Home Blog Page 1395

સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું વિક્રમી સપાટીએ પહોંચ્યું ; જાણો આજનો નવો ભાવ 

A big jump in gold-silver prices

  • જ્યારથી સરકારે સોના પરની આયાત ડ્યૂટીમાં 5 ટકાનો વધારો કર્યો છે ત્યારથી સોનાના ભાવમાં મજબૂત વલણ જોવા મળી રહ્યું છે. માત્ર બે ટ્રેડિંગ સેશનમાં સોનું રૂ. 1,700 જેટલું મોંઘું થઈ ગયું છે અને હાલમાં તે બે મહિનાની વિક્રમી ટોચે છે. ચાલો જાણીએ નવીનતમ દર.

સોના (Gold) અને ચાંદીના (Silver) ભાવમાં ફરી મોટો ઉછાળો આવ્યો છે. જ્યારથી સરકારે સોના પરની આયાત ડ્યૂટીમાં 5 ટકાનો વધારો કર્યો છે, ત્યારથી સોનાની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. માત્ર બે ટ્રેડિંગ સેશનમાં (Two trading sessions) સોનું લગભગ 1700 રૂપિયા મોંઘુ થઈ ગયું છે અને ફરી એકવાર 52 હજારને પાર કરી ગયું છે. એટલું જ નહીં, તમને જણાવી દઈએ કે સોનાના વાયદાના ભાવ આજે બે મહિનામાં સૌથી વધુ છે.

સોના અને ચાંદીના ભાવ શું છે ?

આજે સવારે મલ્ટીકોમોડિટી એક્સચેન્જ પર 24 કેરેટ શુદ્ધતાના 24 કેરેટ સોનાનો વાયદો રૂ. 323 વધી રૂ. 52,240 પ્રતિ 10 ગ્રામ થયો હતો, જ્યારે એમસીએક્સ પર ચાંદીનો વાયદો રૂ. 58 વધીને રૂ. 57,800 પ્રતિ કિલોગ્રામ થયો હતો. તે જ સમયે, આજે કારોબારની શરૂઆતમાં સોનું 52,050 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે હતું. પરંતુ સપ્લાય પર અસર થતાં ટૂંક સમયમાં તેમાં તેજી જોવા મળી હતી.

સોનું તેના પાછલા બંધ ભાવથી લગભગ 0.6 ટકાના ઉછાળા પર ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે ચાંદી તેના અગાઉના બંધ કરતાં 0.10 ટકાના ઉછાળા પર જોવા મળી રહી છે. હકીકતમાં, સરકારે શુક્રવારે સોના પરની આયાત ડ્યૂટી 7.5 ટકાથી વધારીને 12.5 ટકા કરી છે, જેની સીધી અસર કિંમતો પર પડી રહી છે.

વૈશ્વિક બજારની સ્થિતિ શું છે ?

વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. યુએસ માર્કેટમાં આજે સોનાનો હાજર ભાવ ઔંસ દીઠ 1,812.40 ડોલર હતો જ્યારે ચાંદીનો હાજર ભાવ ઘટીને 19.86 ડોલર પ્રતિ ઔંસ રહ્યો હતો. તે જ સમયે, પ્લેટિનમની હાજર કિંમત $886 છે, જે અગાઉની બંધ કિંમત કરતાં 0.56 ટકા ઓછી છે. પેલેડિયમની હાજર કિંમત ઘટીને $1,860 થઈ ગઈ. એટલે કે આ સમયે વૈશ્વિક બજારમાં સુસ્તી ચાલી રહી છે.

સોનાના ભાવ વધશે કે ઘટશે ?

ભારત સરકારે સોના પરની આયાત જકાતમાં મોટો વધારો કર્યો છે. આ સિવાય રશિયાએ G7 દેશોમાં સોનાની નિકાસ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. આવી સ્થિતિમાં આગામી સમયમાં સોનાના ભાવમાં વધુ વધારો થશે. નિષ્ણાતોના મતે MCX પર સોનું 53 હજારની ઉપર જઈ શકે છે. અન્યથા સોનું તેની રેકોર્ડ હાઈ 56,200 સુધી પણ જઈ શકે છે. ભૌતિક સોનાના ભાવમાં ઉછાળાને કારણે શુક્રવારે ગોલ્ડ ETF રોકાણ 0.8 ટકા ઘટીને 1,041.9 ટન થયું હતું.

આ પણ વાંચો –

કર્ણાટકની સિની શેટ્ટીએ મિસ ઈન્ડિયા 2022નો ખિતાબ જીત્યો ,જાણો કોણ છે સિની શેટ્ટી

0

Karnataka’s Sini Shetty wins Miss India 2022 title, find out who Sini Shetty is

  • વિજેતા સિની શેટ્ટી બાદ બીજા સ્થાન પર રાજસ્થાનની રુબલ શેખાવત રહી હતી.

દેશને ફેમિના મિસ ઈન્ડિયા 2022 (Miss India 2022) મળી ગઈ છે. સિની શેટ્ટી (Sini Shetty)એ મિસ ઈન્ડિયા 2022નો ખિતાબ જીત્યો છે. તે 21 વર્ષની છે અને કર્ણાટકની રહેવાસી છે. મિસ ઈન્ડિયા 2022ના ગ્રાન્ડ ફિનાલે ઈવેન્ટ 3 જૂલાઈના રોજ મુંબઈના જિયો કન્વેંશન સેંટરમાં (Geo Convention Center) યોજાયો હતો. વિજેતા સિની શેટ્ટી બાદ બીજા સ્થાન પર રાજસ્થાનની રુબલ શેખાવત (Ruble Shekhawat) રહી હતી. તે મિસ ઈન્ડિયાની પહેલી રનરઅપ રહી. બીજી તરફ ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ કરનારી શિનાતા ચૌહાણ (Shinata Chauhan) બીજી રનરઅપ રહી હતી. મિસ ઈન્ડિયા 2022 ના ફિનાલેની રાત્રે તેઓ બધા ખૂબ જ સુંદર દેખાતા હતા.

