Home Blog Page 1387

ઓનલાઈન કરતા ઓફલાઇન ફૂડ સસ્તું ? યુઝરે Zomatoનું બિલ શેર કરી પર્દાફાશ કર્યો

0

Is offline food cheaper than online

  • લિંક્ડઇન યુઝર રાહુલ કાબરાએ ઝોમેટો ઓર્ડર બિલ અને તે જ ઓર્ડરના ઓફલાઇન બિલની તસવીરો શેર કરી છે. જેમાં કુલ ઓર્ડરની રકમમાં મોટો તફાવત જોવા મળ્યો હતો. કાબરાએ ઝોમેટોથી વેજ બ્લેક પેપર સોસ, વેજિટેબલ ફ્રાઇડ રાઇસ અને મશરૂમ મોમો ઓનલાઇન મંગાવ્યા હતા.

આજના સમય ખોરાક (Food), દવા (Medicine) અને રાશન (Ration)નો સમાન ફક્ત એક ક્લિક દૂર છે. વર્તમાન સમયે ઓનલાઇન ફૂડ (Online Food) ઓર્ડર કરવું એ સામાન્ય વાત બની ગઈ છે. ઝોમેટો (Zomato) અને સ્વિગી જેવા પ્લેટફોર્મ્સ (Online Food delivery Platforms) યુઝર્સને ઘણી ઓફર્સ આપે છે. જેથી આવી સર્વિસ લોકોને કિફાયતી લાગે છે. પરંતુ, આ ઓફર્સ પછી પણ રેસ્ટોરન્ટ (Restaurant) અથવા હોટલમાં રૂબરૂ ગયા કરતા ઓનલાઇન ફૂડ ઓર્ડર કરવું સસ્તું છે?

મુંબઈના એક વ્યક્તિએ આ વાત પરથી પડદો ઉઠાવ્યો છે. તેને ઝોમેટો મારફતે ખાવાનું મંગાવવું મોંઘું પડ્યું છે. તેણે ઝોમેટો અને રેસ્ટોરન્ટમાંથી એક સરખું ખાવાનું મંગાવ્યું હતું અને બંનેના રેટમાં જે તફાવત જોવા મળ્યો હતો તે જોઈને તે ચોંકી ગયો હતો.

રાહુલ કાબરા નામના વ્યક્તિએ લિંક્ડઇન પર ઓનલાઈન અને ઓફલાઇન એમ બંને બિલ મૂક્યા હતા. ઝોમેટો અને રેસ્ટોરન્ટના બિલમાં તફાવત જોઇને લોકો પણ ચોંકી ગયા હતા. ઝોમેટોએ તો 75 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપીને પણ ફૂડ માટે 690 રૂપિયા લીધા હતા, જ્યારે રેસ્ટોરન્ટે તે જ ફૂડ માટે 512 રૂપિયા વસૂલ્યા હતા! આ બાબતે ઘણા યુઝર્સે ઝોમેટોની ઝાટકણી કાઢતી કોમેન્ટ્સ કરી હતી.

શું છે આખી વાત ?

લિંક્ડઇન યુઝર રાહુલ કાબરાએ ઝોમેટો ઓર્ડર બિલ અને તે જ ઓર્ડરના ઓફલાઇન બિલની તસવીરો શેર કરી છે. જેમાં કુલ ઓર્ડરની રકમમાં મોટો તફાવત જોવા મળ્યો હતો. કાબરાએ ઝોમેટોથી વેજ બ્લેક પેપર સોસ, વેજિટેબલ ફ્રાઇડ રાઇસ અને મશરૂમ મોમો ઓનલાઇન મંગાવ્યા હતા. 75 રૂપિયાના ડિસ્કાઉન્ટ બાદ પણ ઝોમેટોનું બિલ 690 રૂપિયા થઈ ગયું. કાબરાએ આ જ સામાન જે રેસ્ટોરન્ટમાંથી ઝોમેટોએ ડિલિવર કર્યો હતો ત્યાંથી ખરીદ્યો હતો, જેમાં કાબરાને માત્ર રેસ્ટોરન્ટમાં જ 512 રૂપિયા ચૂકવવા પડતા હતા. આ રીતે બંને બિલ વચ્ચેનો તફાવત 178 રૂપિયા હતો.

રાહુલ કાબરાએ ઉમેર્યું હતું કે, “ધારો કે, ઝોમેટો ફૂડ સર્વિસ પ્રોવાઇડરને વિઝીબલિટી અને વધુ ઓર્ડર લાવે છે. તો શું તેણે આટલી ઊંચી કિંમત લેવી જોઈએ?

પોસ્ટ આગની જેમ વાયરલ થઈ :

રાહુલ કાબરાની આ પોસ્ટ વાયરલ થઈ છે. આ પોસ્ટ પર 11,000 લાઈક અને 1,700 થી વધુ કોમેન્ટ આવી છે. બીજા ઘણા યુઝર્સે પણ એક સમાન પ્રોડક્ટની કિંમત ઉંચી બતાવવામાં આવી હોવાની ફરિયાદ કરી છે. કેટલાક યુઝર્સે લખ્યું છે કે, ઓનલાઇન ડિલિવરી પ્લેટફોર્મ દ્વારા લૂંટ ચલાવવા આવી રહી છે. અન્ય એક યુઝરે લખ્યું કે, મેનુ એક જ રાખવું જોઈએ અને તેમનો ચાર્જ અલગથી લેવો જોઈએ.

