ઉદ્ધવ ઠાકરેનું રાજીનામુ, ભાજપે કરી ઉજવણી, દેવેન્દ્ર ફડણવીસ બની શકે છે નવા મુખ્યમંત્રી

Share this story

Uddhav Thackeray’s resignation

  • Uddhav Thackeray Resigns : મુખ્યમંત્રી પદેથી ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ ભાજપે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની કવાયત શરૂ કરી દીધી છે.

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના (Maharashtra) મુખ્યમંત્રી પદેથી ઉદ્ધવ ઠાકરેના (Uddhav Thackeray) રાજીનામા બાદ ભાજપની સરકાર બનતી નક્કી છે. તેની ખુશી ભાજપમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. રાજકીય હલચલ વચ્ચે દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) તાજ પ્રેસિડેન્સી હોટલ પહોંચ્યા હતા, જ્યાં ભાજપના ધારાસભ્યો રોકાયા છે. અહીં ધારાસભ્યોએ દેવેન્દ્ર ફડણવીસને મીઠાઈ ખવડાવી ખુશી મનાવી હતી. આ તકે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલ (Chandrakant Patil) પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન ધારાસભ્યોએ અમારા મુખ્યમંત્રી કેવા હોય, દેવેન્દ્ર ફડણવીસ જેવા હોય, નારા લગાવ્યા હતા.

સૂત્રો પ્રમાણે કેન્દ્રીય નેતૃત્વ અને ફડણવીસ વચ્ચે સરકાર બનાવવાને લઈને વાતચીત થઈ છે. તો ફડણવીસે એકનાથ શિંદે સાથે પણ ચર્ચા કરી છે. સૂત્રો પ્રમાણે દેવેન્દ્ર ફડણવીસ 1 જુલાઈએ મુખ્યમંત્રી પદે શપથ લઈ શકે છે. મીડિયા સાથે વાત કરતા ફડણવીસે કહ્યું કે, ગુરૂવાર સુધી અમારી રણનીતિની રાહ જુઓ.

માનવામાં આવી રહ્યું છે કે ફડણવીસ આગામી સરકારના મુખિયા હશે અને સરકારમાં શિવસેનાના બળવાખોર એકનાથ શિંદે તેમના ડેપ્યુટી હશે. શિંદે જૂથના ઘણા ધારાસભ્યોને મંત્રી પદ મળી શકે છે. તે માટે ભાજપ અને એકનાથ શિંદે જૂથ રણનીતિ બનાવી રહ્યાં છે.

કોંગ્રેસે મંત્રીમંડળથી બહાર નિકળવાની રજૂઆત કરી : ઉદ્ધવ

ઉદ્ધવ ઠાકરેએ તે પણ જણાવ્યું કે સ્થિતિ ઠીક કરવા માટે ઘણા પ્રકારના પગલા ભરવા પર વિચાર કરવામાં આવી રહ્યો હતો. કોંગ્રેસ મંત્રીમંડળમાંથી બહાર નિકળવા માટે પણ તૈયાર હતી. ઉદ્ધવ પ્રમાણે તેને સ્પષ્ટ નથી કે બળવાખોર ધારાસભ્યો કઈ વાતથી નારાજ હતા.

જેને મેં બધુ આપ્યું, તે મારી સાથે નહીં : ઉદ્ધવ

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પોતાના સંબોધનની શરૂઆતમાં કહ્યુ કે, જે પણ સારૂ લાગે છે, તેને નજર લાગી જાય છે. તેમના તરફથી તે વાત પર દુખ વ્યક્ત કરવામાં આવ્યું કે, જે અમારા હતા, તેણે સાથ આપ્યો નહીં. અને જે તેને તે પોતાની સાથે માનતા નહોતા, તે અંત સુધી સાથે ઉભા રહ્યાં.

આ પણ વાંચો –