મિસ ઈન્ડિયા 2021ની વિજેતા રહેલી માનસા વારાણસી (Manasa Varanasi)એ મિસ ઈન્ડિયા 2022 સિની શેટ્ટીને ક્રાઉન પહેરાવ્યું હતું. ટોપ 5માં સિની શેટ્ટી, રુબલ શેખાવત, શિનાતા ચૌહાણ, પ્રજ્ઞા અય્યારી અને ગાર્ગી નંદી હતા. વિજેતા તરીકે પસંદગી થતાં સિનીના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી. અન્ય સ્પર્ધકોએ પણ તેને જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા.

સિની શેટ્ટી આમ તો કર્ણાટકની રહેવાસી છે પરંતુ તેમનો જન્મ મુંબઈમાં જ થયો હતો. તે હાલમાં ચાર્ટર્ડ ફાઈનાન્શિયલ એનાલિસ્ટ (CFA)નો પ્રોફેશનલ કોર્સ કરી રહી છે. જોકે, તેનો પ્રથમ પ્રેમ ડાન્સિંગ તરફ રહ્યો છે તેણે 4 વર્ષની ઉંમરમાં જ ડાન્સ કરવાનું શરૂ કરી દીધુ હતું અને 14 વર્ષની ઉંમરમાં તેમણે પોતાના અરંગત્રમ અને ભરતનાટ્યમ સમાપ્ત કરી દીધા હતા.

રૂબલને બેડમિન્ટન રમવાનું પસંદ છે :

મિસ ઈન્ડિયા 2022 રનર અપ રૂબલ શેખાવત વિશે વાત કરીએ તો, તે ડાન્સ, એક્ટિંગ, પેઈન્ટિંગ જેવા વિવિધ ક્ષેત્રોમાં રસ ધરાવે છે અને બેડમિન્ટન રમવાનું પણ પસંદ કરે છે. જ્યારે મિસ ઈન્ડિયા 2022ની સેકન્ડ રનર અપ શિનતા ચૌહાણ એક સ્કોલર રહી છે અને હંમેશા લિડરશીપ વાળા કામ કરવા ઉત્સુક રહે છે.

આ સેલેબ્સે ગ્રાન્ડ ફિનાલેમાં હાજરી આપી હતી :

મિસ ઈન્ડિયા 2022નો ગ્રાન્ડ ફિનાલે ઈવેન્ટ ખૂબ જ શાનદાર રહ્યો હતો. આ ઈવેન્ટમાં નેહા ધૂપિયા, કૃતિ સેનન, મનીષ પોલ, રાજકુમાર રાવ, ડિનો મોરિયા, મિતાલી રાજ, મલાઈકા અરોરા અને અન્ય સેલેબ્સે ભાગ લીધો હતો. કૃતિ સેનન અને લોરેન ગોટલીબે શાનદાર પ્રદર્શન કર્યું જેણે ઈવેન્ટને વધુ ખાસ બનાવ્યો હતો. આ ઈવેન્ટમાં નેહા ધૂપિયાનું સન્માન કરવામાં આવ્યું હતું તેણે આ વર્ષે મિસ ઈન્ડિયાનો તાજ જીત્યાના 20 વર્ષ પૂરા કર્યા હતા.

આ પણ વાંચો –

 

યુવતીએ પિતા-કાકા પર લગાવ્યો બળાત્કારનો આરોપ, દારૂના ધંધામાં પણ કરતા હતા ઉપયોગ

The girl accused her father

  •  યુવતીએ વીડિયોમાં કહ્યું હતું કે, તે હાલમાં પોતાના દાદા-દાદી સાથે દરભંગામાં છે.

બિહારના (Bihar) સમસ્તીપુર જિલ્લામાં એક વીડિયો વાયરલ (Video viral) થયા બાદ પોલીસે એક દંપતીની ધરપકડ કરી છે. આ વીડિયોમાં તેની સગીર પુત્રીએ તેમના પર જાતીય સતામણી અને ગેરકાયદેસર દારૂના (Illegal alcohol) ધંધામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે.

રોસરા સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર શહરયાર ખાનના જણાવ્યા અનુસાર, આ યુવતીના વીડિયોને લઈને FIR નોંધવામાં આવી છે. યુવતીએ વીડિયોમાં કહ્યું હતું કે, તે હાલમાં પોતાના દાદા-દાદી સાથે દરભંગામાં છે. તેણે પોતાના પિતા અને કાકા પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે.

યુવતીએ આરોપ લગાવ્યો છે કે, તેના માતા-પિતા દારૂના વેપારમાં સામેલ છે અને તેઓ પોતાના ગ્રાહક સામે તેને મોકલે છે. ખાનને જણાવ્યું હતું કે, આ મામલાની તપાસ ચાલુ છે અને રાજ્યમાં દારૂ પ્રતિબંધ હોવા છતા દારૂના વેચાણ અને સેવન સિવાય સગીર યુવતી સાથેના જાતીય સતામણીમાં સામેલ અન્ય લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો –

 ફ્લોર ટેસ્ટ પહેલા ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો, છેલ્લી ઘડીએ આ વિધાયકે પણ સાથ છોડ્યો

0

A big tweak to Uddhav Thackeray

  • મહારાષ્ટ્રમાં આજે નવા સીએમ એકનાથ શિંદેની અગ્નિ પરીક્ષા છે. શિવસેનાના બળવાખોર વિધાયકો અને ભાજપના ગઠબંધનવાળી આ સરકારે આજે વિધાનસભામાં  બહુમત સાબિત કરવાનો છે. પણ તે પહેલા જ ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો લાગ્યો છે.