એક યુઝરે કમેન્ટ કરી ઈન્દોરમાં સ્વિગી સાથેનો પોતાનો અનુભવ વર્ણવ્યો છે. તેણે લખ્યું છે કે, હું નજીકની રેસ્ટોરન્ટમાંથી થાળી મંગાવવા માંગતો હતો. સ્વિગીએ 120 પ્લસ ડિલિવરી ચાર્જ તરીકે કિંમત બતાવી હતી. હું રેસ્ટોરન્ટ તરફ જઈ રહ્યો હતો, તેથી મેં તે થાળી રેસ્ટોરન્ટમાંથી લેવાનું નક્કી કર્યું હતું. ત્યારે તે જ થાળી 99માં ઉપલબ્ધ હતી. મેં સ્વિગીને તે જ ફૂડ માટે 40 ટકા વધુ એટલે કે, લગભગ 140 રૂપિયા ચૂકવ્યા હોત.

અન્ય એક યુઝરે ઉમેર્યું હતું કે, “ડોરડાશ જેવી યુએસ બેઝ્ડ ફૂડ ડિલિવરી એપ્લિકેશન્સ ખાદ્ય ચીજો માટે રેસ્ટોરાં જેટલી જ કિંમત જાળવી રાખે છે. જો કે, તેઓ અલગથી ડિલિવરી ફી લે છે. આ રીતે ત્યાં પારદર્શિતા છે અને ગ્રાહક જાણે છે કે તે શેના માટે વધુ ચૂકવણી કરે છે.

આ પણ વાંચો –

 

સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો : વિજય માલ્યાને આ કેસમાં 4 મહિનાની સજા અને 2 હજારનો દંડ ફટકાર્યો

Major Supreme Court verdict

  • સુપ્રીમ કોર્ટમાં આજે વિજય માલ્યાના કેસ પર સુનાવણી થઈ હતી, જેમાં કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. જેમાં કોર્ટે વિજય માલ્યાને 4 મહિનાની સજા અને 2 હજારનો રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

સુપ્રીમ કોર્ટે (Supreme Court) વિજય માલ્યાને (Vijay Mallya) અવમાનના કેસમાં ચાર મહિનાની સજા સંભળાવી છે. તેની સાથે જ બે હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે દંડ ન ચુકવવાના કેસ પર બે મહિનાની વધારાની સજા પણ સંભળાવી છે. તેની સાથે વિદેશમાં ટ્રાંસફર (Transfer abroad) કરવામાં આવેલા 40 મિલિયન ડોલર 4 અઠવાડીયામાં ચુકવવાનો આદેશ પણ આપ્યો છે.

વિજય માલ્યાને 2017માં જ સુપ્રીમ કોર્ટે અવમાનના કેસમાં દોષિત ઠેરવ્યો હતો, સજા હવે સંભળાવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, વિજય માલ્યાએ અવમાનના માટે કોર્ટ સક્ષમ માફી માગી નથી. સુપ્રીમ કોર્ટે ભાગેડૂ વેપારીને 4 અઠવાડીયાની અંદર વ્યાજ સહિત 40 મિલિયન અમેરિકી ડોલર પાછા જમા કરાવવા માટે કહ્યું છે. આવા કરવામાં નિષ્ફળ રહેતા વિજય માલ્યાની સંપત્તિ ટાંચમાં લેવામાં આવશે. કેન્દ્રીય તપાસ એજન્સીના અધિકારી કાર્યવાહી કરવા માટે સ્વતંત્ર છે.

કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટમાં આ મામલે વિજય માલ્યાને વધુમાં વધુ સજા આપવાની માગ કરી હતી. કેન્દ્રએ કહ્યું હતું કે, માલ્યાએ ન ફક્ત વિદેશી ખાતામાં પૈસા ટ્રાંસફર કરવાને કોર્ટમાં ખોટી જાણકારી આપી છે, પણ તેણે 5 વર્ષમાં કોર્ટ સમક્ષ હાજર પણ થયો નથી, બે હજારનો દંડ નહીં ભરવા પર વધારાની બે મહિનાની સજા આપવામાં આવશે.

આ પણ વાંચો –

આ ફિલ્મ મેકરની ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ મુંબઈ રવાના

0

The filmmaker could be arrested at any time, the Ahmedabad Crime Branch team left for Mumbai

  • અવિનાશ દાસની ધરપકડ માટે ગુજરાત પોલીસ ક્રાઈમ બ્રાંચની એક ટીમ મહારાષ્ટ્રના મુંબઈ જવા માટે ગુજરાતથી નીકળી ગઈ છે.

સોશ્યલ મીડિયા પર વિવાદિત તસવીરો પોસ્ટ (Post controversial pics) કરવાના મામલામાં આરોપી એવા ફિલ્મ નિર્માતા અવિનાશ દાસની પરેશાનીઓ વધતી નજર આવી રહી છે. ગુજરાત પોલીસ ક્રાઈમ બ્રાંચ જલ્દી જ અવિનાશ દાસની (Avinash Das) ધરપકડ કરી શકે છે. અવિનાશ દાસની ધરપકડ માટે ગુજરાત પોલીસ ક્રાઈમ બ્રાંચની (Gujarat Police Crime Branch) એક ટીમ મહારાષ્ટ્રના (Maharashtra) મુંબઈ જવા માટે ગુજરાતથી નીકળી પડી છે.

તમને જણાવી દઈએ કે ફિલ્મ નિર્માતા અવિનાશ દાસ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે કેસ નોંધાવ્યો હતો. અવિનાશ દાસ સામે ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરાયેલ ઝારખંડના કૈડરની આઇએએસ અધિકારી પૂજા સિંઘલની ગૃહ મંત્રી અમિતશાહ સાથેની તસ્વીર સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવાનો આરોપ છે. સાથે જ અવિનાશ દસ સામે રાષ્ટ્રધ્વજના અપમાનનો કેસ પણ દર્જ છે.

