Home Blog Page 1386

9500 KG વજન અને 6.5 મીટર ઊંચો, અહીં જુઓ નવા સંસદ ભવનની છત પર અશોક સ્તંભની તસવીરો

0

Weighing 9500 KG and 6.5 meters high

  • વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 11 જુલાઈએ સવારે નવા સંસદ ભવનની છત પર રાષ્ટ્રીય પ્રતીકનું અનાવરણ કર્યું હતું. તેમણે નવી સંસદના કામમાં લાગેલા કાર્યકરો સાથે પણ વાતચીત કરી હતી. રાષ્ટ્રીય પ્રતીક બ્રોન્ઝથી બનેલું છે અને તેનું કુલ વજન 9500 કિલો છે અને તેની ઊંચાઈ 6.5 મીટર છે. તે નવી સંસદ ભવનનાં કેન્દ્રિય ફોયરની ટોચ પર નાખવામાં આવે છે. પ્રતીકને ટેકો આપવા માટે લગભગ 6500 કિલો વજનનું સ્ટીલનું સહાયક માળખું બનાવવામાં આવ્યું છે.

અશોક સ્તંભ (Ashoka Pillar) (ભારતનું રાષ્ટ્રીય પ્રતીક) દેશની રાજધાની દિલ્હીમાં (Delhi) બનેલી નવી સંસદના ઉપરના માળે સ્થાપિત કરવામાં આવ્યું હતું જેની ઊંચાઈ 20 ફૂટ છે. પ્રતીકને ટેકો આપવા માટે લગભગ 6500 કિલો વજનનું સ્ટીલનું સહાયક માળખું બનાવવામાં આવ્યું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) 11 જુલાઈના રોજ સવારે નવા સંસદ ભવનની છત પર રાષ્ટ્રીય પ્રતીકનું અનાવરણ કર્યું હતું. તેમણે નવી સંસદના કામમાં લાગેલા કાર્યકરો સાથે પણ વાતચીત કરી હતી. રાષ્ટ્રીય પ્રતીક કાંસ્યથી (Symbol bronze) બનેલું છે અને તેનું કુલ વજન 9500 કિલો છે અને તેની ઊંચાઈ 6.5 મીટર છે. તે નવી સંસદ ભવનનાં કેન્દ્રિય ફોયરની ટોચ પર નાખવામાં આવે છે. નવા સંસદ ભવનની છત પર રાષ્ટ્રીય પ્રતીકને કાસ્ટ કરવાની પ્રક્રિયા ક્લે મોડેલિંગ/કોમ્પ્યુટર ગ્રાફિકથી લઈને બ્રોન્ઝ કાસ્ટિંગ અને પોલિશિંગ (Bronze casting and polishing) સુધીના આઠ જુદા જુદા તબક્કામાંથી પસાર થઈ છે.

 पहिये के हर एक तरफ पर एक अश्व और बैल बने हुए हैं. इसके उपयोग को नियंत्रित और प्रतिबंधित करने का कार्य राज्य प्रतीक की भारतीय धारा, 2005 के तहत किया जाता है. (PIB India Photo)

અગાઉ તેને નવા સંસદ ભવન પર લગાવવાનો પ્રસ્તાવ હતો, પરંતુ પ્લાનમાં ફેરફાર કરીને તેને બિલ્ડિંગના ઉપરના માળે લગાવવામાં આવ્યો છે. ભારતનું રાષ્ટ્રીય પ્રતીક સારનાથ ખાતે મૌર્ય સામ્રાજ્યના સમ્રાટ અશોક દ્વારા બંધાયેલા સ્તંભ પરથી લેવામાં આવ્યું છે. આ થાંભલાની ટોચ પર ચાર સિંહો ઉભા છે, જેમના મુખ ચારેય દિશામાં છે અને તેમનો પાછળનો ભાગ થાંભલા સાથે જોડાયેલો છે.

