કોરોનાની ગતિને કોઈ બ્રેક નહીં, છેલ્લા ચાર મહિનાનો રેકોર્ડ તોડ્યો, આજે દૈનિક કેસનો આંકડો 17 હજારને પાર

Share this story

No break in Corona

  • દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો 20 ફેબ્રુઆરી બાદ આજે સૌથી વધારે કેસ નોંધાયા.

ગુજરાત , 24 જૂન 2022 , શુક્રવાર

ફરી એકવાર કોરોનાના (Corona) કેસમાં ઉછાળો આવ્યો છે. ધીમે ધીમે કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે આજની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના 17 હજાર 336 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા વધીને 88,284 થઇ ગઇ છે.  આજે નોંધાયેલા કેસ એ  20 ફેબ્રુઆરી બાદ 24 કલાકની અંદર નોંધાયેલા સૌથી વધારે કેસ છે.

કોરોનાના કેસ વધતા તકેદારી રાખવા સૂચન  :

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના તાજેતરના ડેટા અનુસાર, દેશમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 88,284 થઈ ગઈ છે. ચેપના વધતા જોખમને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ગુરુવારે નિષ્ણાતો અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં અધિકારીઓને કોવિડ-19નું પરીક્ષણ વધારવા અને રસીકરણને ઝડપી બનાવવા સૂચના આપી છે. માંડવિયાએ અધિકારીઓને સર્વેલન્સ અને જીનોમ સિક્વન્સિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને કોવિડ -19 ના વધતા કેસ વચ્ચે હોસ્પિટલમાં દાખલ થવાના દર પર દેખરેખ રાખવા પણ કહ્યું છે.

દિલ્હીમાં વધ્યો કોરોના :

દિલ્હીમાં આજે નોંધાયેલા નવા કેસ 4 ફેબ્રુઆરી પછીના સૌથી વધુ દૈનિક કેસ છે. આરોગ્ય વિભાગ દ્વારા શેર કરાયેલ ડેટામાં આ માહિતી આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ગઈકાલે પરીક્ષણ કરાયેલા 23,879 નમૂનાઓમાં નવા કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં રોગચાળાના નવા કેસ ગઈકાલના આંકડા કરતા 108 ટકા વધુ છે. 4 ફેબ્રુઆરીએ રાજધાનીમાં 3.85 ટકાના ચેપ દર સાથે 2,272 કેસ નોંધાયા હતા અને 20 લોકો મૃત્યુ પામ્યા હતા.

ગુજરાતમાં 400ને પાર કોરોનાના કેસ :

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા. નવા  કોરોનાના વધુ 416 કેસ નોંધાતા હડકંપ મચ્યો. 230 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે. કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ  1927 પહોચી ગઈ છે. કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત 4 દર્દીઓની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે. આપને જણાવી દઈએ કે મંગળવારે રાજ્યમાં 226 કેસ નોંધાયા હતા જે બાદ બુધવારે 407 કેસ અને આજે ગરૂવારે વધી આંકડો 416 પહોંચતા ચોથી લહેરના ભણકારા વાગી રહ્યા છે. રાહતની વાત એ છે કે આજે કોરોનાને લીધે કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી.

આ પણ વાંચો –