અવિનાશ દાસે આ બધા મુદ્દે સેશન કોર્ટ સામે અગ્નિમ જમાનતની અરજી દાખલ કરી હતી. ફિલ્મ નિર્માતા અવિનાશ દાસની અગ્નિમ જમાનતની અરજી સેશન કોર્ટ નામંજૂર કરી હતી અને એ પછી ગુજરાત હાઇકોર્ટને અ કેસ સોંપ્યો હતો. ગુજરાત હાઇકોર્ટ પણ અવિનાશ દાસને અગ્નિમ જમાનત આપવાની ના કહી હતી. ગુજરાત હાઇકોર્ટ પણ અવિનાશ દાસને અગ્નિમ જમાનત આપવાની ના કહી પછીથી અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ એક્શનમાં આવી છે.

ગુજરાતમાં નોંધાયેલા આ કેસમાં ફિલ્મ નિર્માતા અવિનાશ દાસની જમાનત નકારવામાં આવી પછી અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ એક્ટીવ થઇ છે અને  ફિલ્મ નિર્માતા અવિનાશ દાસની ધરપકડ કરવા માટે મુંબઈ માટે રવાના થઇ પડી છે. જો કે ફિલ્મ નિર્માતા અવિનાશ દાસ સામે અમદાવાદમાં 14 મેના દિવસે કેસ દર્જ થયો હતો.

આ પણ વાંચો –

અમદાવાદમાં સીઝનનો 20 ટકા વરસાદ, 3 કલાકની તોફાની બેટિંગથી શહેરમાં જળબંબાકાર

0

0 per cent rainfall of the season in Ahmedabad

  • રવિવારે જ્યારે મોટાભાગના શહેરીજનો ઘરે રજાઓ ગાળી રહ્યા હતા ત્યારે મેઘરાજાએ પણ ભાગદોડથી થાકેલા શહેરીજનોને ખુશ કરવાનું વિચાર્યું હતું. સાંજે શહેરમાં ફરી એકવાર ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો હતો. વિજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયેલો વરસાદ શરૂ થયો હતો. જોતજોતામાં મેઘાડંબર રચાયું હતું. રવિવાર હોવાનાં કારણે નાગરિકો વરસાદનો આનંદ લેવા માટે નિકળી પડ્યાં હતા. મેઘરાજાએ પણ જ્યાં સુધી છેલ્લામાં છેલ્લા વ્યક્તિનું મન ન ભરાય ત્યાં સુધી વરસવાનું નક્કી કર્યું હતું.

રવિવારે જ્યારે મોટાભાગના શહેરીજનો ઘરે રજાઓ ગાળી રહ્યા હતા ત્યારે મેઘરાજાએ (Megharaja) પણ ભાગદોડથી થાકેલા શહેરીજનોને ખુશ કરવાનું વિચાર્યું હતું. સાંજે શહેરમાં ફરી એકવાર ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો હતો. વિજળીના કડાકા (Lightning strikes) ભડાકા સાથે શરૂ થયેલો વરસાદ શરૂ થયો હતો. જોતજોતામાં મેઘાડંબર રચાયું હતું. રવિવાર હોવાનાં કારણે નાગરિકો વરસાદનો આનંદ લેવા માટે નિકળી પડ્યાં હતા. મેઘરાજાએ પણ જ્યાં સુધી છેલ્લામાં છેલ્લા વ્યક્તિનું મન ન ભરાય ત્યાં સુધી વરસવાનું નક્કી કર્યું હતું.

જો કે વરસાદનાં પગલે કોર્પોરેશન દ્વારા કરાયેલા દાવાઓ ફરી પોકળ સાબિત થયા હતા અને ભરાયેલા પાણીના કારણે ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. સતત દોડતુ અને હાંફતુ રહેતું શહેર જાણે રોડ પર થંભી ગયા હતા. શહેરમાં આજે 1 કલાકમાં જ  1થી 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જેના પગલે અમદાવાદમાં છેલ્લા 3 દિવસમાં 7 ઇંચ વરસાદ જેટલો વરસાદ પડતા સીઝનનો 20 ટકા વરસાદ માત્ર ત્રણ જ દિવસમાં થઇ ગયો હતો. એક કલાકમાં સરેરાશ દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

શહેરનાં પૂર્વ વિસ્તાર ઓઢવ, વિરાટનગર, ઉસ્માનપુરા, આશ્રમરોડ, વાડજ, સરદારનગર, નોબલનગર, મણિનગર, કાંકરિયા, રખિયાલ, ગોમતીપુર, પ્રહલાદનગર, એસજી હાઇવે પર વરસાદની ધમાકેદાર ઇનિંગ હતી. સમગ્ર શહેરમાં શ્રીકાર વર્ષા જોવા મળી હતી. શહેરનો કોઇ પણ વિસ્તાર કોરો નથી રહ્યો. અમદાવાદનાં લગભગ મોટા ભાગના અંડરબ્રિજ બંધ કરવાની ફરજ પડી હતી. પશ્ચિમ વિસ્તારનાં શિવરંજની, હેલમેટ સર્કલ, નારણપુરા, શાસ્ત્રીનગર, થલતેજ, કેશવબાગ, વગેરે વિસ્તારોમાં પહેલાથી જ જે પાણી ભરાવાની સમસ્યા છે તે ચાલુ વર્ષે પણ યથાવત્ત રહી હતી.

હવામાન વિભાગના અનુસાર આગામી ચાર દિવસ સુધી સાર્વત્રિક વરસાદ રહેશે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી જોવા મળી હતી. દક્ષિણ ગુજરાતનાં નવસારી, વલસાડ, સુરત, ડાંગ અને તાપીમાં અતિભારે વરસાદ જોવા મળ્યો હતો. 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટેની ચેતવણી અપાઇ છે. આજે અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી હતી. જોકે આજે ધોધમાર વરસાદ પડ્યો હતો.

