ફ્લોર ટેસ્ટ પહેલા ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો, છેલ્લી ઘડીએ આ વિધાયકે પણ સાથ છોડ્યો

Share this story

A big tweak to Uddhav Thackeray

  • મહારાષ્ટ્રમાં આજે નવા સીએમ એકનાથ શિંદેની અગ્નિ પરીક્ષા છે. શિવસેનાના બળવાખોર વિધાયકો અને ભાજપના ગઠબંધનવાળી આ સરકારે આજે વિધાનસભામાં  બહુમત સાબિત કરવાનો છે. પણ તે પહેલા જ ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો લાગ્યો છે.

મહારાષ્ટ્રમાં (Maharashtra) આજે નવા સીએમ એકનાથ શિંદેની (Eknath Shinde) અગ્નિ પરીક્ષા છે. શિવસેનાના બળવાખોર વિધાયકો (Rebel legislators) અને ભાજપના ગઠબંધનવાળી આ સરકારે આજે વિધાનસભામાં બહુમત સાબિત કરવાનો છે. પણ તે પહેલા જ ઉદ્ધવ ઠાકરેને (Uddhav Thackeray) મોટો ઝટકો લાગ્યો છે.

ઉદ્ધવ ઠાકરેના જૂથના વધુ એક વિધાયકે ફ્લોર ટેસ્ટ પહેલા બળવો પોકાર્યો હોય તેવું લાગે છે. કારણ કે શિવસેના વિધાયક સંતોષ બંગાર કે જેઓ ઉદ્ધવ ઠાકરે જૂથમાં હતા તેઓ સીએમ એકનાથ શિંદે અને તેમના જૂથના વિધાયકો સાથે જોવા મળ્યા છે. તેઓ શિંદે જૂથના વિધાયકો સાથે આજે સવારે હોટલ છોડતા જોવા મળ્યા અને તેમની સાથે જ વિધાનસભા પહોંચ્યા છે.

અત્રે જણાવવાનું કે ફ્લોર ટેસ્ટ પહેલા ભાજપ-શિંદે જૂથના ધારાસભ્યોએ રવિવારે એકનાથ શિંદેને પોતાના નેતા ચૂંટી લીધા. સ્પીકર રાહુલ નાર્વેકરે પણ શિંદેને નેતા તરીકે માન્યતા આપી. તેમના તરફથી ભરત ગોગાવલેને ચીફ વ્હિપ નિયુક્ત કરાયા છે. બીજી બાજુ ઉદ્ધવ જૂથના અજય ચૌધરીને પહેલા વિધાયક દળના નેતા બનાવવામાં આવ્યા હતા તેમની નિયુક્તિને સ્પીકરે રદ કરી છે. આ સાથે જ સુનિલ પ્રભુને પણ ચીફ વ્હિપના પદેથી હટાવી દેવાયા છે. ત્યારબાદ ઉદ્ધવ જૂથ માટે મોટી મુશ્કેલી ઊભી થઈ ગઈ છે. જો તેઓ નવા ચીફ વ્હિપનો આદેશ ન માને તો તેમના વિરુદ્ધ અયોગ્યતાની કાર્યવાહીનો રસ્તો ખુલી જશે.

આ પણ વાંચો –