‘The Great Khali’ had a quarrel
- હાલ સોશિયલ મીડિયામાં ભૂતપૂર્વ વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટ ચેમ્પિયન ‘ધ ગ્રેટ ખલી’ એટલે કે દલીપ સિંહ રાણા આ વખતે ટોલ પ્લાઝાના કર્મચારીઓ સાથે ઝઘડતા જોવા મળ્યા છે.
The English batsman who has scored
ઈંગ્લેન્ડનો (England) બેટ્સમેન જોની બેરસ્ટો (Johnny Bairstow) આ દિવસોમાં જબરદસ્ત ફોર્મમાં ચાલી રહ્યો છે. જમણા હાથના બેટ્સમેન બેરસ્ટો આઈપીએલમાં પંજાબ કિંગ્સ (Punjab Kings) તરફથી રમ્યા બાદ ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં જોડાયા હતા અને ત્યારથી તે એક પછી એક મેચ વિનિંગ ઈનિંગ્સ રમી રહ્યો છે. તેણે ભારત સામે તાજેતરની એજબેસ્ટન ટેસ્ટની (Edgbaston test) બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હતી. જ્યારે અગાઉ તેણે ન્યૂઝીલેન્ડ (New Zealand) સામેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં 1, 16, 8, 136, 162 અને અણનમ 71 રન બનાવ્યા હતા.
શાનદાર ફોર્મમાં રહેલા બેરસ્ટોએ ભારત સામેની પાંચમી ટેસ્ટની બંને ઇનિંગ્સમાં તેમજ છેલ્લા પાંચમાં કોવિડ-19 પ્રોટોકોલથી મુક્તિ અને નવા વડાની દેખરેખ હેઠળની તેની ભૂમિકાની સ્પષ્ટતામાં તેના મોટા સ્કોરનો શ્રેય આપ્યો છે. કોચ બ્રેન્ડન મેક્કુલમ. તેણે કહ્યું કે આ બધી વસ્તુઓ સાથે રાખવાથી મદદ મળી. તે દેખીતી રીતે બાઝ (મેક્કુલમ) સાથે કામ કરવાનો ઉત્સાહ પણ છે કારણ કે તેણે ટીમમાં દરેકને તેમની ભૂમિકાઓ વિશે સ્પષ્ટતા આપી છે.
જૈવ સુરક્ષામાંથી સ્વતંત્રતા :
બેયરસ્ટોએ ‘ટેલેન્ડર્સ પોડકાસ્ટ’ને કહ્યું કે આ આપણી પાસે જે સ્વતંત્રતા છે તેનું પરિણામ છે. અમે હવે હોટલના રૂમ અને બાયો-સુરક્ષિત વાતાવરણમાં કેદ નથી. આપણે રોજિંદી સરળ વસ્તુઓ કરી શકીએ છીએ જેમ કે દુકાન પર જવું, બીયર પીવું, કોરોના વાયરસ ટેસ્ટ સાથે અમારા મિત્રો અને પરિવારને મળવું.
ટેસ્ટમાં પાંચમા ક્રમ પર બેટિંગ કરીશ :
મેક્કુલમે કોચનું પદ સંભાળ્યા બાદ ઈંગ્લેન્ડની ટીમે આક્રમક ક્રિકેટ રમી અને સતત ચાર ટેસ્ટ મેચ જીતી. બેયરસ્ટો સિઝનની શરૂઆતમાં કાઉન્ટી મેચ ચૂકી ગયો હતો કારણ કે તે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં રમી રહ્યો હતો. પરંતુ મેક્કુલમે તેને કહ્યું કે તેનાથી ટેસ્ટ ટીમમાં તેના સ્થાન પર કોઈ અસર નહીં પડે. બેયરસ્ટોએ કહ્યું કે તે આઈપીએલમાં જવાની અને ન્યૂઝીલેન્ડ શ્રેણી પહેલા કાઉન્ટી ક્રિકેટ નહીં રમવાની વાત કરી રહ્યો હતો, પરંતુ બાઝે મને ફોન કરીને કહ્યું કે હું ટેસ્ટમાં પાંચમા નંબરે બેટિંગ કરીશ.
