Home Blog Page 1379

ગુજરાતીઓ ચેતી જજો ! રાજ્યના 27 જિલ્લાઓમાં એક્ટિવ છે કોરોના 

Gujaratis beware

  • રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 4768 એક્ટિવ કેસ છે. જેમાંથી 08 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 4760 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,27,605 દર્દીઓ મ્હાત આપી ચુક્યાં છે.

રાજ્યમાં આજે કોરોના કેસમાં (Corona case) ઘટાડો નોંધાયો છે. તેને અર્થ એમ નથી કે કોરોનાનો ખતરો (Corona threat) ઘટી ગયો છે. હાલ પણ રાજ્યમાં કોરોનાના કેસ 500 થી વધુ આવી રહ્યા છે. સાવચેતી નહીં રાખો તો આ અંકડો વધી પણ શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 596 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 604 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રહાતની વાત એ છે કે રાજ્યમાં કોરોનાથી આજે એકપણ દર્દીનું મોત થયું નથી. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.74 ટકા થઈ ગયો છે.

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 4768 એક્ટિવ કેસ છે. જેમાંથી 08 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 4760 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,27,605 દર્દીઓ મ્હાત આપી ચુક્યાં છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,954 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 203 કેસ સામે આવ્યા છે. સુરત કોર્પોરેશનમાં 58, વડોદરા કોર્પોરેશનમાં 47, ગાંધીનગર કોર્પોરેશનમાં 16, ભાવનગર કોર્પોરેશનમાં 13, રાજકોટ કોર્પોરેશનમાં 12 અને જામનગર કોર્પોરેશનમાં 2 દર્દીઓ સાજા થયા છે. જ્યારે મહેસાણામાં 39, બનાસકાંઠામાં 37, કચ્છમાં 32, ગાંધીનગરમાં 21, સુરત 16, આણંદમાં 12, વલસાડમાં 10, મોરબીમાં 8, વડોદરામાં 7, અમરેલીમાં 6, દેવભૂમિ દ્વારકામાં 6, નવસારીમાં 6, અમદાવાદમાં 5, રાજકોટમાં 5, સાબરકાંઠામાં 5, અરવલ્લીમાં 4, પંચમહાલમાં 4 પોરબંદરમાં 4, ભરૂચમાં 3, ગીર સોમનાથમાં 3, સુરેન્દ્રનગરમાં 3, ખેડામાં 2, પાટણમાં 2, તાપીમાં 2, ભાવનગરમાં 1, દાહોદમાં 1 અને જામનગરમાં 1 કેસ નોંધાયો છે.

જુઓ વિડીયો :- અમદાવાદમાં વહેલી સવારે ગાંધી બ્રિજ પાસે પ્રથમવાર મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન કરાયું 

જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 69,904 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 788 ને રસીનો પ્રથમ અને 1,355 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 202 ને રસીનો પ્રથમ અને 884 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 7,818 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 1,113 ને રસીનો પ્રથમ અને 2,289 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 55,455 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 11,25,67,196 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો –

 

ગોંડલમાં જુગારધામ પર રેડ, ન.પાના પૂર્વ ઉપ-પ્રમુખનો પુત્ર-પૂર્વ શહેર ભાજપ પ્રમુખનો ભાઈ જુગાર રમતા ઝડપાયા

0

Red, N.P. ex-vice president’s

  • પોલીસે ચોક્કસ બાતમી આધારે ગોંડલના ભોજપરા વિસ્તારમાં રેડ કરતાં ન.પાના પૂર્વ ઉપ-પ્રમુખનો પુત્ર અને પૂર્વ શહેર ભાજપ પ્રમુખના ભાઈ સહિતના જુગારીઓને ઝડપી પાડયા છે.

ગોંડલમાં (Gondal) જુગારધામમાં (Gambling den) પોલીસે રેડ કરતાં ગોંડલ નગરપાલિકાના (Gondal Municipality) પૂર્વ ઉપ-પ્રમુખનો પુત્ર અને પૂર્વ શહેર ભાજપ પ્રમુખનો ભાઈ સહિતના ઇસમો ઝડપાયા છે. ઈગતો મુજબ પોલીસે ચોક્કસ બાતમી આધારે ગોંડલના ભોજપરા વિસ્તારમાં રેડ કરી હતી. જોકે પોલીસને જોઈ જુગારીઓમાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. આ તરફ પોલીસ કાર્યવાહી દરમ્યાન જુગાર રમત ઇસમોને ઝડપી પાડયા છે.

