Home Blog Page 1381

મધ્ય પ્રદેશમાં મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં માત્ર 14 મતથી હારનારા કોંગ્રેસના ઉમેદવારનું હાર્ટ એટેકથી મોત

0

Congress candidate

  • મધ્ય પ્રદેશમાં મ્યુનિસિપાલિટીની ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં મોટાભાગની મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકા, મ્યુનિસિપલ કાઉન્સિલમાં ભાજપે પરચમ લહેરાવ્યો છે. અમુક સ્થળે કોંગ્રેસે પણ સારુ પ્રદર્શન કર્યુ છે.

આ દરમિયાન રીવામાં (Reeva) હાર મળ્યાના તાત્કાલિક બાદ આઘાતમાં એક કોંગ્રેસ ઉમેદવારનું (Congress candidate) મોત નીપજ્યુ છે. રીવાના વોર્ડ નંબર 9 ના કોંગ્રેસ ઉમેદવાર હરિનારાયણએ (Harinarayan) જીવ ગુમાવ્યો છે. તેમને અપક્ષ ઉમેદવાર સામે માત્ર 14 મતથી હારનો સામનો કરવો પડ્યો હતો.

રીવા હનુમનાના વોર્ડ 14ના કોંગ્રેસ પાર્ટીએ હરિનારાયણને ઉમેદવાર બનાવ્યા હતા. તેઓ હનુમના મંડશના અધ્યક્ષ પણ હતા. હરિનારાયણને જીતની પૂરી આશા હતી પરંતુ રવિવારે જ્યારે પરિણામ આવ્યા તો તેમની આશા તૂટી ગઈ. અપક્ષ ઉમેદવારે તેમને 14 વોટથી હરાવ્યા.

હરિનારાયણ હારનો આઘાત સહન કરી શક્યા નહીં. તેમને હાર બાદ તરત જ હાર્ટ એટેક આવ્યો અને તેમનુ મોત નીપજ્યુ. હરિનારાયણના મોતથી તેમના પરિજનો અને સમર્થકોની ખરાબ હાલત છે. હરિનારાયણે ચૂંટણીમાં જીત માટે આકરી મહેનત કરી હતી.

આ પણ વાંચો –

હુમલો : 8 હુમલાખોરને ઝડપી લેવા સવારે SIT રચાઈ, સાંજે પાંચ ‘સરેન્ડર’.

Attack SIT formed

  • CGST અધિ.ઓ પર હુમલો કરી નામચીન શખસ સહિતની ગેંગ થઈ હતી ફરાર. ઓપરેશન પાર પાડવા ASPને વિશેષ જવાબદારી. નામચીન બંધુબેલડી હજુ ફરાર : કરોડોની કરચોરી પકડાઈ હોવાના અહેવાલ.

ભાવનગર શહેરના (Bhavnagar city) નવાપરા જુની આરટીઓ નજીકના ફ્લેટમાં બે દિવસ પૂર્વે સર્ચ ઓપરેશન (Prior to the search operation) અર્થે ગયેલાં CGSTના અધિકારીઓ પર નામચીન વલી હાલારી અને અન્ય સાત શખસોએ કરેલાં હુમલા બાદ ફરાર થયેલા તમામ આઠેય હુમલાખોરોને ઝડપી પાડવા માટે ભાવનગરના રેન્જ આઈજીએ SIT ટીમની રચના કર્યાના ગણતરીના કલાકોમાં જ આઠ પૈકીના પાંચ હુમલાખોરે (Five attackers) પોલીસની ઘોંસના પગલે ભાવનગર એલસીબી સમક્ષ સરેન્ડર કરી દિધું હતું.

તમામને ક્સ્ટડીમાં લઈને પોલીસે તેમની ધરપકડ માટે મોડીરાત સુધી તજવીજ હાથ ધરી હતી.જો કે,આ હુમલામાં મુખ્ય સૂત્રધાર એવા નામચીન શખ્સની બંધુબેલડી સહિત ત્રણ હુમલાખોર હજુ પોલીસ ગિરફતારથી બહાર હોવાનું જાણવા મળેલ છે.

બનાવની વિગત એવી છે કે,ભાવનગર શહેરના નવાપરા જુની આરટીઓ પાસે આવેલાં મહેક એપાર્ટમેન્ટના 321 નંબરના ફ્લેટમાં ગત બુધવારના રોજ CGST વિભાગના અધિકારીઓ સર્ચ ઓપરેશન અર્થે ગયા હતા.જયાં ફ્લેટના કબ્જેદાર અને નામચીન શખસ વલી હાલારીએ CGST સુપ્રિ.ભારદ્વાજ પાઠક સહિત સ્થળ પર હાજર અધિકારીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી હું ભાવનગરનો બાપ છું તેમ કહીને વલી ઉપરાંત તેની સહિત તોફીક હાલારી,તોસિફ્ પરમાર,ઉસ્માન ગની ખોખર, ઝફ્ર કાઝી,હારૂન તથા બે અજાણ્યા શખસોએ ગેરકાયદે મંડળી રચીને હાજર તમામ અધિકારીઓને ગાળો અને મારી નાંખવાની ધમકી આપી તેમના 52 ધોકા વડે હુમલો કરી ફ્રજમાં રૂકાવટ કર્યાની નિલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે છ નામધારી અને બે અજાણ્યા મળી કુલ આઠ વિરૂદ્ધ ગુન્હો નોંધ્યો હતો. તો,આ તરફ્ હુમલો કરીને તમામ હુમલાખોર નાસી ગયા હતા.