આ પણ વાંચો –
Gotbaya Rajapaksa reached
ભારતે બુધવાનાર મીડિયામાં આવેલા તે સમાચારોને ‘પાયાવિહોણા અને અનુમાન પર આધારિત’ ગણાવ્યા કે તેણે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને (President Gotabaya Rajapaksa) દેશ છોડી માલદીવ જવા માટે મદદ કરી છે. રાજપક્ષે દેશની અર્થવ્યવસ્થાને સંભાળી ન શકવાના કારણે તેમના અને તેમના પરિવાર વિરૂદ્ધ વધતા જન આક્રોશની વચ્ચે બુધવારના સેનાના એક વિમાનથી દેશ છોડી માલદીવ (Maldives) પહોંચ્યા હતા.
ભારતીય ઉચ્ચ કમિશને શું કહ્યું ?
શ્રીલંકાના 73 વર્ષીય નેતા તેમની પત્ની અને બે સુરક્ષા અધિકારીઓ સાથે સેનાના એક વિમાનમાં દેશ છોડી જતા રહ્યા છે. શ્રીલંકામાં ભારતીય ઉચ્ચ કમિશને ટ્વીટ કર્યું- હાઈ કમિશન મીડિયામાં આવેલા તે સમાચારોને ‘પાયાવિહોણા તથા માત્ર અટકળો’ તરીકે નાકારી કાઢ્યા છે કે ભારતે ગોટબાયા રાજપક્ષેને શ્રીલંકાથી બહાર ભાગવામાં મદદ કરી.
તેમણે કહ્યું- એ પુનરોચ્ચાર કરવામાં આવે છે કે ભારત લોકશાહી માધ્યમો અને મૂલ્યો, સ્થાપિત લોકતાંત્રિક સંસ્થાઓ અને બંધારણીય માળખા દ્વારા સમૃદ્ધિ અને પ્રગતિની આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં શ્રીલંકાના લોકોને સહયોહ કરતા રહીશું.
શ્રીલંકાની વાયુ સેનાએ એક સંક્ષિપ્ત નિવેદનમાં કહ્યું- સરકારના અનુરોધ પર અને સંવિધાન હેઠળ રાષ્ટ્રપતિને મળી શક્તિઓ અનુસાર રક્ષા મંત્રાલયની પૂર્ણ સ્વીકૃતિ સાથે રાષ્ટ્રપતિ, તેમની પત્ની અને બે સુરક્ષા અધિકારીઓને 13 જુલાઈના કાતુનાયકે આંતરરાષ્ટ્રીય હવાઈ મથકથી માલદીવ રવાના થવા માટે શ્રીલંકન એર ફોર્સનું વિમાન ઉપલબ્ધ કરાવવામાં આવ્યું.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, રાજપક્ષે નવી સરકાર દ્વારા ધરપકડની આશંકાથી બચવા માટે રાજીનામું આપતા પહેલા વિદેશ જવા માંગતા હતા. ઉલ્લેખનીય છે કે, 2.2 કરોડની આબાદીનો દેશ સાત દાયકામાં સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. જેના કારણે લોકો ખાદ્ય પદાર્થ, દવા, ઇંધણ અને અન્ય જરૂરી વસ્તુઓ ખરીદવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
આ પણ વાંચો –
There will be rain for another
રાજ્યમાં આગામી તા. ૧૩ થી ૧૭ જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ભારેથી અતિભારે વરસાદ(Heavy rain) ૫ડવાની સંભાવના હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ નિચાણવાળા વિસ્તારોમાંથી આગોતરું સ્થળાંતર કરવા માટે વહીવટીતંત્રને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે તેમ રાહત કમિશનર (Relief Commissioner) અને મહેસૂલ સચિવ પી. સ્વરૂપે જણાવ્યું હતું.
રાહત કમિશનરે જણાવતા કહ્યું હતું કે, હવામાન વિભાગની આગાહી મુજબ તારીખ ૧૩ થી તારીખ ૧૭જૂલાઇ-૨૦૨૨ દરમિયાન સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી તેમજ કચ્છ જિલ્લામાં તથા દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે. આ જિલ્લાઓમાંથી ઉંચાણવાળા વિસ્તારમાં સ્થળાંતરની કામગીરી કરવામાં આવશે.
