Home Blog Page 1398

ભારતીય ચાહકો માટે સારા સમાચાર, ફિટ થઈને ટીમ ઈન્ડિયામાં પરત ફરવા તૈયાર આ ઘાતક ખેલાડીઓ

0

Good news for Indian fans

  •  ભારતીય ટીમના એક સ્ટાર બેટ્સમેનને તેની સફળ સારવાર મળી છે. આ ક્રિકેટર ફિટ થયા બાદ મેદાનમાં પરત ફરવા માટે તૈયાર છે.

ભારતીય ટીમે (Indian team) 1 જુલાઈથી ઈંગ્લેન્ડ (England) સામે ટેસ્ટ મેચ રમવાની છે, પરંતુ આ મેચ પહેલા જ રોહિત શર્મા (Rohit Sharma) કોવિડ પોઝિટિવ હોવાના કારણે બહાર થઈ ગયો હતો. તેની જગ્યાએ જસપ્રીત બુમરાહને (Jaspreet Bumrah) કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હવે ભારતીય ટીમ માટે મોટા સમાચાર આવ્યા છે. ટીમ ઈન્ડિયાનો એક સ્ટાર ક્રિકેટર મેદાનમાં આવવા માટે ઉત્સુક છે.

આ ક્રિકેટરે કરાવી સારવાર :

ભારતીય ટીમનો સ્ટાર ઓપનર કેએલ રાહુલ ઈજાના કારણે ઈંગ્લેન્ડ પ્રવાસમાંથી બહાર થઈ ગયો હતો. હવે તેના ચાહકોને ઘણી ખુશી મળી છે. કેએલ રાહુલે તેની સફળ સારવાર કરાવી લીધી છે. તેણે પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેણે ટ્વિટર પર લખ્યું કે બધાને નમસ્કાર, છેલ્લા કેટલાક અઠવાડિયા મુશ્કેલ રહ્યા, પરંતુ સર્જરી સફળ રહી. હું સારું કરી રહ્યો છું. તમારી પ્રાર્થના બદલ આભાર. ફરી મળ્યા.

દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાંથી બહાર હતો :

કેએલ રાહુલ પણ દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાંથી બહાર થઈ ગયો હતો. રાહુલે ટીમ ઈન્ડિયા માટે ઘણી મેચો પોતાના દમ પર જીતી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રાહુલ ત્રણેય ફોર્મેટમાં ભારત માટે મહત્વની કડી તરીકે ઉભરી આવ્યો છે. રાહુલની ક્લાસિક બેટિંગના દરેક લોકો દિવાના છે. રાહુલે ભારત માટે 43 ટેસ્ટ, 42 ODI અને 56 T20 મેચ રમી છે. તે IPLમાં લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન છે.

ટીમ ઈન્ડિયા શ્રેણીમાં આગળ છે :

વર્ષ 2020-21માં ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી રમી હતી. ટીમ ઈન્ડિયાએ વિરાટ કોહલીની કપ્તાનીમાં 2 ટેસ્ટ સિરીઝ જીતીને સિરીઝમાં લીડ મેળવી હતી, પરંતુ કોરોના મહામારીને કારણે એક ટેસ્ટ મેચ થઈ શકી નથી, જેનું આયોજન હવે કરવામાં આવી રહ્યું છે. ભારત પાસે ઘણા મેચ વિનર ખેલાડીઓ છે, જે તેમને ટેસ્ટ મેચ જીતી શકે છે.

ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા :

જસપ્રીત બુમરાહ (કેપ્ટન), શુભમન ગિલ, મયંક અગ્રવાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, ચેતેશ્વર પૂજારા, ઋષભ પંત (વિકેટકેટર), કેએસ ભરત (વિકેટ), રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ. , ઉમેશ યાદવ ,  કૃષ્ણ.

આ પણ વાંચો –

 

1 જુલાઇથી મોદી સરકાર આ વસ્તુઓ પર લગાવી રહી છે બેન, જાણો કોને લાગશે જોરદાર ઝટકો

0

The Modi government has

  • 1 જુલાઇથી સમગ્ર દેશમાં આ વસ્તુઓના ઉત્પાદન, આયાત, સ્ટોકિંગ, વિતરણ, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ રહેશે.

સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિક (Single use plastic) પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના જણાવ્યા અનુસાર, 1 જુલાઇથી સમગ્ર દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક વસ્તુઓના ઉત્પાદન, આયાત, સ્ટોકિંગ, વિતરણ, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. 1 જુલાઇથી આ નિર્ણય લાગુ થાય બાદ કંપનીઓ પ્લાસ્ટિક સ્ટ્રોની (Plastic straw) સાથે પોતાની પ્રોડક્ટ નહી વહેંચી શકે.