ફ્રિયાદના પગલે આજે ગત ગુરૂવારે સવારથી જ પોલીસે હુમલાખોરોને ઝડપી લેવા રીતસર ધોંસ બોલાવી હતી.અને સવારથી જ ઠેર-ઠેર તપાસ, શકમંદોની પૂછપરછ તથા ટેકનિકલ સોર્સના આધારે હુમલાખોરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. તો, સાંજના સુમારે ભાવનગરના ASP સફ્નિ હસને મસમોટા પોલીસ કાફ્લા સાથે નવાપરા સ્થિત હુમલાના સ્થળે જઈ બંધ મકાનનું તાળું તોડીને ઘરમાં સર્ચ કર્યું હતું. તો હુમલાખોરના નિવાસસ્થાન સહિતના સ્થળે પણ પોલીસે સર્ચ કર્યું હતું.જો કે બન્ને સર્ચ દરમિયાન પોલીસે એકમાત્ર ડીવીઆર જપ્ત કર્યું હતું.

આજે ભાવનગર રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવે તમામ આઠેય હુમલાખોરને ઝડપી પાડવા માટે ASP સફ્ન હસનની આગેવાનીમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ(SIT)ની રચના કરી હતી.આજે સવારેકચેરી સમય દરમિયાન તેમણે રચના અંગેનો ઓર્ડર પણ કરી દિધો હતો. નીલમબાગ અને એલસીબી પોલીસની ટીમ સાથેની SITએ હુમલાખોરને ઝડપી લેવા રીતસર ધોંસ વધારતાં આખરે સાંજના સુમારે આઠ પૈકીના પાંચ હુમલાખોર ભાવનગર એલસીબી પોલીસ સમક્ષ સરેન્ડર થયા હોવાનું જિલ્લા પોલીસ વડા ડૉ. રવિન્દ્ર પટેલે વિગત આપતાં જણાવ્યું હતું.

તેમણે તમામને કસ્ટડીમાં લેવા તજવીજ શરૂ કરાઈ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. જો કે, સરેન્ડર થયેલાં આ હુમલાખોરમાં નામચીન શખસ અને તેનો ભાઈ સહિત ત્રણ હજુ ફરાર હોવાનું અને તેમની શોધખોળ શરૂ હોવાનું જણાવ્યું હતું.એટલું જ નહીં, આ મામલે હાલ પોલીસ તપાસ શરૂ હોવાનું તેમણે કહ્યું હતુ.જયારે, પોલીસે અંદરખાને હુમલાખોરને ઝડપી પાડવા અત્યંત ગુપ્ત કાર્યવાહી આરંભી હોવાનું જાણવા મળેલ છે. સીજીએસટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાંધાજનક દસ્તાવેજો કબજે કરાયા છે. કરોડોની રૂપિયાની પકડાઈ છે.

એક શકમંદ પણ પોલીસ ગિરફ્તારમાં, તપાસ શરૂ :

એલસીબી પોલીસ સૂત્રોના જણાવ્યાનુંસાર, CGST અધિકારીઓ પર હુમલા પ્રકરણે પોલીસની ધોંસના પગલે પાંચ હુમલાખોરે સરેન્ડર કર્યું હોવાનું જયારે તેની સાથે એક શકમંદ પણ ઝડપાયો હતો. જો કે, હાલ આ શખસ શકમંદ હોય તે હુમલામાં સામેલ છે કે નહીં? તે દિશામાં પોલીસે તપાસ આદરી છે. તપાસના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે તેમ પોલીસ સૂત્રોએ વિગત આપતાં જણાવ્યું હતું.

આ પણ વાંચો –

ગરીબ ખેડૂતનો દીકરો બન્યો મેયર, 18 વર્ષનો વનવાસ થયો પુરો

0

A poor farmer’s son became mayo

  • છિંદવાડામાં કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસની ઐતિહાસિક જીત, ખેડૂતનો દિકરો બન્યો મેયર . કોંગ્રેસે 18 વર્ષ બાદ આ બેઠક પર હાંસલ કરી જીત.

મઘ્યપ્રદેશમાં (Madhya Pradesh) કોર્પોરેશનની (Corporation) ચૂંટણીના પહેલા તબક્કાની મતગણતરી રવિવારે થઇ. જેમાં કુલ 11 મ્યુનિસિપલ કોર્પોરેશનના 11 મેયર પદોમાંથી ભાજપે 7, કોંગ્રેસ 3 અને આમ આદમી પાર્ટીના ઉમેદવારે જીત મેળવી છે. આ તમામ વચ્ચે છિંદવાડા મેયરની (Mayor of Chindwara) ચૂંટણીમાં જીતેલા કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ અહાકે (Vikram Ahake) સૌથી વધુ ચર્ચામાં છે. કારણ કે  તેઓ  માત્ર 30 વર્ષની વયે શહેરના પ્રથમ નાગરિક બન્યા.. ત્યારે આવો જાણીએ વિક્રમ અહાકે વિશે વિગતવાર.

કોણ છે વિક્રમ અહાકે ?