રાજ્યમાં વરસાદની સ્થિતિમાં વહીવટી તંત્ર, NDRF અને SDRFની ટીમો દ્વારા કરવામાં આવી રહેલી રાહત કામગીરીની પ્રશંસા કરતાં તેમણે કહ્યું હતુ કે રાજયમાં ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા અમરેલી-૧, બનાસકાંઠા-૧, ભરૂચ-૧, ભાવનગર-૧, દેવભૂમી દ્વારકા-૧, ગીરસોમનાથ-૧, જામનગર-૧, જુનાગઢ-૧, કચ્છ-૧, નર્મદા-૧, નવસારી-૨, રાજકોટ-૧, સુરત-૧ અને તાપીમાં-૧ એમ NDRFની કુલ -૧૮ ટીમો તહેનાત કરવામાં આવી છે.
જ્યારે ભારે વરસાદના કારણે છોટા ઉદેપુર-૧, નર્મદા-૧, આણંદ-૧, ભરૂચ-૨, છોટાઉદેપુર-૧, ડાંગ-૧, ગીરસોમનાથ-૨, જામનગર-૧, ખેડા-૨, મોરબી-૧, નર્મદા-૧, પાટણ-૧, પોરબંદર-૧, સુરેન્દ્રનગર-૨, તાપી-૧ આમ SDRFની કુલ ૧૮ પ્લાટુન તહેનાત કરવામાં આવી છે.
રાજ્યમાં જળાશયોની વિગતો આપતાં તેમણે કહ્યું હતું કે, સરદાર સરોવર જળાશયમાં ૧૫૯૪૦૪ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૪૭.૭૧% છે જેમાં પાણીની આવક થતા ગત સપ્તાહ કરતાં ૭% જેટલો વઘારો થયો છે. રાજયનાં ૨૦૬ જળાશયોમાં ૨૫૧૨૦૯ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના ૩૩.૬૧% છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ – ૧૮ જળાશય, એલર્ટ ૫ર કુલ-૦૮ જળાશય તેમજ વોર્નીગ ૫ર કુલ -૧૧ જળાશય છે.
રાહત કમિશનરએ વરસાદ પ્રભાવિત નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં સફાઇની કામગીરી, પાણી ભરાયેલ વિસ્તારમાં ડીવોટરીગ પં૫ની વ્યવસ્થા, તુટેલા રોડ તાત્કાલીક રીપેર થાય તેમજ આરોગ્યલક્ષી કાળજી લેવા જરૂરી સૂચનાઓ આપી હતી.
આ પણ વાંચો –
Can the design of the Ashoka Pillar
દેશના નવા સંસદ ભવનની (New Parliament House) છત પર જ્યારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશાળ અશોક સ્તંભનું અનાવણર કર્યું છે ત્યારથી તેના પર વિવાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. આરોપ લાગી રહ્યા છે કે અશોક સ્તંભની ડિઝાઈન સાથે છેડછાડ કરવામાં આવી છે. શિલ્પકારો (Sculptors) ચોક્કસપણે આ દાવાઓને નકારી રહ્યા છે, પરંતુ વિપક્ષ સતત હુમલો કરી રહ્યું છે.
આવી સ્થિતિમાં આ સમગ્ર વિવાદ પર કાયદો શું કહે છે તે સમજવું જરૂરી બની જાય છે. શું ખરેખરમાં ભારત સરકાર રાષ્ટ્રીય પ્રતિકોમાં ફેરપાર કરી શકે છે? હવે આ વિવાદનો જવાબ ભારતીય રાષ્ટ્રીય ચિન્હ (દુરુપયોગ નિવારણ) એક્ટ 2005 સાથે જોડાયેલો છે. બાદમાં જ્યારે આ કાયદાને 2007 માં અપડેટ કરવામાં આવ્યો હતો.
