Congress candidate
- મધ્ય પ્રદેશમાં મ્યુનિસિપાલિટીની ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં મોટાભાગની મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકા, મ્યુનિસિપલ કાઉન્સિલમાં ભાજપે પરચમ લહેરાવ્યો છે. અમુક સ્થળે કોંગ્રેસે પણ સારુ પ્રદર્શન કર્યુ છે.
આ દરમિયાન રીવામાં (Reeva) હાર મળ્યાના તાત્કાલિક બાદ આઘાતમાં એક કોંગ્રેસ ઉમેદવારનું (Congress candidate) મોત નીપજ્યુ છે. રીવાના વોર્ડ નંબર 9 ના કોંગ્રેસ ઉમેદવાર હરિનારાયણએ (Harinarayan) જીવ ગુમાવ્યો છે. તેમને અપક્ષ ઉમેદવાર સામે માત્ર 14 મતથી હારનો સામનો કરવો પડ્યો હતો.
રીવા હનુમનાના વોર્ડ 14ના કોંગ્રેસ પાર્ટીએ હરિનારાયણને ઉમેદવાર બનાવ્યા હતા. તેઓ હનુમના મંડશના અધ્યક્ષ પણ હતા. હરિનારાયણને જીતની પૂરી આશા હતી પરંતુ રવિવારે જ્યારે પરિણામ આવ્યા તો તેમની આશા તૂટી ગઈ. અપક્ષ ઉમેદવારે તેમને 14 વોટથી હરાવ્યા.
હરિનારાયણ હારનો આઘાત સહન કરી શક્યા નહીં. તેમને હાર બાદ તરત જ હાર્ટ એટેક આવ્યો અને તેમનુ મોત નીપજ્યુ. હરિનારાયણના મોતથી તેમના પરિજનો અને સમર્થકોની ખરાબ હાલત છે. હરિનારાયણે ચૂંટણીમાં જીત માટે આકરી મહેનત કરી હતી.
આ પણ વાંચો –