હુમલો : 8 હુમલાખોરને ઝડપી લેવા સવારે SIT રચાઈ, સાંજે પાંચ ‘સરેન્ડર’.

Share this story

Attack SIT formed

  • CGST અધિ.ઓ પર હુમલો કરી નામચીન શખસ સહિતની ગેંગ થઈ હતી ફરાર. ઓપરેશન પાર પાડવા ASPને વિશેષ જવાબદારી. નામચીન બંધુબેલડી હજુ ફરાર : કરોડોની કરચોરી પકડાઈ હોવાના અહેવાલ.

ભાવનગર શહેરના (Bhavnagar city) નવાપરા જુની આરટીઓ નજીકના ફ્લેટમાં બે દિવસ પૂર્વે સર્ચ ઓપરેશન (Prior to the search operation) અર્થે ગયેલાં CGSTના અધિકારીઓ પર નામચીન વલી હાલારી અને અન્ય સાત શખસોએ કરેલાં હુમલા બાદ ફરાર થયેલા તમામ આઠેય હુમલાખોરોને ઝડપી પાડવા માટે ભાવનગરના રેન્જ આઈજીએ SIT ટીમની રચના કર્યાના ગણતરીના કલાકોમાં જ આઠ પૈકીના પાંચ હુમલાખોરે (Five attackers) પોલીસની ઘોંસના પગલે ભાવનગર એલસીબી સમક્ષ સરેન્ડર કરી દિધું હતું.

તમામને ક્સ્ટડીમાં લઈને પોલીસે તેમની ધરપકડ માટે મોડીરાત સુધી તજવીજ હાથ ધરી હતી.જો કે,આ હુમલામાં મુખ્ય સૂત્રધાર એવા નામચીન શખ્સની બંધુબેલડી સહિત ત્રણ હુમલાખોર હજુ પોલીસ ગિરફતારથી બહાર હોવાનું જાણવા મળેલ છે.

બનાવની વિગત એવી છે કે,ભાવનગર શહેરના નવાપરા જુની આરટીઓ પાસે આવેલાં મહેક એપાર્ટમેન્ટના 321 નંબરના ફ્લેટમાં ગત બુધવારના રોજ CGST વિભાગના અધિકારીઓ સર્ચ ઓપરેશન અર્થે ગયા હતા.જયાં ફ્લેટના કબ્જેદાર અને નામચીન શખસ વલી હાલારીએ CGST સુપ્રિ.ભારદ્વાજ પાઠક સહિત સ્થળ પર હાજર અધિકારીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી હું ભાવનગરનો બાપ છું તેમ કહીને વલી ઉપરાંત તેની સહિત તોફીક હાલારી,તોસિફ્ પરમાર,ઉસ્માન ગની ખોખર, ઝફ્ર કાઝી,હારૂન તથા બે અજાણ્યા શખસોએ ગેરકાયદે મંડળી રચીને હાજર તમામ અધિકારીઓને ગાળો અને મારી નાંખવાની ધમકી આપી તેમના 52 ધોકા વડે હુમલો કરી ફ્રજમાં રૂકાવટ કર્યાની નિલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે છ નામધારી અને બે અજાણ્યા મળી કુલ આઠ વિરૂદ્ધ ગુન્હો નોંધ્યો હતો. તો,આ તરફ્ હુમલો કરીને તમામ હુમલાખોર નાસી ગયા હતા.

ફ્રિયાદના પગલે આજે ગત ગુરૂવારે સવારથી જ પોલીસે હુમલાખોરોને ઝડપી લેવા રીતસર ધોંસ બોલાવી હતી.અને સવારથી જ ઠેર-ઠેર તપાસ, શકમંદોની પૂછપરછ તથા ટેકનિકલ સોર્સના આધારે હુમલાખોરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. તો, સાંજના સુમારે ભાવનગરના ASP સફ્નિ હસને મસમોટા પોલીસ કાફ્લા સાથે નવાપરા સ્થિત હુમલાના સ્થળે જઈ બંધ મકાનનું તાળું તોડીને ઘરમાં સર્ચ કર્યું હતું. તો હુમલાખોરના નિવાસસ્થાન સહિતના સ્થળે પણ પોલીસે સર્ચ કર્યું હતું.જો કે બન્ને સર્ચ દરમિયાન પોલીસે એકમાત્ર ડીવીઆર જપ્ત કર્યું હતું.

આજે ભાવનગર રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવે તમામ આઠેય હુમલાખોરને ઝડપી પાડવા માટે ASP સફ્ન હસનની આગેવાનીમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ(SIT)ની રચના કરી હતી.આજે સવારેકચેરી સમય દરમિયાન તેમણે રચના અંગેનો ઓર્ડર પણ કરી દિધો હતો. નીલમબાગ અને એલસીબી પોલીસની ટીમ સાથેની SITએ હુમલાખોરને ઝડપી લેવા રીતસર ધોંસ વધારતાં આખરે સાંજના સુમારે આઠ પૈકીના પાંચ હુમલાખોર ભાવનગર એલસીબી પોલીસ સમક્ષ સરેન્ડર થયા હોવાનું જિલ્લા પોલીસ વડા ડૉ. રવિન્દ્ર પટેલે વિગત આપતાં જણાવ્યું હતું.

તેમણે તમામને કસ્ટડીમાં લેવા તજવીજ શરૂ કરાઈ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. જો કે, સરેન્ડર થયેલાં આ હુમલાખોરમાં નામચીન શખસ અને તેનો ભાઈ સહિત ત્રણ હજુ ફરાર હોવાનું અને તેમની શોધખોળ શરૂ હોવાનું જણાવ્યું હતું.એટલું જ નહીં, આ મામલે હાલ પોલીસ તપાસ શરૂ હોવાનું તેમણે કહ્યું હતુ.જયારે, પોલીસે અંદરખાને હુમલાખોરને ઝડપી પાડવા અત્યંત ગુપ્ત કાર્યવાહી આરંભી હોવાનું જાણવા મળેલ છે. સીજીએસટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાંધાજનક દસ્તાવેજો કબજે કરાયા છે. કરોડોની રૂપિયાની પકડાઈ છે.

એક શકમંદ પણ પોલીસ ગિરફ્તારમાં, તપાસ શરૂ :

એલસીબી પોલીસ સૂત્રોના જણાવ્યાનુંસાર, CGST અધિકારીઓ પર હુમલા પ્રકરણે પોલીસની ધોંસના પગલે પાંચ હુમલાખોરે સરેન્ડર કર્યું હોવાનું જયારે તેની સાથે એક શકમંદ પણ ઝડપાયો હતો. જો કે, હાલ આ શખસ શકમંદ હોય તે હુમલામાં સામેલ છે કે નહીં? તે દિશામાં પોલીસે તપાસ આદરી છે. તપાસના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે તેમ પોલીસ સૂત્રોએ વિગત આપતાં જણાવ્યું હતું.

આ પણ વાંચો –