Major accident due to driver
- સોમનાથ-ઓખા ટ્રેનને ગોંડલના રીબડા પાસે ટ્રેન રોકી દેવામાં આવી હતી. ટ્રેનના પાટા નજીકથી ઈલેકટ્રીક વાયર કાપી નાંખતા વાયર ટ્રેનના વ્હીલમાં ફસાયા હતા.
ભારતીય રેલવે (Indian Railways) દુનિયાનું સૌથી મોટું રેલવે (Railways) નેટવર્ક છે. ત્યારે સોમનાથ-ઓખા ટ્રેનના (Somnath-Okha train) એન્જીન ડ્રાઈવરની સમય સૂચકતાથી મોટો અકસ્માત થતા અટક્યો છે. આ અકસ્માત ગોડલના રિબડા (Ribada) પાસે થતો અટક્યો છે.
ટ્રેનના પાટા નજીકથી 50 મીટર વાયરની ચોરી :
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સોમનાથ-ઓખા ટ્રેન ગોંડલના રિબડા પાસેથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન કેટલાક લોકોએ ટ્રેનને ઉથલાવી પાડવા માટે રીબડાના રેલવે ટ્રેનના પાટા નજીક 50 મીટર વાયરની ચોરી કરી હતી.
ટ્રેનના વ્હીલમાં વાયર ફસાતા ટ્રેન રોકવાની ફરજ પડી :
આમ કેટલાક અસમાજીક તત્વોએ વાયરની ચોરી કરીને સોમનાથ ઓખા ટ્રેનને પાટા પર ઉથલાવવાનું કાવતરૂ કર્યું હતુ. જો કે, રેલવે ટ્રેનના ડ્રાઈવરને આ અંગે જાણ થતાં તેણે તાત્કાલિત ટ્રેનને રોકીને મોટી જાનહાનિ ટાળી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, ટ્રેનના વ્હીલમાં વાયર ફસાતા ટ્રેન 3 કલાક રોકવાની ફરજ પડી આમ ડ્રાઈવરની સમયસૂચકતાથી જોખમ ટળ્યું .
આ પણ વાંચો –
- ગુજરાતના મુખ્યમંત્રી કોરોના પોઝિટિવ, પહિંદવિધી નહી કરે તુટશે 145 વર્ષથી ચાલતી પરંપરા
- પહેલા 25 હજાર લોકોને આટલા રૂપિયામાં મળી રહી છે નવી Scorpio-N, કિંમત જાણીને બોલી પડશો આટલી સસ્તી ?