UAE બાદ આ મુસ્લિમ દેશમાં બનશે સ્વામિનારાયણ મંદિર, વર્ષ 1997માં પ્રમુખ સ્વામી મહારાજનું કરાયું હતું સ્વાગત

Share this story

Swaminarayan temple to be

  • આ વર્ષે 1 ફેબ્રુઆરીએ PM મોદીની બહેરીનની મુલાકાત દરમિયાન બહેરીને આ મંદિરના નિર્માણ માટે જમીન ભેટમાં આપવાની જાહેરાત કરી હતી.

બહેરીન

બહેરીને ભૂતકાળમાં ભારતમાં (India) પયગંબર મોહમ્મદને (Prophet Muhammad) લઈને ચાલી રહેલા વિવાદ સામે વાંધો ઉઠાવ્યો હશે, પરંતુ એવું લાગે છે કે આ વિવાદની ભારત અને બહેરીનના સંબંધો પર કોઈ અસર થઈ નથી. કારણ કે બહેરીનમાં (Bahrain) પ્રસ્તાવિત હિન્દુ મંદિરનું (Hindu temple) નિર્માણ ટૂંક સમયમાં શરૂ થવાનું છે.આ પ્રોજેક્ટના પ્રતિનિધિઓએ બેઠક દરમિયાન તેને આગળ વધારવાનો નિર્ણય કર્યો છે. આ બેઠકમાં બહેરીનમાં ભારતીય રાજદૂત પીયૂષ શ્રીવાસ્તવ પણ હાજર હતા.

PM મોદીના બહેરીનના પ્રવાસ દરમિયાન મંદિરના નિર્માણ માટે કરાઈ હતી જાહેરાત :

ઉલ્લેખનીય છે કે, બહેરીનના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન પ્રિન્સ સલમાન બિન હમદ અલ ખલીફા, મંગળવારે સ્વામી બ્રહ્મવિહારીદાસ અને BAPS સ્વામિનારાયણ સંસ્થાના પ્રતિનિધિમંડળને મળ્યા હતા. આ દરમિયાન બહેરીનમાં બનનારા સ્વામિનારાયણ હિન્દુ મંદિરના નિર્માણ અંગે ચર્ચા થઈ હતી. મહત્વનું છે કે, આ વર્ષે 1 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બહેરીનની મુલાકાત દરમિયાન બહેરીને આ મંદિરના નિર્માણ માટે જમીન ભેટમાં આપવાની જાહેરાત કરી હતી.

UAE પછી, બહેરીન મધ્ય પૂર્વનો બીજો દેશ હશે, જ્યાં ભવ્ય હિન્દુ મંદિર હશે :

આ સાથે, UAE પછી, બહેરીન મધ્ય પૂર્વનો બીજો દેશ હશે, જ્યાં ભવ્ય હિન્દુ મંદિર હશે. અબુ ધાબીના હિંદુ મંદિરના વડા પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી અને સ્વામિનારાયણ સંસ્થાનું પ્રતિનિધિમંડળ મનામાના શાહી મહેલમાં ક્રાઉન પોલીસને મળ્યા હતા. મધ્ય પૂર્વમાં બહેરીન બીજો દેશ છે જ્યાં BAPS સ્વામિનારાયણ સંસ્થા પરંપરાગત હિન્દુ મંદિરનું નિર્માણ કરશે. બહેરીનની સરકારે મંદિરના નિર્માણ માટે જમીન દાનમાં આપી છે.

બ્રહ્મવિહારી સ્વામીએ ક્રાઉન પ્રિન્સને જમીન મેળવવા બદલ તેમનો આભાર માન્યો :

બ્રહ્મવિહારી સ્વામીએ ક્રાઉન પ્રિન્સ પાસેથી મંદિરના નિર્માણ માટે જમીન મેળવવા બદલ તેમનો આભાર માન્યો હતો. તેમણે PM મોદીનો એક સંદેશ પણ આપ્યો જેમાં વડાપ્રધાન મોદીએ આ ઐતિહાસિક ક્ષણનું સ્વાગત કર્યું છે. સ્વામીએ કહ્યું કે જમીનના રૂપમાં આ ઐતિહાસિક ભેટ મેળવવા માટે અમે બહેરીનના ક્રાઉન પ્રિન્સ અને ભારતના વડાપ્રધાનના આભારી છીએ. આ બંને દેશો વચ્ચેના ઉષ્માભર્યા સંબંધો દર્શાવે છે.

બેઠક બાદ સ્વામી બ્રહ્મવિહારીએ જણાવ્યું હતું કે બહેરીનમાં નિર્માણ થનાર આ મંદિર તમામ ધર્મના લોકોનું સ્વાગત કરશે જેઓ ભારતીય પરંપરાઓને જાણવા અને સમજવા માંગે છે. અને વિવિધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે સ્થાન ધરાવે છે. તેમણે આ મંદિરને સાકાર કરવા બદલ બહેરીનના ક્રાઉન પ્રિન્સ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.

આ પણ વાંચો –