વિક્રમ અહાકે છિંદવાડા જિલ્લાના રાજખોહ ગામના રહેવાસી છે. તેમના પિતા નરેશ અહાકે ખેડૂત છે અને માતા નિર્મલા આંગણવાડી કાર્યકર છે. માત્ર 30 વર્ષની ઉંમરે  મેયર બનનાર વિક્રમ અહાકે છિંદવાડાના પ્રથમ વ્યક્તિ હશે.. કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી જીતેલા વિક્રમ સ્નાતક થયા છે અને ખેતી તેમનો મુખ્ય વ્યવસાય છે. અત્યાર સુધી વિક્રમ આહાકે કોંગ્રેસ ટ્રાઈબલ સેલના જિલ્લા પ્રમુખ હતા.

છિંદવાડા છે કમલનાથનો ગઢ :

છિંદવાડાને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથનો ગઢ માનવામાં આવે છે અને લાંબા સમય બાદ કોંગ્રેસે છિંદવાડાના મેયર પદ પર મોટી જીત નોંધાવી છે. 18 વર્ષ બાદ કોંગ્રેસને આ જીત મળી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના વિક્રમ આહાકેએ ભાજપના ઉમેદવાર અનંત ધુર્વેને 3786 મતોથી હરાવ્યા છે. વિક્રમને 64,363 વોટ મળ્યા જ્યારે અનંત ધુર્વેને 60577 વોટ મળ્યા હતા. મહત્વનું છે કે છિંદવાડામાં કુલ મતોની સંખ્યા 130907 છે.

શિવરાજનો જાદુ ન ચાલી શક્યો :

છિંદવાડામાં કોંગ્રેસે મેયર પદની સાથે વોર્ડ કાઉન્સિલરના 30 પદો પર જીત મેળવી છે. જો ભાજપની વાત કરીએ તો મેયરના ઉમેદવાર અનંત ધુર્વેએ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનરના પદ પરથી રાજીનામું આપીને ચૂંટણી લડી હતી. કમલનાથના ગઢમાં ભાજપે તમામ પ્રયાસો કર્યા. પ્રયાસો એવા પણ થયા કે શિવરાજસિંહ ચૌહાણ પોતે બે વખત પોતાના ઉમેદવારના સમર્થનમાં બહાર આવ્યા, પરંતુ શહેરની જનતાએ સામાન્ય નેતા પર વિશ્વાસ વ્યક્ત કર્યો.

આ પણ વાંચો –

અમદાવાદમાં ફરી દારૂની રેલમછેલ, જાણો કોણ ચલાવે છે આ નેટવર્ક

0

Alcohol traffic again in Ahmedabad

  • અમદાવાદ શહેરમાં દારૂની રેલમછેલ ફરી સામે આવી નારોલ અને દાણીલીમડા પોલીસે લાખો રૂપિયાનો દારૂ જપ્ત કર્યો. નારોલ પોલીસે આરોપી સાજીદહુસેન મોમીન પકડી પાડ્યો છે.

અમદાવાદમાં (Ahmedabad) ફરી દારૂની હેરાફેરીનો (Liquor manipulation) પર્દાફાશ થયો છે. કુખ્યાત બુટલેગર આસિફ ઉર્ફે ટકલાના દારુનું નેટવર્ક ખુલ્યું. નારોલ અને દાણીલીમડા વિસ્તારમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળ્યો. કોણ છે આ બુટલેગર (Bootlegger) અને કેવી રીતે ચાલતું હતું દારૂનું નેટવર્ક જોઈએ આ અહેવાલમાં…

અમદાવાદ શહેરમાં દારૂની રેલમછેલ ફરી સામે આવી નારોલ અને દાણીલીમડા પોલીસે લાખો રૂપિયાનો દારૂ જપ્ત કર્યો. નારોલ પોલીસે આરોપી સાજીદહુસેન મોમીન પકડી પાડ્યો છે. જ્યારે દાણીલીમડા પોલીસે આરોપી અલમાસ છીપ્પા અને ફરદીન પઠાણને ઝડપી પાડ્યા છે. આ બન્ને વિસ્તારમાં પકડાયેલા દારૂનું એકજ કનેક્શન કુખ્યાત બુટલેગર આસિફ ઉર્ફે ટકલાનું ખુલ્યું છે.

આ બુટલેગરના માણસો દાણીલીમડામાં દારૂની હેરાફેરી કરી રહ્યા હતા. ત્યારે બાતમીના આધારે પોલીસે રેડ કરીને લાખોનો દારૂ જપ્ત કર્યો. નારોલમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બુટલેગર આસિફ ઉર્ફે ટકલાનો દારૂ પકડાયો. રૂપિયા 4.80 લાખની કિંમતની દારૂની 960 બોટલો ઝડપાઈ હતી. પોલીસે સાજીદહુસેન મોમીન નામનાં સાણંદનાં યુવકની ધરપકડ કરીને તેની પૂછપરછમાં દારૂ દાણીલીમડાનાં આસિફ ઉર્ફે ટકલાએ ભરી આપ્યો હતો.

આ દારૂ સાણંદના શક્તિસિંહ વાધેલાને સપ્લાય કરવાનો હોવાનું ખુલ્યું હતું. જેથી નારોલ પોલીસે 10.97 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને તપાસ શરૂ કરી હતી. દારૂના નેટવર્કનું કનેક્શન બુટલેગર આસિફ સુધી પહોંચ્યું છે.જ્યારે આ બુટલેગર ફરાર થઇ જતા નારોલ અને દાણીલીમડા પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચો –

 

ગેંગરેપ : દિલ્હીમાં 3 છોકરાઓએ 16 વર્ષની છોકરી પર ચાલતી કારમાં ગેંગરેપ કર્યો, વીડિયો પણ બનાવ્યો

Gangrape: 3 boys

  • દિલ્હીમાં 3 છોકરાઓએ 16 વર્ષની છોકરી પર ચાલતી કારમાં ગેંગરેપ કર્યો.