આ પણ વાંચો –

મહારાષ્ટ્ર બાદ હવે આ રાજ્ય હાઈ વોલ્ટેજ ડ્રામા, કોંગ્રેસના 5 ધારાસભ્યો એકાએક ‘ગૂમ’

After Maharashtra now this state

  • કોંગ્રેસે દાવો કર્યો કે સત્તાધારી ભાજપ તેના 11 સભ્યવાળા ધારાસભ્ય દળમાંથી બે તૃતિયાંશ ધારાસભ્યોને તોડવાની કોશિશ કરી રહી છે અને પક્ષપલટા માટે  મોટી રકમ આપવાની રજૂઆત કરી રહી છે. દિનેશ ગુંડુરાવે પોતાના ધારાસભ્યોને તોડવા માટે કથિત રીતે પૈસા ધરવા બદલ ભાજપ પર નિશાન સાધ્યું.

મહારાષ્ટ્રમાં (Maharashtra) સત્તા ગુમાવ્યા બાદ હવે કોંગ્રેસ માટે ગોવામાં પણ મુશ્કેલી ઊભી થઈ ગઈ છે. જો કે ગોવામાં તેમની સરકાર તો નથી પરંતુ ત્યાં તે રાજ્યમાં બીજી સૌથી મોટી પાર્ટી છે. કોંગ્રેસ (Congress) માટે મુશ્કેલીઓ ઊભી તેમની જ પાર્ટીના નેતા માઈકલ લોબો (Michael Lobo) અને પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામતે કરી છે. વાત જાણે એમ છે કે ગોવા વિધાનસભામાં (Goa Legislative Assembly) વિપક્ષના નેતા માઈકલ લોબો અને કામત પર આરોપ છે કે તેમણે પોતાના ધારાસભ્યોને વિભાજિત કરી સત્તાધારી પક્ષ  ભાજપમાં જોડવાનું ષડયંત્ર રચ્યું.

કોંગ્રેસ ગોવાના પ્રભારી દિનેશ ગુંડુ રાવે લોબો પર પાર્ટીને નુકસાન પહોંચાડવાનું ષડયંત્ર રચ્યું. ગુંડુરાવે કહ્યું કે આ (કામત અને લોબો) એ જ લોકો  છે જેમણે ચૂંટણી પહેલા પરમપિત પરમેશ્વર સામે પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ ક્યારેય પાર્ટી છોડશે નહીં અને ક્યારેય પક્ષપલટો નહીં કરે. આ સ્પષ્ટ પ્રતિબિંબ છે કે તેઓ ભગવાનને કેટલું મહત્વ આપે છે. તેમણે આરોપ લગાવ્યો કે આ બંને નેતાઓ બેકગ્રાઉન્ડમાં ભાજપ સાથે કામ કરી રહ્યા છે.

રાવે દાવો કર્યો કે ‘ભાજપનું મિશન દેશમાં વિપક્ષને ખતમ કરવાનું છે. તેમણે કહ્યું કે તેઓ ખાસ રીતે કોંગ્રેસને ખતમ કરવા માંગે છે. કારણ કે કોંગ્રેસને નબળી કરીને અને ખતમ કરવાની કોશિશ કરીને તેમને એવું લાગે છે કે તેઓ જે પણ કરવા માંગે છે તેમને તેમ કરતા કોઈ રોકશે નહીં.’ તેમણે કહ્યું કે માઈકલ લોબોને તરત એલઓપીના પદેથી હટાવવામાં આવે છે. નવા નેતાની પસંદગી કરવામાં આવશે અને જે પણ કાર્યવાહી કરવાની હશે તે કાયદા મુજબ કરવામાં આવશે.

કોંગ્રેસનો મોટો દાવો :

કોંગ્રેસે દાવો કર્યો કે ગોવાની સત્તાધારી ભાજપ તેના 11 સભ્યવાળા ધારાસભ્ય દળમાંથી બે તૃતિયાંશ ધારાસભ્યોને તોડવાની કોશિશ કરી રહી છે અને પક્ષપલટા માટે  મોટી રકમ આપવાની રજૂઆત કરી રહી છે. દિનેશ ગુંડુરાવે પોતાના ધારાસભ્યોને તોડવા માટે કથિત રીતે પૈસા ધરવા બદલ ભાજપ પર નિશાન  સાધ્યું. તેમણે કહ્યું કે અમારા અનેક ધારાસભ્યોને પાર્ટી છોડવા માટે મોટી રકમ ઓફર કરાઈ હતી. હું તેને વ્યક્ત કરી શકતો નથી. ભાજપે તેમને જેટલી રકમ ઓફર કરી તેનાથી હું સ્તબ્ધ છું.

5 ધારાસભ્યો સંપર્કવિહોણા :

બીજી બાજુ ગોવામાં કોંગ્રેસના 11માંથી 5 ધારાસભ્યો સંપર્કમાં નથી. જેને ગંભીરતાથી લેતા કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીના વરિષ્ઠ નેતા મુકુલ વાસનિકને રાજ્યમાં તાજા રાજકીય ઘટનાક્રમ પર નજર રાખવા માટે ગોવા જવા માટે કહ્યું છે. રાવે કહ્યું કે પાર્ટીના પાંચ ધારાસભ્યો લોબો, કામત, કેદાર નાઈક, રાજેશ ફલદેસાઈ અને ડેલિયાલા લોબો સાથે સંપર્ક થઈ શકતો નથી. અત્રે જણાવવાનું કે વર્ષની શરૂઆતમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 11 બેઠકો જીતી હતી.