ગોંડલના ભોજપરા વિસ્તારમાં પોલીસની રેડ :

રાજકોટના ગોંડલમાં પોલીસે ચોક્કસ બાતમી આધારે રેડ કરી જુગારીઓને ઝડપી પાડયા છે. જેમાં રાજકારણીઓના સંબંધીઓનો પણ સમાવેશ થાય છે. પોલીસે રેડ દરમ્યાન ગોંડલ નગરપાલિકાના પૂર્વ ઉપ-પ્રમુખનો પુત્ર સુનિલ કોટડિયા જુગાર રમતા ઝડપી પાડ્યો છે. આ સાથે પૂર્વ શહેર ભાજપ પ્રમુખનો ભાઈ કેવિન રૈયાણી પણ જુગાર રમતા ઝડપાયો છે.

જુઓ વિડીયો :- અમદાવાદમાં વહેલી સવારે ગાંધી બ્રિજ પાસે પ્રથમવાર મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન કરાયું 

તાજેતરમાં આણંદમાં કોંગ્રેસના કાઉન્સિલર જુગાર રમતા ઝડપાયા :

આ તરફ 16 જુલાઇના રોજ આણંદ નગરપાલિકાના વૉર્ડ નંબર-3ના કાઉન્સિલર જુગાર રમતા ઝડપાતા હડકંપ મચી ગયો હતો. કોંગ્રેસ કાઉન્સિલર રજ્જાક જુગાર રમતા ઝડપાયા હતા. વિગતો મુજબ કાઉન્સિલર અને અન્ય 5 લોકો નાપાડ વાંટા ગામે જુગાર રમતા હતા. આ દરમ્યાન આણંદ ગ્રામ્ય પોલીસે જુગારધામ પર રેડ કરી હતી. જ્યાં રેડ દરમ્યાન કાઉન્સિલર રજ્જાક જુગાર સહિત 6 જુગારી રંગહથે ઝડપાઇ ગયા હતા. હાલ તો સમગ્ર મામલે પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો –

 

૩૬મો રાષ્ટ્રીય રમતોત્સવ : ગુજરાતના ૬ શહેરોમાં રમાશે ૩૬ રમતો જાણો ક્યાં શહેરમાંથી થશે ભવ્ય શુભારંભ અને સમાપન સમારોહ..

0

36th National Sports Festival

  • 36મો રાષ્ટ્રીય રમતોત્સવ (National Sports Festival) આગામી 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં આયોજિત કરવામાં આવશે.

રમતોત્સવમાં (Sports festival) સમગ્ર દેશમાંથી 25 હજારથી વધુ રમતવીરો ભાગ લેશે. ગુજરાત સરકારે (Gujarat Govt) તેના માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે અને રાજ્યના 6 શહેરો અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, ભાવનગર અને રાજકોટમાં 36 રમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે.

રાષ્ટ્રીય ગેમ્સનો ભવ્ય ઉદધાટન સમારોહ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજવામાં આવશે. અમદાવાદમાં કુલ 8 સ્થળોએ 14 રમત સ્પર્ધાઓ યોજાશે. સાથે જ ગાંધીનગરમાં 3 સ્થળોએ રમતો, રાજકોટમાં 3 સ્થળોએ 2, ભાવનગરમાં એકજ સ્થળે 3, વડોદરામાં એક સ્થળે 4 જ્યારે સુરતમાં 2 સ્થળોએ 4 રમત સ્પર્ધાઓ યોજાશે. રમતોત્સવનું સમાપન સમારોહ સુરતમાં કરવામાં આવશે.

ખેલાડીઓ માટે ઉચ્ચ ગુણવત્તાના ટ્રેનિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને 3,4 અને 5 સ્ટાર હોટેલમાં રોકાણ, તેમજ ગુણવત્તાયુક્ત ભોજનનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવશે. ગુજરાત પ્રથમ વખત રાષ્ટ્રીય રમતોત્સવની યજમાની કરી રહ્યું છે ત્યારે નેશનલ ફેડરેશનના અધિકારીઓએ અગાઉ તમામ શહેરો અને તેમાં ઉપલબ્ધ વિવિધ સ્પોર્ટ્સ ફેસેલીટીની સમીક્ષા કરી હતી અને ગુજરાતની તૈયારી માટે સંતોષ અને આનંદ વ્યક્ત કર્યો હતો.

જુઓ વિડીયો :- અમદાવાદમાં વહેલી સવારે ગાંધી બ્રિજ પાસે પ્રથમવાર મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન કરાયું

દેશ જ્યારે આઝાદી નો અમૃત મહોત્સવ ઉજવી થઈ રહ્યો છે ત્યારે મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ એવા ગુજરાતમાં આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન એવા ખેલમહાકુંભ અંતર્ગત 55 લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો. વાઈબ્રન્ટ ગુજરાત જેવા મેગા ઈવેન્ટનો પણ ગુજરાતને 9 વર્ષનો બહોળો અનુભવ રહેલો છે.