 यह भारत का आधिकारिक चिन्ह है, जिसे 26 जनवरी 1950 को संविधान को अंगीकृत करते समय स्वीकृत किया गया था. अशोक के स्तंभ शिखर पर देवनागरी लिपी में 'सत्यमेव जयते' लिखा है (सच्चाई एकमात्र जीत) जो मुनडका उपनिषद (पवित्र हिन्दू वेद का भाग) से लिया गया है. (PIB India Photo)

બંધારણની સામે તે ધર્મ ચક્ર (કાયદાનું ચક્ર) પણ ધરાવે છે, જે ભારતની શક્તિ, હિંમત, ગૌરવ અને વિશ્વાસનું પ્રતીક છે. ચક્રની દરેક બાજુએ એક ઘોડો અને બળદ છે. તેનો ઉપયોગ ભારતીય સેક્શન ઓફ સ્ટેટ એમ્બ્લેમ, 2005 હેઠળ નિયંત્રિત અને પ્રતિબંધિત છે. તે ભારતનું સત્તાવાર પ્રતીક છે, જે 26 જાન્યુઆરી 1950 ના રોજ જ્યારે બંધારણ અપનાવવામાં આવ્યું ત્યારે અપનાવવામાં આવ્યું હતું. અશોકના સ્તંભની ટોચ પર, ‘સત્યમેવ જયતે‘ દેવનાગરી લિપિમાં લખાયેલું છે (સત્યની જ જીત થાય છે) જે મુંડક ઉપનિષદ (પવિત્ર હિંદુ વેદનો ભાગ)માંથી લેવામાં આવી છે.

આ પણ વાંચો –

ગુજરાતમાં 6 શહેરો હજી પણ રેડ એલર્ટ પર, BJP એ હેલ્પલાઈન શરૂ કરી

0

6 cities in Gujarat still on red alert

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતભરમાં સતત વરસાદ… સ્થિતિ પર નજર રાખવા ગાંધીનગર સ્થિત કંટ્રોલ રૂમ સતત કાર્યરત… ફસાયેલા લોકોના રાહત અને બચાવની કામગીરી સતત ચાલુ… BJP એ મદદ માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો.

ગુજરાતમાં (Gujarat) વરસાદે તોબા પોકારી છે. લગભગ અડધા ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ ઉદભવી છે. ભારે વહેણને કારણે નદીઓ ગાંડીતૂર બની છે. હજી પાંચ દિવસ મેઘરાજા (Megharaja) ધમરોળશે. ત્યારે ગુજરાત સરકારે આપેલા આંકડા મુજબ, રાજ્યમાં વરસાદી સિઝનમાં 52 લોકોનાં મૃત્યુ થયા છે. જેમાં વીજળી પડવાના કારણે 32 લોકોનાં મૃત્યુ છે તો તણાવાથી અને ડૂબી જવાથી 20 લોકોનાં મૃત્યુ થયા છે. ભારે વરસાદના (Heavy rain) કારણે 7 લોકો મોતને ભેટ્યા છે. તેમજ અત્યાર સુધીમાં 272 પશુઓનાં પણ મોત થયા છે.

અમિત શાહે મુખ્યમંત્રી સાથે કરી ટેલીફોનીક વાતચીત :

પીએમ મોદી બાદ અમિત શાહે પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે વાત કરીને ગુજરાતની પૂરની સ્થિતિની માહિતી મેળવી હતી. તેમણે આ અંગે ટ્વિટ કરી કે, ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિ સંદર્ભે મુખ્યમંત્રી સાથે વાત કરી અને મોદી સરકાર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી. ગુજરાત પ્રશાસન, SDRF અને NDRF અસરગ્રસ્ત લોકો સુધી ઝડપી મદદ પહોંચાડવામાં વ્યસ્ત છે.

મહેસૂલ મંત્રીએ લેટેસ્ટ અપડેટ વિશે માહિતી આપતા કહ્યુ કે, સ્થિતિ પર નજર રાખવા ગાંધીનગર સ્થિત કંટ્રોલ રૂમ સતત કાર્યરત છે. ફસાયેલા લોકોના રાહત અને બચાવની કામગીરી સતત ચાલુ છે. હાલ ભરૂચ, નર્મદા, તાપી, સુરત, ડાંગ, વલસાડમાં રેડ એલર્ટ છે. તંત્રએ ઝડપી કામગીરી કરી છે. 10674 સ્થળાંતર કરેલા લોકોમાંથી 3 હજાર લોકોને સલામત સ્થળે પહોંચાડી દેવાયા છે. બાકીના લોકો ઘરે સહી સલામત પરત ફર્યા છે. છેલ્લા 24 કલાકમાં 7 માનવ મૃત્યુ સહિત 63 મોત થયા છે.