દિલ્હીના (Delhi) વસંત વિહાર વિસ્તારમાં ચાલતી કારમાં યુવતી સાથે ગેંગરેપનો (Gangrape) મામલો સામે આવ્યો છે. પોલીસે આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ગેંગ રેપ અને પોક્સોની (Gang Rape and Poxo) કલમો હેઠળ કેસ નોંધ્યો છે. મળતી માહિતી મુજબ 8 જુલાઈના રોજ વસંત વિહારમાં પીસીઆર કોલ આવ્યો હતો.

પીડિતાના પરિવારજનોએ જણાવ્યું કે 6 જુલાઈના રોજ રાત્રે 8.30 વાગ્યાની આસપાસ તેમની 16 વર્ષની પુત્રી ત્રણ લોકો સાથે વેગન આર કારમાં વસંત વિહારથી નીકળી હતી.

બીજા દિવસે એટલે કે 7મી જુલાઈના રોજ સવારે લગભગ 7 વાગે યુવતી ભ્રમિત હાલતમાં ઘરે પહોંચી. જે બાદ યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

જ્યારે પોલીસે તપાસ શરૂ ન કરી ત્યારે જાણવા મળ્યું કે તેને ઓળખતા બે છોકરાઓ 16 વર્ષની છોકરીને વસંત વિહારથી પોતાની સાથે લઈ ગયા હતા, બાદમાં તેમનો એક મિત્ર પણ કારમાં આવ્યો હતો. જે પછી ચારેય કારમાં દિલ્હી ફરતા રહ્યા અને પછી ગાઝિયાબાદ તરફ વળ્યા. જ્યાં કારના 2 છોકરાઓએ ચાલતી કારમાં યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. આરોપ છે કે યુવતી સાથે મારપીટ કરતી વખતે તેણે અકુદરતી સેક્સ કર્યું અને તેનો વીડિયો બનાવ્યો.

પીડિતાએ પોલીસને જણાવ્યું કે 6 જુલાઈના રોજ તે મોતીબાગ સ્થિત તેના મિત્રના ઘરે ગઈ હતી. બે છોકરાઓ તેને વસંત વિહાર માર્કેટ પાસે ફરવાના બહાને લઈ ગયા, ત્યાંથી રાત્રે પરત આવી રહ્યા હતા. આરોપ છે કે પીડિતાને કોલ્ડ ડ્રિંકમાં દારૂ ભેળવીને બળાત્કાર ગુજાર્યો હતો.

પોલીસે આ કેસમાં 23, 25 અને 35 વર્ષની વયના 3 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે વેગન-આર કાર પણ કબજે કરી છે. યુવતીના 164ના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે.

આ પણ વાંચો –

આજે ગાંધીનગર વિધાનસભામાં થશે રાષ્ટ્રપતિ પદ માટેનું મતદાન, ગુજરાતનાં ધારાસભ્યનાં વોટનું મૂલ્ય કેટલું હોય છે ? જાણો અહીં 

0

Voting for the post of President

  • ગઠબંધન NDA ભાજપની આગેવાની ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ છે. ગઠબંધન UPA વિપક્ષી પક્ષો ઉમેદવાર યશવંત સિન્હા છે. દેશને 15માં નવા રાષ્ટ્રપતિ મળશે. 4800 ધારાસભ્યો અને સાંસદો વોટિંગ કરશે.

આજે સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મતદાન થશે. 21મી જુલાઈએ સંસદ ભવનમાં (Parliament House) મતગણતરી કરવામાં આવશે. જ્યારે 25મી જુલાઈએ નવા રાષ્ટ્રપતિ (The new president) શપથ લેશે. ગઠબંધન NDA ભાજપની આગેવાની ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ (Draupadi Murmu) છે. ગઠબંધન UPA વિપક્ષી પક્ષો ઉમેદવાર યશવંત સિન્હા (Yashwant Sinha) છે. દેશને 15માં નવા રાષ્ટ્રપતિ મળશે. 4800 ધારાસભ્યો અને સાંસદો વોટિંગ કરશે.

બેલેટ પેપરમાં કોઈ પાર્ટીનો ચિહ્ન હોતો નથી. સાંસદોને લીલા રંગનું બેલેટ પેપર ધારાસભ્યોને ગુલાબી બેલેટ પેપર, વાયોલેટ શાહી સાથે ખાસ ડિઝાઇન કરેલી પેન દ્વારા વોટિંગ કરવામાં આવશે. ઉપરાષ્ટ્રપતિ, રાજ્યસભા અને વિધાન પરિષદની ચૂંટણીમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ કરાતો નથી. 1971ના સેન્સને આધારે ધારાસભ્યનાં મતનું મૂલ્ય નક્કી કરાશે. એક સાંસદનાં વોટનું મૂલ્ય 700 વોટ હોય છે.