1 જુલાઇથી મોદી સરકાર દ્વારા મોટો બદલાવ :

સરકારે આ પ્લાસ્ટિક પર પ્રતિબંધ એટલે લગાવ્યો કે, આ પ્રકારના પ્લાસ્ટિકનો એક્વાર  ઉપયોગ કર્યા બાદ તેને ફેંકી દેવામાં આવે છે. જોકે મોટાભાગના પ્લાસ્ટિકને સળગાવી દેવામાં આવે છે કે પછી જમીનની નીચે દાટી દેવામાં આવે છે. જેને કારણે પર્યાવરણને લાંબા સમય સુધી નુકશાન પહોંચે છે. મહત્વનું છે કે, જો પર્યાવરણને નુકશાન થાય તો મનુષ્યને પણ નુકશાન થાય જ. જેને લઈ આ નુકશાન ન થાય તે માટે સરકારે આ મોટો નિર્ણય લીધો છે.

સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ :

1 જુલાઇથી આ નિર્ણય લાગુ થાય બાદ કંપનીઓ પ્લાસ્ટિક સ્ટ્રોની સાથે પોતાની પ્રોડક્ટ નહી વહેંચી શકે. એવી ઘણી કંપનીઓ છે જે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધની વિરુદ્ધ છે. નોંધનિય છે કે, વિશ્વભરમાં કાગળના સ્ટ્રોની અછત છે. આ માટે મોટી સંખ્યામાં કાગળોની જરૂર પડશે. સરકારના આ નિર્ણયથી સોફ્ટ ડ્રિંક અને ડેરી પ્રોડક્ટ બનાવતી અને વેચાણ કરતી કંપનીઓ ને મોટો ઝટકો પડયો છે.

અમૂલે પ્લાસ્ટિક સ્ટ્રો મામલે સરકારને લખ્યો હતો પત્ર  :

દેશના સૌથી મોટા ડેરી સમૂહ અમૂલે પ્લાસ્ટિક સ્ટ્રોના ઉપયોગ મામલે અગાઉ સરકારને પત્ર લખ્યો હતો. જેમાં પ્લાસ્ટિક સ્ટ્રો ઉપર લાગનારા પ્રતિબંધને ટાળવા માંગ કરી હતી. આ તરફ સરકારે સીધી રીતે કંપનીઓને વૈકલ્પિક સ્ટ્રો માટે કહી દીધું છે. આ તરફ પારલે એગ્રો, ડાબર અને મધર ડેરી જેવી ડેરી સામગ્રી બનાવવા વાળી કંપનીઓ પેપર સ્ટ્રો મામલે કવાયત હાથ ધરી દીધી છે .

1 જુલાઇથી શુ શુ બેન થશે ? 

  • આઇસક્રીમ સ્ટિક
  • થરમૉકૉલ પ્લેટ, કપ, ગ્લાસ, ચમચી
  • સ્ટ્રો
  • સ્ટિટર
  • ઈયર બડ
  • કેન્ડી
  • પ્લાસ્ટિકની સળીવાળા ફુગ્ગા
  • પ્લાસ્ટિકના વાસણો
  • સીગરેટના પેકેટ

આ પણ વાંચો –

 

આજે ગુજરાતનાં આ વિસ્તારોમાં તાંડવ મચાવશે મેઘરાજા,વલસાડ-ભાવનગર જળબંબોળ, જાણો ક્યાં કેવો વરસાદ

0

Megharaja, Valsad-Bhavnagar waterlogging

  • ગુજરાતમાં આગામી ચાર દિવસોમાં વરસાદી માહોલ જામશે તેવી હવામાન વિભાગની આગાહી, છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વલસાડમાં સવા 6 ઇંચ વરસાદ

ગુજરાતમાં ઠેકઠેકાણે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જો કે ઘણા ખરા વિસ્તારોમાં હજી વરસાદની રાહ જોવાઇ રહી છે તેવામાં હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આગામી ચાર દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજની વાત કરીએ તો  સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત  નવસારી, વલસાડ અને સુરતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

1થી 3 જુલાઇમાં ક્યાં પડશે વરસાદ ?

હવામાન વિભાગ દ્વારા પહેલી જુલાઇએ નવસારી, વલસાડ અને દિવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે સૌરાષ્ટ્ર અને ક્ચ્છના કેટલાંક જિલ્લામાં પણ 1 જુલાઇના રોજ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. 2 જુલાઇએ દાહોદ, મહીસાગર, છોટાઉદેપરુમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે 3 જુલાઇએ બનાસકાંઠા, પાટણમાં વરસાદની આગાહી કરવામાં આવી. આ ઉપરાંત  મહેસાણા, સાબરકાંઠા, કચ્છમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ ?

છેલ્લા 24 કલાકની વાત કરીએ તો  રાજ્યના 41 તાલુકામાં સૌથી વધુ વરસાદ  વલસાડમાં સવા 6 ઈંચ નોંધાયો. જ્યારે  પારડીમાં 3.5 ઈંચ, મહુવામાં સવા 2 ઈંચ ગારિયાધારમાં 2 ઈંચ, વાપીમાં પોણા 2 ઈંચ, હાંસોટમાં 1.5 ઈંચ, હાલોલમાં 1.5 ઈંચ વરસાદ, માંગરોળમાં સવા ઈંચ, ધરમપુરમાં 1 ઈંચ  વરસાદ જ્યારે ઓલપાડમાં 1 ઈંચ, કપરાડામાં 1 ઈંચ વરસાદ નોંધાયો.

