૂર્ણ :

બે સરકારી અધિકારીઓએ નામ ન આપવાની શરતે બેંકોના ખાનગીકરણ સાથે જોડાયેલી માહિતી આપી હતી. સૂત્રોનું કહેવું છે કે સરકારનું લક્ષ્ય સપ્ટેમ્બર સુધીમાં ઓછામાં ઓછી એક બેંકનું ખાનગીકરણ પૂર્ણ કરવાનું છે.

વીમા કંપનીનું પણ ખાનગીકરણ કરવામાં આવશે :

ચાલુ નાણાકીય વર્ષનું બજેટ રજૂ કરતાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જાહેર ક્ષેત્રની બે બેંકોના ખાનગીકરણની જાહેરાત કરી હતી. આ ઉપરાંત, નીતિ આયોગે ખાનગીકરણ માટે બે PSU બેંકોને પણ શોર્ટલિસ્ટ કરી છે. સતત વિરોધ છતાં સરકારે ખાનગીકરણ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. નાણામંત્રીએ ચાલુ નાણાકીય વર્ષમાં વીમા કંપનીના ખાનગીકરણની પણ વાત કરી હતી.

આ પણ વાંચો –

અમિત શાહ ફરીવાર ગુજરાત પ્રવાસે ! 25 જૂનના રોજ કેવડિયાના આ ખાસ કાર્યક્રમમાં આપશે હાજરી

0

Amit Shah on Gujarat tour

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 25 જૂનના રોજ કેવડિયા ખાતે કેન્દ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની બેઠકમાં સામેલ થશે.

નર્મદા , 24 જૂન ૨૦૨૨ , શુક્રવાર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah) ફરીવાર ગુજરાત (Gujarat) પ્રવાસે આવશે. 25 જૂનના રોજ કેવડિયા ખાતે કેન્દ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની (Central Disaster Management Department) બેઠક મળશે. જેમાં અમિત શાહ હાજરી આપશે. આથી અમિત શાહ આજે રાત્રે 10 કલાકે વડોદરા પહોચશે. વડોદરાના (Vadodara) સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ બાદ 25 જૂને કેન્દ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટની ખાસ બેઠકમાં હાજરી આપવા કેવડિયા જશે.

26મી એ રાત્રે અમદાવાદના નિવાસ સ્થાને રાત્રિ રોકાણ કરશે :

મહત્વનું છે કે, કેવડિયા ખાતે બે વિભાગીય બેઠકમાં હાજરી આપવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરીવાર ગુજરાત આવી રહ્યાં છે. 26મી એ રાત્રે અમદાવાદ પહોંચી ગૃહમંત્રી તેમના નિવાસ સ્થાને રાત્રિ રોકાણ કરશે. મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગૃહમંત્રી અમિત શાહની આ મુલાકાત સૌથી મહત્વની માનવામાં આવી રહી છે. જો કે, હજુ સુધી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર નથી થઈ. પરંતુ એ પહેલાં તમામ પક્ષના લોકોએ પ્રચાર પ્રસારના પડઘમ શરૂ કરી દીધા છે.

કેવડિયામાં કેન્દ્રીય રમતગમત વિભાગની 2 દિવસીય કોન્ફરન્સ :

આજ રોજ કેવડિયામાં નર્મદા ટેન્ટ સિટી-2 ખાતે કેન્દ્રીય રમતગમત વિભાગની 2 દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો પ્રારંભ કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કરાવ્યો છે. જેમાં રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવી તેમજ દેશના અલગ-અલગ રાજ્યોના રમતગમત મંત્રીઓની ઉપસ્થિતમાં દેશમાં રમાતી રમતો, અન્ય સ્પોર્ટ્સ એક્ટિવિટી, નવા ડેવલોપમેન્ટ બાબતે ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો –

Penalty Fee : 1 જુલાઈ પહેલા કરી લો આ કામ નહીં તો ભરવો પડશે 1000 નો દંડ

0

Penalty Fee

  • જો 30 જૂન પછી એટલે કે 1 જુલાઈથી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવે છે, તો તેવા લોકોને એક હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે. બીજી તરફ જો 30 જૂન સુધીમાં પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવે તો આ કામ માત્ર 500 રૂપિયામાં થઈ જશે.

આગામી 1 જુલાઈથી ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે. જેમાંનો એક નિયમ PANને આધાર સાથે લિંક કરવાનો છે. જો તમે હજી સુધી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું, તો ડબલ પેનલ્ટી ચૂકવતા પહેલા હવે તમારી પાસે એક છેલ્લી તક છે. જો તમે આ તક ગુમાવશો, તો તમારે ડબલ પેનલ્ટી ચૂકવવી પડશે.