જ્યારે ભાજપે 20 બેઠકો પર કબજો જમાવ્યો હતો. તેને પાંચ અન્યનું સમર્થન પણ પ્રાપ્ત છે. ગોવામાં આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે પાડોશી મહારાષ્ટ્રમાં પણ મોટી ઉથલપાથલ થઈ અને એકનાથ શિંદેના નેતૃત્વમાં સત્તાધારી શિવસેનાના કેટલાક ધારાસભ્યો બળવાખોર બનતા મહાવિકાસ આઘાડીની સરકાર પડી ગઈ.

આ પણ વાંચો –

ભાવનગર-અમદાવાદ રૂટ પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 3ના કરૂણ મોત

0

Tragic death of 3 in an accident

  • ભાવનગર-અમદાવાદ રુટ પર આજે કાર અને ટ્રક વચ્ચે વધુ એક અકસ્માત થતાં 3 લોકોના મોત નિપજ્યાં છે.

અકસ્માતની ગોઝારી ઘટનાને પગલે ભાવનગર-અમદાવાદ (Bhavnagar-Ahmedabad) માર્ગ આજે વધુ એક વખત રક્તરંજિત (Bloody) બન્યો છે. આ માર્ગ પર આવેલા ધોલેરા અને પીપળી વચ્ચે કાર અને ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક સાથે 3 લોકો કાળનો કોળિયો બની જતા માર્ગ મરણચીસોથી ગુંજ્યો હતો અને 2 લોકોને ગંભીર ઇજા થવા પામી હતી. બીજી તરફ અકસ્માતની આ ગોઝારી ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો અને પોલીસ કાફલો (Police fleet) ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવા સહિતની કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માતને પગલે ટ્રાફિક જામના (Traffic jam) દ્રશ્યો પણ સર્જાયા હતા.

3 લોકોના મોતથી માર્ગ મરણચીસોથી ગુંજ્યો :

આ અંગે જાણવા મળતી વિગત અનુસાર મધ્યપ્રદેશ પાસિંગનો ટ્રક નં-એમ પી-09-એચએચ-4980 ડુંગળી ભરી ભાવનગર તરફ આવી રહ્યો હતો. આ વેળાએ ધોલેરા અને પીપળી વચ્ચે પહોંચતા મારૂતિ ઈકો કાર નં-જી-જે-05-જેકે-5278  સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર લોકોને ગંભીર ઈજા પહોંચી હતી અને 3 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. મૃતકો સિહોર સુખા જેઠાભાઇ મકવાણા (ઉ.વ.40 રે.શ્રેયસ સોસાયટી ટાઉનહોલ પાછળ સિહોર) ગોવિંદ હમીરભાઈ ગોહિલ (રહે.ઈશ્વરીયા ગામ તા.સિહોર) તથા રાજુ ઉર્ફે વિહા લખમણભાઈ ખાંભલ્યા (ઉ.વ.40 રહે.રામધરી ગામ તા.સિહોર)ના મોત નિપજ્યાં હતા. અને ગાંડા કમા જોટાણા અને બુધા ડાયા જોટાણાને ગંભીર ઇજા થઇ હોવાનું સામે  આવ્યું છે. જેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ભાવનગર અમદાવાદ શોર્ટ રુટ હાઇવે પર અકસ્માતની વણઝાર :

નોંધનિય છે કે, ભાવનગર અમદાવાદ શોર્ટ રુટ હાઇવે ને પહોળો કરવાની કામગીરીને પગલે માર્ગ સાપસીડી જેવો બન્યો છે. અણધાર્યા વળાંક અને ડાયવર્ઝનના કારણે સતત ટ્રાફીકના બનાવો સામે આવે છે. પંદર દિવસ અગાઉ ટ્રક પાછળ અન્ય ટ્રક અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ઉપરાંત અંબાજી તળાજા રૂટની બસ ગત ગુરૂવારે સાંજના અરસામાં નિરમા પાટિયા નજીક પલ્ટિ મારી ગઈ હતી. આ બસમાં કુલ 20 મુસાફરો સવાર હતા જેમાંથી 7 મુસાફરોને મુંઢ ઈજાઓ પહોંચી હતી. તેવામાં આજે વધુ એક અકસ્માતમાં 3 લોકોના મોત નિપજતા હાહાકાર મચી ગયો છે.

આ પણ વાંચો –

ભાભીના પ્રેમમાં પાગલ બન્યો દીયર, લગ્નના 21 દિવસમાં જ પત્નીની કરી દીધી હત્યા

Deer went mad in love

  • ગેરકાયદેસર સંબંધમાં પત્નીની હત્યાનો આ મામલો બિહાર (Bihar) ના કૈમુર (Kaimur) જિલ્લાનો છે., નિયાઝ ખાનને તેની ભાભી રૂબીના ખાતૂન સાથે ગેરકાયદેસર સંબંધો હતા. જેના કારણે રૂબીના ખાતૂન આ લગ્નથી ખુશ ન હતી. લગ્ન બાદથી નિયાઝ ખાન અને રૂબીના ખાતૂન દ્વારા દહેજમાં મોટરસાયકલની માંગણી કરવામાં આવી રહી હતી.

ભાભી (Bhabhi) સાથે અનૈતિક સંબંધ (illicit relationship) ધરાવતા પતિએ પત્નીની હત્યા કરી નાખી. ઘટનાનું દર્દનાક પાસું એ હતું કે હત્યા કરાયેલી મહિલાના લગ્ન 21 દિવસ પહેલા જ થયા હતા. જ્યારે મામલો પોલીસ સુધી પહોંચ્યો, ત્યારે પોલીસે કોઈપણ વિલંબ કર્યા વિના ઝડપી કાર્યવાહી કરી અને 24 કલાકમાં હત્યા કેસનો ખુલાસો કર્યો. ગેરકાયદેસર સંબંધમાં પત્નીની હત્યાનો આ મામલો બિહાર (Bihar) ના કૈમુર (Kaimur) જિલ્લાનો છે.