મહારાષ્ટ્રમાં (Maharashtra) આજે નવા સીએમ એકનાથ શિંદેની (Eknath Shinde) અગ્નિ પરીક્ષા છે. શિવસેનાના બળવાખોર વિધાયકો (Rebel legislators) અને ભાજપના ગઠબંધનવાળી આ સરકારે આજે વિધાનસભામાં બહુમત સાબિત કરવાનો છે. પણ તે પહેલા જ ઉદ્ધવ ઠાકરેને (Uddhav Thackeray) મોટો ઝટકો લાગ્યો છે.

ઉદ્ધવ ઠાકરેના જૂથના વધુ એક વિધાયકે ફ્લોર ટેસ્ટ પહેલા બળવો પોકાર્યો હોય તેવું લાગે છે. કારણ કે શિવસેના વિધાયક સંતોષ બંગાર કે જેઓ ઉદ્ધવ ઠાકરે જૂથમાં હતા તેઓ સીએમ એકનાથ શિંદે અને તેમના જૂથના વિધાયકો સાથે જોવા મળ્યા છે. તેઓ શિંદે જૂથના વિધાયકો સાથે આજે સવારે હોટલ છોડતા જોવા મળ્યા અને તેમની સાથે જ વિધાનસભા પહોંચ્યા છે.

અત્રે જણાવવાનું કે ફ્લોર ટેસ્ટ પહેલા ભાજપ-શિંદે જૂથના ધારાસભ્યોએ રવિવારે એકનાથ શિંદેને પોતાના નેતા ચૂંટી લીધા. સ્પીકર રાહુલ નાર્વેકરે પણ શિંદેને નેતા તરીકે માન્યતા આપી. તેમના તરફથી ભરત ગોગાવલેને ચીફ વ્હિપ નિયુક્ત કરાયા છે. બીજી બાજુ ઉદ્ધવ જૂથના અજય ચૌધરીને પહેલા વિધાયક દળના નેતા બનાવવામાં આવ્યા હતા તેમની નિયુક્તિને સ્પીકરે રદ કરી છે. આ સાથે જ સુનિલ પ્રભુને પણ ચીફ વ્હિપના પદેથી હટાવી દેવાયા છે. ત્યારબાદ ઉદ્ધવ જૂથ માટે મોટી મુશ્કેલી ઊભી થઈ ગઈ છે. જો તેઓ નવા ચીફ વ્હિપનો આદેશ ન માને તો તેમના વિરુદ્ધ અયોગ્યતાની કાર્યવાહીનો રસ્તો ખુલી જશે.

આ પણ વાંચો –

છોટાઉદેપુરમાં વીજ કંપનીની ઘોર બેદરકારી, વીજપોલ નીચે પેશાબ કરવા ઊભા રહેલા વિદ્યાર્થીનું મોત

0

Power company negligent

  • નસવાડીના પીપલાજ ગામે બે મિત્રો રસ્તેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન પેશાબ લાગતા બંને પેશાબ કરવા માટે ઊભા રહ્યા હતા.

છોટાઉદેપુર (Chhotaudepur) જિલ્લામાં સરકારી વીજ કંપની (Electricity company)ની ઘોર બેદરકારી સામે આવી છે. અહીં વીજ કંપનીની બેદરકારીને પગલે એક 14 વર્ષના કિશોરે જીવ ગુમાવ્યો છે. મૃતક કિશોર ધોરણ-9માં અભ્યાસ કરતો હતો. મળતી માહિતી પ્રમાણે કિશોર વીજપોલ (Power pole) નીચે પેશાબ કરવા માટે ઊભો હતો. આ દરમિયાન વીજ શોક (Electric shock) લાગતા તેનું મૃત્યુ થયું હતું. આ અંગે ગામના લોકોએ જણાવ્યું હતું કે, વીજતાર પસાર થઈ રહ્યો હતો ત્યાં એક ઝાડની ડાળી વધી ગઈ હતી. આ મામલે વીજ કંપનીને પણ વારેવારે રજુઆત કરવામાં આવી હતી.

પીપલાજ ગામ ખાતે બન્યો બનાવ :

મળતી માહિતી પ્રમાણે નસવાડી તાલુકાના પીપલાજ ગામે (Piplaj village) મધ્ય ગુજરાત વીજ કંપનીની ઘોર બેદરકારી સામે આવી છે. અહીં વીજપોલ નીચે પેશાબ કરવા ઊભા કહેલા 14 વર્ષના સગીરનું વીજ કરંટ લાગતો મોત થયું છે. મળતી માહિતી પ્રમાણે એક વૃક્ષની ડાળી વીજપોલ ઉપરથી પસાર થતી હતી. આ ડાળી વીજ વાયરની અડતી હોવાથી વૃક્ષમાંથી વીજ કરંટ પસાર થતો હતો. આ દરમિયાન કિશોર વીજ પોલ નીચે પેશાબ કરતા ઊભા રહેતા શોક લાગ્યો હતો.

સામે આવેલી વિગત પ્રમાણે નસવાડીના પીપલાજ ગામે બે મિત્રો રસ્તેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન પેશાબ લાગતા બંને પેશાબ કરવા માટે ઊભા રહ્યા હતા. આ દરમિયાન વીજપોલના આર્થિંગ વાયરમાં વીજ કરંટ ઉતરતા દુર્ઘટના ઘટી હતી. આ બનાવ બન્યા બાદ વૃક્ષની ડાળીને કાપી નાખવામાં આવી હતી.