એક્ટમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે ભારતના રાષ્ટ્રીય પ્રતીકને સત્તાવાર સીલ તરીકે ઉપયોગ કરવા માટે અનુસૂચિમાં ઉલ્લેખિત કરવામાં આવ્યું છે. એક્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતનું જે રાષ્ટ્રીય પ્રતીક છે તે સારનાથના Lion Capital of Asoka થી પ્રેરણા લે છે. એક્ટના સેક્શન 6(2)(f) માં આ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સરકાર રાષ્ટ્રીય પ્રતીકોની ડિઝાઈનમાં ફરેફાર કરી શકે છે.
સેક્શનમાં કહેવામાં આવ્યું છે કે જરૂરિયાત પડવા પર કેન્દ્ર સરકાર પાસે દરેક તે પરિવર્તન કરવાનો પાવર છે જેને તેઓ જરૂરી સમજે છે. તેમાં રાષ્ટ્રીય પ્રતીકોની ડિઝાઈનમાં ફેરફારની વાત પણ સામેલ છે. જોકે, કાયદા હેઠલ માત્ર ડિઝાઈન ફેરફાર કરી શકાય છે, સમગ્ર રાષ્ટ્રીય પ્રતીકને ક્યારે બદલી શકાતું નથી.
આ પણ વાંચો –
Sagir strangled 84-year-old
રાજધાની દિલ્હીના (Delhi) શાલીમાર બાગ (Shalimar Bagh) વિસ્તારમાં 84 વર્ષીય વૃદ્ધ મહિલાની તેના સગીર વયના પૌત્રએ સર્જિકલ બ્લેડથી (Surgical blade) ગળું હત્યા કાપીને કરી દીધી. હત્યા બાદ સગીરે પોતાના મિત્રોને વીડિયો કોલ કરીને શબ દેખાડ્યું. સગીરે દાદી પાસે પૈસા માગ્યા હતા. જ્યારે દાદીએ ના પાડી દીધી તો તેણે હત્યા કરીને દાદીના ઘરમાંથી રૂપિયાની લૂંટ કરી હતી. આ કેસમાં સગીરના 4 મિત્ર પણ સામેલ હતા, જેમની પોલીસે ધરપકડ (Police arrested) કરી લીધી છે. પોલીસના જણાવ્યા મુજબ, 8 જુલાઇના રોજ શાલીમાર બાગ વિસ્તારમાં 84 વર્ષીય વૃદ્ધ મહિલાની હત્યા થઈ ગઈ હતી.
પોલીસ તપાસમાં જાણકારી મળી કે, વૃદ્ધ મહિલાએ પ્રોપર્ટી વેચીને બધા સંતાનોને અલગ અલગ જગ્યાઓ પર પરિવાર સાથે સેટલ કરી દીધા હતા અને પોતે શાલીમાર બાગ વિસ્તારમાં એકલી રહેતી હતી. પોલીસે દીકરાઓની પૂછપરછ કરી, પરંતુ કોઈએ પણ કોઈ પણ હત્યાની શંકા ન વ્યક્ત કરી. પોલીસને કોઈ લીડ મળી રહી નહોતી. પોલીસે મહિલાના ઘરની આસપાસની CCTV ફૂટેજની તપાસ કરી, જેમાં એક શંકાસ્પદ વ્યક્તિ સફેદ રૂમાલથી ચહેરો ઢાંકીને હત્યાકાંડ અગાઉ રાત્રે લગભગ 9:30 વાગ્યે તેના ઘરમાં પ્રવેશતો નજરે પડે છે.

ત્યારબાદ તે રાત્રે 11:20 વાગ્યે બહાર આવતો નજરે પડે છે. ત્યારબાદ ફરી એ શંકાસ્પદ રાત્રે 12:20 વાગ્યે ઘરમાં પ્રવેશ કરતો નજરે પડ્યો અને થોડા સમય બાદ બહાર નીકળી આવ્યો. પોલીસે CCTV કેદ શંકાસ્પદને પરિવારના દરેક સભ્યોને એક એક કરીને દેખાડ્યો. જ્યારે પરિવારના સભ્યોએ એ શંકાસ્પદની ઓળખાનો ખુલાસો કર્યો તો પોલીસના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે શંકાસ્પદ કોઈ બીજો નહીં, પરંતુ વૃદ્ધ મહિલાનો પૌત્ર હતો, જે તપાસ દરમિયાન શાળામાં હતો.