ચૈનપુરના સિકંદરપુર ગામમાં 24 કલાકની અંદર નવ પરિણીત મહિલાના હત્યા (Murder) કેસનો ખુલાસો કરતા પોલીસે પતિ અને ભાભીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, નવપરિણીત મહિલાની અવૈધ સંબંધમાં દુપટ્ટા વડે ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરવાની સાથે હત્યામાં વપરાયેલ દુપટ્ટો પણ કબજે કર્યો છે.

બહેન શું કહે છે :

મૃતકની બહેન સલમાએ જણાવ્યું હતું કે, રૂકસાના ખાતૂનની હત્યા દહેજના કારણે કરવામાં આવી છે કારણ કે નિયાઝ ખાન વારંવાર અપાચે મોટરસાઇકલની માંગણી કરતો હતો. અમારા માતા-પિતાનું અવસાન થયું છે, જેના કારણે અમે આટલી જલ્દી મોટરસાઇકલ આપી શક્યા ન હતા અને નિયાઝ ખાન હંમેશા મારી બહેનને દહેજ માટે ત્રાસ આપતો હતો.

ડીએસપીએ જણાવ્યું હતું :

આ બાબતની માહિતી આપતા ભબુઆના ડીએસપી સુનીતા કુમારીએ જણાવ્યું કે, 6 જુલાઈ, 2022ના રોજ ચેનપુર પોલીસ સ્ટેશનને યુપીના ચંદૌલી જિલ્લાના બસિલા પોલીસ સ્ટેશનના રહેવાસી મૃતક નવદંપતીના સંબંધી મુસરત ખાન દ્વારા જાણ કરવામાં આવી હતી કે, નિયાઝ ખાન તેની સાથે ભાભી રૂબીના ખાતૂન સાથે મળીને બહેન રૂકસાના ખાતૂનની દહેજની માંગણી માટે હત્યા કરવામાં આવી છે અને બંને લોકો મળીને લાશને દફનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ અંગેની જાણ થતાં ચૈનપુર પોલીસ દ્વારા સિકંદરપુર ગામમાં પહોંચીને ઝડપી કાર્યવાહી કરી મૃતકની લાશનો કબજો લેવામાં આવ્યો હતો. આ ઘટનાના સંબંધમાં, મુસરત ખાનની લેખિત અરજીના આધારે, નિયાઝ ખાન અને રૂબીના ખાતૂન વિરુદ્ધ ચૈનપુર પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી.

15મી જૂને લગ્ન થયા હતા :

ડીએસપી સુનીતા કુમારીએ જણાવ્યું કે, રૂકસાના ખાતૂનના લગ્ન 15 જૂન 22ના રોજ જ થયા હતા. તેના પતિ અને ભાભીએ પોતાના ગેરકાયદે સંબંધો છુપાવવા માટે રૂકસાના ખાતુનની હત્યા કરી હતી અને ઘટનાને અંજામ આપ્યા બાદ બંને ફરાર થઈ ગયા હતા, જેમને પોલીસે ખૂબ જ પ્રયત્નો બાદ 12 કલાકમાં જ પકડી પાડ્યા છે.

શા માટે હત્યા કરવામાં આવી હતી :

હત્યાના તબક્કે એ વાત સામે આવી છે કે નિયાઝ ખાનને તેની ભાભી રૂબીના ખાતૂન સાથે ગેરકાયદેસર સંબંધો હતા, જેના કારણે રૂબીના ખાતૂન આ લગ્નથી ખુશ ન હતી. લગ્ન બાદથી નિયાઝ ખાન અને રૂબીના ખાતૂન દ્વારા દહેજમાં મોટરસાયકલની માંગણી કરવામાં આવી રહી હતી અને રૂકસાના ખાતૂન આ માંગણી પુરી ન કરવા પર ત્રાસ ગુજારતી હતી. આખરે, નિયાઝ ખાને તેની ભાભી રૂબીના ખાતૂન સાથે મળીને રૂક્સાના ખાતૂનની હત્યા કરવાનો પ્લાન ઘડ્યો હતો.

ધોળા દિવસે હત્યા :

6 જુલાઇના રોજ જ્યારે રૂકસાના ખાતુન બપોરે 3 વાગે ઘરમાં સૂતી હતી ત્યારે બંનેએ ગળું દબાવી રૂકસાના ખાતુનની હત્યા કરી હતી તેમજ હત્યા બાદ લાશને લટકાવી દીધી હતી, જેથી લોકો અને પોલીસને શંકા ન જાય કે રૂકસાના ખાતુનની હત્યા કરવામાં આવી છે.

આ પણ વાંચો –

અતિભારે વરસાદની આગાહી : ગુજરાતનાં આટલાં જિલ્લામાં અપાયું છે રેડ એલર્ટ 

0

Heavy rain forecast

  • હવામાન ખાતા દ્વારા સુરત જિલ્લામાં તા. 11 થી 12 ભારેથી અતિ ભારે વરસાદ (ઓરેન્જ એલર્ટ) તથા તા. 13 થી 15 ખુબજ ભારે વરસાદ (રેડ એલર્ટ) ની આગાહી.

રાજ્યમાં હાલ મેઘમહેર જામી હોવાની વચ્ચે હવામાન વિભાગની (Meteorological Department) નવી આગાહી સામે આવી છે. જેમાં 11થી 12 જુલાઇ સુધી સુરત જિલ્લામાં (Surat District) ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે 13 થી 15 જુલાઇ સુધી ખુબજ ભારે વરસાદ (રેડ એલર્ટ) ની આગાહી કરવામા આવેલ છે, જેને લઈ હવે તંત્ર દ્વારા તમામ નાગરિકો સતર્કતા રાખવા અને બિનજરૂરી પ્રવાસ ટાળવા અપીલ કરવામાં આવી છે.