ભરવો પડશે આટલો દંડ :

જો 30 જૂન પછી એટલે કે 1 જુલાઈથી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવે છે, તો તેવા લોકોને એક હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે. બીજી તરફ જો 30 જૂન સુધીમાં પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવે તો આ કામ માત્ર 500 રૂપિયામાં થઈ જશે. જેથી ડબલ દંડ ભરવા કરતાં 30 જૂન પહેલાં આ કામ પૂર્ણ કરી લેવું વધુ સારું છે.

લિંક કરવું જરૂરી :

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)એ પાન-આધારને લિંક કરવાની સમયમર્યાદા 31 માર્ચ, 2023 સુધી લંબાવી છે, પરંતુ જેમણે હજી સુધી લિંક કર્યું નથી, તેઓએ પેનલ્ટી ચૂકવવી પડશે. હાલ દંડ તરીકે 500 રૂપિયાની રકમ લેવામાં આવી રહી છે. પરંતુ જો 30 જૂન, 2022 પછી આધાર-પાન લિંક કરવામાં આવે છે, તો દંડની રકમ 1000 રૂપિયા હશે.

PAN Card-Aadhaar Cardને આ રીતે કરો લિંક :

  • આવકવેરા ઈ-ફાઈલિંગના અધિકૃત પોર્ટલ www.incometax.gov.inની મુલાકાત લો.
  • જો તમે અગાઉ તમારા યુઝર આઈડી તરીકે તમારા PANનો ઉપયોગ કર્યો નથી અને પાસવર્ડ સેટ નથી કર્યો, તો તેના પર રજીસ્ટ્રેશન કરો. તમારા લોગીન ઓળખપત્રોનો ઉપયોગ કરીને આવકવેરા પોર્ટલ પર લોગીન કરો.
  • તમને એક પોપઅપ સ્ક્રીન દેખાશે. જો તેમ ન થાય, તો મેન્યુ બારમાંથી પ્રોફાઇલ સેટિંગ્સ પર જાઓ અને ‘લિંક આધાર’ વિકલ્પ પસંદ કરો.
  • હવે એક નવી સ્ક્રીન ખુલશે. નવી સ્ક્રીનમાં આપેલ બોક્સમાં PAN નંબર, આધાર વિગતો, તમારું નામ અને મોબાઈલ નંબર દાખલ કરો.
  • ડિટેલ્સ ચકાસ્યા બાદ, ‘I agree to validate my Aadhaar details’ ઓપ્શન પર ક્લિક કરો. પછી ‘Continue’ વિકલ્પ પસંદ કરો.
  • હવે તમને તમારા રજીસ્ટર્ડ નંબર પર એક OTP મળશે, જેને સ્ક્રીન પર બોક્સમાં દાખલ કરો અને Validate પર ક્લિક કરો. પેનલ્ટી ચૂકવ્યા બાદ હવે તમારું આધાર-પાન લિંક થઈ જશે.
  • પાન કાર્ડ, PAN Card, આધાર કાર્ડ Aadhaar Card, PAN Card-Aadhaar Card Link પાનકાર્ડ-આધાર કાર્ડ લિંક, Income tax ઈન્ક્મટેક્સ

આ પણ વાંચો –

અમદાવાદના રિવરફ્રન્ટ પર વિડીયો શૂટ કર્યા બાદ યુવતીનો આપઘાત, જાણો આપધાત પાછળનું કારણ 

0

Suicide of a young woman

આ પણ વાંચો –

કોરોનાની ગતિને કોઈ બ્રેક નહીં, છેલ્લા ચાર મહિનાનો રેકોર્ડ તોડ્યો, આજે દૈનિક કેસનો આંકડો 17 હજારને પાર

No break in Corona

  • દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો 20 ફેબ્રુઆરી બાદ આજે સૌથી વધારે કેસ નોંધાયા.

ગુજરાત , 24 જૂન 2022 , શુક્રવાર

ફરી એકવાર કોરોનાના (Corona) કેસમાં ઉછાળો આવ્યો છે. ધીમે ધીમે કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે આજની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના 17 હજાર 336 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા વધીને 88,284 થઇ ગઇ છે.  આજે નોંધાયેલા કેસ એ  20 ફેબ્રુઆરી બાદ 24 કલાકની અંદર નોંધાયેલા સૌથી વધારે કેસ છે.

કોરોનાના કેસ વધતા તકેદારી રાખવા સૂચન  :

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના તાજેતરના ડેટા અનુસાર, દેશમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 88,284 થઈ ગઈ છે. ચેપના વધતા જોખમને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ગુરુવારે નિષ્ણાતો અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં અધિકારીઓને કોવિડ-19નું પરીક્ષણ વધારવા અને રસીકરણને ઝડપી બનાવવા સૂચના આપી છે. માંડવિયાએ અધિકારીઓને સર્વેલન્સ અને જીનોમ સિક્વન્સિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને કોવિડ -19 ના વધતા કેસ વચ્ચે હોસ્પિટલમાં દાખલ થવાના દર પર દેખરેખ રાખવા પણ કહ્યું છે.