ગુજરાત તમામ એરપોર્ટ અને રેલવે સ્ટેશનના નેટવર્કથી દેશના તમામ મોટા શહેર સાથે જોડાયેલું છે જેથી પરિવહન ક્ષેત્રે પણ તમામ સુવિધાઓ આવનાર ખેલાડીઓ માટે ઉપલબ્ધ છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મહાત્મા મંદિર, આઈ.આઈ.ટી ગાંધીનગર અને ગુજરાત યુનિવર્સીટી ખાતે વિશ્વ કક્ષાની ઈન્ડોર – આઉટડોર સ્પોર્ટસ્ ઈવેન્ટ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. આવનારા સમયમાં ભારત જ્યારે ઓલિમ્પિક જેવી વૈશ્વિક સ્પર્ધાની પર નજર માંડીને બેઠું છે ત્યારે ગુજરાત નેશનલ ગેમ્સની યજમાની સાથે આ પ્રકારની વૈશ્વિક સ્પર્ધાઓ માટે પોતાની તૈયારીઓનો પણ પરિચય કરાવશે.

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્યકક્ષાના મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે “ગુજરાત સરકાર રમતગમત ક્ષેત્રે યુવાનોને પૂરતી તકો અને સર્વોત્તમ સુવિધાઓ આપવા માટે સંક્લ્પબદ્ધ છે. ગુજરાતમાં વિશ્વસ્તરના સ્ટેડિયમ, સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિવિધ રમતો માટે તાલીમ કેન્દ્રો ઉપલબ્ધ છે. ખેલ મહાકુંભથી રાજ્યને ભાવિ રમતવીરો મળી રહ્યા છે,એમના માટે પણ નેશનલ ગેમ્સનું ગુજરાતમાં આયોજન એક મોટી તક સ્વરૂપે છે. નેશનલ ગેમ્સનું આયોજન ગુજરાત માટે એક ગૌરવની બાબત છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર તેના માટે સંપૂર્ણપણે તૈયાર છે. નેશનલ ગેમ્સ ૨૦૨૨ ઐતિહાસિક બનશે.”

આ પણ વાંચો –

વિદ્યાર્થિની પર વિધર્મી યુવકનું દુષ્કર્મ, પ્રેમ સંબંધનો ગેરફાયદો ઉઠાવી સંબંધ બાંધવા મજબૂર કરી

A student was raped by a religious youth

  • વડોદરા શહેરમાં ફરી એક વખત લવજેહાદનો કિસ્સો સામે આવ્યો છે. એમ.કોમ.નો અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર તેના કોલેજ મિત્રએ ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું.

યુવતીઓને પ્રેમજાળમાં (love trap) ફસાવીને દુષ્કર્મના (Of misdeeds) અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. વડોદરામાં તાજેતરમાં એક વિધર્મી યુવકે કરોડપતિ બિલ્ડરની પુત્રીની જિંદગી ઝેર કરી નાખવાનો કિસ્સો સામે આવ્યો હતો. આ જ કડીમાં હવે વડોદરામાં (Vadodara) એક વિધર્મી યુવકે વિદ્યાર્થીની પર દુષ્કર્મ (Vadodara rape case) આચર્યાનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. આ કેસમાં પોલીસ આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે. આ કેસમાં યુવતી એમ.કોમનો અભ્યાસ (M.Com student) કરી રહી છે જ્યારે આરોપી યુવક સીએ (CA student)નો અભ્યાસ કરી રહ્યો છે.

કોલેજમાં પ્રેમ પ્રાંગર્યો હતો :

આ અંગે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફરિયાદી યુવતી અને આરોપી યુવક કોલેજ વખતના મિત્રો છે. બંને વચ્ચે કોલેજમાં અભ્યાસ દરમિયાન પ્રેમ સંબંધ બંધાયા હતા. મે-2022 દરમિયાન યુવકે યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ મામલે ફરિયાદ થતા પોલીસે આરોપી યુવકની અટકાયત કરી લીધી છે. પોલીસ તપાસ પ્રમાણે યુવક અને યુવતી વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતા.

જુઓ વિડીયો :- અમદાવાદમાં વહેલી સવારે ગાંધી બ્રિજ પાસે પ્રથમવાર મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન કરાયું 

ફોટો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું :

પોલીસ ફરિયાદ પ્રમાણે આરોપી યુવકે પ્રેમ સંબંધનો ગેરલાભ ઉઠાવ્યો હતો. ગત માર્ચથી મે મહિના દરમિયાન આરોપી યુવક યુવતીને અલગ અલગ જગ્યાએ લઈ ગયો હતો અને ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું. ફોટો અને વીડિયો વાયરલ થઈ જવાના ડરે યુવતી ખૂબ ડરી ગઈ હતી. જોકે, સતત ધમકીઓથી કંટાળીને યુવતીએ આખરે આ મામલે પરિવારને જાણ કરી હતી. બાદમાં પરિવારની મદદથી યુવતીએ તેના પ્રેમી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. આ મામલે કરજણ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો –

 

નકલી ક્રિકેટ લીગ મામલો, સટ્ટાબાજી કરી કરોડોનો માલિક બની ગયો અશોક ચૌધરી

Fake cricket league case

  • નકલી ક્રિકેટ લીગ ટી-20 કરાવનાર ગેંગનો માસ્ટરમાઇન્ડ રસિયાનો એફિમોવ છે. તેના ઇશારે અશોક ચૌધરી મેરઠ અને ગુજરાતમાં નકલી મેચ કરાવી ચૂક્યા છે.