પોલીસે શાળામાંથી સગીરને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી તો તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો. તેણે કહ્યું કે, શાળામાં અભ્યાસ દરમિયાન તે ખોટી સંગતમાં પડી ગયો હતો. આ દરમિયાન તેની મિત્રતા 4 યુવકો સાથે થઈ ગઈ હતી. સગીરે જણાવ્યું કે, તેના આ મિત્રો પાસે પૈસા ઓછીના લીધા હતા, જે હવે સતત માગી રહ્યા હતા. સગીરે ચારેયને કહ્યું કે, તેની પાસે પૈસા નથી, પરંતુ તેની દાદી એકલી રહે છે અને તેણે હાલમાં જ પ્રોપર્ટી વેચી છે, જેની પાસે પૈસા છે. તે પૈસા આપી શકે છે. જો તે પૈસા નથી આપતી તો તેની હત્યા કરીને ઘણા પૈસા ઘરમાંથી હાંસલ કરી શકાય છે.
બધાએ મળીને પ્લાન બનાવ્યો. સગીર દાદીના ઘરે પહોંચ્યો અને તેણે પૈસા માગ્યા. દાદીએ ના પડી દીધી તો સગીરે દાદીને ધક્કો મારી દીધો અને ત્યારબાદ ગળું કાપીને હત્યા કરી દીધી. હત્યા બાદ મિત્રોને વીડિયો કોલ પર દાદીનું શબ દેખાડ્યું અને હત્યાની વાત કન્ફર્મ કરી. ત્યારબાદ મિત્રોને ફોન કરીને એક જગ્યા પર બોલાવ્યા અને દાદીના ઘરથી લૂંટવામાં આવેલા લગભગ 1 લાખ 50 હજાર રૂપિયા આપીને દેવું ચૂકવ્યું.
ત્યારાબાદ સગીર ફરી દાદીના ઘરે પહોંચ્યો અને જોયું કે દાદી જીવતી તો નથી ને. પોલીસે સગીરના મિત્રોની ધરપકડ કરી લીધી છે, તો સગીરને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો છે. પોલીસે સર્જિકલ બ્લેડ, સગીરના લોહીથી ખરડાયેલા કપડાં, લૂંટના 50 હજાર રૂપિયા, સ્વિફ્ટ ડિઝાયર કાર જપ્ત કરી છે.
આ પણ વાંચો –
Rains in Gujarat broke
આગામી 3 દિવસમાં ગુજરાતમાં (Gujarat) ભારે વરસાદની (Heavy rain) આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્રમાં 3 દિવસ માટે ભારે વરસાદ થઈ શકે છે. આજે અને કાલે અતિભારે વરસાદની આગાહી છે. હવે 15 જુલાઈ બાદ વરસાદનું જોર ઘટશે. તો અમદાવાદમાં પણ આજે અને કાલે મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. આ વચ્ચે ગુજરાતીઓ માટે હરખના સમાચાર એ છે કે, ગુજરાતમાં 8 વર્ષમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં સીઝનનો 43 ટકા વરસાદ નોંધાયો :
લેટેસ્ટ અપડેટ અનુસાર, અત્યાર સુધીમાં ગુજરાતમાં સીઝનનો 43 ટકા વરસાદ નોંધાયો છે. માત્ર 10 દિવસમાં જ ગુજરાતમાં 33 ટકા વરસાદ ખાબક્યો છે. જે 8 વર્ષનો સીઝનનો અત્યાર સુધીનો સૌથી વધુ વરસાદ છે. રાજ્યમાં 12 દિવસમાં જ સરેરાશ 12 ઈંચ વરસાદ નોંધાયો છે. સરખામણી કરીએ તો, ગત વર્ષ કરતા અત્યાર સુધીમાં 25 ટકા વધારે વરસાદ નોંધાયો છે. કચ્છમાં ગત વર્ષ કરતા 58 ટકા વધુ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં 15 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
નર્મદા ડેમમાં 48 ટકા જથ્થો ભરાયો :
તો ગુજરાતના ડેમ અને જળાશયો પણ છલકાયા છે. ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમમાં 48 ટકા પાણીનો જથ્થો નોંધાયો છે. રાજ્યમાં જળાશયોની વિગતો આપતાં તેમણે કહ્યું હતું કે સરદાર સરોવર જળાશયમાં ૧૫૯૪૦૪ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૪૭.૭૧% છે જેમાં પાણીની આવક થતા ગત સપ્તાહ કરતાં ૭% જેટલો વઘારો થયો છે. રાજયનાં ૨૦૬ જળાશયોમાં ૨૫૧૨૦૯ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના ૩૩.૬૧% છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ – ૧૮ જળાશય, એલર્ટ ૫ર કુલ-૦૮ જળાશય તેમજ વોર્નીગ ૫ર કુલ -૧૧ જળાશય છે.