4 દિવસ દમણનો દરિયો તોફાની રહેવાની શક્યતા :

આ ઉપરાંત દમણનો દરિયો પણ તોફાની બનતા તંત્ર દ્વારા દરિયાકિનારે 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું હતું. સલામતીના ભાગરૂપે દરિયો ન ખેડવા તંત્ર દ્વારા માછીમારોને આદેશ જારી કરવામાં આવ્યા હતા અને પર્યટકોને પણ દરિયા કિનારા નજીક જવા પર મનાઇ ફરમાંવી દેવામાં આવી હતી. હજુ આગામી 4 દિવસ દમણનો દરિયો તોફાની રહેવાની શક્યતા સેવાઇ રહી છે.આથી મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા માછીમારોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી હતી.

અમરેલી-જાફરાબાદના દરિયામાં કરંટ :

અમરેલી જિલ્લાના જાફરબાદના દરિયામાં 10થી 12 ફૂટના મોજા ઉછળ્યા હતા. જાફરાબાદના લાઈટ હાઉસ પાસે દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. નોંધનિય છે કે, દરિયામાં તાઉતે વાવાઝોડા બાદ ફરી વાર કરંટ જોવા મળ્યો હતો. ભારે પવનના કારણે દરિયામાં તોફાની મોજાઓ ઉછળ્યા હતા.

આ પણ વાંચો –

 

મિત્ર સાથે કઢંગી હાલતમાં પત્નીને જોઈ જતા ખેલાયો ખુની ખેલ, મિત્રના હાથે મળ્યું મિત્રને મોત

A murderous game

  • પોતે જે યુવતીને પ્રેમ કરતો હોય તેમજ જેની સાથે લગ્ન કર્યા હોય તેજ યુવતી પોતાના જ મિત્ર સાથે અનૈતિક સંબંધ ધરાવતી હોય જેના કારણે હુસેને પોતાના જ મિત્રની હત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજકોટ (Rajkot) શહેરમાં એક ચોંકાવનારો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. મિત્રએ જ પોતાના મિત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોતાની પત્નીને પોતાના જ મિત્ર સાથે જોઈ જતા ઉશ્કેરાયેલા પતિએ પોતાના મિત્ર અને પત્નીના પ્રેમીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલાની જાણ પોલીસને થતાં તાત્કાલિક અસરથી ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) એસ.ઓ.જી તેમજ યુનિવર્સિટી પોલીસનો (University Police) કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. સમગ્ર મામલે પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી છે.

રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નાણાવટી ચોક પાસે મંગળવારના રોજ હત્યાનો બનાવ સામે આવ્યો હતો. જંકશન વિસ્તારમાં રહેતા અખ્તર નામના શખ્સની હત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો હતો. હત્યા કોઈ અજાણ્યા વ્યક્તિએ નહીં પરંતુ અખ્તરના જ મિત્ર હુસૈને કરી હોવાનું સામે આવ્યું છે.

 રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નાણાવટી ચોક પાસે મંગળવારના રોજ હત્યાનો બનાવ સામે આવ્યો હતો. જંકશન વિસ્તારમાં રહેતા અખ્તર નામના શખ્સની હત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો હતો. હત્યા કોઈ અજાણ્યા વ્યક્તિએ નહીં પરંતુ અખ્તરના જ મિત્ર હુસૈને કરી હોવાનું સામે આવ્યું છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અખ્તર અને નેન્સી જ્યારે એકાંત માણી રહ્યા હતા. ત્યારે નેન્સીનો પતિ અને અખ્તરનો મિત્ર હુસેન ત્યાં જઈ ચડ્યા હતા. પોતાની પત્નીને પોતાના જ મિત્ર સાથે જોઈ જતા હુસેન રોષે ભરાયો હતો. જેના કારણે તેણે પોતાની પાસે રહેલ તિક્ષ્ણ હથિયારના ત્રણ જેટલા ઘા પોતાના જ મિત્રોને ઝીંકી દીધા હતા. અખ્તર ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવે તે પૂર્વે જ રસ્તામાં તેણે દમ તોડી દીધો હોવાનું જાણવા મળ્યું છે.

સમગ્ર મામલે પોલીસ દ્વારા હત્યારાની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આરોપીએ અન્ય કોઇ કારણોસર પોતાના જ મિત્રની હત્યા કરી છે કે કેમ તે પોલીસ પૂછપરછ બાદ જ સામે આવશે. જાણવા મળતી માહિતી મુજબ હત્યા કરનાર હુસેને નેન્સી સાથે પ્રેમલગ્ન કર્યા હતા.