1 જૂન થી 9 જૂલાઇ સુધી 18 મકાનો નુક્સાન પામ્યા, છેલ્લા 24 કલાકમાં 7 મકાન નુક્સાન પામ્યાં છે. આણંદમાં 17, બોડેલીમાં 175 લોકો સહિત 508 વ્યક્તિઓને રેસ્ક્યુ કરાયા છે. છેલ્લા 24 કલાકમાં 468 લોકોને રેસ્ક્યુ કરાયાં છે. ગુજરાતમાં SDRF ની કુલ 18 પ્લાટુન અને NDRF ની 18 પ્લાટુન ડિપ્લોય કરાઈ છે. આ ઉપરાંત દરેક પ્રભારી મંત્રીઓને પોતાના જિલ્લામાં જવા સૂચના આપી છે. જ્યાં ભારે વરસાદ છે ત્યાં રૂબરૂ મુલાકાત લે તેની સૂચના આપી છે.

ભાજપે હેલ્પલાઈન જાહેર કરી :

રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિમાં ભાજપ મદદ કરશે. આ માટે ગુજરાત ભાજપે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. પૂર જેવી સ્થિતિમાં 24 કલાક લોકો સંપર્રક કરી શકશે. 79232 76944 સહિત 4 નંબર ભાજપે જાહેર કર્યાં છે. આ ઉપરાંત વરસાદની સ્થિતિ મુદ્દે સીઆર પાટીલે બેઠક પણ યોજી છે. તેમણે તમામ નેતાઓને અપીલ કરી છે. તેમણે કહ્યુ કે, લોકોની મદદ માટે ફિલ્ડમાં કાર્યરત રહે. મુશ્કેલીના સમયમાં લોકોને મદદ કરો. જરૂર લાગે તો ભાજપ કાર્યાલયનો સંપર્ક કરે.

ભાજપાના મહામંત્રીઓ, જિલ્લા પ્રમુખ, mp, mla, અને ભાજપના પદાધિકારી ,આગેવાનો સહિત 400 ઉપરાંત અગ્રણીઓ સાથે તાત્કાલિક વર્ચ્યુઅલ બેઠક લઈ તમામ સાથે પ્રવતમાન વરસાદ પરિસ્થિતિની ચર્ચા કરી માહિતીનો તાગ મેળવ્યો અને ફૂડ પેકેટ તેમજ અન્ય સહાય અસરગ્રસ્તો સુધી પહોંચે તે માટે એક એક કરી તમામ જિલ્લાઓમાં અપીલ કરી છે.

આ પણ વાંચો –

ગીરના રાજાનો બાહુબલી અંદાજ, ખેડૂતના મકાનની છતને માહિષ્મતી સામ્રાજ્ય સમજીને બેસી ગયો !

0

Bahubali estimate of the king of Gir

  • સિંહ તો સિંહ કહેવાય…. જંગલના રાજા સિંહ જ્યા બિરાજમાન થાય ત્યાં જ સિંહાસન બની જતુ હોય છે. ગીરના સિંહના અદભૂત વીડિયો અને તસવીરો આવતી જ રહે છે. આવામાં એક અદભૂત નજારો સામે આવ્યો છે.

સિંહ તો સિંહ કહેવાય…. જંગલના રાજા સિંહ (The lion king of the forest) જયાં બિરાજમાન થાય ત્યાં જ સિંહાસન બની જતું  હોય છે. ગીરના સિંહના અદભૂત વીડિયો અને તસવીરો (Videos and pics) આવતી જ રહે છે. આવામાં એક અદભૂત નજારો સામે આવ્યો છે. કહેવાય છે કે સિંહ ને સિંહાસનની જરૂર નથી પડતી, સિંહ જ્યાં બેસે ત્યાં જ સિંહાસન બની જાય છે. બસ આવું જ કંઈક બન્યું છે ગીર બોર્ડર વિસ્તારના આલીદર ગામમાં. (Alidar village)

વરસાદી માહોલ વચ્ચે જંગલનો રાજા સિંહ ખેડૂતના મકાન પર આરામ ફરમાવતો જોવા મળ્યો હતો. આ દ્રશ્યો કોડીનારના આલીદર ગામમાં નજરે પડ્યાં હતાં. જ્યાં ધોળા દિવસે ઝરમર વરસાદમાં કૌશિકભાઈ નામના ખેડૂતની વાડીએ એક સિંહ આવી ચઢ્યો હતો. સિંહે કૌશિકભાઈના મકાનની છતને પોતાનું સિંહાસન બનાવ્યું હતું. ત્યારે ઘરના લોકોને કોઈ રંજાળ કર્યા વગર શાંતિથી મકાનની છત પર સિંહ ઠંડી હવા ખાતો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો –

ગુજરાતમાં ફેક IPL નેટવર્કનો ભાંડાફોડ, નકલી મેચમાં હર્ષા ભોગલેના અવાજમાં થતી કોમેન્ટ્રી

Fake IPL network busted in Gujarat

  •  મહેસાણા પોલીસે આ મામલે 4 લોકોની ધરપકડ કરી અને રશિયામાં બેઠેલા મુખ્ય સૂત્રધારને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયા. ગામના યુવાનોને પ્રતિ મેચ 400 રૂપિયા આપીને સટ્ટાના ભાવ પ્રમાણે રમવા માટે નિર્દેશ આપવામાં આવતો હતો.