નકલી ક્રિકેટ લીગ ટી-20 (Fake T20 cricket League) બનાવીને કરોડો રૂપિયાની સંપત્તિનો માલિક બનનાર અશોક ચૌધરીની (ashok chaudhary) ધરપકડ કરવામાં પોલીસ નિષ્ફળ રહી છે. ગુજરાત પોલીસ (Gujarat Police) અને હાપુડ પોલીસ ખાલી હાથે પરત ફરી છે. પોલીસ તપાસમાં એ વાત સામે આવી છે કે અશોક ચૌધરીએ (Ashok Chaudhary) ઘણા રાજ્યોમાં કરોડોની સંપત્તિ બનાવી રાખી છે. દિલ્હી, હરિયાણા સિવાય મુંબઈ અને ગોવામાં પણ અશોક ચૌધરીએ સંપત્તિ બનાવી છે. મેરઠના સાકેત, પલ્લવમપુરમમાં કોઠી ખરીદી છે. જેની તપાસ માટે હાપુડ પોલીસ મેરઠ પોલીસની (Meerut Police) મદદ માંગી રહી છે. જેથી સંપતી જપ્તની કાર્યવાહી કરી શકાય.

મેરઠ સિટીના એસપી વિનીત ભટનાગરના મતે અશોક ચૌધરીની શોધ ગુજરાત અને હાપુડ પોલીસ કરી રહી છે. જોકે તેની કોઇ ભાળ મળી નથી. પોલીસ વિવેચનામાં અશોકના ભાઇ પપ્પનું નામ પણ સામેલ કરી રહી છે. નકલી ક્રિકેટ લીગ ટી-20 કરાવનાર ગેંગનો માસ્ટરમાઇન્ડ રસિયાનો એફિમોવ છે. તેના ઇશારે જ જૈનપુરનો રહેવાસી અશોક ચૌધરી અને મધ્ય પ્રદેશનો રહેવાસી આસિફ મેરઠ અને ગુજરાતમાં નકલી મેચ કરાવી ચૂક્યા છે.

જુઓ વિડીયો : – અમદાવાદમાં વહેલી સવારે ગાંધી બ્રિજ પાસે પ્રથમવાર મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન કરાયું 

ગુજરાત પછી હાપુડ પોલીસે આ ગેંગ પરથી પડદો ઉઠાવ્યો હતો. પરીક્ષિતગઢના ગામ ખજુરી નિવાસી શિતાબ ઉર્ફે શબ્બુ અને ગ્વાલિયરના ઋષભને જેલ મોકલી દીધા છે. આસિફની શોધ માટે મધ્ય પ્રદેશ પોલીસનો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે. જ્યારે અશોક ચૌધરી નવ જુલાઇના રોજ પરિવાર સાથે મોસ્કો ચાલ્યો ગયો છે. તેણે અભ્યાસ મોસ્કોમાં કર્યો છે. પોલીસે તેની જાણકારી પણ મેળવી છે.

ગેંગસ્ટરનો કેસ નોંધીને જપ્ત થશે સંપત્તિ :

અશોક ચૌધરી સામે ગેંગસ્ટર એક્ટનો કેસ નોંધીને 14-એ ની કાર્યવાહી અંતર્ગત સંપત્તિ જપ્ત કરવામાં આવશે. મેરઠમાં ઘણી કોઠીએ બનાવ્યા પછી તેણે ઘણા રાજ્યોમાં પોતાની જાળ ફેલાવી ઘણી કોઠીઓ ઉભી કરી છે. હાપુડ પોલીસે અશોક ચૌધરીના ભાઇ, પરિવાર અને સંબંધીઓની પુરી લિસ્ટ તૈયાર કરી છે. જલ્દી તેમની પૂછપરછ કરવામાં આવશે. ગુજરાત પોલીસને નકલી ટી-20 મેચની વીડિયોગ્રાફી પણ મળી ગઈ છે.

યુપીમાં જે સટ્ટાકાંડ સામે આવ્યો તેની મોડસ ઓપરેન્ડી મહેસાણાના સટ્ટાકાંડ જેવી જ હતી. ઉત્તર પ્રદેશના મેરઠમાં ક્રિકેટ ગ્રાઉન્ડ ભાડે રાખવામાં આવ્યું હતું અને ત્યાના લોકલ ખેલાડીઓને મેચ રમવા બોલાવવામાં આવતા. અંદાજે 40 હજાર રૂપિયા ભાડુ આપીને નકલી મેચ રમાડવામાં આવતી હતી. આરોપી અશોક ચૌધરી મેચ રમાડવાના 30 થી 40 હજાર રૂપિયા શિતાબ ઉર્ફ શબ્બુને આપતો હતો. આ નકલી મેચ પર રશિયામાં સટ્ટો રમાતો હતો.

