Sunday, Apr 20, 2025

અમિત શાહ ફરીવાર ગુજરાત પ્રવાસે ! 25 જૂનના રોજ કેવડિયાના આ ખાસ કાર્યક્રમમાં આપશે હાજરી

2 Min Read

Amit Shah on Gujarat tour

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 25 જૂનના રોજ કેવડિયા ખાતે કેન્દ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની બેઠકમાં સામેલ થશે.

નર્મદા , 24 જૂન ૨૦૨૨ , શુક્રવાર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah) ફરીવાર ગુજરાત (Gujarat) પ્રવાસે આવશે. 25 જૂનના રોજ કેવડિયા ખાતે કેન્દ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની (Central Disaster Management Department) બેઠક મળશે. જેમાં અમિત શાહ હાજરી આપશે. આથી અમિત શાહ આજે રાત્રે 10 કલાકે વડોદરા પહોચશે. વડોદરાના (Vadodara) સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ બાદ 25 જૂને કેન્દ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટની ખાસ બેઠકમાં હાજરી આપવા કેવડિયા જશે.

26મી એ રાત્રે અમદાવાદના નિવાસ સ્થાને રાત્રિ રોકાણ કરશે :

મહત્વનું છે કે, કેવડિયા ખાતે બે વિભાગીય બેઠકમાં હાજરી આપવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરીવાર ગુજરાત આવી રહ્યાં છે. 26મી એ રાત્રે અમદાવાદ પહોંચી ગૃહમંત્રી તેમના નિવાસ સ્થાને રાત્રિ રોકાણ કરશે. મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ગૃહમંત્રી અમિત શાહની આ મુલાકાત સૌથી મહત્વની માનવામાં આવી રહી છે. જો કે, હજુ સુધી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર નથી થઈ. પરંતુ એ પહેલાં તમામ પક્ષના લોકોએ પ્રચાર પ્રસારના પડઘમ શરૂ કરી દીધા છે.

કેવડિયામાં કેન્દ્રીય રમતગમત વિભાગની 2 દિવસીય કોન્ફરન્સ :

આજ રોજ કેવડિયામાં નર્મદા ટેન્ટ સિટી-2 ખાતે કેન્દ્રીય રમતગમત વિભાગની 2 દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો પ્રારંભ કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કરાવ્યો છે. જેમાં રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવી તેમજ દેશના અલગ-અલગ રાજ્યોના રમતગમત મંત્રીઓની ઉપસ્થિતમાં દેશમાં રમાતી રમતો, અન્ય સ્પોર્ટ્સ એક્ટિવિટી, નવા ડેવલોપમેન્ટ બાબતે ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો –

Share This Article