વડનગરના (Vadnagar) મોલીપુર ગામ ખાતે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની માફક ચાલી રહેલી એક નકલી ક્રિકેટ લીગનો ભાંડાફોડ થયો છે. આ સમગ્ર કૌભાંડનું રશિયાથી સંચાલન થઈ રહ્યું હતું અને એક નકલી ક્રિકેટ લીગ, નકલી મેદાન, નકલી ક્રિકેટર તથા નકલી કોમેન્ટેટર (Fake commentator) પર અસલી સટ્ટો રમવાની ફિલ્મી કહાની ચાલી રહી હતી.

મોબાઈલ એપ પર લાઈવ થતી હતી મેચ :

રશિયામાં બેઠેલી એક વ્યક્તિના ઈશારા પર ચાલી રહેલા આ સમગ્ર કૌભાંડ માટે મોલીપુર ગામ ખાતે એક ફાર્મ ખરીદવામાં આવ્યું હતું અને તેને ક્રિકેટના મેદાનમાં ફેરવી દેવામાં આવ્યું હતું. તેમાં ફ્લડ લાઈટ લગાવાઈ હતી અને પીચ પણ તૈયાર કરવામાં આવી હતી. તેને આઈપીએલનું સ્વરૂપ આપવા માટે મલ્ટી કેમ સેટઅપ, કોમેન્ટ્રી બોક્સ સહિતની તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી અને એથી પણ આગળ એક મોબાઈલ એપ પર મેચ લાઈવ પણ થતી હતી.

કઈ રીતે ચાલતું હતું તિકડમ :

આ માટે ગામના છોકરાઓને ભાડે રાખવામાં આવતા હતા અને તેમને પ્રતિ મેચ 400 રૂપિયા આપવામાં આવતા હતા. સટ્ટાના ભાવ એટલે કે રેટ પ્રમાણે ગામના નકલી ક્રિકેટર્સને ક્યારે ચોગ્ગો મારવાનો છે, ક્યારે આઉટ થવાનું છે વગેરે નિર્દેશો આપવામાં આવતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ક્રિકેટ કીટ, સ્પીકર, લાઈટ, મલ્ટી કેમેરા સેટઅપ સહિતની અનેક વસ્તુઓ જપ્ત કરી છે અને 4 આરોપીઓની ધરપકડ કરી છે. તે ચારેય આરોપી સામે સટ્ટાબાજી, છેતરપિંડી સહિતના અનેક મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે અને રશિયામાં રહીને આ સમગ્ર નેટવર્કનું સંચાલન કરનારા વ્યક્તિની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

જાણવા મળ્યા મુજબ નકલી કોમેન્ટેટર હર્ષા ભોગલેના અવાજમાં ક્રિકેટ કોમેન્ટ્રી કરતો હતો. હર્ષા ભોગલેએ પોતે પણ આ રિપોર્ટને ટ્વિટ કરીને પોતે તે કોમેન્ટેટરને સાંભળવા ઈચ્છે છે તેમ લખ્યું હતું.

આ પણ વાંચો –

ગુજરાતના માથે સફેદ કલંક : મુન્દ્રા પોર્ટ પર ઝડપાયું 350 કરોડનું ડ્રગ્સ, ATSએ 70 કિલો હેરોઈન સાથે ઝડપ્યું દુબઈથી આવેલું કન્ટેઇનર:

White stigma on Gujarat

  • ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. ગુજરાત ATSએ કચ્છના મુંદ્રા પોર્ટ પરથી 70 કિલો હેરોઇન પકડી પાડ્યું છે. જેની બજાર કિંમત 350 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે.

ગુજરાત ATSને ગુપ્ત માહિતી મળી હતી કે, દુબઇના જેબલ અલી પોર્ટથી આવેલા કન્ટેનરમાં કરોડોનું હેરોઇન (Heroin) છુપાવવામાં આવ્યું છે. જે બાદ તપાસ કરતા અંદરથી ડ્રગ્સ મળ્યું હતુ. આ કન્સાઇમેન્ટ મુંદ્રા પોર્ટ (Mundra Port) પરથી સીએફએસ પરથી મળ્યું હતું.