મૃતક કિશોરનું નામ વિકેસ રંગીત ભીલ હોવાનું સામે આવ્યું છે. વિકેસની ઉંમર 14 વર્ષ છે. વીજશોકથી એકનું મોત થતાં ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો હતો. વિકેસ નસવાડી હાઇસ્કૂલમાં ધોરણ-9માં અભ્યાસ કરતો હતો.

આ અંગે ગામના લોકોએ જણાવ્યું હતું કે, વીજતાર પસાર થઈ રહ્યો હતો ત્યાં એક ઝાડની ડાળી વધી ગઈ હતી. આ મામલે વીજ કંપનીને પણ વારેવારે રજુઆત કરવામાં આવી હતી. કારણ કે વૃક્ષની ડાળીઓને કારણે વીજળીના તાર છોલાતા રહેતા હતા. આ મામલે ગામના લોકોને પણ ટકોર કરવામાં આવી હતી કે વીજપોલ નજીક જવું નહીં. વીજ કંપનીની બેદરકારીને પગલે આ બનાવ બન્યો છે.

આ પણ વાંચો –

સરકારનો મોટો નિર્ણય : પેટ્રોલ-ડીઝલ થશે સસ્તું! કંપનીઓ પર લગાવ્યો 13 રૂપિયા પ્રતિ લિટર નિકાસ ટેક્સ

0

Government’s big decision

  • દેશ માં ઉત્પાદિત કાચા તેલ ની બહાર નિકાસ કરવામાં આવે તો કંપનીઓ એ પ્રતિ ટન 23230 રૂપિયા નો વધારાનો ટેક્સ ચૂકવો પડશે.

સ્થાનિક બજારમાં પેટ્રોલ-ડીઝલ (Petrol, diesel and air fuel) અને એર ફ્યુઅલની કિંમતોમાં ઘટાડો કરવા માટે સરકારે આજે મોટો નિર્ણય લીધો છે. હવે કંપનીઓએ ઉત્પાદનોની નિકાસ પર વધુ ટેક્સ ચૂકવવો પડશે. આ પગલું રિફાઈન્ડ પેટ્રોલ અને ડીઝલની (Petrol and diesel) નિકાસ ઘટાડવા માટે લેવામાં આવ્યું છે. સરકાર દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ 1 જુલાઈથી પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (ATF)ની નિકાસ પર વધારાનો ટેક્સ ચૂકવવો પડશે. સરકારે પેટ્રોલ અને ATFની નિકાસ પર પ્રતિ લીટર 6 રૂપિયાનો નિકાસ ટેક્સ લાદ્યો છે, જ્યારે ડીઝલની નિકાસ પર 13 રૂપિયા પ્રતિ લીટર ટેક્સ આપવો પડશે.

જો દેશ માં ઉત્પાદિત કાચા તેલ ની બહાર નિકાસ કરવામાં આવે તો કંપનીઓ એ પ્રતિ ટન 23230 રૂપિયા નો વધારાનો ટેક્સ ચૂકવો પડશે. વૈશ્વિક બજારો માં ક્રૂડ ઓઇલ ની વધતી કિંમતો ને દયાન માં રાખી ને સ્થાનિક ઉત્પાદન બહાર ના જાય તે માટે આ પગલું લેવામાં આવ્યું છે.

કેટલાક ઉત્પાદકો માટે છૂટછાટ :

સરકારે કહ્યું છે કે નિકાસ કેન્દ્રિત રિફાઇનરીઓને નવા કર માંથી મુક્તિ આપવામાં આવશે , પરંતુ તેઓએ ઉત્પાદનના 30 ટકા ડીઝલ સ્થાનિક બજાર માં વહેંચવું પડશે. નાના ઉત્પાદકો કે જેનું પાછલા વર્ષ માં ઉત્પાદન 20 લાખ બેરલ થી ઓછું હતું તેઓ ને નવા નિયમો માંથી મુક્તિ અપાશે. સ્થાનિક ઉત્પાદન ને પ્રોત્સાહન આપવા માટે , ગયા વર્ષ કરતા વધુ ઉત્પાદન કરતી કંપનીઓ વધારાના ઉત્પાદનો પાર સેસ વસૂલશે નહિ.

ખાનગી કંપનીઓ પર વધુ અસર :

સરકારે કહ્યું છે ખાનગી કંપનીઓ ઉત્પાદનનો મોટો ભાગ નિકાસ કરે છે. તેથી આ નિર્ણય ની અસર તેના પર વધુ પડશે. છેલ્લા થોડા સમય થી ડિઝલ ની નિકાસ માં નોંધપાત્ર વધારો થયો છે. જે ને કાબુમાં લાવો ખુબ જરૂરી છે. સ્થિત રિફાઇનરી ના પુરવઠા માં 8 ટકા નો ઘટાડો થયો છે. તેમજ ONGC અને VEDANT માં પણ 5 ટકા નો ઘટાડો જોવા મળ્યો છે. તેનાથી સ્થાનિક બઝાર માં ઇંધણ સપ્લાય પર અસર જોવા મળી રહી છે.

નોંધનીય છે કે આ મહિના ની શરૂઆત માં દેશ ના ઘણા પેટ્રોલ પંપ પર ઇંધણ ની અછત હતી. પંપ ડિલરોએ જણાવ્યું હતું કે કંપનીઓ પાસે પૂરતો પુરવઠો નથી. આ પછી સરકારે આ મામલે હસ્તક્ષેપ કરવો પડ્યો, ત્યાર પછી પેટ્રોલ અને ડીઝલ ની સપ્લાય સામાન્ય થઇ શકી હતી.