ગુજરાતનાં ધારાસભ્યનાં વોટનું મૂલ્ય 147 વોટ (રાજ્યની વસ્તીને આધારે) ઉત્તરપ્રદેશનાં ધારાસભ્યનાં વોટનું મૂલ્ય 208 વોટ (રાજ્યની વસ્તીને આધારે) પંજાબનાં ધારાસભ્યનાં વોટનું મૂલ્ય 118 વોટ(રાજ્યની વસ્તીને આધારે ) ઉત્તરાખંડનાં ધારાસભ્યનાં વોટનું મૂલ્ય 64 વોટ(રાજ્યની વસ્તીને આધારે) ગોવાનાં ધારાસભ્યનાં વોટનું મૂલ્ય 20 વોટ(રાજ્યની વસ્તીને આધારે)દેશનાં ધારાસભ્યોના કુલ મતની સંખ્યા 5,43,231 છે.

સિંગલ ટ્રાન્સફરેબલ વોટિંગ એટલે શું ?

એમાં જોગવાઈ એવી છે કે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પ્રમાણસરનું પ્રતિનિધિત્વ સિંગલ ટ્રાન્સફરેબલ વોટ હશે. બંધારણના નિર્માણ વખતે આ એક પણ મિટિંગ વગર પાસ થઈ ગયો હતો. પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે, એક કરતાં વધારે સીટો માટે જો ચૂંટણી થઈ રહી હોય તો પ્રમાણસરના પ્રતિનિધિત્વનો મુદ્દો ઊભો થાય છે, એક પદ માટે નહીં.

આ પણ વાંચો –

આ કયા એંધાણ છે ? ગુજરાતની સ્થિતિને જોતા વાયુસેનાનું ગ્લોબ માસ્ટર પ્લેન સાથે NDRFની ટીમો ઉતરી

0

What kind of fuel is this

  • નવસારી, વલસાડ, ડાંગ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી પુરની વિકટ સ્થિતિ તેમજ આગામી સમયમાં ભારે વરસાદની આગાહીને ધ્યાને લેતા ઓડિસાના ભુવનેશ્વરથી ભારતીય વાયુદળના સૌથી મોટા અને વિશેષ ગ્લોબ માસ્ટર પ્લેન સાથે પાંચ જેટલી એન.ડી.આર.એફની ટીમો સુરત એરપોર્ટ ખાતે આવી પહોચી હતી.

દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. જેણા કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પ્રવર્તી છે. નવસારી, વલસાડ, ડાંગ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી પુરની વિકટ સ્થિતિ તેમજ આગામી સમયમાં ભારે વરસાદની આગાહીને ધ્યાને લેતા ઓડિસાના (Odisha) ભુવનેશ્વરથી (Bhubaneswar) ભારતીય વાયુદળના સૌથી મોટા અને વિશેષ ગ્લોબ માસ્ટર પ્લેન સાથે પાંચ જેટલી એન.ડી.આર.એફની ટીમો સુરત એરપોર્ટ (Surat Airport) ખાતે આવી પહોચી હતી.

એક ટીમ કમાન્ડર તથા પાંચ ઓફિસર અને 105 જવાનો સાથે રેસ્કયુ માટેના સાધન સરંજામ સાથે સુરત ખાતે બપોરે 1 વાગે આવી પહોચી હતી. દક્ષિણ ગુજરાતના કોઈ પણ જિલ્લામાં બચાવ અને રાહતની કામગીરીમાં વિશેષ સહયોગ મળી રહેશે. આ ટીમો કોઈ પણ સંભવિત પરિસ્થિતિને પહોચી વળવા માટે સુરત ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ પાંચ ટીમોના કારણે આમ કેન્દ્ર અને રાજય સરકારના સંયુકત પ્રયાસોથી વર્તમાન વરસાદી આપદાને પહોંચી વળવા માટે સુસજ્જ છે.

નવસારી શહેરના કાછીયાવાડી ગામ સહિત રંગૂનનગર જેવા નિચાણવાળા વિસ્તારોમાં છેલ્લા 30 વર્ષથી વરસાદી પૂરના કારણે લોકોના ઘરોમાં 10 ફૂટ જેટલા પાણી ભરાય જાય છે અને ઘરવખરીને લાખો રૂપિયાનું નુકસાન જાય છે. ત્યારે આ વખતના પુરની સ્થિતિ આવતા અનેક લોકોને મોટું નુકસાન થયું છે. કાછીયાવાડીના 200 થી વધુ લોકોએ આક્રોશ સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી પ્રોટેક્શન બનાવવાની માંગણી કરી છે.

નોંધનીય છે કે, નવસારીના કાછીયાવાડીમાં 4000 પરિવારો છે, ત્યારે પૂર્ણાં નદીમાં જ્યારે પણ ઘોડાપૂર આવે છે, ત્યારે 10 ફુટ સુધીના પાણી ભરાવાને એવી સ્થિતિ ઉત્પન્ન થાય છે કે કોઈ મદદ કરવા પણ ન આવી શકે. દર વર્ષની મુસીબતથી થાકેલા લોકોએ આજે પુર ઓસરતા જ સંયમ ગુમાવ્યો હતો. અને જિલ્લા કલેક્ટર કચેરીએ અંદાજે 200 લોકો પહોંચ્યા હતા, જ્યાં તેમણે કલેક્ટર સામે પોતાની હૈયા વરાળ ઠાલવી હતી. કાછીયાવાડમાં પાછલા 30 વર્ષથી અનેક પાર્ટીઓએ પાલિકામાં અને વિધાનસભામાં શાસન ભોગવ્યું છતાં પણ તેમની સમસ્યા હલ કરવામાં કોઈ પણ રાજકીય પાર્ટીએ ઈચ્છા શક્તિ દાખવી નહીં હોવાનો રોષ સ્થાનિકોએ ઠાલવ્યો હતો.