આ પણ વાંચો –
Do you also search for customer
શહેરમાં (Surat fraud) એક લાલાબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ગૂગલ (customer care numbers from Google ) ઉપર અલગ અલગ કુરિયર કંપની, બેંક, વોલેટ એપ્લીકેશનના ફેક કસ્ટમર કેર નંબરો મુકીને ભારતભરના ૨૦થી વધુ રાજ્યોના ૭૪૪ લોકો સાથે દોઢ કરોડથી વધુની છેતરપીંડી (Fraud) સામે આવી છે. ઝારખંડના જામતારાથી ઓપરેટ થતી આ આંતરરાજ્ય ગેંગનો સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે (Cyber Crime Cell) પર્દાફાશ કર્યો છે. આ આરોપીઓએ ગુગલ ઉપર VELEX કુરિયરનો કસ્ટમર કેર નંબર મેળવેલ તે મોબાઇલ નંબર ઉપર ફોન કરતા આરોપીઓએ લીંક મોકલી કુલ્લે રૂ.૧,૬૩,૯૦૩/- UPI થી અલગ અલગ બેંક એકાઉન્ટોમાં ટ્રાન્જકશન કરીને ફરીયાદી સાથે છેતરપીંડી કરી હતી.
આ સમગ્ર કૌભાંડ ઝારખંડ જામતારા ખાતેથી ઓપરેટ થતો હોવાની અને સુરત શહેરના અલગ વ્યક્તિઓના બેંક એકાઉન્ટોનો ઉપયોગ થયેલ માહિતી મળી હતી. આ છેતરપીંડીમાં બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટો એનાલીસીસ કરતા સુરત શહેરના અલગ અલગ બેંક એકાઉન્ટો સમીમ અન્સારી નામનો વ્યક્તિ ઉપયોગ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી સાયબર ક્રાઇમ સેલની ટીમને ઝારખંડ, જામતારા ખાતે તપાસમાં મોકલતા જામતારા ખાતેથી કુલ-૦૨ આરોપીઓને શોધી કાઢવામાં આવ્યા હતા.
પોલીસે આરોપીઓ (૧) મોહમ્મદ સીરાજ S/O ફકરૂદીન મંજુરમીંયા અંસારી રહે. જામતારા (ઝારખંડ) (૨) મોહમ્મદ નાઝીર S/O સાબા લાલમિંયા અંસારી રહે,જામતારા (ઝારખંડ) (૩) મોહમ્મદ આરીફ S/O કરમુલમીંયા જરજીસમીંયા અંસારી હાલ રહે.સુરત મુળ રહે.જામતારા (ઝારખંડ) (૪) હેમંતકુમાર S/O સંપતીરામ જગેશ્વર રામ રહે.સુરત, મુળ રહે.આજમગઢ (ઉત્તરપ્રદેશ) (૫) અરવિંદ S/O મનજીભાઇ હરજીભાઇ જમોડ હાલ રહે.સુરત મુળ રહે.ભાવનગર (૬) અજયભાઇ S/O પરષોત્તમભાઇ માવજીભાઇ મકવાણા હાલ રહે.સુરત મુળ રહે.ભાવનગર (૭) કૌશીક S/O બાબુભાઇ દયારામ નિમાવત હાલ રહે.સુરત મુળ રહે.સુરેન્દ્રનગર (૮) શિલ્પા W/O કૌશીક બાબુભાઇ નિમાવતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ આરોપીઓ ભારતભરમાં અલગ અલગ કુરિયર કંપની જેવી કે, VELEX, DTDC courrier, Bluedart, Delhivery courier, Amazon Delivery, Amway courier, professional courier company, meesho.com, SKYKING courier વિગેરેના ખોટા કસ્ટમર કેર મોબાઇલ નંબરો ગુગલ ઉપર મુકતા હતા. કસ્ટમર તે મોબાઇલ નંબર ઉપર ફોન કરે તેઓને લીંક મોકલી અથવા એનીડેસ્ક એપ્લીકેશન ડાઉનલોડ કરાવી કસ્ટમરોના બેંક એકાઉન્ટોમાંથી રૂપિયા ટ્રાન્સફર કરીને લોકો સાથે છેતરપીંડી કરતા હતા. અલગ-અલગ બેન્કોના કસ્ટમર કેરમાં ગુગલ ઉપર તેઓના મોબાઇલ નંબરો મૂકી ઓનલાઇન ફ્રોડ કરે છે.