અમદાવાદની સહિત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ત્યારે સંકટ હજુ ટળ્યું નથી. કારણ કે આજે પણ રાજ્યનાં મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી સામાન્ય વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

કઈ તારીખે કયા જિલ્લામાં વરસાદ ? 

11 તારીખ :

હવામાન વિભાગે 11-07-2022માં રોજ નવસારી, ડાંગ અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તો વળી અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, જુનાગઢ અને ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કરતાં લોકોને કામ વગર બહાર નહીં નીકળવા સૂચના અપાઈ છે.

12 તારીખ :

હવામાન વિભાગે 12-07-2022માં રોજ નવસારી, વલસાડ અને ડાંગમાં રેડ એલર્ટ અને અમદાવાદ, આણંદ, નર્મદા, અમરેલી અને પોરબંદરમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જુનાગઢ, ગીરસોમનાથ, ભાવનગર, ભરૂચ, સુરત અને તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

13 તારીખ :

હવામાન વિભાગે 11-07-2022માં રોજ સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભાવનગર,  ગીર સોમનાથ અને જુનાગઢમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, નર્મદા અને છોટા ઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે રાજકોટ, અમરેલી,બોટાદ, ભરૂચ અને તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

14 તારીખ :

હવામાન વિભાગે 14-07-2022માં રોજ સુરત, નવસારી, વલસાડ, ડાંગ, અમરેલી, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે પોરબંદર, જુનાગઢ, ભરૂચ, ભાવનગર, નર્મદા અને તાપી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તો વળી કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર,રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા અને છોટા ઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

આ પણ વાંચો –

iPhone 14 ખરીદનારાઓ માટે મોટા સમાચાર ! કિંમત જાહેર; જાણીને ચાહકો બોલ્યા – OMG ! આવું ન કરો 

Big news for iPhone 14 buyers

  • Apple આ વર્ષે iPhone 14 સિરીઝ લોન્ચ કરશે. અમે તમને iPhone 14 ના લોન્ચિંગથી લઈને તેના ફીચર્સ અને કિંમત સુધી બધું જ જણાવવા જઈ રહ્યા છીએ.

Apple આ વર્ષે iPhone 14 સિરીઝ લોન્ચ કરશે. નવી સિરીઝના લોન્ચિંગમાં હવે થોડા મહિના જ બાકી છે. લોન્ચ પહેલા ફોનના ફીચર્સ અને કિંમતો ટિપસ્ટર્સ દ્વારા જાહેર કરવામાં આવી છે. પરંતુ એપલે ફોન (Apple phone) વિશે કંઈ જણાવ્યું નથી. આ સમાચારમાં અમે તમને iPhone 14ના લોન્ચિંગથી લઈને તેના ફીચર્સ અને કિંમત સુધી બધું જ જણાવવા જઈ રહ્યા છીએ.

ભારતમાં iPhone 14 ની કિંમત : 

આઇફોન 14ના મોડલની કિંમત લીક અને તમામ મીડિયા રિપોર્ટ દ્વારા જાહેર કરવામાં આવી છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે iPhone 14 Proની કિંમત $1099 (લગભગ રૂ. 85,384) હોઈ શકે છે જે iPhone 13 Proની કિંમત કરતાં $100 વધુ છે. iPhone 14 Pro Maxની કિંમત $1199 (અંદાજે રૂ. 93,153) હોઈ શકે છે. ભારતમાં, તમારે વધુ આયાત ડ્યુટી અને GST પણ ચૂકવવો પડી શકે છે.

iPhone 14 લોન્ચ તારીખ :

Appleએ તેના નવીનતમ સ્માર્ટફોન, iPhone 14 વિશે સત્તાવાર રીતે કોઈ માહિતી જાહેર કરી નથી અને એવું માનવામાં આવે છે કે લોન્ચ પહેલા કંપની તરફથી કોઈ માહિતી જાહેર કરવામાં આવશે નહીં. અગાઉના iPhonesના લોન્ચિંગને જોતા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે iPhone 14ના તમામ મોડલ પણ તેમની જેમ સપ્ટેમ્બર મહિનામાં લોન્ચ કરવામાં આવશે. હાલમાં, તેની લોન્ચિંગ તારીખ વિશે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.

iPhone 14 ડિસ્પ્લે અને સ્ટોરેજ :

iPhone 14 સિરીઝના બંને પ્રો મોડલ્સમાં 120Hz રિફ્રેશ રેટ ડિસ્પ્લે હોવાની અપેક્ષા છે જ્યારે અન્ય બે મોડલ 60Hz પેનલ સાથે આવી શકે છે. iPhone 14 અને iPhone 14 Pro 1170 x 2532 પિક્સેલના રિઝોલ્યુશન સાથે 6.1-ઇંચની OLED ડિસ્પ્લે સાથે આવી શકે છે. નવા iPhone 14 Max અને iPhone 14 Pro Maxમાં 6.7-ઇંચની ડિસ્પ્લે અને 1284 x 2778 પિક્સલનું રિઝોલ્યુશન મળી શકે છે.