દિલ્હીમાં વધ્યો કોરોના :

દિલ્હીમાં આજે નોંધાયેલા નવા કેસ 4 ફેબ્રુઆરી પછીના સૌથી વધુ દૈનિક કેસ છે. આરોગ્ય વિભાગ દ્વારા શેર કરાયેલ ડેટામાં આ માહિતી આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ગઈકાલે પરીક્ષણ કરાયેલા 23,879 નમૂનાઓમાં નવા કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં રોગચાળાના નવા કેસ ગઈકાલના આંકડા કરતા 108 ટકા વધુ છે. 4 ફેબ્રુઆરીએ રાજધાનીમાં 3.85 ટકાના ચેપ દર સાથે 2,272 કેસ નોંધાયા હતા અને 20 લોકો મૃત્યુ પામ્યા હતા.

ગુજરાતમાં 400ને પાર કોરોનાના કેસ :

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા. નવા  કોરોનાના વધુ 416 કેસ નોંધાતા હડકંપ મચ્યો. 230 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે. કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ  1927 પહોચી ગઈ છે. કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત 4 દર્દીઓની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે. આપને જણાવી દઈએ કે મંગળવારે રાજ્યમાં 226 કેસ નોંધાયા હતા જે બાદ બુધવારે 407 કેસ અને આજે ગરૂવારે વધી આંકડો 416 પહોંચતા ચોથી લહેરના ભણકારા વાગી રહ્યા છે. રાહતની વાત એ છે કે આજે કોરોનાને લીધે કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી.

આ પણ વાંચો –

પ્રથમ વોર્મ-અપ મેચમાં ચાર ભારતીય ખેલાડીઓ લેસ્ટરશાયર તરફથી રમશે, બુમરાહનો સામનો હિટમેન સાથે 

0

Four Indians will play

  • ભારતના ચાર ખેલાડીઓ પ્રથમ વોર્મ-અપ મેચમાં લેસ્ટરશાયરની ટીમ તરફથી રમશે. જેમાં ચેતેશ્વર પુજારા, ઋષભ પંત, જસપ્રિત બુમરાહ અને પ્રખ્યાત કૃષ્ણાનો સમાવેશ થાય છે.

ઈંગ્લેન્ડ , 24 જૂન 2022 , શુક્રવાર

ઈંગ્લેન્ડ (England) સામે 1 જુલાઈથી શરૂ થનારી ટેસ્ટ મેચ માટે સમગ્ર ટીમ ઈન્ડિયાએ (Team India) તૈયારી શરૂ કરી દીધી છે. રવિચંદ્રન અશ્વિનને છોડીને આખી ટીમ ઈંગ્લેન્ડ પહોંચી ગઈ છે અને ગુરુવારથી લેસ્ટરશાયર (Leicestershire) સામે વોર્મ-અપ મેચ રમશે. આ મેચમાં ભારતના ચાર ખેલાડીઓ લેસ્ટરશાયરની ટીમ તરફથી રમતા જોવા મળશે. ભારતના ચેતેશ્વર પુજારા, જસપ્રિત બુમરાહ, ઋષભ પંત અને પ્રખ્યાત કૃષ્ણા (Cheteshwar Pujara, Jaspreet Bumrah, Rishabh Pant , famous Krishna) પ્રથમ વોર્મ-અપ મેચમાં પોતાની જ ટીમ સામે રમશે. પૂજારા કાઉન્ટી ક્રિકેટનો હિસ્સો રહ્યો છે અને તાજેતરમાં સસેક્સ માટે રમ્યો છે.

કાઉન્ટીની વર્તમાન સિઝનમાં પૂજારાએ શાનદાર બેટિંગ કરી હતી. આ પછી તેની ભારતીય ટીમમાં વાપસી નિશ્ચિત થઈ ગઈ હતી. જ્યારે ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે ફરી એકવાર પુજારા ટેસ્ટ ટીમમાં હતો, જ્યારે શ્રીલંકા સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીમાં તેને તક આપવામાં આવી ન હતી.

શા માટે ભારતીય ખેલાડીઓ લેસ્ટરશાયર માટે રમે છે ?

