દાહોદ પાસે માલગાડીને અકસ્માત, 12 ડબ્બા એકબીજા પર ચઢી ગયા, દિલ્હી-મુંબઈની ટ્રેનોને અસર

Share this story

Freight train accident near Dahod

  • દાહોદમાં મંગલ મહુડી નજીક માલગાડી પાટા પરથી ઉતરી… 12થી વધુ ડબ્બા ખડી પડતાં મુંબઈ-દિલ્લી વચ્ચેનો રેલવેમાર્ગ ખોરવાયો… ટ્રેનના પાટા અને કેબલને ભારે નુકસાન.

દાહોદ (Dahod) નજીક દિલ્હી મુંબઇ (Delhi Mumbai) મુખ્ય રેલ્વે માર્ગના મંગલ મહુડી નજીક રેલવે અકસ્માત સર્જાયો હતો. માલગાડીનું ડિરેલમેન્ટ થતા અનેક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. લગભગ 12 ઉપરાંત માલગાડીના (freight train) ડબ્બા એકબીજા પર ચઢી ગયા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

દાહોદમાં મંગલ મહુડી નજીક માલગાડી પાટા પરથી ઉતરી જતા મુંબઈ દિલ્હી રેલમાર્ગ ખોરવાયો હતો. અન્ય ટ્રેનોની આવનજાવન પર મોટી અસર પડી હતી. ટ્રેન ઉપર જતા કેબલોમાં ભારે નુકશાની જોવા મળી હતી. તેમજ રેલવેના પાટાને પણ ભારે નુકસાન થયું હતું. ઘટનામાં રેલવેના અધિકારીઓ તથા કર્મચારીઓ તાત્કાલિક દોડતા થયા હતા.

મહત્વનું છે કે માલગાડી ડીરેલ થતાં મુંબઈ- દિલ્હી વચ્ચેનો રેલમાર્ગ ખોરવાયો છે. કારણ કે માલગાડીના 12 થી વધુ ડબ્બા પાટા પરથી ખડી પડતાં રેલવે ટ્રેકને ભારે નુકશાન થયુ છે. તો સાથે જ ટ્રેન ઉપર જતા કેબલો પણ તુટી પડતાં યાતાયાત અટકી ગયો છે. હાલ તો રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને રેલવે ટ્રેકનું યુદ્ધના ધોરણે સમારકામમાં લાગી ગયા છે.

આ પણ વાંચો –