આ પણ વાંચો –

હવે લાયસન્સ-વાહન સંબંધિત સેવા માટે નહી ખાવા પડે RTOમાં ધક્કા, રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય

0

No longer have to eat for license

  • ગુજરાતમાં હવે લાયસન્સ અને વાહન સંબંધિત સુવિધાઓ માટે ઘરે બેઠા જ ચપટીમાં થઇ જશે કામ, રાજ્ય સરકાર દ્વારા નવી 20 સેવાઓ ફેસલેસ કરવામાં આવશે.

ડિજિટલ ઇન્ડિયાના (Digital India) સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત તમામ ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા વિવિધ ડિજિટલ સેવાઓ થકી પારદર્શી અને પેપરલેસ ગવર્નન્સનું (Paperless governance) ઉદાહરણ પુરુ પાડે છે. ત્યારે વાહનવ્યવહાર (Transportation) ક્ષેત્રે આવતી તમામ સેવાઓ પૈકી 80 ટકા સેવાઓ હવે ઓનલાઇન ફેસલેસ (Faceless online) પુરી પાડવામાં આવશે. જી હા, આરટીઓ કચેરી ખાતે હવે લોકોએ ધક્કા ખાવા નહી પડે. ઘરે બેઠા જ નાગરિકોના 50 ટકા પ્રશ્નો સોલ્વ થઇ જશે. જેથી સમય અને સંશાધનની બચત થશે.

લાયસન્સ સંબંધિત સેવાઓ થશે ફેસલેસ :

ગુજરાતમાં હવેથી લાયસન્સ સંબંધિત વધુ 12 સેવાઓ અને વાહન સંબંધિત 8 સેવાઓ આધાર E-KYC થકી ફેસલેસ  પુરી પાડવાની કાર્યવાહી શરૂકરવામાં આવશે. જેમાં અરજદાર દ્વારા રજૂ કરેલ આધાર નંબરને આધીન ઓનલાઈન ફી અને દસ્તાવેજો અપલોડ કરી અરજી સબમિટ કરી આરટીઓના ફેસલેસ કાઉન્ટર પરથી અરજદારને સીધી સેવા પુરી પાડવામાં આવશે. જેથી અરજદારને કચેરી ખાતે આવવાનું રહેશે નહી.

‘One Nation One Challan’ ઇ-ચલણ સૉફ્ટવેર

કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા એન્ફોર્સમેન્ટ માટે ‘One Nation One Challan’ અંતર્ગત ઇ-ચલણ સોફટવેર તૈયાર કરવામાં આવ્યું છે. આ સોફ્ટવેર કેન્દ્ર સરકારના વાહન તથા સારથી સોફટવેર સાથે ઇન્ટીગ્રેશન થયેલ હોવાથી રાજ્યની કોઇપણ આરટીઓ કચેરીમાં નોંધાયેલ વાહન અને લાયસન્સ સંબંધિ માહિતી જાણી શકાય છે. અગાઉ મેમો મેન્યુઅલ ધોરણે આપવામાં આવતો હતો તે હવે Point of Sale (POS) મશીન દ્વારા ઓનલાઇન ઇસ્યુ કરવામાં આવે છે અને સ્થળ પર જ માંડવાળની રકમ પણ ઓનલાઇન જ સ્વીકારવામાં આવે છે.

વાહનોનો ઓનલાઇન ટેક્સ  ભરી શકાશે :

આ ઉપરાંત, IT બેઝ્ડ સોલ્યુશન થકી દેશમાં સૌપ્રથમ આંતરરાજ્ય બોર્ડર પરથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોમાં વાહનોનો ઓનલાઇન ટેક્સ અને ઓવરડાયમેન્શન ફી સ્વીકારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેનાથી Ease of Doing Businessમાં વૃદ્ધિ-ટ્રાન્સપોર્ટ સેક્ટરને વધુ ગતિ મળી છે અને આંતરરાજ્ય વાહનો કોઇપણ અડચણ વિના રાજ્યમાં મુસાફરી કરી શકે છે.

આ પણ વાંચો –

સહકારી ક્ષેત્ર હવે “સહકારી રહ્યું નથી આ વાત રમણકાકા સમજી શક્યા નહીં”

  • ચેરમેન રમણકાકા સામે અવિશ્વાસની દરખાસ્ત એપીએમસીના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાયેલી રહેશેઃ સારૂ થયું તેમની સામે ભ્રષ્ટાચાર કે ગેરરીતિના આક્ષેપો થયા નથી

  • લાખો ખેડૂતો સાથે સંકળાયેલી ખેતીવાડી માર્કેટને વટવૃક્ષ જેવી સંસ્થા બનાવવામાં રમણ જાનીના યોગદાનને ઓછું આંકી શકાય તેમ નથી, પરંતુ તેઓ બદલાતા સમય અને સંજોગોને ઓળખી શક્યા નહીં

  • મહારાષ્ટ્રના તત્કાલિન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે બદલાતા સમય અને સંજોગોને સમયસર ઓળખી ગયા હોત તો પોતીકા સભ્યોના બળવાનો ભોગ બન્યા ન હોત

સતત ત્રણ દાયકા સુધીનું લાંબુશાસનકોઇને પણ ખટકે” આ વાત રમણ જાનીએ સમજવાની જરૂર હતી, પરંતુ આ બધુ “સ્વભાવ અને સમજદારી” ઉપર નિર્ભર છે.

પાછલા કેટલાક સમયથી વિવાદોમાં સપડાયેલી ખેતીવાડી માર્કેટ (APMC)ના ચેરમેન રમણ જાનીએ આજે અચાનક રાજીનામું ધરી દીધું હતું. તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી પરંતુ બોર્ડની બેઠક મળે ત્યાર પહેલા જ રમણ જાનીએ ચેરમેનપદેથી રાજીનામું આપી દઈને અવિશ્વાસની દરખાસ્તને નિરર્થક બનાવી દીધી હતી.