આ પણ વાંચો –

 

જાણો કોણ છે કેમી બેડનોચ જેમણે ભારતીય મૂળનાં ઋષિ સુનકને બ્રિટનની ચૂંટણીમાં ચોથા સ્થાન પર ધકેલ્યા

Know who Cammy Bednoch

  •  કેમી બેડનોચ વાઈલ્ડ કાર્ડ ઉમેદવાર છે.

બ્રિટનમાંથી સતત વડાપ્રધાન પદની ચૂંટણીને લઈને અનેક ખબરો સામે આવી રહી છે. કન્ઝર્વેટિવ પાર્ટીમાં (Conservative Party) ઋષિ સુનક (Rishi Sunak) લોકપ્રિય હોવા છતાં સર્વેમાં કેમી બેડનોચ (Kemi Badenoch) સૌથી આગળ છે. જ્યારે સુનકને ચોથું સ્થાન મળ્યું છે. તાજેતરમાં જ થયેલા બીજા રાઉન્ડના મતદાનમાં ભારતીય મૂળના ઋષિ સુનકે પોતાનું સ્થાન ટોપ પર બનાવી રાખ્યું હતું.

42 વર્ષના કેમી બેડનોચને કોઈ એવા વ્યક્તિના રૂપમાં જોવામાં આવી રહ્યા છે જેઓ કન્ઝર્વેટિવ પાર્ટીના મૂલ્યોની રક્ષા કરી શકે છે. કેમી બેડનોચ વાઈલ્ડ કાર્ડ ઉમેદવાર છે. કન્ઝર્વેટિવ હોમ પોલમાં મતદાન કરનારા 851 ટોરી પાર્ટીના સદસ્યોમાંથી 31%એ નાઈઝિરિયાઈ મૂળના કન્ઝર્વેટિવ સાંસદ કેમી બેડનોચને 11 પોઈન્ટની લીડ ધરાવે છે.

 કોણ છે કેમી બેડનોચ ?

– કેમી બેડનોચ 16 સપ્ટેમ્બર 2021થી 6 જુલાઈ 2022ની વચ્ચે સ્તરીકરણ વિભાગ (Department of levelling up) આવાસ (Housing) અને સમુદાય વિભાગ( Department of communities)માં રાજ્યમંત્રી હતા.

– યુકે સરકારની વેબસાઈટ પ્રમાણે તેઓ 14 ફેબ્રુઆરી 2020થી જુલાઈ 2022ની વચ્ચે સરકારી સમાનતા કાર્યાલયમાં રાજ્યમંત્રી હતા.

– બેડેનોચ અગાઉ 13 ફેબ્રુઆરી, 2020 થી સપ્ટેમ્બર 15, 2021 સુધી ટ્રેઝરીના ટ્રેઝરી સેક્રેટરી હતા.

– તેઓ 27 જુલાઈ 2019થી 13 ફેબ્રુઆરી 2020 સુધી શિક્ષણ વિભાગમાં સંસદીય સચિવ હતા.

– કન્ઝર્વેટિવ પાર્ટીના પૂર્વ ઉપાધ્યક્ષ અને ન્યાય પસંદગી સમિતિના પૂર્વ સદસ્ય છે.

– સંસદ સદસ્યના રૂપમાં પોતાની નિમણૂક પહેલા તેઓ લંડન વિધાનસભાની એક કન્ઝર્વેટિવ સદસ્ય હતા જે અર્થવ્યવસ્થા માટે GLA કન્ઝર્વેટિવના પ્રવક્તાના રૂપમાં કાર્ય કરી રહ્યા હતા.

– તેઓ સપોર્ટ 4 સાઈટ, ધ સ્ટ્રોક ક્લબ અને CVSU સહિત મતવિસ્તારની કેટલીક ચેરીટીના સરંક્ષક પણ છે.

– તેમની રુચિના અન્ય ક્ષેત્રોમાં એન્જિનિયરિંગ અને ટેકનોલોજી, સામાજિક ગતિશીલતા અને એકીકરણ સામેલ છે.

– તેમણે ટીકાકારોને કહ્યું કે બ્રિટનને “સંસ્થાકીય રીતે જાતિવાદી” તરીકે વર્ણવવા માટે કોઈ પુરાવા નથી જેની ઘણા લોકો દ્વારા પ્રશંસા પણ કરવામાં આવી અને ઘણા લોકોએ ટીકા પણ કરી હતી.

