Suicide of a young woman
- રાજયમાં અવારનવાર આપધાતનાં કિસ્સો સામે આવતાં હોય છે. ત્યારે વડોદરાની યુવતીએ અમદાવાદનાં રિવરફ્રન્ટ પરથી આપધાત કરી લીધો હતો.
વડોદરાની (Vadodara) એક યુવતીએ અમદાવાદના રિવરફ્રન્ટ (Riverfront) પર વિડીયો બનાવીને પ્રેમી ઉપર આરોપો લગાવ્યા બાદ પોતાના ઘેર જઇને આત્મહત્યા (Suicide) કરી લીધી હતી. યુવતીના પરિવારે આ મામલે પોલીસમાં ફરીયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરુ કરી હતી.
અગાઉ અમદાવાદના રિવર ફ્રન્ટ પર આયેશા નામની યુવતીએ વિડીયો શૂટ (Video shoot) કરીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી. આ મામલે પોલીસે પણ ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.
આયેશા બાદ અમદાવાદ રિવરફ્રન્ટ પર વધુ એક યુવતીએ આપઘાત પહેલા વિડીયો રેકોર્ડ કર્યો હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ બે દિવસ પહેલા વડોદરાની તાંદલજામાં રહેતી નફીસા ખોખર નામની યુવતીએ પોતાના ઘેર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદમાં રહેતા શેખ રમીઝ અહેમદ નામના યુવક સાથેના પ્રેમ પ્રકરણમાં નફીસાએ આપઘાત કર્યો હોવાના આક્ષેપ કરાયા છે. યુવતીએ આ મામલે અગાઉ અમદાવાદ જઈને બે વખત આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી.
25 વર્ષીય નફીસા તાંદલજાના નૂરજહાં પાર્કમાં રહેતી હતી.તેના આપઘાત બાદ આજે તેમના પરિવારજનોએ જે.પી પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપ લગાવાયો હતો કે પરિવાર દ્વારા પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ લેવાનું કહેતા પોલીસે ધક્કા ખવડાવ્યા હતા.
પરિવારના સુત્રોએ કહ્યું કે યુવતી મૂળ અમદાવાદના યુવક સાથે પ્રેમમાં હતી. યુવકે લગ્નની લાલચ આપી ફેરવી તોળતા નફીસાને આઘાત લાગ્યો હતો અને ત્યારબાદ તેણે આત્મહત્યા કરી લીધી હતી.
અમદાવાદના રિવરફ્રન્ટ પર આત્મહત્યા પહેલાં તેણે કેટલાક વિડીયો શૂટ કર્યા હતા જેમાં તેણે જણાવ્યું હતું કે મેરી કીતની બુરી હાલત કરદી ન ઘરની ના ઘાટ કી.. ચાર દિનો સે મેં ભટક રહી હું..મેને તો પુલીસકો ભી નહી બતાયા મેં ક્યા કરુ…
આગળ યુવતી જણાવે છે કે રમીઝ તુને મેરે સાથ બહોત બુરા કીયા.. શાદી કા બોલકે પટાતે રહે.. આયે નહી..યે તો ગલત હે..ના યાર એસા નહી કરના ચાહીયે… જીંદગીમે મેને તુમ્હે સબસે જ્યાદા પ્યાર કીયા.. તુમને યે કીયા મેરે સાથ.. મુજે ઇતના બડા ધોકા કીયા.. તુમ સબકે જેસે હી હો.. ઇસ દુનિયાકો પતા ચલ જાનેકે બાદભી તુમને મેરા હાથ નહી પકડા… પોલીસે સમગ્ર મામલે ઉંડી તપાસ શરુ કરી હતી.
આ પણ વાંચો –