અલગ અલગ વોલેટ એપ્લીકેશનના ગુગલ ઉપર ખોટા કસ્ટમર કેર મોબાઇલ નંબરો મુકી ઓનલાઇન ફ્રોડ આચરે છે. અલગ અલગ કંપનીઓના ગુગલ ઉપર ખોટા કસ્ટમર કેર મોબાઇલ નંબરો મુકી ઓનલાઇન ફ્રોડ કરે છે. લોકો પાસે અલગ અલગ લોભામણી લલચામણી વાતો કરી સ્ક્રીન શેરીંગ એપ્લીકેશન ડાઉનલોડ કરાવી છેતરપીંડી આચરે છે. KBC ના નામે લોકો સાથે ઓનલાઇન ફ્રોડ કરે છે.
દેશના આ રાજ્યોમાં આટલી છેતરપીંડી :
ઉત્તરપ્રદેશ 106, તેલંગણા 27, રાજસ્થાન 18, મહારાષ્ટ્ર 14, દિલ્હી 20, આંધ્રપ્રદેશ 02, બિહાર 4, ચંદીગઢ 3, છત્તીસગઢ 4, હરીયાણા 4, મધ્યપ્રદેશ 2, ઓડીસ્સા 4, પંજાબ 7, તમીલનાડુ 8, ઉત્તરાખંડ 5, પશ્વિમબંગાળ 3, હીમાચલ પ્રદેશ 1, કેરલા 1, કણાાટક 1, ગુજરાત 27 અને અન્ય 12 કુલ્લે-૨૭૩ ફરીયાદ તેમાં કુલ્લે રૂ.૬૪,૮૭,૫૪૦/- ની છેતરપીંડી કરવામાં આવી છે. આ સિવાય અન્ય ૭૬ મોબાઇલ નંબરો મળી આવેલ તે આધારે નેશનલ સાયબર ક્રાઇમ રીપોટીંગ પોટાલ (NCCRP) ઉપર ચેક કરતા અલગ અલગ રાજ્યોમાં કુલ-૪૭૧ જેટલી ફરીયાદ થયેલ હોવાનું અને તેમાં આશરે રૂ.૬૩,૫૮,૭૫૬/- ની છેતરપીંડી થઇ હોવાની જાણ થઇ હતી.
આ પણ વાંચો –
13th July – Know today’s horoscope
મેષ :
આવકનું પાસું જળવાય. હયાત રોકાણોમાંથી આવક આવતી અનુભવાય. નવા રોકાણોનું આયોજન યથાર્થ રીતે કરી શકાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય છે. આદ્યાત્મિકતાનું પ્રમાણ વધે. ચર્મરોગોથી સાવધાની રાખવી.
વૃષભ :
ધારેલી આવક અટકતી જણાય. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. દામ્પત્ય ક્ષેત્રે આનંદનો અનુભવ થાય. પરિવારના સભ્યોને માનસિક ચિંતા રહે. મિત્રોનો સાથ સહકાર મળતાં કાર્યો પૂરા થતા જણાય.