સાથે કાલિયાવાડીના દેસાઈવાડથી કાછીયાવાડી સુધી એક પ્રોટેક્શન વોલ બનાવવાની માંગણી કરી હતી, તેમજ રસ્તા, ડ્રેનેજ સહિતની જે પ્રાથમિક સુવિધાઓ છે તે પણ અત્યાર સુધી તેમને મળી નથી. જેથી વહીવટી તંત્ર પ્રાથમિક સુવિધાઓ પણ પુરી પાડે એવી માંગ કરી છે. સમગ્ર મામલે કલેક્ટર અમિત પ્રકાશ યાદવે તમામને શાંતિથી સાંભળ્યા હતા અને તેમને લેખિતમાં તેમની સમસ્યા આપવા માટે હૈયાધરપત આપી હતી.

આ પણ વાંચો –

૧૮ જુલાઈ સોમવારના રોજ આ રાશિના લોકો પર તૂટી પડશે દુઃખનો પહાડ, જાણો આજનું રાશિફળ

On July 18, Monday Gujarat Guardia.

મેષઃ

આત્મવિશ્વાસમાં વધારો થાય. આર્થિક બાબતો માટે સામાન્ય દિવસ. પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થાય. માતાની તબિયત જળવાય. માતૃસુખ વધે. નવા રોકાણો ટાળવા. વાહન ચલાવતી વખતે કાળજી જરૂરી. આરોગ્ય સાચવવું. દમાપત્ય જીવનમાં સ્નેહ વધે.

વૃષભઃ

નાણાંકીય બાબતો અંગે શુભ. પરિવારના સભ્યોથી આનંદ. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. સંતાન સંબંધી ચિંતા રહે. સ્વાસ્થ્ય અંગે સાવધાની જરૂરી. દામ્પત્ય સુખમાં મિશ્ર ફળ. ભાગ્ય બળવાન. ધંધાકીય ક્ષેત્રે રાહત.

મિથુનઃ

સ્વભાવમાં સરળતા, નિખાલસતા વર્તાય. આવકનું પાસુ મજબૂત બને. ધંધામાં પ્રગતિ થતા આવકનું પ્રમાણ વધે. પરિવારમાં થોડી ઉગ્રતા વર્તાય. લોહી સંબંધી રોગોથી સાવચેતી જરૂરી. સાંસારિક બાબતોમાં અસંતોષ. આકસ્મિક ધનલાભ શક્ય.

કર્કઃ

નસીબ બળવાન બને છે. ભાગ્યના જોરે કાર્યમાં વધુ સફળતા મળતી જણાય. આદ્યાત્મિકતામાં વધારો થાય. યાત્રા-પ્રવાસના યોગ બને છે. માતૃપક્ષથી લાભ.ધંધાકીયક્ષેત્રે સફળતા. આરોગ્ય બાબતે આનંદ. દામ્પત્ય ક્ષેત્રે મધ્યમ.

સિંહઃ

માનસિક ઉચાટ રહે. આવકનું પ્રમાણ ઘટે. પરિવારમાં શાંતિ રહે. અગત્યના નાણાંકીય રોકાણો મુલતવી રાખવી. માતાની તબિયતની કાળજી જરૂરી. સંતાન સંબંધીચિંતા રહે. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે.

કન્યાઃ

બુધ્ધિથી કાર્યસફળતા મળતી જણાય. એડવોકેટ, વિમા સંબંધી ક્ષેત્રોની વધુ લાભની શક્યતા. પરિવારના તમામ સભ્યો સાથે સ્નેહનું વાતાવરણ રહે. હૃદયમાં અકારણ અજંપો રહે. આરોગ્ય સારૂ રહે.

તુલાઃ

અણગમતા પ્રસંગો બને. આર્થિક બાબતો અંગે સામાન્ય દિવસ. પરિવારમાં અસંતોષનું વાતાવરણ રહે. માતૃસુખ સારૂં. નવા રોકાણો ટાળવા.પિતાની તબિયત સાચવવી. ભાગ્ય જળવાય. ધાર્મિક યાત્રા-પ્રવાસ શક્ય બને. પેટના રોગોથી સાચવવું.

વૃશ્ચિકઃ

આવક જળવાય. ઉત્સાહ વધે. પરિવારમાં શાંતિ રહે. નવા રોકાણો યોગ્ય રીતે થાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. સંતાન સુખ ઉત્તમ. સંતાનની પ્રગતિથી આનંદ. વિદ્યાર્થીવર્ગને સફળતા. આરોગ્ય સારૂ.

ધનઃ

દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થશે. આવકનો સ્ત્રોત જળવાશે. પરિવારમાં થોડો વાદ-વિવાદ રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. આર્થિક રોકાણો ફાયદાકારક નીવડશે.નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. શરદી-ખાંસી રહે.

મકરઃ

માનસિક રીતે આનંદ ઉમંગ જળવાય. ઉદાર દીલ તથા પરોપકારની ભાવના પ્રબળ બને. ખોટા ખર્ચા ટા‍ળવા. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. જીવનસાથી સાથે પ્રેમભાવમાં વધારો થાય.

કુંભઃ

આત્મવિશ્વાસમાં વધારો થાય. પોતાની વાત જ સાચી, બીજા બધા ખોટા એવું વર્તન થતું જણાય. આર્થિક પાસુ મજબૂત બને. નવી આવકના રસ્તા ખુલે. સ્થાવર-જંગમ મિલકતથી લાભ.