રમણ જાનીના રાજીનામા પાછળ અનેક તર્ક ઊભા કરી શકાય પરંતુ તેમના જ નજીકના મનાતા કેટલાક લોકો સાથે વાંકુ પડવા ઉપરાંત પોતાનો “આકરો સ્વભાવ કારણભૂત હોવાનું માનવામાં આવે છે. આજે રાજીનામુ આપતા પહેલા રમણ જાનીએ કેટલાક લોકો તરફ ઈશારો કર્યો હતો, પરંતુ નામજોગ સ્પષ્ટતા કરી નહોતી. અલબત્ત રમણ જાની (પટેલ)ને પાછલા કેટલાક દિવસથી તેમની સામે આકાર લઈ રહેલા વિરોધ અને અવિશ્વાસની દરખાસ્ત અંગે ગંધ આવી ગઈ હતી પરંતુ અવિશ્વાસની દરખાસ્ત રજુ કરવામાં આવશે એવી ગણતરી નહોતી.

બિનસત્તાવાર જાણવા મળતી વિગતો મુજબ રમણ જાનીની નજીકના મનાતા લોકોએ એપીએમસીના વહિવટ સામે ઊભા થયેલા વિવાદો અંગે તેમને માહિતગાર કર્યા હતા અને મામલો ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સુધી પણ પહોંચ્યો હતો પરંત ઉકેલ આવ્યો નહોતો. પાછલા લગભગ ચાર દાયકા કરતા વધુ સમયથી ખેતીવાડી માર્કેટ (એપીએમસી) સાથે સંકળાયેલા રમણ જાનીને કદાચ એવો ભરોસો હતો કે તેમની સામે બળવો કરવામાં આવશે નહીં. કારણ કે મોટાભાગના સભ્યો તેમનો આદર કરતા હતા. અને આવા વિશ્વાસને કારણે જ તેઓ ચેરમેનપદે ટકી રહેવા મક્કમ રહ્યા હતા. પરંતુ બદલાયેલો સમય અને સંજોગોનો તેમને અંદાજ આવ્યો નહોતો. રમણ જાની (પટેલ) પાછલા ૨૫ વર્ષથી એપીએમસીના ચેરમેન તરીકે ફરજ બજાવી રહ્યા હતા. અઢી દાયકા જેટલા લાંબો સમય ચેરમેન તરીકે પસાર કર્યો હોવાથી એપીએમસી તેમના પરિવારની પેઢી હોય એવી સંસ્થા બની ગઈ હતી.
એપીએમસીના ડિરેકટર્સ અને સ્ટાફના માણસો પણ રમણકાકાના શબ્દોને ઉથાપી શકતા નહોતા. રમણકાકાની રહેમ દૃષ્ટી હેઠળ ઘણા લોકો “તરી ગયા હશે. પરંતુ રમણકાકા પોતાનો સ્વભાવ બદલી શકયા નહોતા. એપીએમસીને વટવૃક્ષ જેવી વિરાટ સંસ્થા બનાવવામાં રમણ જાનીનું પહાડ જેવડું યોગદાન છે. સહારા દરવાજાની વર્ષો પુરાણી માર્કેટનું પૂણા-કુંભારિયા રોડ ઉપરના વિશાળ કેમ્પસમાં ખસેડવાના તેમના યોગદાનને અવગણી શકાય તેમ નથી. વળી તેમણે આજીવન પર્યત સહકારી ક્ષેત્રની આગેવાનીને લોહીમાં વણી લીધી હતી. પરંતુ તેમને બદલાતા સમય, સંજોગ અને યુગની સાથે બદલાવાની જરૂર હતી.

એકધારા ત્રણ દાયકાના શાસન સામે કોઈને પણ “ખટકે એ માની શકાય વળી આટલા લાંબા કાર્યકાળ દરમિયાન કોઈના કહેવાથી કોઈની ભલામણોને પગલે “આંખ આડા કાન કર્યા પણ હશે પરંતુ વાંકુ પડે ત્યારે જ બધુ બહાર આવતું હોય છે. ઉપરાંત નવી પેઢીના લોકોના મનમાં પણ કંઈક કરવાની ઈચ્છાઓ આકાર લેતી હોય છે. આ વાત રમણકાકાએ સમજવાની જરૂર હતી. રમણ પટેલ યુવાન મટીને “રમણકાકા’ તરીકે ઓળખાવા માંડ્યા આ દિવસે જ રમણકાકાએ બીજી પેઢીના મનમાં આકાર લેતા વિચારોને પામી લેવાની જરૂર હતી. લોકો તેમને આદર ચોક્કસ આપતા હતા પરંતુ આ “આદરની પાછળ અપેક્ષાઓ પણ હોઈ શકે.

મોટાભાગની સહકારી સંસ્થાઓમાં જ્યારે કોઈ આગેવાન લંબો સમય ખુરસી ઉપર ટકી રહે ત્યારે આવું બનતું જ હોય છે. ઉત્તર ગુજરાતની અનેક સહકારી સંસ્થાઓમાં વિવાદો ચાલે છે અને ઘણા સામે ફોજદારી કેસ પણ થયા છે. સારું થયું કે રમણકાકા સામે ભ્રષ્ટાચાર, ગેરરીતિના સીધા કોઈ આક્ષેપ થયા નથી. અન્યથા કોઈપણ સંસ્થાના વહિવટીમાં વાંધા કાઢવા કે ભ્રષ્ટાચારના આક્ષેપો કરવા મોટી વાત નથી. જાહેર જીવનમાં ટોચના હોદા ઉપર રહીને ‘બેદાગ’ રહેવાનું પણ શકય નથી. વળી સુરત એપીએમસી માર્કેટનું ટર્નઓવર લગભગ બે હજાર કરોડનું છે.