મિથુન :
ગુસ્સાનું પ્રમાણ વધે. આવક જળવાય. નવો નાણાંકીય રોકાણોનું આયોજન ફાયદાકારક નીવડે. નોકરી કે ધંધાકીય ક્ષેત્રમાં મહેનત વધારે કરવી પડે. પત્નિ સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર રહે. સ્વાસ્થ્ય સાફ રહેશે.
કર્ક :
આવક અંગે મધ્યમ દિવસ છે. પરિવારમાં શાંતિ જળવાય. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. મિત્ર વર્તુળમાં વધારો થાય. અધૂરા રહેલા કાર્યો પૂર્ણ થતા જણાય. તાવ, શરદી, ખાંસીથી સાચવવું. ભાગ્યનો સાથ મળતો જણાય છે.
સિંહ :
સંતાન તરફથી સારા સમાચાર મળે. સંતાનની પ્રગતિથી આનંદ થાય. કરેલા કાર્યો સફળ થતા જણાય. સફેદ વસ્તુ, કાપડ, કરીયાણાના ધંધામાં લાભ મળતો જણાય. આરોગ્ય સારૂં રહેશે. નકારાત્મક વિચારો ઉપર કાબુ રાખવો જરૂરી.
કન્યા :
ગઈકાલની જેમ આજે પણ નોકરીમાં બઢતી, બદલી અને ધંધાકીય ક્ષેત્રે સફળતાના યોગ બને છે. આવકનું પ્રમાણ પણ જળવાશે. માતા-પિતાનું સ્વાસ્થ્ય સારૂં રહેશે. આંખની તકલીફ અને માથાના દુઃખાવાથી સાવધાની જરૂરી.
તુલા :
આવકનું પ્રમાણ જળવાતા, માનસિક આનંદ વધે. કુટુંબના સભ્યો સાથે સારો સમય પસાર થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. જીવનસાથી સાથે આનંદનો અનુભવ થાય. પ્રેમી પાત્રનું મિલન શકય બને.
વૃશ્ચિક :
ગઈકાલની જેમ આજે પણ આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં આનંદ વધતો જણાય. બેંક બેલેન્સમાં વધારો થાય. સંતાનમાં ગુસ્સાનું પ્રમાણ વધે. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. આરોગ્ય સારૂં રહે
ધન :
આત્મબળમાં વધારો થાય. માનસિક સ્થિરતા જળવાય. સંગીતનો શોખ રહે. પેટ્રોલ, દૂધ, રબ્બર, રેડીયો, ટી.વી. જેવા ક્ષેત્રે કાર્ય કરતી વ્યક્તિને વિશેષ લાભ મળે. પીઠનો દુઃખાવો તથા મૂત્રાશય સંબંધી રોગોથી સાચવવું.
મકર :
આવશ્યક કાર્યો પૂરા કરી શકાશે. આવક સામાન્ય રહેશે પણ વખતસર નાણાંની સગવડ થઈ જશે. દિવસ દરમ્યાન ઉદાસીનતા વર્તાય. વાયુનું પ્રમાણ વધે. સાંધાના દુઃખાવા તથા ગેસ ટ્રબલ અને ખાંસીથી પરેશાની રહે.
કુંભ :
શેરબજાર, સ્ત્રી શણગાર, ટ્રાવેલીંગ જેવા ક્ષેત્રમાં લાભ આવકનું પ્રમાણ વધતું જણાય. સંતાન તરફની ચિંતા રહે. ભાગ્યનો સાથ મળતો જણાય છે. જુના મિત્રોને મળવાનું શકય બને. તેમનો સાથ સહકાર મળતો જણાય.
મીન :
આત્મવિશ્વાસ જળવાય. આવકનું પાસુ મજબૂત થતું જણાય. માતાનું સ્વાસ્થ્ય જળવાય. યશ, પ્રતિષ્ઠામાં વધારો થાય. સામાજીક કાર્યોમાં સમય પસાર થાય. આંખ, હાડકા અને કરોડરજ્જુના દુઃખાવાની સમસ્યા રહે.
આ પણ વાંચો –