આ પણ વાંચો –

આ દેશમાં ગર્ભપાત પર કોર્ટના નિર્ણયથી હંગામો, મહિલાઓએ સેક્સ હડતાળની કરી જાહેરાત

The court’s decision

  • અમેરિકની સુપ્રીમ કોર્ટ પોતાના નિર્ણયમાં ગર્ભપાતને કાયદેસર રીતે માન્યતા આપનારા 50 વર્ષ જૂના નિર્ણયને બદલી નાખતાં અમેરીકામાં મહિલાઓ અલગ-અલગ શહેરોમાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે

અમેરિકા

અમેરિકામાં (America) છેલ્લા કેટલાક દિવસોથી સુપ્રીમ કોર્ટ સતત ચર્ચામાં છે. પહેલા સુપ્રીમ કોર્ટે બંદૂકો સંબંધી ન્યૂયોર્કના (New York) કાયદાને રદ્દ કરીને હેડલાઇન્સ બનાવી, તો એક દિવસ પછી જ કોર્ટે, ગર્ભપાતના બંધારણીય અધિકારને સમાપ્ત કરી દીધા. તેના નિર્ણયમાં, સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં ગર્ભપાતને (Abortion) કાયદેસર રીતે માન્યતા આપનારા 50 વર્ષ જૂના નિર્ણયને બદલી નાંખ્યો. કોર્ટના આ નિર્ણય પછીથી જ અમેરિકાના અલગ-અલગ શહેરોમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયું છે. મહિલાઓ (Women) કોર્ટના આ નિર્ણયનો વિરોધ કરી રહી છે.

મહિલાઓ દ્વારા અલગ-અલગ રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજ બાબતે મહિલાઓએ #SexStrike નામથી એક અભિયાન શરૂ કર્યું. જેમાં અલગ-અલગ મહિલાઓએ રોડથી લઈને સોશિયલ મીડિયા સુધી માંગ મૂકી છે કે સુપ્રીમ કોર્ટે આ નિર્ણયને પાછો ખેંચી લેવો જોઈએ. વિરોધમાં ઘણી મહિલાઓ કહી રહી છે કે, જો નિર્ણય પાછો નહીં લેવામાં આવશે તો તેઓ પુરુષો સાથે સેક્સ નહીં કરે. આ સિવાય #Abstinence નામથી પણ એક અભિયાન ચાલી રહ્યું છે. જેમાં પણ મહિલાઓ આ વિશે જ અવાજ ઉઠાવી રહી છે.

એનીબ્લડરોઝ નામની મહિલાએ ટ્વીટ કર્યું કે, જો મને મારા શરીર પર કોઈ અધિકાર નથી, તો પુરુષોને પણ તેના પર કોઈ અધિકાર નથી. એલીએ ટ્વિટર પર લખ્યું, મને લાગે છે કે હવે સમય આવી ગયો છે કે આખી દુનિયામાં મહિલાઓ સેક્સ સ્ટ્રાઈક પર જતી રહે. હવે ઘણું થઈ ગયું છે, આપણે પુરુષને સ્ત્રી સાથે બળાત્કાર કરતા સંપૂર્ણપણે રોકવા માટે કોઈ રસ્તો કેમ નથી શોધ્યો.

24 વર્ષની બ્રાયના કેમ્પબેલે લખ્યું – જો તમે એક પુરુષ છો, અને મારા અધિકારો માટે રસ્તા પર નથી ઉતરતા, તો તમે મારી સાથે શારીરિક સબંધ રાખવા માટે લાયક નથી. 22 વર્ષની ઈવેન્ટ કોઓર્ડિનેટર કેરોલિન હીલીએ કહ્યું, શું પુરુષો માટે મહિલાઓના અધિકારો કરતાં વધુ મહત્ત્વપૂર્ણ સેક્સ છે. એક અન્ય મહિલાએ કહ્યું કે, અમે અનિચ્છનીય ગર્ભાવસ્થાનું જોખમ નથી ઉઠાવી શકતા. એટલા માટે હવે અમે કોઈ પણ પુરુષ સાથે સેક્સ સબંધ નહિ રાખીએ, પછી ભલે તે અમારો પતિ પણ કેમ નહીં હોય.

આ પણ વાંચો –

 

UAE બાદ આ મુસ્લિમ દેશમાં બનશે સ્વામિનારાયણ મંદિર, વર્ષ 1997માં પ્રમુખ સ્વામી મહારાજનું કરાયું હતું સ્વાગત

Swaminarayan temple to be

  • આ વર્ષે 1 ફેબ્રુઆરીએ PM મોદીની બહેરીનની મુલાકાત દરમિયાન બહેરીને આ મંદિરના નિર્માણ માટે જમીન ભેટમાં આપવાની જાહેરાત કરી હતી.

