Gujaratis beware
- રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 4768 એક્ટિવ કેસ છે. જેમાંથી 08 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 4760 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,27,605 દર્દીઓ મ્હાત આપી ચુક્યાં છે.
રાજ્યમાં આજે કોરોના કેસમાં (Corona case) ઘટાડો નોંધાયો છે. તેને અર્થ એમ નથી કે કોરોનાનો ખતરો (Corona threat) ઘટી ગયો છે. હાલ પણ રાજ્યમાં કોરોનાના કેસ 500 થી વધુ આવી રહ્યા છે. સાવચેતી નહીં રાખો તો આ અંકડો વધી પણ શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 596 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 604 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રહાતની વાત એ છે કે રાજ્યમાં કોરોનાથી આજે એકપણ દર્દીનું મોત થયું નથી. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.74 ટકા થઈ ગયો છે.
રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 4768 એક્ટિવ કેસ છે. જેમાંથી 08 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 4760 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,27,605 દર્દીઓ મ્હાત આપી ચુક્યાં છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,954 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 203 કેસ સામે આવ્યા છે. સુરત કોર્પોરેશનમાં 58, વડોદરા કોર્પોરેશનમાં 47, ગાંધીનગર કોર્પોરેશનમાં 16, ભાવનગર કોર્પોરેશનમાં 13, રાજકોટ કોર્પોરેશનમાં 12 અને જામનગર કોર્પોરેશનમાં 2 દર્દીઓ સાજા થયા છે. જ્યારે મહેસાણામાં 39, બનાસકાંઠામાં 37, કચ્છમાં 32, ગાંધીનગરમાં 21, સુરત 16, આણંદમાં 12, વલસાડમાં 10, મોરબીમાં 8, વડોદરામાં 7, અમરેલીમાં 6, દેવભૂમિ દ્વારકામાં 6, નવસારીમાં 6, અમદાવાદમાં 5, રાજકોટમાં 5, સાબરકાંઠામાં 5, અરવલ્લીમાં 4, પંચમહાલમાં 4 પોરબંદરમાં 4, ભરૂચમાં 3, ગીર સોમનાથમાં 3, સુરેન્દ્રનગરમાં 3, ખેડામાં 2, પાટણમાં 2, તાપીમાં 2, ભાવનગરમાં 1, દાહોદમાં 1 અને જામનગરમાં 1 કેસ નોંધાયો છે.
જુઓ વિડીયો :- અમદાવાદમાં વહેલી સવારે ગાંધી બ્રિજ પાસે પ્રથમવાર મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન કરાયું
જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 69,904 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 788 ને રસીનો પ્રથમ અને 1,355 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 202 ને રસીનો પ્રથમ અને 884 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 7,818 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 1,113 ને રસીનો પ્રથમ અને 2,289 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 55,455 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 11,25,67,196 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો –
- ગોંડલમાં જુગારધામ પર રેડ, ન.પાના પૂર્વ ઉપ-પ્રમુખનો પુત્ર-પૂર્વ શહેર ભાજપ પ્રમુખનો ભાઈ જુગાર રમતા ઝડપાયા
- ૩૬મો રાષ્ટ્રીય રમતોત્સવ : ગુજરાતના ૬ શહેરોમાં રમાશે ૩૬ રમતો જાણો ક્યાં શહેરમાંથી થશે ભવ્ય શુભારંભ અને સમાપન સમારોહ..