મીનઃ

અંતર્મુખી, થોડો સ્વાર્થી અને થોડો અભિમાની સ્વભાવ રહે. અનાજ, ઓઇલ, પેટ્રોલ, ન્યાયક્ષેત્રને સંબંધિત કાર્યોમાં વિશેષ લાભ. દામ્પત્યજીવનમાં આનંદમાં વધારો. પિતાની કાળજી રાખવી જરૂરી. સંતાન સુખ સારૂ.

 

17 જુલાઈ રવિવારના રોજ આ ત્રણ રાશિના જાતકોને થશે માં ખોડલનાં આશીર્વાદ થશે પ્રાપ્ત, બસ આવી ભૂલો નહિ કરતા નહિતર…

On Sunday 17th July

મેષઃ- મિત્રોનો સહકાર મળતા આર્થિક લાભ મળતો જણાય. દિવસ દરમ્યાન આવક મળતી રહે. સંતાન તરફથી શુભ સમાચાર મળે. કાર્યમાં સફળતા મળતી જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. એક્ષપોર્ટ ઇમ્પોર્ટ, શિક્ષણ જેવા ધંધામાં વિશેષ લાભ.

વૃષભઃ- આવક અને ખર્ચ બન્નેમાં વધારો થતો જણાય. ધંધાકીય કાર્યક્ષેત્રે સારૂ ફળ મળતુ જણાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. કરેલા રોકાણો યથાર્થ સાબિત થતા જણાય. લાંચ-રૂશ્વત લેવાથી દૂર રહેવું. આરોગ્ય જળવાશે.

મિથુનઃ- જીદ્દી અને સરળ સ્વભાવને કારણે કોઇ બનાવી ન જાય એનું ધ્યાન રાખવું. આવક ઘટતી જણાય. પરિવારના સભ્યો સાથે શાંતિ રાખવી. દામ્પત્ય જીવનમાં અસંતોષ વર્તાય. નાના-યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને.

કર્કઃ- દિવસ દમ્યાન ઉચાટ રહે. મન શાંત રાખવું. નાના ભાઇ-બહેનની વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. શેરબજાર સ્ત્રી શણગારની વસ્તુઓથી લાભ. આરોગ્ય સાચવવું. સ્નાયુનો દુઃખાવો સંભવે.

સિંહઃ- આત્મબળ મજબૂત બને. માન-સન્માનમાં વધારો થાય. રાજકારણી માટે સારો દિવસ. સરકારી કામકાજમાં સફળતા. અનાજ કરિયાણાના વેપારી માટે વધુ સફળતા. જીવનસાથી સાથે આનંદ. શરદી-કફનો પ્રકોપ રહે.

કન્યાઃ- નોકરી-ધંધા ક્ષેત્રે ફાયદો થતો અનુભવાય. ટેક્ષ કન્સલટન્ટ, અેકાઉન્ટસ, હોટલના ક્ષેત્રે વિશેષ ફાયદો. નવા રોકાણો કરતી વખતે સાવધાની રાખવી જરૂરી. સંતાનોની પ્રગતિથી આનંદ થાય. સ્વાર્થ વૃત્તિ વધે. પ્રતિષ્‍ઠા-યશ ઘટે.

તુલાઃ- મહેનત વધારે કરવી પડશે. વારેવારે ખોટું લાગી જાય એવા પ્રસંગો બને. કુટુંબના સભ્યો વચ્ચે વિખવાદને ટાળવો. નોકરી ધંધામાં દિવસ શાંતિથી પસાર કરવો. સંતાનના નામ પર કરેલા રોકાણમાં વિશેષ ફાયદો મળે. સ્વાસ્થ્ય સારૂ રહેશે.

વૃશ્ચિકઃ- આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં મનમેળ રહે. સ્થાવર-જંગમ ક્ષેત્રે કરેલું રોકાણ ફળદાયી નીવડે. માતૃપક્ષથી લાભ. ટાયર, ટ્યુબ, કલર, કેમીકલ, બિલ્ડીંગ મટીરીયલ ના ધંધાર્થીઓ માટે શુભ દિવસ. ચર્મરોગોની કાળજી રાખવી.

ધનઃ- નાણાંકીય બાબતોમાં સાનુકુળતા રહે. પરિવારમાં પ્રેમ જળવાય. જીવનસાથીની તબિયતની કાળજી રાખવી. આદ્યાત્મિક બાબતોમાં રૂચિ વધે. ભાગ્યનો સાથે મળે. ખોટી સોબતમાં ફસાઇ ન જવાય એનું ધ્યાન રાખવું. આરોગ્ય સારૂ રહે.

મકરઃ- આવકની દ્રષ્ટિએ સારો દિવસ છે. પરિવારના સભ્યો વચ્ચે મતભેદ રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ કરવો પડે. સ્થાવર જંગમ મિલકતમાંથી લાભ મળતો જણાય. ભાગ્ય સારૂ છે. તાવ-માથાના દુઃખાવાની સમસ્યા રહે. પત્નિ તરફથી આનંદ મળે.

કુંભઃ- માનસિક રીતે મજબૂતાઇ જણાય. વાંચવાનો શોખ વધશે. આકસ્મિક ધનલાભના યોગ બને છે. દામ્પત્ય જીવનમાં મધુરતા વધે. સાહિત્ય, સંશોધન, ફાઇનાન્સ ના કામમાં લાભ. ખોટું કામ ન કરવાની સલાહ છે. આરોગ્ય જળવાશે.