70 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું :

ગુજરાત ATSની ટીમને આ કન્સાઇમેન્ટ કોણે મોકલ્યું હતું. અને કોને આપવાનું હતુ તે અંગેની જાણ છે. આ સાથે વધુ તપાસમાં  આ ડ્રગ્સ મંગાવવામાં કોણ કોણ સામેલ હતું તે અંગેની માહિતી પણ સામે આવી શકે છે. હાલ આ અંગે હજી મોટા ખુલાસા થઇ શકે છે. અત્યારે તો એક જ કન્ટેનર ઝડપાયું છે. પરંતુ એક કરતા વધુ કન્ટેનરની તપાસ ગુજરાત એટીએસની ટીમ કરી રહી છે.

આ પણ વાંચો –

 

ફક્ત 1300 રૂપિયામાં થશે હવાઇ યાત્રા ! ફટાફટ કરો ટિકિટ બુક, અહીં જુઓ રૂટ અને ભાડું

0

Air travel will be for

  • હવે તમે એકદમ સસ્તામાં દેશની સુંદર જગ્યાએ ફરી શકો છો. એટલું જ હવે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફ્લાઇટથી જવું સરળ થઇ જશે. પ્રાઇવેટ એરલાઇન એરએશિયા ઇન્ડીયા (AirAsia India) એ ઘણા ડોમેસ્ટિક રૂટ્સ પર સસ્તા દરની ટિકીટ માટે સેલ શરૂ કર્યો છે.

હવે તમે એકદમ સસ્તામાં દેશની સુંદર જગ્યાએ (Beautiful space) ફરી શકો છો. એટલું જ હવે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફ્લાઇટથી જવું સરળ થઇ જશે. પ્રાઇવેટ એરલાઇન એરએશિયા ઇન્ડીયા (AirAsia India) એ ઘણા ડોમેસ્ટિક રૂટ્સ પર સસ્તા દરની ટિકીટ માટે સેલ શરૂ કર્યો છે. તેના અંતગર્ત તમે 31 માર્ચ 2023 સુધી સફર કરવા માટે આ સેલમાં સસ્તા દરે ટિકીટ બુક કરાવી શકો છો. આવો જાણીએ વિસ્તારપૂર્વક.

અત્રે ઉલ્લેખનીય છે કે મલેશિયાના એરએશિયા ગ્રુપનો ભાગ છે. એરએશિયા ઇન્ડીયામાં ટાટા સન્સની 83.67 ટકાની ભાગીદારી છે. આ ઉપરાંત એરલાઇનમાં એરએશિયા ઇન્વેસ્ટમેંટ લિમિટેડ પાસે બાકી ભાગીદારી છે. એરલાઇને કહ્યું કે આ ઓફર અંતગર્ત સીટો સીમિત છે, એટલા માટે જલદી જ તમે પોતાનું બુકિંગ કરાવી લો. એટલું જ નહી આ ઓફર હેઠળ તમામ તારીખ ફ્લાઇટ્સ અથવા રૂટ્સ માટે ટિકિટ ઉપલબ્ધ નહી હોય. આ સિલેક્ટેડ રૂટ્સ અને ફ્લાઇટ માટે જ મળશે.

પહેલાં આવો, પહેલાં ઓફર મેળવો :

એરલાઇને જાણકારી આપી કે આ ઓફર ફક્ત એરએશિયા ઇન્ડીયાની 15 ઘરેલૂ ઉડાનો પર લાગૂ છે. એટલું જ નહી, આ એક લિમિટેડ ઇન્વેંટ્રી ઓફર છે, જેમાં આઓ-પહેલાં પાઓ’ આધાર પર ઉપલબ્ધ છે. NeuPass સભ્યો માટે ભાડું 1,300 રૂપિયાથી શરૂ થશે. આ ભાડામાં બેસ ફેર, ટેક્સ એરપોર્ટ ચાર્જીસ પણ સામેલ છે. જોકે તેમાં કંવીનિએન્સ ફી અથવા એંસિલરી સર્વિસીઝ સામેલ નથી. એટલે કે હવે તમેઅ એકદમ સસ્તામાં હવાઇ યાત્રા કરી શકો છો.

જો તમે પણ સસ્તામાં હવાઇ યાત્રા કરવા માંગો છો તો તાત્કિલ ટિકિટ બુક કરાવી લો, કારણ કે એરએશિયાનું કહેવું છે કે કંપની આ ઓફરને કંપની પણ બંધ કરી શકે છે. તેના કોઇપણ પ્રકારના કેન્સલલેશન, ટૅર્મિનેશન અથવા સ્થગિત પર મુસાફરોને પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રૂપથી હાનિના દાવા માટે જવાબદાર એરલાઇન્સ નહી હોય.