આ પણ વાંચો –

 

નુપુર શર્માનો વીડિયો જોઈ રહેલા યુવક પર છરીથી હુમલો, 2 હુમલાખોરની ધરપકડ

0

Knife attack on youth watching

  •  હુમલામાં ઘાયલ થયેલા યુવક અંકિત ઝા નાનપુરના બહેરા ગામનો રહેવાસી છે.

રાજસ્થાનના (Rajasthan) ઉદયપુર જેવો કિસ્સો હવે બિહારના સીતામઢી (Sitamarhi of Bihar) ખાતે જોવા મળ્યો છે. નુપુર શર્માનો વીડિયો જોઈ રહેલા એક યુવક પર જીવલેણ હુમલો (fatal attack) કરવામાં આવ્યો છે. હુમલામાં ઘાયલ યુવકની સ્થિતિ નાજુક હોવાને કારણે તેને દરભંગા રિફર કરવામાં આવ્યો હતો.

તેને DMCH હોસ્પિટલના આઈસીયુ વોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં 2 હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ 2 આરોપીઓ ફરાર થઈ ગયા છે. પોલીસે આ ઘટનાને પરસ્પર વિવાદની ઘટના ગણાવી છે. ત્યારબાદ પોલીસની ભૂમિકા પર અનેક સવાલો ઉઠવા લાગ્યા છે.

હુમલામાં ઘાયલ થયેલા યુવક અંકિત ઝા નાનપુરના બહેરા ગામનો રહેવાસી છે. અંકિતના પિતા મનોજ ઝાના જણાવ્યા અનુસાર, તેમનો દિકરો પાનની દુકાને પાન ખાવા ગયો હતો. આ દરમિયાન તે મોબાઈલ પર નુપુર શર્માનો વીડિયો જોઈ રહ્યો હતો. ત્યારબાદ મોહમ્મદ બિલાલ પોતાના 3 સાથીઓ સાથે ત્યાં આવ્યો હતો. અંકિતને નુપુરનો વીડિયો જોતા જોઈને તે રોષે ભરાયો હતો.

આરોપી અંકિતના ચહેરા પર સિગારેટના ધુમાડા ઉડાડવા માંડ્યો અને તેને અપશબ્દો બોલવા લાગ્યો હતો :

વિરોધ કરવા બદલ તેણે અંકિત પર તેની જમણી કમર પાસે છરી વડે હુમલો કર્યો હતો. અંકિતના શરીર પર 6 વાર છરી વડે ઘા કરવામાં આવ્યા હતા. મનોજે જણાવ્યું હતું કે, તેણે પોલીસને આ અંગે વાત કરી હતી. અંકિતે પણ દરભંગામાં સારવાર દરમિયાન આવું જ નિવેદન આપ્યું છે. જો કે પોલીસે FIRમાં નૂપુર શર્માનું નામ કાઢી નાખ્યું છે. અંકિતના પિતાએ હુમલાખોરોની ધરપકડ સિવાય આકરી કાયદાકીય કાર્યવાહીની માંગ કરી છે.

જુઓ વિડીયો : – અમદાવાદમાં વહેલી સવારે ગાંધી બ્રિજ પાસે પ્રથમવાર મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન કરાયું 

પોલીસે આ કેસમાં નાનપુર ગામના ગૌરાના રહેવાસી મો.બિલાલ અને મો.નિહાલ સહિત 5 લોકોને આરોપી ગણાવ્યા છે. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં લોકોની ભીડ વચ્ચે ઘાયલ યુવક જોવા મળી રહ્યો છે. ત્યાં ઉભેલા લોકો છરી વડે ઘા માર્યાની વાત કરી રહ્યા છે. આ સાથે એક યુવક બાઈક લઈને બહાર નીકળવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. આ યુવકને ત્યાં હાજર રહેલા લોકોએ અટકાવ્યો હતો.

આ કેસમાં પોલીસની અલગ થીયેરી છે. પુપરી DSP વિનોદ કુમારના જણાવ્યા અનુસાર, બે મિત્રો પાનની દુકાનમાં પાન ખાઈ રહ્યા હતા ત્યારે બંને વચ્ચે ઝઘડો થયો હતો. પાનની દુકાનમાં ભાંગ પણ વેચાઈ રહી હતી. આ દરમિયાન છરી વડે મારામારી શરૂ થઈ હતી. આ કેસમાં નુપુર શર્માના કનેક્શનને નકારતા DSPએ કહ્યું હતું કે, આ 2 મિત્રો વચ્ચેની ઘટના છે. ઘાયલ યુવક ખતરાની બહાર છે.

આ પણ વાંચો –

કામ લઈને નીકળ્યા છો તો સાચવજો, આજે છે અતિભારે વરસાદની આગાહી, અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ  

0

If you have left for work

  • ક્ષિણ અને મધ્ય ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ. છોટાઉદેપુર, નવસારી, અરવલ્લીમાં હળવાથી ભારે વરસાદ. રસ્તા પર પાણી ફરી વળતા વાહનચાલકોની વધી હાલાકી.