બહેરીન

બહેરીને ભૂતકાળમાં ભારતમાં (India) પયગંબર મોહમ્મદને (Prophet Muhammad) લઈને ચાલી રહેલા વિવાદ સામે વાંધો ઉઠાવ્યો હશે, પરંતુ એવું લાગે છે કે આ વિવાદની ભારત અને બહેરીનના સંબંધો પર કોઈ અસર થઈ નથી. કારણ કે બહેરીનમાં (Bahrain) પ્રસ્તાવિત હિન્દુ મંદિરનું (Hindu temple) નિર્માણ ટૂંક સમયમાં શરૂ થવાનું છે.આ પ્રોજેક્ટના પ્રતિનિધિઓએ બેઠક દરમિયાન તેને આગળ વધારવાનો નિર્ણય કર્યો છે. આ બેઠકમાં બહેરીનમાં ભારતીય રાજદૂત પીયૂષ શ્રીવાસ્તવ પણ હાજર હતા.

PM મોદીના બહેરીનના પ્રવાસ દરમિયાન મંદિરના નિર્માણ માટે કરાઈ હતી જાહેરાત :

ઉલ્લેખનીય છે કે, બહેરીનના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન પ્રિન્સ સલમાન બિન હમદ અલ ખલીફા, મંગળવારે સ્વામી બ્રહ્મવિહારીદાસ અને BAPS સ્વામિનારાયણ સંસ્થાના પ્રતિનિધિમંડળને મળ્યા હતા. આ દરમિયાન બહેરીનમાં બનનારા સ્વામિનારાયણ હિન્દુ મંદિરના નિર્માણ અંગે ચર્ચા થઈ હતી. મહત્વનું છે કે, આ વર્ષે 1 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બહેરીનની મુલાકાત દરમિયાન બહેરીને આ મંદિરના નિર્માણ માટે જમીન ભેટમાં આપવાની જાહેરાત કરી હતી.

UAE પછી, બહેરીન મધ્ય પૂર્વનો બીજો દેશ હશે, જ્યાં ભવ્ય હિન્દુ મંદિર હશે :

આ સાથે, UAE પછી, બહેરીન મધ્ય પૂર્વનો બીજો દેશ હશે, જ્યાં ભવ્ય હિન્દુ મંદિર હશે. અબુ ધાબીના હિંદુ મંદિરના વડા પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી અને સ્વામિનારાયણ સંસ્થાનું પ્રતિનિધિમંડળ મનામાના શાહી મહેલમાં ક્રાઉન પોલીસને મળ્યા હતા. મધ્ય પૂર્વમાં બહેરીન બીજો દેશ છે જ્યાં BAPS સ્વામિનારાયણ સંસ્થા પરંપરાગત હિન્દુ મંદિરનું નિર્માણ કરશે. બહેરીનની સરકારે મંદિરના નિર્માણ માટે જમીન દાનમાં આપી છે.

બ્રહ્મવિહારી સ્વામીએ ક્રાઉન પ્રિન્સને જમીન મેળવવા બદલ તેમનો આભાર માન્યો :

બ્રહ્મવિહારી સ્વામીએ ક્રાઉન પ્રિન્સ પાસેથી મંદિરના નિર્માણ માટે જમીન મેળવવા બદલ તેમનો આભાર માન્યો હતો. તેમણે PM મોદીનો એક સંદેશ પણ આપ્યો જેમાં વડાપ્રધાન મોદીએ આ ઐતિહાસિક ક્ષણનું સ્વાગત કર્યું છે. સ્વામીએ કહ્યું કે જમીનના રૂપમાં આ ઐતિહાસિક ભેટ મેળવવા માટે અમે બહેરીનના ક્રાઉન પ્રિન્સ અને ભારતના વડાપ્રધાનના આભારી છીએ. આ બંને દેશો વચ્ચેના ઉષ્માભર્યા સંબંધો દર્શાવે છે.

બેઠક બાદ સ્વામી બ્રહ્મવિહારીએ જણાવ્યું હતું કે બહેરીનમાં નિર્માણ થનાર આ મંદિર તમામ ધર્મના લોકોનું સ્વાગત કરશે જેઓ ભારતીય પરંપરાઓને જાણવા અને સમજવા માંગે છે. અને વિવિધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે સ્થાન ધરાવે છે. તેમણે આ મંદિરને સાકાર કરવા બદલ બહેરીનના ક્રાઉન પ્રિન્સ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.

આ પણ વાંચો –

લો બોલો ! મુંબઇનું આ દંપતી કોકેઇનની ડિલિવરી કરવા લક્ઝુરિયસ કારમાં સુરત આવ્યા, ચારની ધરપકડ

Speak up! Mumbai couple arrives

  • મુંબઈના નાઇજિરિયને આપેલું ડ્રગ્સ લકઝરીયસ કારમાં આવતાં દંપતી  રાંદેરમાં ઈસ્માઈલ ગુર્જરને આપવાના આવ્યા હોવાનું સામે આવતા પોલીસે તેમને પણ ઝડપી પાડ્યા હતાં.