મીનઃ- સંતાન તરફથી ચિંતા સતાવશે. વિદ્યાર્થીવર્ગને વધુ મહેનત જરૂરી. કાર્યક્ષેત્રે સંઘર્ષ રહે. નોકરી-ધંધામાં અસંતોષનો અનુભવ થાય. મિત્રો તરફથી લાભ. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. કરોડરજ્જુ, દાંત અને હાડકાની કાળજી રાખવી જરૂરી.

આ પણ વાંચો –

અભિનેત્રી સુષ્મિતા સેન સાથે રિલેશનશીપમાં હોવાનું લલિત મોદીએ સ્વીકાર્યું

0

Lalit Modi admitted

  •  લલિત મોદીએ ટ્વિટરમાં સુષ્મિતા સેન સાથે વર્લ્ડટૂરની તસવીરો શેર કરી. અગાઉની ટ્વિટરમાં લલિત મોદીએ સુષ્મિતા સેનને બેટરહાફ ગણાવી હતી : લગ્નની અટકળો પછી એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની સ્પષ્ટતા

લલિત મોદીએ (Lalit Modi) બોલિવૂડની અભિનેત્રી સુષ્મિતા સેન (Sushmita Sen) સાથે રિલેશનશીપમાં હોવાનું સ્વીકાર્યું હતું. ટ્વિટરમાં બંનેના વર્લ્ડ ટૂરના (World Tour) ફોટો શેર કરીને લલિત મોદીએ પહેલી વખત સુષ્મિતા સેન સાથેના સંબંધોનો એકરાર કર્યો હતો. એટલું જ નહીં,(Instagram) બાયોમાં પણ લલિત મોદીએ એડિટિંગ કરીને સુષ્મિતા સેનને માય લવ કહીને સંબોધી હતી. થોડા સમયમાં લગ્ન થશે એવું પણ ટ્વિટરમાં લખ્યું હતું.

લલિત મોદીએ પહેલી ટ્વીટમાં લખ્યું હતુંઃ વર્લ્ડ ટૂરમાંથી લંડન પાછો ફર્યો છું. પરિવાર સાથે માલદીવ અને સર્દિનિયામાં સમય ગાળ્યો હતો. એ ટ્વીટમાં લલિત મોદીએ સુષ્મિતા સેનનો ઉલ્લેખ કર્યો અને તેને બેટરહાફ ગણાવી. એટલું જ નહીં, એક નવી જિંદગીની શરૃઆત કરી હોવાનું પણ જણાવ્યું. લલિત મોદીએ બંનેના ફોટોઝ શેર કર્યા હતા. એ તસવીરો પછી બંનેએ માલદીવ્સમાં લગ્ન કરી લીધા હોવાની અટકળો શરૃ થઈ હતી. ટ્વીટરમાં લલિત મોદી અને સુષ્મિતા સેન ટ્રેન્ડિંગ બન્યા હતા.

પહેલી ટ્વિટના અડધા કલાક બાદ લલિત મોદીએ બીજી ટ્વીટ કરી હતી. એમાં લખ્યું હતુંઃ સ્પષ્ટતા માટે જણાવી દઉં. અમે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છીએ. હજુ લગ્ન કર્યા નથી, પરંતુ ટૂંક સમયમાં એવું શક્ય બનશે ખરું. એ ટ્વિટમાં પણ લલિત મોદીએ સુષ્મિતા સેન સાથેના તાજેતરના ફોટોઝ શેર કર્યા હતા. માલદીવ્સમાં બંને સાથે હતા એ ગાળાની તસવીરો લલિત મોદીએ મૂકી હતી અને પછી ઈન્સ્ટાગ્રામમાં પણ અપડેટ કર્યું હતું અને તેની લિંક ટ્વિટરમાં મૂકી હતી.

લલિત મોદીએ ઈન્સ્ટાગ્રામમાં સુષ્મિતા સેન સાથેનો પ્રોફાઈલ ફોટો સેટ કરીને બાયોમાં પણ એડિટિંગ કર્યું હતું. ઈન્સ્ટાગ્રામ બાયોમાં લલિત મોદીએ લખ્યું હતુંઃ અંતે એક નવી શરૃઆત થઈ છે, એ પણ સુષ્મિતા સેન સાથે. સુષ્મિતાને લલિત મોદીએ ક્રાઈમ પાર્ટનર અને માય લવ જેવા સંબોધનો કર્યા હતા.

લલિત મોદીને આઈપીએલની સ્થાપનાનો યશ મળે છે. આઈપીએલના પ્રથમ ચેરમેન બનેલા લલિત મોદીએ ત્રણ વર્ષ સુધી આઈપીએલનું સંચાલન કર્યું હતું. રાજસ્થાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રહી ચૂકેલા લલિત મોદી પાંચ વર્ષ સુધી બીસીસીઆઈના ઉપાધ્યક્ષ પણ હતા. ગેરરીતિના આરોપમાં લલિત મોદીની બીસીસીઆઈમાંથી હકાલપટ્ટી થઈ હતી. નાણાકીય ગેરરીતિના આરોપી લલિત મોદી પર તપાસ સમિતિએ આજીવન પ્રતિબંધ મૂક્યો હતો. ઈડીએ લલિત મોદી સામે તપાસ હાથ ધરી હતી. એ ગાળામાં લલિત મોદી લંડન ભાગી ગયા હતા.

આ પણ વાંચો –