Penalty Fee
- જો 30 જૂન પછી એટલે કે 1 જુલાઈથી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવે છે, તો તેવા લોકોને એક હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે. બીજી તરફ જો 30 જૂન સુધીમાં પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવે તો આ કામ માત્ર 500 રૂપિયામાં થઈ જશે.
આગામી 1 જુલાઈથી ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે. જેમાંનો એક નિયમ PANને આધાર સાથે લિંક કરવાનો છે. જો તમે હજી સુધી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું, તો ડબલ પેનલ્ટી ચૂકવતા પહેલા હવે તમારી પાસે એક છેલ્લી તક છે. જો તમે આ તક ગુમાવશો, તો તમારે ડબલ પેનલ્ટી ચૂકવવી પડશે.
ભરવો પડશે આટલો દંડ :
જો 30 જૂન પછી એટલે કે 1 જુલાઈથી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવે છે, તો તેવા લોકોને એક હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે. બીજી તરફ જો 30 જૂન સુધીમાં પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવે તો આ કામ માત્ર 500 રૂપિયામાં થઈ જશે. જેથી ડબલ દંડ ભરવા કરતાં 30 જૂન પહેલાં આ કામ પૂર્ણ કરી લેવું વધુ સારું છે.
લિંક કરવું જરૂરી :
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)એ પાન-આધારને લિંક કરવાની સમયમર્યાદા 31 માર્ચ, 2023 સુધી લંબાવી છે, પરંતુ જેમણે હજી સુધી લિંક કર્યું નથી, તેઓએ પેનલ્ટી ચૂકવવી પડશે. હાલ દંડ તરીકે 500 રૂપિયાની રકમ લેવામાં આવી રહી છે. પરંતુ જો 30 જૂન, 2022 પછી આધાર-પાન લિંક કરવામાં આવે છે, તો દંડની રકમ 1000 રૂપિયા હશે.
PAN Card-Aadhaar Cardને આ રીતે કરો લિંક :
- આવકવેરા ઈ-ફાઈલિંગના અધિકૃત પોર્ટલ www.incometax.gov.inની મુલાકાત લો.
- જો તમે અગાઉ તમારા યુઝર આઈડી તરીકે તમારા PANનો ઉપયોગ કર્યો નથી અને પાસવર્ડ સેટ નથી કર્યો, તો તેના પર રજીસ્ટ્રેશન કરો. તમારા લોગીન ઓળખપત્રોનો ઉપયોગ કરીને આવકવેરા પોર્ટલ પર લોગીન કરો.
- તમને એક પોપઅપ સ્ક્રીન દેખાશે. જો તેમ ન થાય, તો મેન્યુ બારમાંથી પ્રોફાઇલ સેટિંગ્સ પર જાઓ અને ‘લિંક આધાર’ વિકલ્પ પસંદ કરો.
- હવે એક નવી સ્ક્રીન ખુલશે. નવી સ્ક્રીનમાં આપેલ બોક્સમાં PAN નંબર, આધાર વિગતો, તમારું નામ અને મોબાઈલ નંબર દાખલ કરો.
- ડિટેલ્સ ચકાસ્યા બાદ, ‘I agree to validate my Aadhaar details’ ઓપ્શન પર ક્લિક કરો. પછી ‘Continue’ વિકલ્પ પસંદ કરો.
- હવે તમને તમારા રજીસ્ટર્ડ નંબર પર એક OTP મળશે, જેને સ્ક્રીન પર બોક્સમાં દાખલ કરો અને Validate પર ક્લિક કરો. પેનલ્ટી ચૂકવ્યા બાદ હવે તમારું આધાર-પાન લિંક થઈ જશે.
- પાન કાર્ડ, PAN Card, આધાર કાર્ડ Aadhaar Card, PAN Card-Aadhaar Card Link પાનકાર્ડ-આધાર કાર્ડ લિંક, Income tax ઈન્ક્મટેક્સ
આ પણ વાંચો –