સુરત શહેરમાં (Surat) નસાનો કારોબાર ચાલી રહ્યો છે. ત્યારે લકઝુરીયસ કારમાં કોકેઇન ડ્રગ્સ (cocaine drug) ડિલિવરી આપવા આવતા દંપતી અને જેને આપવા આવતા હતા આ ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ સાથે તેમની પાસેથી 39 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી (Legal action) હાથ ધરવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતમાં આટલી મોટી માત્રામાં કોકેઇન (Cocaine) પહેલીવાર સુરતમાંથી પકડાયું છે.

 સુરતમાં ચાલતા નશાનો કારોબાર તોડી પાડવા માટે સતત પોલીસ આવા ઈસમો પકડી પાડવા પાડવા ખાસ અભિયાન ચલાવી રહી છે. ત્યારે નશાનો કારોબાર કરતા ઈસમો પકડી પાડવા સતત પેટ્રોલીગ કરતી હોય છે. ત્યારે રવિવારે સવારે સુરત-કડોદરા નિયોલ ચેક પોસ્ટ પાસેથી મુંબઈથી લકઝરીયસ કારમાં કોકેઇન ડ્રગ્સ લઈ રાંદેરમાં ઈસ્માઈલ ગુર્જરને ડીલીવરી કરવા આવેલા મુંબઈના દંપતીને સુરત SOGની પકડી પાડવામાં સફળતા મળી હતી.

સુરતમાં ચાલતા નશાનો કારોબાર તોડી પાડવા માટે સતત પોલીસ આવા ઈસમો પકડી પાડવા પાડવા ખાસ અભિયાન ચલાવી રહી છે. ત્યારે નશાનો કારોબાર કરતા ઈસમો પકડી પાડવા સતત પેટ્રોલીગ કરતી હોય છે. ત્યારે રવિવારે સવારે સુરત-કડોદરા નિયોલ ચેક પોસ્ટ પાસેથી મુંબઈથી લકઝરીયસ કારમાં કોકેઇન ડ્રગ્સ લઈ રાંદેરમાં ઈસ્માઈલ ગુર્જરને ડીલીવરી કરવા આવેલા મુંબઈના દંપતીને સુરત SOGની પકડી પાડવામાં સફળતા મળી હતી.

મહિલાના પર્સ અને પતિના પેન્ટના ખિસ્સામાંથી 39 ગ્રામ 100 મિ.લી કોકેઇન ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની કિંમત 39.10 લાખ છે. દક્ષિણ ગુજરાતમાં આટલી મોટી માત્રામાં કોકેઇન પહેલીવાર સુરતમાંથી પકડાયું છે. આરોપી ઇબ્રાહીમ હુસૈન ઓડીયા અને તેની બીજી પત્ની તન્વીર ઇબ્રાહીમ ઓડીયા  (રહે, બિસ્મીલ્લા હાઇટ્સ, તૈલી મહોલ્લો,મુંબઈ, મૂળ રહે, જામનગર) પાસેથી 5 મોબાઇલ, 2.12 લાખની રોકડ અને 10 લાખની ફોચ્ર્યુનર ગાડી મળી 51.68 લાખની મતા કબજે કરાઈ છે. પોલીસને શંકા ન જાય તે માટે લકઝરીયસ કારમાં આવતા હતાં.

 ઈબ્રાહીમને કોકેઇન મુંબઈમાં નાઝજીરીયન ડેન્હીલએ આપ્યું હતું. ડેન્હીલ આફ્રિકન દેશોમાંથી ચોરી છુપીથી લાવી મુંબઈમાં મોટા પેડલરોને સપ્લાય કરતા હતા. ઈસ્માઈલ હાલમાં વોન્ટેડ છે. તેની સામે સુરતમાં હત્યાની કોશિશનો ગુનો પણ નોંધાયેલો છે. જોકે પકડાયેલ આરોપી સુરત જેને સપ્લાય કરવા આવ્યા હતા તે બે ઈસમો ધરપકડ કરી છે. જોકે પકડાયેલ આરોપી મુંબઈના ઇબ્રાહીમ ઓડીયાને એમડી-કોકેઈનની લત લાગી હતી.

ઈબ્રાહીમને કોકેઇન મુંબઈમાં નાઝજીરીયન ડેન્હીલએ આપ્યું હતું. ડેન્હીલ આફ્રિકન દેશોમાંથી ચોરી છુપીથી લાવી મુંબઈમાં મોટા પેડલરોને સપ્લાય કરતા હતા. ઈસ્માઈલ હાલમાં વોન્ટેડ છે. તેની સામે સુરતમાં હત્યાની કોશિશનો ગુનો પણ નોંધાયેલો છે. જોકે પકડાયેલ આરોપી સુરત જેને સપ્લાય કરવા આવ્યા હતા તે બે ઈસમો ધરપકડ કરી છે. જોકે પકડાયેલ આરોપી મુંબઈના ઇબ્રાહીમ ઓડીયાને એમડી-કોકેઈનની લત લાગી હતી.