વરસાદની આગાહી વચ્ચે ગુજરાતના (Gujarat) અનેક જિલ્લાઓમાં આજે વરસાદ તૂટી પડ્યો છે. આગામી 3 કલાક દરમ્યાન બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લામાં છૂટો છવાયો ભારે વરસાદ આવી શકે તેવી હવામાન વિભાગની આગાહી છે. ત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ શરૂ થઈ ગયો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. તો પાટનગર ગાંધીનગરમાં પણ લાંબા સમયના વિરામ બાદ વરસાદ નોંધાયો છે.

અમદાવાદમાં વરસાદ શરૂ :

અમદાવાદમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. ચાંદખેડા વિસ્તારમાં ધોધમાર વરસાદ નોઁધાયો છે. તો પ્રહલાદનગર, મેમનગર, સેટેલાઈટ, નારણપુરા, ઘાટલોડિયા, રાણીપ, સાબરમતી, મોટેરા, ચાંદખેડા વિસ્તારમાં સતત વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી કેટલાક કલાક વરસાદ યથાવત રહેશે. વરસાદને કારણે અમદાવાદના માર્ગો પર વાહનોની ગતિ પર લગામ લાગી, આવી જ સ્થિતિ યથાવત રહે ફરી શહેરમાં પાણી ભરાવવાની શરૂઆત થઈ શકે છે.

જુઓ વિડીયો : – અમદાવાદમાં વહેલી સવારે ગાંધી બ્રિજ પાસે પ્રથમવાર મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન કરાયું 

ગાંધીનગરમાં લાંબા સમય બાદ વરસાદી માહોલ જોવા મળ્યો. અત્યાર સુધી ગાંધીનગરમાં સામાન્ય વરસાદ હતો, પરંતુ વહેલી સવારથી વરસાદે જમાવટ કરી છે. પાટનગરમાં સતત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી :

હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. જેમાં વલસાડ, નવસારી, ડાંગ, સુરત, અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 19 અને 20 તારીખે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં 22 તારીખથી વરસાદનું જોર વધશે. 22 એ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ તૂટી પડશે. તો આ વચ્ચે અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો –

સૈનિક યુદ્ધમાં લડી રહ્યો હતો, બેગમાં રાખેલા આઇફોને બચાવ્યો જીવ; ભયાનક વીડિયો સામે આવ્યો 

A soldier was fighting

  • iPhone 11 Pro સાથે જોડાયેલો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં Appleના આ ત્રણ વર્ષ જૂના સ્માર્ટફોને એક સૈનિકનો જીવ બચાવ્યો છે. યુદ્ધમાં દેશ માટે લડતા સૈનિકની બેગમાં ફોન રાખો, તેને મરતા બચાવ્યો.

આઇફોન 11 પ્રો (iPhone 11 Pro) ટકાઉપણાની દ્રષ્ટિએ કેવો છે અને તે કેટલો મજબૂત છે, તેનો પુરાવો તાજેતરમાં વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં છે. એપલના સ્માર્ટફોનને (smartphone) લઈને આવા ઘણા ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં ફોન કેટલો મજબૂત છે, તેની તપાસ કરવામાં આવી છે. આ વખતે, આ ફોનની તાકાતનું વાસ્તવિક જીવનમાં, યુદ્ધના મેદાનમાં (battlefield) પરીક્ષણ કરવામાં આવ્યું છે અને આ ફોને આ ટેસ્ટમાં સંપૂર્ણ માર્ક્સ મેળવ્યા છે. બેગમાં રાખેલા iPhone 11 Proએ યુદ્ધ લડતા એક સૈનિકનો જીવ બચાવ્યો છે. જો તમે વિચારી રહ્યા હશો કે આ કેવી રીતે થયું અને તેમાં શું ખાસ છે, તો આગળ વાંચો અને આ બાબત વિશે વિગતવાર જાણો.

બેગમાં રાખેલા આઇફોને સૈનિકનો જીવ બચાવ્યો :

તમને જણાવી દઈએ કે હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં આઈફોનના કારણે એક સૈનિકનો જીવ બચી ગયો છે. Reddit પર પોસ્ટ કરાયેલા આ વીડિયોમાં યુક્રેનનો એક સૈનિક યુદ્ધના મેદાનમાં પોતાના દેશ માટે લડી રહ્યો છે અને તેના બેકપેકમાં રાખેલા તેના ત્રણ વર્ષ જૂના iPhone 11 Proએ તેને મરવા ન દીધો. જો સૈનિકની બેગમાં ફોન ન હોત તો તે આજે આ દુનિયામાં ન હોત.

આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે :

ચાલો તમને જણાવીએ કે વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં iPhone 11 Proએ કેવી રીતે એક સૈનિકનો જીવ બચાવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક સૈનિક તેની બેગમાંથી તેનો iPhone 11 Pro કાઢે છે જે ડેમેજ થઈ ગયો છે. બેગપેકમાં રાખેલા આ ફોનમાં બુલેટ ફસાઈ ગઈ છે.

જુઓ વિડીયો : અમદાવાદમાં વહેલી સવારે ગાંધી બ્રિજ પાસે પ્રથમવાર મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન કરાયું 

વિડિયોમાં વધુ વિગતો દેખાતી નથી, પરંતુ જો iPhone 11 Pro બેગમાં ન હોત અને બુલેટ ન લીધી હોત, તો બુલેટ સૈનિકને પાર કરી ગઈ હોત અને તે મરી ગયો હોત. તમને જણાવી દઈએ કે આ વીડિયો યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો છે.

આ પણ વાંચો –

 

અરૂણાચલ પ્રદેશમાં ભારત-ચીન સરહદ પર માર્ગ નિર્માણમાં કાર્યરત એક મજૂરનું મોત, 18 લાપતા

0

One laborer dead

  • જિલ્લા ડેપ્યુટી કમિશનર બેંગિયા નિઘેએ જણાવ્યું હતું કે આ કામદારો માર્ગ નિર્માણ પ્રોજેક્ટમાં રોકાયેલા હતા અને 5 જુલાઈથી લાપતા છે.

અરૂણાચલ પ્રદેશમાંથી (Arunachal Pradesh) મોટી દુર્ઘટના બની છે. ભારત-ચીન બોર્ડર (India-China border) પર કામ કરતા મજૂરોના સમૂહના 18 લોકો લાપતા છે અને 1 મજૂરનું મોત થઈ ચૂક્યું છે. આ મજૂર એક અઠવાડિયાથી ગુમ હતો. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ મજૂરોની કુમી નદીમાં (Kumi River) ડૂબી જવાથી મોત થયા છે.

આ મજૂરો ચીનની સરહદ પાસે માર્ગ નિર્માણનું (Road construction) કામ કરી રહ્યા હતા અને ઈદના અવસર પર તેઓ પોતાના ઘરે આસામ જવા માગતા હતા. મજૂરોએ કોન્ટ્રાક્ટર પાસે ઘરે જવા માટે રજા માગી હતી પરંતુ જ્યારે માગ સ્વીકારવામાં ન આવી ત્યારે તેઓ બધા પગપાળા આસામ જવા રવાના થઈ ગયા હતા. આ જ માર્ગે મજૂરો સાથે આ અકસ્માત થયો હતો.

જુઓ વિડીયો : અમદાવાદમાં વહેલી સવારે ગાંધી બ્રિજ પાસે પ્રથમવાર મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન કરાયું 

અહેવાલ પ્રમાણે આ બધા મજૂરોને બીઆરઓ દ્વારા માર્ગ નિર્માણના કામ માટે અરૂણાચલ લાવવામાં આવ્યા હતા. ઈદના પ્રસંગે તેઓ પોતાના ઘર જવા માગતા હતા. કોન્ટ્રાક્ટર પાસે મજૂરોએ ઘરે જવા માટે રજા માગી પરંતુ જ્યારે કોન્ટ્રાક્ટરે રજા ન આપી ત્યારે આ બધા મજૂરો પગપાળા આસામ જવા માટે રવાના થઈ ગયા હતા. આ મજૂરો અરુણાચલના કુરુંગ કુમે જિલ્લાના જંગલોમાં ખોવાઈ ગયા હતા. જિલ્લા ડેપ્યુટી કમિશનર બેંગિયા નિઘેએ જણાવ્યું હતું કે આ કામદારો માર્ગ નિર્માણ પ્રોજેક્ટમાં રોકાયેલા હતા અને 5 જુલાઈથી ગુમ છે.

અત્યાર સુધીમાં એક જ મૃતદેહ મળ્યો :

જો કે અત્યાર સુધીમાં માત્ર એત જ મૃતદેહ મળ્યો છે. કમિશનરે જણાવ્યું કે, મંગળવારે વધુ એક ટીમને ઘટના સ્થળે મોકલવામાં આવશે અને બાકી મજૂરોને શોધવાનો પ્રયત્ન કરવામાં આવશે.

હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, આ મજૂરો ક્યારે અને કેવી રીતે કુમી નદીમાં ડૂબી ગયા? શું તેઓ નદીને પાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ? આવા અનેક સવાલ છે જેના જવાબ હજુ સુધી નથી મળી રહ્યા તેના કારણે પોલીસ પણ આ દુર્ઘટનાને લઈને કંઈ પણ બોલવાથી બચી રહી છે. અત્યાર સુધીમાં માત્ર એટલી જાણકારી મળા છે કે, છેલ્લા એક અઠવાડિયાથી આ બધા મજૂરો ગુમ છે.

આ પણ વાંચો –