ખેર, ખરેખર તો રમણકાકાની માનભેર નિવૃત્તિ અને વિદાય થવી જોઈતી હતી પરંતુ તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત રજુ કરવાની ઘટના એપીએમસીના ઈતિહાસમાં કાળા અક્ષરે લખાયેલી રહેશે.
થોડા દિવસ પહેલા મહારાષ્ટ્રના રાજકારણમાં બનેલી ઘટનાએ એક ચોક્કસ ઉદાહરણ આપ્યું છે. જાહેર જીવનમાં લાંબો સમય સત્તા ઉપર બેસી રહેલા લોકો ઉગતી પેઢી અને આસપાસ આકાર લઈ રહેલી ઘટનાને ઓળખી શકતા નથી ત્યારે પોતાના શરમજનક પતનની ઘટનાઓ ચોક્કસ બનવા પામે છે.

મહારાષ્ટ્રના તત્કાલિન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વધુ પડતા આત્મવિશ્વાસમાં રહ્યા વગર આસપાસમાં બદલાઈ રહેલા સમીકરણો સમજીને સમયસર નિર્ણય લીધા હોત તો કદાચ મધરાત્રે રાજીનામું આપવાની નોબત આવી ન હોત! અને હવે કદાચ શિવસેનાનો ગઢ પણ તેમના હાથમાં રહેશે કે કેમ? એ પણ સવાલ છે.

એક અનુભવ એવું પણ કહે છે કે સહકારી ક્ષેત્રના જુની પેઢીના આગેવાનો પોતે પ્રમાણિક હોવાથી આકરો સ્વભાવ ધરાવતા હોય છે અને કોઈની ભલામણોને ગ્રાહ્ય રાખવાના મતના હોતા નથી પરંતુ હવે સહકારી ક્ષેત્ર માત્ર ‘સહકારી રહ્યું નથી સહકારનું પણ વેપારીકરણ” અને “રાજકારણ બની ગયું હોવાથી રમણકાકા જેવા જુની પેઢીના લોકોએ ખરેખર તો માનભેર હોદાઓ છોડી દેવા જોઈએ. અથવા તો “પ્રેકટીકલ બની જવું જોઈએ. પરંતુ આ બધુ વ્યક્તિગત સ્વભાવ અને સમજદારી ઉપર નિર્ભર છે.

એપીએમસી જેવી વગદાર અને લાખો ખેડૂતો સાથે સંકળાયેલી સંસ્થાના ચેરમેનપદેથી રમણકાકાની મજબૂરી ભરી વિદાય સહકારી ક્ષેત્ર માટે અકળાવનારી બની રહેવા સાથે આવનારી પેઢી માટે પણ બોધપાઠ સમાન બની રહેશે.

આ પણ વાંચો –

 04 જૂલાઈ 2022, રાશિફળ : કષ્ટભંજનદેવની કૃપાથી આ રાશિના જાતકોને વ્યવસાયમાં મળશે સફળતા

04 July 2022, Horoscope Gujarat Guardian

મેષઃ- નાણાંકીય બાબતો માટે અનુકુળતા જળવાય. આવકનું પાસુ મજબૂત બને. કુટુંબમાં પરસ્પરના મતભેદો ટાળવા. કાર્યક્ષેત્રે સફળતા મળે. નવા રોકાણો મુલતવી રાખવા. માતાની તબિયતની કાળજી જરૂરી. આરોગ્ય સારૂં રહેશે.

વૃષભઃ- લાગણીશીલતાનું પ્રમાણ વધતંુ જણાય. સંબંધના ખેંચાણ ને કારણે ખોટું કામ ન થઇ જાય એનું ધ્યાન રાખવું. પારિવારિક જીવનમાં સ્નેહ વધે. ભાગ્યનો સાથ મળે છે. ધંધાકીયક્ષેત્રે નવીન ઉર્જાનો અનુભવ થાય.

મિથુનઃ- ગુસ્સાનું પ્રમાણ વધે. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થતો જણાય. પરિવારમાં આનંદ વર્તાય. હાલના રોકાણોથી લાભ તથા નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે. દામ્પત્ય સુખમાં આનંદ વર્તાય.

કર્કઃ- વિચારવાયુનું પ્રમાણ વધે. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થતો જણાય. પરિવારમાં આનંદ વર્તાય. હાલના રોકાણોથી લાભ તથા નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે. દામ્પત્ય સુખમાં આનંદ વર્તાય.

સિંહઃ- આવકનું પ્રમાણ જળવાય. પરિવારમં પરસ્પર પ્રેમની ભાવના બળવત્તર બને. ધારેલા કાર્ય પાર પાડી શકાય. નાણાંકીય રોકાણોનું યોગ્ય આયોજન શક્ય બને. આરોગ્ય જળવાય. થોડો શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે.

કન્યાઃ- આવકનું પાસુ મજબૂત બને છે. ગણત્રીપૂર્વકના ‌આર્થિક રોકાણો યોગ્ય રીતે કરી શકશો. કાર્યક્ષેત્રે સફળતા અને યશના સહભાગી બનશો. માતાની તબિયત સાચવવાની સલાહ છે. સંતાનની પ્રગતિથી આનંદ જળવાય.

તુલાઃ- આળસનો અનુભવ થાય. કામકાજ કરવાની ઇચ્છા ન થાય. આવકનું પ્રમાણ ઘટે. પરિવારમાં માનસિક તણાવ રહે. અગત્યના કાર્યો, રોકાણો મુલતવી રાખવા. આરોગ્ય જળવાશે. ભાગ્યનો સાથ મળશે. ધાર્મિક યાત્રાનું આયોજન શક્ય બને.