જોકે, સારા રૂપિયા મળતા વેચાણ પણ શરૂ કર્યું હતું. કોકેઇનનો નશો મોટેભાગે મોટા ઘરના નબીરાઓ જ કરતા હોવાથી મોં માગી કિમત મળે છે. આ ડ્રગ્સને ગુટખામાં, ઇન્જેક્શન અને નાકથી સ્લોટ કરી લેતા હોય છે. ઈસ્મા‌ઇલ ઉપરાંત અન્ય સુરતના 3 પેડલરોને તે સપ્લાય કરતો હોવાની આશંકા છે. જોકે, પકડાયેલા આરોપી રસ્તામાં પણ સપ્લાય કરાયાની આશંકા છે. પોલીસે કોલ ડિટેઇલ્સને આધારે તપાસ કરશે.

આ પણ વાંચો –

ઉદ્ધવ ઠાકરેનું રાજીનામુ, ભાજપે કરી ઉજવણી, દેવેન્દ્ર ફડણવીસ બની શકે છે નવા મુખ્યમંત્રી

0

Uddhav Thackeray’s resignation

  • Uddhav Thackeray Resigns : મુખ્યમંત્રી પદેથી ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ ભાજપે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની કવાયત શરૂ કરી દીધી છે.

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના (Maharashtra) મુખ્યમંત્રી પદેથી ઉદ્ધવ ઠાકરેના (Uddhav Thackeray) રાજીનામા બાદ ભાજપની સરકાર બનતી નક્કી છે. તેની ખુશી ભાજપમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. રાજકીય હલચલ વચ્ચે દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) તાજ પ્રેસિડેન્સી હોટલ પહોંચ્યા હતા, જ્યાં ભાજપના ધારાસભ્યો રોકાયા છે. અહીં ધારાસભ્યોએ દેવેન્દ્ર ફડણવીસને મીઠાઈ ખવડાવી ખુશી મનાવી હતી. આ તકે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલ (Chandrakant Patil) પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન ધારાસભ્યોએ અમારા મુખ્યમંત્રી કેવા હોય, દેવેન્દ્ર ફડણવીસ જેવા હોય, નારા લગાવ્યા હતા.

સૂત્રો પ્રમાણે કેન્દ્રીય નેતૃત્વ અને ફડણવીસ વચ્ચે સરકાર બનાવવાને લઈને વાતચીત થઈ છે. તો ફડણવીસે એકનાથ શિંદે સાથે પણ ચર્ચા કરી છે. સૂત્રો પ્રમાણે દેવેન્દ્ર ફડણવીસ 1 જુલાઈએ મુખ્યમંત્રી પદે શપથ લઈ શકે છે. મીડિયા સાથે વાત કરતા ફડણવીસે કહ્યું કે, ગુરૂવાર સુધી અમારી રણનીતિની રાહ જુઓ.

માનવામાં આવી રહ્યું છે કે ફડણવીસ આગામી સરકારના મુખિયા હશે અને સરકારમાં શિવસેનાના બળવાખોર એકનાથ શિંદે તેમના ડેપ્યુટી હશે. શિંદે જૂથના ઘણા ધારાસભ્યોને મંત્રી પદ મળી શકે છે. તે માટે ભાજપ અને એકનાથ શિંદે જૂથ રણનીતિ બનાવી રહ્યાં છે.

કોંગ્રેસે મંત્રીમંડળથી બહાર નિકળવાની રજૂઆત કરી : ઉદ્ધવ

ઉદ્ધવ ઠાકરેએ તે પણ જણાવ્યું કે સ્થિતિ ઠીક કરવા માટે ઘણા પ્રકારના પગલા ભરવા પર વિચાર કરવામાં આવી રહ્યો હતો. કોંગ્રેસ મંત્રીમંડળમાંથી બહાર નિકળવા માટે પણ તૈયાર હતી. ઉદ્ધવ પ્રમાણે તેને સ્પષ્ટ નથી કે બળવાખોર ધારાસભ્યો કઈ વાતથી નારાજ હતા.

જેને મેં બધુ આપ્યું, તે મારી સાથે નહીં : ઉદ્ધવ

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પોતાના સંબોધનની શરૂઆતમાં કહ્યુ કે, જે પણ સારૂ લાગે છે, તેને નજર લાગી જાય છે. તેમના તરફથી તે વાત પર દુખ વ્યક્ત કરવામાં આવ્યું કે, જે અમારા હતા, તેણે સાથ આપ્યો નહીં. અને જે તેને તે પોતાની સાથે માનતા નહોતા, તે અંત સુધી સાથે ઉભા રહ્યાં.

આ પણ વાંચો –

ડ્રાઈવરની સમયસૂચકતાથી ટળી મોટી દુર્ઘટના, રિબડામાં 3 કલાક રોકી દેવાઈ ટ્રેન, જાણો શું છે કારણ 

0

Major accident due to driver

  • સોમનાથ-ઓખા ટ્રેનને ગોંડલના રીબડા પાસે ટ્રેન રોકી દેવામાં આવી હતી. ટ્રેનના પાટા નજીકથી ઈલેકટ્રીક વાયર કાપી નાંખતા વાયર ટ્રેનના વ્હીલમાં ફસાયા હતા.

