Wednesday, Mar 19, 2025

ગરીબ ખેડૂતનો દીકરો બન્યો મેયર, 18 વર્ષનો વનવાસ થયો પુરો

2 Min Read

A poor farmer’s son became mayo

  • છિંદવાડામાં કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસની ઐતિહાસિક જીત, ખેડૂતનો દિકરો બન્યો મેયર . કોંગ્રેસે 18 વર્ષ બાદ આ બેઠક પર હાંસલ કરી જીત.

મઘ્યપ્રદેશમાં (Madhya Pradesh) કોર્પોરેશનની (Corporation) ચૂંટણીના પહેલા તબક્કાની મતગણતરી રવિવારે થઇ. જેમાં કુલ 11 મ્યુનિસિપલ કોર્પોરેશનના 11 મેયર પદોમાંથી ભાજપે 7, કોંગ્રેસ 3 અને આમ આદમી પાર્ટીના ઉમેદવારે જીત મેળવી છે. આ તમામ વચ્ચે છિંદવાડા મેયરની (Mayor of Chindwara) ચૂંટણીમાં જીતેલા કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ અહાકે (Vikram Ahake) સૌથી વધુ ચર્ચામાં છે. કારણ કે  તેઓ  માત્ર 30 વર્ષની વયે શહેરના પ્રથમ નાગરિક બન્યા.. ત્યારે આવો જાણીએ વિક્રમ અહાકે વિશે વિગતવાર.

કોણ છે વિક્રમ અહાકે ?

વિક્રમ અહાકે છિંદવાડા જિલ્લાના રાજખોહ ગામના રહેવાસી છે. તેમના પિતા નરેશ અહાકે ખેડૂત છે અને માતા નિર્મલા આંગણવાડી કાર્યકર છે. માત્ર 30 વર્ષની ઉંમરે  મેયર બનનાર વિક્રમ અહાકે છિંદવાડાના પ્રથમ વ્યક્તિ હશે.. કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી જીતેલા વિક્રમ સ્નાતક થયા છે અને ખેતી તેમનો મુખ્ય વ્યવસાય છે. અત્યાર સુધી વિક્રમ આહાકે કોંગ્રેસ ટ્રાઈબલ સેલના જિલ્લા પ્રમુખ હતા.

છિંદવાડા છે કમલનાથનો ગઢ :

છિંદવાડાને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથનો ગઢ માનવામાં આવે છે અને લાંબા સમય બાદ કોંગ્રેસે છિંદવાડાના મેયર પદ પર મોટી જીત નોંધાવી છે. 18 વર્ષ બાદ કોંગ્રેસને આ જીત મળી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના વિક્રમ આહાકેએ ભાજપના ઉમેદવાર અનંત ધુર્વેને 3786 મતોથી હરાવ્યા છે. વિક્રમને 64,363 વોટ મળ્યા જ્યારે અનંત ધુર્વેને 60577 વોટ મળ્યા હતા. મહત્વનું છે કે છિંદવાડામાં કુલ મતોની સંખ્યા 130907 છે.

શિવરાજનો જાદુ ન ચાલી શક્યો :

છિંદવાડામાં કોંગ્રેસે મેયર પદની સાથે વોર્ડ કાઉન્સિલરના 30 પદો પર જીત મેળવી છે. જો ભાજપની વાત કરીએ તો મેયરના ઉમેદવાર અનંત ધુર્વેએ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનરના પદ પરથી રાજીનામું આપીને ચૂંટણી લડી હતી. કમલનાથના ગઢમાં ભાજપે તમામ પ્રયાસો કર્યા. પ્રયાસો એવા પણ થયા કે શિવરાજસિંહ ચૌહાણ પોતે બે વખત પોતાના ઉમેદવારના સમર્થનમાં બહાર આવ્યા, પરંતુ શહેરની જનતાએ સામાન્ય નેતા પર વિશ્વાસ વ્યક્ત કર્યો.

આ પણ વાંચો –

Share This Article