ભારતના ચાર ખેલાડીઓને આ કારણોસર લીસેસ્ટરશાયરની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે જેથી કરીને તમામ ભારતીય ખેલાડીઓને પ્રેક્ટિસ કરવાની સંપૂર્ણ તક મળી શકે. જો ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ એક જ ટીમમાંથી રમ્યા હોત તો કેટલાકને બેટિંગ કે બોલિંગ ઓછી મળી હોત. આ સ્થિતિથી બચવા માટે ભારતના ચાર ખેલાડીઓને વિરોધી ટીમમાં મૂકવામાં આવ્યા છે. આનાથી તમામ ખેલાડીઓને પ્રેક્ટિસ કરવાની પૂરતી તક મળશે. લેસ્ટરશાયરની ટીમમાં જે ચાર ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં પ્રખ્યાત ક્રિષ્ના મુખ્ય મેચમાં રમ્યા હોવાની શંકા છે. તેના સિવાય અન્ય ત્રણ ખેલાડીઓ 1 જુલાઈથી પ્રથમ ટેસ્ટ મેચ રમવાનું લગભગ નિશ્ચિત છે.

પ્રથમ પ્રેક્ટિસ મેચ માટે બંને ટીમો :

લેસ્ટરશાયરની ટીમ : સેમ્યુઅલ ઇવાન્સ (કેપ્ટન), રેહાન અહેમદ, સેમ્યુઅલ બેટ્સ (વિકેટમાં), નાથન બોલે, વિલ ડેવિસ, જોય એવિસન, લુઈસ કિમ્બર, આબિદિન સકંદે, રોમન વોકર, ચેતેશ્વર પુજારા, ઋષભ પંત, જસપ્રિત બુમરાહ, પ્રનંદ કૃષ્ણા.

ભારતીય ટીમ : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, હનુમા વિહારી, શ્રીકર ભરત (વિકેટ), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ.

આ પણ વાંચો –

ED, ITની તપાસ વચ્ચે બળવો કરનારા શિવસેનાના 3 નેતાઓની કરોડોની સંપત્તિ જપ્ત , 

0

Millions of assets of 3 rebel

  •  થાણેમાં રિયલ એસ્ટેટના મોટા ખેલાડી કહેવાતા સરનાઈકની EDએ રૂ. 11.35 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી.

મુંબઈ, તા. 24 જૂન 2022, શુક્રવાર

આસામના (Assam) ગુવાહાટીમાં (Guwahati) શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદેનો (Eknath Shind) કેમ્પ મજબૂત થતો નજર આવી રહ્યો છે. હજુ વધુ ધારાસભ્યોનો સમૂહ પણ જોડાય શકાય તેવી અટકળો લગાવવામાં આવી રહી છે. મહત્વની વાત એ છે કે તેમાંથી કેટલાક ધારાસભ્યો એવા પણ છે જે ED અથવા IT વિભાગની તપાસનો સામનો કરી રહ્યા છે. શિવસેનાના કેટલાક ધારાસભ્યોએ તપાસ દ્વારા તેમને હેરાન કરવાનો પણ આરોપ લગાવી ચૂક્યા છે.

તેની શરૂઆત પ્રતાપ સરનાઈકથી (Pratap Sarnaik) કરીએ. બુધવારે શિંદે કેમ્પ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં તે સૌથી વધારે સક્રિય નજર આવી રહ્યા હતા. ઓવાલા-માજીવાડાના ધારાસભ્યની વિરુદ્ધ 175 કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગ મામલે તપાસ ચાલી રહી છે. મહત્વની વાત એ છે કે સરનાઈક જ પહેલા એવા નેતા છે જેમણે જાહેરમાં મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેને ભાજપ સાથે તણાવ સમાપ્ત કરવા કહ્યું છે. થાણેમાં રિયલ એસ્ટેટના મોટા ખેલાડી કહેવાતા સરનાઈકની EDએ રૂ. 11.35 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી.

ભાયખલાના ધારાસભ્ય યામિની જાધવના પતિ યશવંત જાધવ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિના ભૂતપૂર્વ અધ્યક્ષ છે. તેમની સામે FEMAના કથિત ઉલ્લંઘન સબંધી મામલે ED તપાસ કરી રહી છે. બીજી તરફ EDની તપાસ પહેલા આવકવેરા અધિકારીઓએ કરચોરીના આરોપમાં જાધવ પરિવારના બાંદ્રામાં એક ફ્લેટ અને યશવંતની લગભગ 40 મિલકતો અટેચ કરી હતી.

ત્રીજુ નામ શિવસેના સાંસદ ભાવના ગવલીનું છે. મળતી માહિતી પ્રમાણે તે પણ શિંદે સમૂહના સમર્થનમાં આવી ગઈ છે. તેમણે સોમવારે ઠાકરેના નામે એક પત્ર લખ્યો હતો અને કહ્યું હતું કે, શિંદે ગ્રુપ દ્વારા ઉઠાવવામાં આવેલી સમસ્યાઓ પર ધ્યાન આપવું જોઈએ. ગવલીની સામે મની લોન્ડ્રિંગની તપાસ ચાલું છે. તેમના એક નજીકના વ્યક્તિ સઈદ ખાનની EDએ ધરપકડ કરી છે. આ સાથે જ તેમની 3.75 કરોડની સંપત્તિ જપ્ત કરી લીધી છે.

આ પણ વાંચો –