અત્યારે તાજેતરમાં જ એરએશિયાએ થોડા દિવસો પહેલાં ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉથી દેશના પાંચ મુખ્ય શહેરો માટે ઉડાનો શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ ઉડાનો આગામી પાંચ ઓગસ્ટથી શરૂ થશે. તેના અંતગર્ત લખનઉથી દિલ્હી, ગોવા, બેંગલુરૂ, કલકત્તા અને મુંબઇ માટે ફ્લાઇનું સંચાલન થશે. લખનઉથી આ શહેરો માટે દરરોજ ફ્લાઇટ ઉપલબ્ધ રહેશે.

આ પણ વાંચો –

 

12 જુલાઈ 2022, રાશિફળ : આ રાશિના લોકોને ગણેશજીની કૃપાથી પ્રાપ્ત થશે અણધારી સફળતા 

12 July 2022, Horoscope Gujarat Guardian

 

મેષ :
દિવસ દરમ્યાન ભાગ્યનો સાથ મળતાં તમામ ક્ષેત્રે સફળતા મળતી જણાય. આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા. હયાત તથા નવા રોકાણો ફાયદાકારક નીવડે. ધાર્મિક યાત્રા-પ્રવાસના યોગ બને છે. ચામડીના તથા જ્ઞાનતંતુના રોગોથી સાચવવું.

વૃષભ :
દિવસ દરમ્યાન ખોટું લાગે એવા પ્રસંગો બને. નાણાંકીય બાબતો અંગે સામાન્ય દિવસ છે. કાર્યક્ષેત્રે સંઘર્ષનું પ્રમાણ વધારે રહે. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. પરિવારના સભ્યોએ પડવા-વાગ્યાથી સાચવવું.

મિથુન :
સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. આવક જાવકનું પાસુ સરભર થતું જણાય. નાણાંકીય રોકાણોનું આયોજન જણાય. જીવનસાથી સાથે સ્નેહના પુષ્પ ખીલવી શકશો. ધંધાકીય ક્ષેત્રે લાભ. આરોગ્ય સારૂં રહેશે.

કર્ક :
આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. કુટુંબના સભ્યો સાથે મનમેળ જળવાશે. મિત્રોના સહકારથી આર્થિક લાભ મળતો જણાય. અગત્યના કાર્યો પૂર્ણ થતા જણાય. સ્વાસ્થ્ય સારૂ રહેશે. આકસ્મિક ધનલાભના યોગ છે.

સિંહ :
સંતાન સંબંધી ઉકેલાતા જણાય. આદ્યાત્મિકતામાં વધારો થાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. મગજમાં ઇજા થાય તો સાવધાની જરૂરી. સફેદ વસ્તુ, કાપડના ધંધામાં વિશેષ લાભ.

કન્યા :
નવી નોકરી કે ધંધાની શરૂઆત થતી જણાય. વાક્ચાતુર્ય દ્વારા સફળતા પ્રાપ્‍ત થાય. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. દિવસ દરમ્યાન ટુકડે ટુકડે આવક મળતી રહે. વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું.

તુલા :
નસીબનો સાથ મળતાં ઓછી મહેનતે વધુ આવક મેળવવી શક્ય બને. પરિવારના સભ્યોની પ્રગતિથી મન આનંદમાં રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી અનુભવાય. તંદુરસ્તી જળવાશે. મિત્રોનો સાથ મળતો જણાતો નથી.

વૃશ્ચ‌િ‍ક :
આવકમાં વધારો થતો જણાય. આકસ્મિક ધન લાભના યોગ છે. પરિવારમાં સુખ-શાંતિ બરકરાર રહેશે. સંતાન સાથે વાદવિવાદ ટાળવો. દામ્પત્ય સુખમાં આનંદની અનુભૂતિ થતી જણાય છે.

ધન :
માનસિક શાંતિ-આનંદમાં વધારો થાય. ડોકટર, બેંક, ધર્મ કે જ્યોતિષને લગતા ધંધામાં વિશેષ લાભ મેળવી શકાય. ગુપ્‍તાંગ સંબંધી વ્યાધીથી સાવચેતી જરૂરી. સ્થાવર જંગમ મિલકતથી લાભ.

