‘ધ ગ્રેટ ખલી’નો ટોલ પ્લાઝાના કર્મચારી સાથે થયો ઝઘડો, પછી તો કારમાંથી ઉતરીને થઇ જોવા જેવી – જુઓ વિડીયો

Share this story

‘The Great Khali’ had a quarrel

  • હાલ સોશિયલ મીડિયામાં ભૂતપૂર્વ વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટ ચેમ્પિયન ‘ધ ગ્રેટ ખલી’ એટલે કે દલીપ સિંહ રાણા આ વખતે ટોલ પ્લાઝાના કર્મચારીઓ સાથે ઝઘડતા જોવા મળ્યા છે.
ભૂતપૂર્વ વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટ (WWE) ચેમ્પિયન ‘ધ ગ્રેટ ખલી’ એટલે કે દલીપ સિંહ રાણા આ વખતે ટોલ પ્લાઝાના કર્મચારીઓ સાથે ઝઘડતા જોવા મળ્યા છે. ખલીનો એક વિડીયો સોશિયલ મીડિયા (Video social media) પર વાયરલ થઈ રહ્યો છે.
આ વિડીયો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે આઈડી કાર્ડ માંગવા પર ખલીએ ટોલ પ્લાઝાના કર્મચારીને થપ્પડ મારી છે. જ્યારે વિડીયોમાં ખલી કહી રહ્યો છે કે કર્મચારીઓ તેને બ્લેકમેલ કરી રહ્યા છે. એક કર્મચારી ફોટો પાડવા માટે કારમાં પ્રવેશવાનો પ્રયાસ કરતો હતો તેના કારણે આ ઘટના બની હતી.
ધ ગ્રેટ ખલી જલંધરથી કરનાલ જઈ રહ્યા હતા. દરમિયાન ફિલોર પાસેના ટોલ પ્લાઝાનો આ વીડિયો જણાવવામાં આવી રહ્યો છે. ખલીએ કહ્યું કે એક કર્મચારી ફોટો પાડવા માટે કારમાં પ્રવેશી રહ્યો હતો. ના પાડતાં વિવાદ થયો હતો. આ પછી બાકીના કર્મચારીઓ આવ્યા અને તેની કારને ઘેરી લીધી અને તેને બ્લેકમેલ કરવા લાગ્યા.
આ દરમિયાન રેસલર ખલી તેની કારમાંથી બહાર આવ્યા હતા અને બેરિયર હટાવીને કારને બહાર કાઢી હતી. એક કર્મચારી ખલીને અવરોધ દૂર કરતા રોકે છે, પરંતુ ખલી તેને બાજુમાં પકડીને દૂર કરે છે. ઉલ્લેખનીય છે કે ધ ગ્રેટ ખલી ભારતીય જનતા પાર્ટી (BJP) ના નેતા પણ છે. જોકે તેમણે ચૂંટણી લડી ન હતી.
બીજી તરફ કર્મચારીનું કહેવું છે કે તેણે ખલી પાસેથી માત્ર આઈડી કાર્ડ માંગ્યું હતું. આવી વાત પર ખલીએ તેને થપ્પડ મારી હતી. વિડીયોમાં સાંભળી શકાય છે કે એક કર્મચારી ખલીને વાનર પણ કહી રહ્યો છે. ગુસ્સામાં તમામ કર્મચારીઓ ખલીને બહાર જવા દેતા ન હતા. ત્યારબાદ પોલીસ પણ સ્થળ પર આવી ગઈ હતી.
આ પણ વાંચો –