ભારતીય રેલવે (Indian Railways) દુનિયાનું સૌથી મોટું રેલવે (Railways) નેટવર્ક છે. ત્યારે સોમનાથ-ઓખા ટ્રેનના (Somnath-Okha train) એન્જીન ડ્રાઈવરની સમય સૂચકતાથી મોટો અકસ્માત થતા અટક્યો છે. આ અકસ્માત ગોડલના રિબડા (Ribada) પાસે થતો અટક્યો છે.

ટ્રેનના પાટા નજીકથી 50 મીટર વાયરની ચોરી :

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સોમનાથ-ઓખા ટ્રેન ગોંડલના રિબડા પાસેથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન કેટલાક લોકોએ ટ્રેનને ઉથલાવી પાડવા માટે રીબડાના રેલવે ટ્રેનના પાટા નજીક 50 મીટર વાયરની ચોરી કરી હતી.

ટ્રેનના વ્હીલમાં વાયર ફસાતા ટ્રેન રોકવાની ફરજ પડી :

આમ કેટલાક અસમાજીક તત્વોએ વાયરની ચોરી કરીને સોમનાથ ઓખા ટ્રેનને પાટા પર ઉથલાવવાનું કાવતરૂ કર્યું હતુ. જો કે, રેલવે ટ્રેનના ડ્રાઈવરને આ અંગે જાણ થતાં તેણે તાત્કાલિત ટ્રેનને રોકીને મોટી જાનહાનિ ટાળી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, ટ્રેનના વ્હીલમાં વાયર ફસાતા ટ્રેન 3 કલાક રોકવાની ફરજ પડી આમ ડ્રાઈવરની સમયસૂચકતાથી જોખમ ટળ્યું .

આ પણ વાંચો –

 

 

ગુજરાતના મુખ્યમંત્રી કોરોના પોઝિટિવ, પહિંદવિધી નહી કરે તુટશે 145 વર્ષથી ચાલતી પરંપરા

Gujarat Chief Minister

  • ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કોરોના સંક્રમિત થયા છે. રથયાત્રાના ગણત્રીના દિવસો અગાઉ જ તેઓ કોરોના સંક્રમિત થતા હવે તેઓ હોમ ક્વોરન્ટાઇન થયા છે. સામાન્ય લક્ષણો જણાતા તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં રિપોર્ટ પોઝિટિવ આવતા આખરે તેઓએ હોમ ક્વોરન્ટાઇન થવાનો નિર્ણય લીધો છે.

ગુજરાતના (Gujarat) મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) કોરોના સંક્રમિત થયા છે. રથયાત્રાના ગણત્રીના દિવસો અગાઉ જ તેઓ કોરોના સંક્રમિત (Infected with corona) થતા હવે તેઓ હોમ ક્વોરન્ટાઇન (Home quarantine) થયા છે. સામાન્ય લક્ષણો જણાતા તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં રિપોર્ટ પોઝિટિવ આવતા આખરે તેઓએ હોમ ક્વોરન્ટાઇન થવાનો નિર્ણય લીધો છે. જો કે તેઓ કોરોના પોઝિટિવ થતા જ હવે રથયાત્રાની પહિંદવિધી (Pahindavidhi) પર સવાલ પેદા થઇ ચુક્યાં છે.

ગુજરાતમાં રથયાત્રામાં વર્ષોથી મુખ્યમંત્રી હંમેશા માટે પહિંદવિધિ કરતા આવ્યા છે. જો કે છેલ્લા બે વર્ષથી રથયાત્રા બંધ હતી જ્યારે હવે રથયાત્રા નિકળવાની છે ત્યારે જ મુખ્યમંત્રી કોરોના પોઝિટિવ થતા હવે પહિંદવિધિ કોણ કરશે તે સૌથી મોટો સવાલ થઇ રહ્યો છે.

ગુજરાતમાં અમદાવાદની રથયાત્રા દરેક ગુજરાતી માટે મહત્વની હોય છે. રથયાત્રા જગન્નાથપુરી રથયાત્રા બાદ ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે. તેવામાં આ રથયાત્રાને લઇને સમગ્ર રાજ્યનું તંત્ર આ રથયાત્રા અગાઉ સ્ટેન્ડ બાય પર રહેતું હોય છે. પોલીસ કાફલો મહિનાઓ પહેલાથી જ તૈયારીઓ શરૂ કરી દેતી હોય છે. તેવામાં મહત્વનું છે કે, હવે પહિંદવિધિ કોણ કરશે કારણ કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા પહિંદવિધિ કરવામાં આવતી હતી. હાલનાં વડાપ્રધાન અને પહેલાના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ આ પહિંદવિધિ કરી ચુક્યાં છે તેવામાં આ વર્ષો જુની પરંપરા સામે પ્રશ્નાર્થ થઇ રહ્યો છે.