Power company negligent
- નસવાડીના પીપલાજ ગામે બે મિત્રો રસ્તેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન પેશાબ લાગતા બંને પેશાબ કરવા માટે ઊભા રહ્યા હતા.
છોટાઉદેપુર (Chhotaudepur) જિલ્લામાં સરકારી વીજ કંપની (Electricity company)ની ઘોર બેદરકારી સામે આવી છે. અહીં વીજ કંપનીની બેદરકારીને પગલે એક 14 વર્ષના કિશોરે જીવ ગુમાવ્યો છે. મૃતક કિશોર ધોરણ-9માં અભ્યાસ કરતો હતો. મળતી માહિતી પ્રમાણે કિશોર વીજપોલ (Power pole) નીચે પેશાબ કરવા માટે ઊભો હતો. આ દરમિયાન વીજ શોક (Electric shock) લાગતા તેનું મૃત્યુ થયું હતું. આ અંગે ગામના લોકોએ જણાવ્યું હતું કે, વીજતાર પસાર થઈ રહ્યો હતો ત્યાં એક ઝાડની ડાળી વધી ગઈ હતી. આ મામલે વીજ કંપનીને પણ વારેવારે રજુઆત કરવામાં આવી હતી.
પીપલાજ ગામ ખાતે બન્યો બનાવ :
મળતી માહિતી પ્રમાણે નસવાડી તાલુકાના પીપલાજ ગામે (Piplaj village) મધ્ય ગુજરાત વીજ કંપનીની ઘોર બેદરકારી સામે આવી છે. અહીં વીજપોલ નીચે પેશાબ કરવા ઊભા કહેલા 14 વર્ષના સગીરનું વીજ કરંટ લાગતો મોત થયું છે. મળતી માહિતી પ્રમાણે એક વૃક્ષની ડાળી વીજપોલ ઉપરથી પસાર થતી હતી. આ ડાળી વીજ વાયરની અડતી હોવાથી વૃક્ષમાંથી વીજ કરંટ પસાર થતો હતો. આ દરમિયાન કિશોર વીજ પોલ નીચે પેશાબ કરતા ઊભા રહેતા શોક લાગ્યો હતો.
સામે આવેલી વિગત પ્રમાણે નસવાડીના પીપલાજ ગામે બે મિત્રો રસ્તેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન પેશાબ લાગતા બંને પેશાબ કરવા માટે ઊભા રહ્યા હતા. આ દરમિયાન વીજપોલના આર્થિંગ વાયરમાં વીજ કરંટ ઉતરતા દુર્ઘટના ઘટી હતી. આ બનાવ બન્યા બાદ વૃક્ષની ડાળીને કાપી નાખવામાં આવી હતી.
મૃતક કિશોરનું નામ વિકેસ રંગીત ભીલ હોવાનું સામે આવ્યું છે. વિકેસની ઉંમર 14 વર્ષ છે. વીજશોકથી એકનું મોત થતાં ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો હતો. વિકેસ નસવાડી હાઇસ્કૂલમાં ધોરણ-9માં અભ્યાસ કરતો હતો.
આ અંગે ગામના લોકોએ જણાવ્યું હતું કે, વીજતાર પસાર થઈ રહ્યો હતો ત્યાં એક ઝાડની ડાળી વધી ગઈ હતી. આ મામલે વીજ કંપનીને પણ વારેવારે રજુઆત કરવામાં આવી હતી. કારણ કે વૃક્ષની ડાળીઓને કારણે વીજળીના તાર છોલાતા રહેતા હતા. આ મામલે ગામના લોકોને પણ ટકોર કરવામાં આવી હતી કે વીજપોલ નજીક જવું નહીં. વીજ કંપનીની બેદરકારીને પગલે આ બનાવ બન્યો છે.
આ પણ વાંચો –