મકર :
દિવસ દરમ્યાન થોડી ઉદાસીનતા વર્તાય. વાયુનો ઉપદ્રવ વધતો જણાય. સાંધાના દુઃખાવાથી પરેશાની રહે. અગત્યના રોકાણો મુલતવી રાખવા. છતાં લક્ષ્મીની વખતસર હેરફેર થતાં, આવશ્યક કાર્યો પુરા કરી શકાય.

કુંભ :
નાણાંકીય પાસુ મજબૂત બને. શેરબજાર ટ્રાવેલીંગ, સ્ત્રી શણગાર ક્ષેત્રે લાભ મેળવવો શક્ય બને. સંતાનની ચિંતા સતાવે. આરોગ્ય જળવાય. ભાગ્ય સારૂ છે. નાના એક-બે દિવસના પ્રવાસનો યોગ બને છે.

મીન :
મનોબળ મજબૂત બને. પોતાનું જ ધાર્યું કરવાની ઇચ્છા પ્રબળ બને. આવક વધતી જણાય. માતૃપક્ષ તરફથી સારા  સમાચાર મળે. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થતો જણાય. હાડકા અને આંખની કાળજી જરૂરી છે.

આ પણ વાંચો –

યુનિફોર્મનાં પૈસા ન મળ્યા તો તલવાર લઈને નિશાળે પહોંચી ગયો પિતા, માસ્તરોને આપી દીધી ધમકી

0

If he did not get the money

  • બિહારના અરરિયામાં એક ગજબ કેસ સામે આવ્યો છે. સ્કૂલ યુનિફોર્મના પૈસા ના મળતા એક પિતા તલવાર લઇને પોતાના બાળકોના સ્કૂલે પહોંચી ગયો અને શિક્ષકોને ધમકાવવા લાગ્યો. જો કે, પોલીસે આરોપી પિતા પર FIR નોંધી છે.

જોકીહાટ SHO એ કહ્યું, શિક્ષકોને ધમકાવવાનો મામલો તેમના ધ્યાનમાં આવ્યો છે. આરોપી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. તો અકબરના (Akbar) ગયા બાદ શાળાના મુખ્ય શિક્ષક મો. જહાંગીર આલમે જોકીહાટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી કાર્યવાહીની માંગ કરી. મો. જહાંગીરે જણાવ્યું, શાળાની બાજુમાં જ અકબરનું ઘર છે. એક વર્ષ પહેલા તેણે શાળાના શિક્ષકો સાથે અભદ્ર વર્તન કર્યુ હતુ. તો મિડ ડે મીલનો રાશનનો સામાન અને રૂપિયા બળજબરીપૂર્વક મંગાવ્યા કરે છે. એટલું જ નહીં, શાળામાંથી સામાનની ચોરી કરી માર્કેટમાં વેચી દે છે.

Image

શિક્ષકનો આરોપ, વેપારીના ખિસ્સામાંથી રૂપિયા લૂંટી લીધા :

શાળાના શિક્ષકે જણાવ્યું, આ મહિને પાંચ જુલાઈએ જીતુ ચોક પર સ્થિત સ્કૂલ વેન્ડર યાકુબની કરિયાણાની દુકાન પર ઈંડા ખરીદવા માટે હું ગયો હતો. આ દરમ્યાન અકબર ત્યાં પણ પહોંચી ગયો. અકબરે દુકાનના વેપારી પાસે 50 હજાર રૂપિયાની માંગણી કરી. શિક્ષકે આરોપ લગાવ્યો, અકબરે વેપારીના ખિસ્સામાંથી રાખેલા રૂપિયા લૂંટી લીધા. આ સાથે ધમકી આપી ત્યાંથી ભાગી નિકળ્યો.

આ પણ વાંચો –

 

દિલ્હીમાં વીજળીની કિંમતમાં થશે વધારો, DERCએ આપી મંજૂરી, જાણો ક્યારથી ભાવ વધારો લાગુ થશે 

0

Electricity prices will go up in Delh

  •  વીજળીના વધેલા દર 10 જૂનથી લાગુ થશે અને આ આદેશ 31 ઓગસ્ટ સુધી લાગુ રહેશે.

દેશમાં કોલસાની અછત (Lack of coal) અને સીએનજી ગેસના (CNG gas) ભાવમાં વધારાની અસર હવે વીજ ગ્રાહકો પર થવા જઈ રહી છે. DERCએ રાજધાનીમાં વીજળીની કિંમતમાં (The cost of electricity) વધારો કરવા સબંધી નિર્ણયને મંજૂરી આપી દીધી છે. આ વીજળીના કિંમતમાં વધારાની મંજૂરી DERCએ પાવર પરચેઝ એડજસ્ટમેન્ટ કોસ્ટના (Power Purchase Adjustment Cost) રૂપમાં આપી છે.