Appleની નવીનતમ Bionic A16 ચિપ iPhone 14 Pro અને iPhone 14 Pro Maxમાં ઇન્સ્ટોલ કરી શકાય છે, જ્યારે બાકીના મોડલ Bionic A15 ચિપ સાથે આવી શકે છે. એવું પણ જાણવા મળ્યું છે કે iPhone 14 ના પ્રો મોડલ્સમાં 8GB સુધીની રેમ અને 2TB સુધીની સ્ટોરેજ આપી શકાય છે.

iPhone 14 કેમેરા :

iPhone 14 ના પ્રો મોડલ્સમાં 48MP પ્રાથમિક કેમેરા સેન્સર આપી શકાય છે, જેમાં 12MP અલ્ટ્રા-વાઇડ કેમેરા અને 12MP 2.5x ટેલિફોટો લેન્સ શામેલ હોઈ શકે છે. આ ફોન ઓટોફોકસ ફીચર સાથે આવી શકે છે. iPhone 14 અને iPhone 14 Maxમાં 12MP સેન્સર સાથે ડ્યુઅલ કેમેરા સેટઅપ હોઈ શકે છે અને ફ્રન્ટ કેમેરા પણ 12MPનો હોઈ શકે છે.

આ પણ વાંચો –

૧૧ જુલાઈ સોમવારનું રાશિફળ- આ રાશિના લોકો ભૂલથી પણ નહિ કરતા આવી ભૂલો નહીતર…

Monday, July 11 Horoscop Gujarat Guardian

મેષઃ
માનસિક અસ્થિરતા વર્તાય. આવકનું પ્રમાણ ઘટતું જણાય. ખર્ચનું પ્રમાણ વધે. નાના ભાઈ-બહેનોની ચિંતા રહે. આરોગ્ય જાળવવું. મગજમાં ઈજા થાય તો બેદરકાર રહેવું નહીં.

વૃષભઃ
માનસિક સ્થિરતા જળવાય. મોજશોખમાં ખર્ચનું પ્રમાણ વધે. પરિવારના સભ્યોની ચિંતા સતાવે. કાર્યક્ષેત્રે વધુ મહેનત કરવી પડે. જીવનસાથી સાથે આનંદ, પરંતુ જીવનસાથીની તબિયતની કાળજી જરૂરી.

મિથુનઃ
આર્થિક બાબતો માટે નબળો દિવસ. નાના ભાઈ-બહેનોની તબિયત સાચવવી. નવા રોકાણો કરતી વખતે સાવધાની જરૂરી. સંતાનની પ્રગતિથી આનંદ થાય. સ્વાસ્થ્ય સાચવવાની સલાહ છે. લોહી સંબંધી રોગોથી પરેશાની રહે.

કર્કઃ
મગજ ઉપર ભાર રહે. ડિપ્રેશનના દર્દીઓએ વિશેષ સાચવવું. આવક જળવાય. સંતાન સાથે વાદ વિવાદ ટાળવા. સંતાન સંબંધી ચિંતા રહે. આરોગ્ય જળવાશે. દામ્પત્ય ક્ષેત્રે આનંદ. ખોટી સોબતથી સાચવવું.

સિંહઃ
ખર્ચનું પ્રમાણ વધે. શરદી-ખાંસી, તાવનો ઉપદ્રવ રહે. આજે બહાર નીકળવાનું ટાળવું. ચેપ લાગવાની શક્યતા છે. નોકરીમાં શાંતિ જળવાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. ભાગ્ય સારું.

કન્યાઃ
આવક જળવાય, છતાં નાણાંની વખતસર હેરફેરમાં પરેશાનીનો અનુભવ થાય. હાડકાંનો દુઃખાવો તથા આંખની કાળજી રાખવી જરૂરી. પિતાની તબિયત સાચવવી. જીવનસાથીના ગુસ્સાનો સામનો કરવો પડે.

તુલાઃ
આર્થિક બાબતો અંગે સામાન્ય દિવસ. આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઈ-બહેનોની ચિંતા સતાવે. આરોગ્ય સાચવવું. બિમાર વ્યક્તિઓ માટે વિશેષ સાવધાની જરૂરી. પિતાની તબિયત સાચવવી. રોકાણો કરવામાં સાવધાની જરૂરી.

વૃશ્ચિકઃ
કાબેલીયતથી સફળતા મેળવી શકાય. અધિકારનો દુરૂપયોગ કરવો નહીં. માનસિક ચિંતા રહે. મુત્રપિંડ, આમાશય, પિત્તજન્ય રોગ તથા માનસિક રોગોથી સાવધાની જરૂરી. વકીલ, સેલ્સમેન, ટેક્નોલોજીના વ્યવસાયથી લાભ.

ધનઃ
માનસિક ચિંતા રહે. વિચારોમાં નકારાત્મકતા વધતી જણાય. ડીપ્રેશનવાળી વ્યક્તિને એકલી મુકવી નહીં. સંતાન તરફથી સારા સમાચાર મળે. જીવનસાથી સાથે આનંદ જળવાય. મિત્રોનો સહકાર મળે.

મકરઃ
મનોબળ વધતું જણાય. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. માથાના દુઃખાવાની સમસ્યા રહે. પરિવારના સભ્યોની ચિંતા સતાવે. કાર્યક્ષેત્રે વધુ મહેનત જરૂરી. મિત્રોની સલાહ ઉપર આંધળો વિશ્વાસ કરવો નહીં.

કુંભઃ
નાણાંનો બગાડ અટકાવવો. હયાત રોકાણોમાંથી આવક જળવાય. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. વાહન સુખ મળે. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરવો. ધંધાકીય ક્ષેત્રે અગત્યના નિર્ણયો ટાળવા.

મીનઃ
સ્વભાવમાં આત્મવિશ્વાસ તથા ગુસ્સાનું પ્રમાણ વધે. સ્થાવર જંગમ મિલકતથી લાભ મળતો જણાય. આરોગ્ય જળવાય. વિજાતિય વ્યક્તિઓ સાથેના સંબંધમાં સાવધાની રાખવી જરૂરી. ભાગ્યનો સાથ મળતો નથી.

આ પણ વાંચો –