વૃશ્ચિકઃ- આત્મવિશ્વાસમાં વધારો થાય. આવકનું પ્રમાણ જળવાય. ભાઇ-બહેન સાથેના સંબંધોમાં તણાવ રહે. સ્થાવર-જંગમ મિલકતક્ષેત્રે ફાયદો અનુભવી શકાય. ગળાના રોગોથી સાવચેતી જરૂરી. વૈવાહિક જીવનમાં પ્રેમ વધે.

ધનઃ- મન અશાંત રહે. નકારાત્મક વિચારો વધે. ડિપ્રેશનના દર્દી માટે વિશેષ સાવધાની જરૂરી. નાણાંકીય આવક અટકતી જણાય. સ્થાવર-જંગમ મિલકત અંગેના પ્રશ્નો ઉકેલાય. માતાની  તબિયત સાચવવી. દામ્પત્ય જીવનમાં ગુસ્સો ટાળવો.

મકરઃ- માનસિક સ્થિરતા જળવાય. સામાજીક કાર્યોમાં સમય પસાર થાય, માન-સન્માન વધતા જણાય. ખોટા ખર્ચ ટાળવા. મિલકત તથા વાહન અંગે શુભ સમય છે. સંતાન સુખમાં વધારો સંભવે. આરોગ્ય જળવાય. માથામાં ઇજા થાય તો સાવધાની જરૂરી.

કુંભઃ- માનસિક તણાવ વધતો જણાય. આવકનું પ્રમાણ ધાર્યા કરતાં ઘટે. ખર્ચનું પ્રમાણ વધે. ધંધામાં નાણાં ફસાઇ જવાના યોગ બને છે. માતૃસુખ જળવાય. સ્ત્રી વર્ગ તરફથી લાભ. પાણીનો રોગોથી સાચવવું.

મીનઃ- આત્મવિશ્વાસ વધવાને કારણે કાર્યમાં સફળતા મળતી જણાય. પરિવારમાં પરસ્પર પ્રેમમાં વધારો થાય. સંતાનની તબિયતની ચિંતા રહે. ભાગ્યનો સાથ મળતો જણાય. જુના મિત્રોની મુલાકાત શક્ય બને.

આ પણ વાંચો –

નવઘણજી ઠાકોરની ચીમકી,”CM અમારા હોવા જોઇએ નહીં તો ખુલ્લી તલવાર સાથે પટ્ટા ખેલાશે”

0

Navghanji Thakor’s shou

  • અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોર હંમેશાથી પોતાના વિવાદાસ્પદ નિવેદન માટે જાણીતા છે. તેમણે આજે વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly elections) આવનારા સમયમાં ગમે ત્યારે જાહેર થઇ શકે છે. ત્યારે રાજનીતિક પાર્ટીઓની સાથે-સાથે બધા સમાજના લોકો પણ સક્રિય બની ગયા છે. પાટીદાર સમાજે આગામી 2022 વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly elections 2022) માં પાટીદાર મુખ્યમંત્રી (Patidar CM) હોવો જોઈએ તેવી માંગણી બાદ હવે ઠાકોર સમાજે (Thakor Samaj) પણ પોતાના સમાજનો મુખ્યમંત્રી હોવો જોઈએ તેવી માંગણી કરી છે.

અખિલ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજની આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ ભાગ રૂપે એક બેઠક મળી હતી. જેમાં અધ્યક્ષ નવઘણજી ઠાકોરે (Navghanji Thakor) આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઠાકોર સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવો જોઈએ તેવી માંગણી કરી હતી. નવઘણજી ઠાકોરે ભાજપ, કોંગ્રેસ તેમજ આમઆદમી પાર્ટીને ચીમકી આપી છે. બનાસકાંઠામાં અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોરનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોરે વિવાદાસ્પદ નિવેદન આપતા જણાવ્યું કે, 2022માં કોઈ પણ સંજોગોમાં મુખ્યમંત્રી અમારા સમાજનો જ હોવો જોઈએ.

અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોર હંમેશાથી પોતાના વિવાદાસ્પદ નિવેદન માટે જાણીતા છે. તેમણે આજે વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આવનાર 2022માં અમારા સમાજના મુખ્યમંત્રીની માંગણી માટે ગુજરાતની ભૂમિ પર ખુલ્લી તલવાર સાથે પટ્ટા ખેલવાના છે.

ભાજપ કોંગ્રેસ પક્ષને સીધી ચીમકી આપતા ઠાકોર સમાજનો જ મુખ્યમંત્રી ચહેરો જાહેર કરવાની કરી વાત નવઘણજી ઠાકોરે કરી હતી. આ દરમિયાન નવઘણજી ઠાકોર આવતીકાલે વાવના ઢીમાથી ફાગવેલ સુધી 4 દિવસની ક્ષત્રિય ઠાકોર વિજય યાત્રા શરૂ કરશે. ક્ષત્રિય સમાજના આગેવાન નવઘણજી ઠાકોર હંમેશા વિવાદાસ્પદ નિવેદન માટે જાણીતા છે.

નવઘણજી ઠાકોરે કહ્યું હતું કે આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતનો મુખ્યમંત્રી મારો ઠાકોર જોઈએ. ઠાકોર સમાજના મુખ્યમંત્રીની માંગણી ભાજપ, કોંગ્રસે અને આમ આદમી પાર્ટી પાસે કરે છે. આગામી 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા અમારા ઠાકોર સમાજનો મુખ્યમંત્રી જાહેર નહીં કરો તો ઠાકોર સમાજનો ક્રોધ સહન નહીં કરી શકો. આવનાર 2022માં અમારા સમાજના મુખ્યમંત્રીની માંગણી માટે ગુજરાતની ભૂમિ પર ખુલ્લી તલવાર સાથે પટ્ટા ખેલવાના છે.

આ પણ વાંચો –