દિલ્હીની ત્રણ ખાનગી પાવર કંપનીઓ BSES યમુના, BSES રાજધાની અને ટાટા પાવર દિલ્હી ડિસ્ટ્રિબ્યુશન કંપની (TPDDL) ને પાવર પરચેઝ એડજસ્ટમેન્ટ કોસ્ટના રૂપમાં વીજળીના દરો વધારવાની મંજૂરી મળી ગઈ છે. આ વધારો રાજધાનીના અલગ-અલગ વિસ્તારોમાં 2થી 6%નો હશે.

BSES યમુના વિસ્તારમાં 6%, BSES રાજધાનીમાં 4% અને TPDDLના વિસ્તારોમાં 2% વીજળી ભાવોમાં વધારો થશે. વીજળીના વધેલા દર 10 જૂનથી લાગુ થશે અને આ આદેશ 31 ઓગસ્ટ સુધી લાગુ રહેશે. કોલસાની અછત અને ભૂતકાળમાં તેની વધેલી કિંમતોને કારણે પાવર જનરેશન દ્વારા વીજળીના દરોમાં વધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી જેને DERC દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

શિન્ઝો આબેને કારણે મારી માતા કંગાળ બની એટલે હત્યા કરી

My mother became miserable

  •  જાપાનના પૂર્વ વડાપ્રધાનના હત્યારા યામાગામીની કબૂલાત. જાપાનમાં સંસદની ચૂંટણી માટે મતદાન પૂર્ણ, આબેના સત્તાધારી પક્ષને બહુમત મળવાનું એક્ઝિટ પોલનું અનુમાન.

જાપાનના (Japan) પૂર્વ વડાપ્રધાન શિંઝો આબેની (Former Prime Minister Shinzo Abe) હત્યા કરનારા શખ્સે પોલીસ સમક્ષ હત્યા કેમ કરી તેને લઇને મોટા ખુલાસા કર્યા છે. આ હત્યારાએ જણાવ્યું હતું કે શિંઝો આબેને કારણે મારી માતા આર્થિક રીતે તંગદીલીમાં ધકેલાઇ ગઇ હતી. શિંઝો આબેને કારણે મારા ઘરની આર્થિક સ્થિતિ (Economic status) સાવ કંગાળ થઇ ગઇ હતી.

શિંઝો આબેના ૪૧ વર્ષીય હત્યારા તેત્સૂયા યામાગામીએ પોલીસને જણાવ્યું હતું કે એક ધાર્મિક ગુ્રપને કારણે મારી માતાની આર્થિક સ્થિતિ નબળી પડી ગઇ અને તે દેવાદાર બની ગઇ હતી. હું મહિનાઓથી શિંઝો આબેની હત્યાનું આયોજન કરી રહ્યો હતો. આ માટે તેણે એક ૪૦ સેમીની બંદુક પણ તૈયાર કરી હતી. આ યુવકના પાડોશીએ સાથે વાતચીત કરતા સામે આવ્યું હતું કે તે એકદમ ગુમસુમ અને શાંત રહેતો હતો, લોકોની સાથે બહુ જ ઓછી વાતો કરતો હતો.

એવા દાવા થઇ રહ્યા છે કે આ યુવકે પોલીસને જણાવ્યું છે કે શિંઝો આબેએ એક એવા ધાર્મિક સંગઠનનું સમર્થન કર્યુ હતું કે જેને દાન આપીને મારી માતા આર્થિક રીતે ભાંગી ગઇ હતી. બંદુકથી ગોળીબાર કરવાના આયોજન પૂર્વે બોમ્બથી હુમલો કરવાની પણ આ શખ્સે યોજના બનાવી હતી. તે અનેક કાર્યક્રમોમાં શિંઝો આબે પર હુમલાની તક જઇ રહ્યો હતો.

બીજી તરફ શિંઝો આબેના મોત બાદ જાપાન શોખમય બન્યું હતું, આ સ્થિતિ વચ્ચે રવિવારે જાપાનની રાજ્યસભા માટે ચૂંટણી યોજાઇ હતી. આ દરમિયાન એક્ઝિટ પોલનો દાવો છે કે શિંઝો આબેના પક્ષને સહાનુભુતની કારણે બહુમત મળી શકે છે. સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીને ૧૨૫ બેઠક સાથે બહુમત મળી શકે છે.

આ પણ વાંચો –