If you have left for work
- ક્ષિણ અને મધ્ય ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ. છોટાઉદેપુર, નવસારી, અરવલ્લીમાં હળવાથી ભારે વરસાદ. રસ્તા પર પાણી ફરી વળતા વાહનચાલકોની વધી હાલાકી.
વરસાદની આગાહી વચ્ચે ગુજરાતના (Gujarat) અનેક જિલ્લાઓમાં આજે વરસાદ તૂટી પડ્યો છે. આગામી 3 કલાક દરમ્યાન બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લામાં છૂટો છવાયો ભારે વરસાદ આવી શકે તેવી હવામાન વિભાગની આગાહી છે. ત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ શરૂ થઈ ગયો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. તો પાટનગર ગાંધીનગરમાં પણ લાંબા સમયના વિરામ બાદ વરસાદ નોંધાયો છે.
અમદાવાદમાં વરસાદ શરૂ :
અમદાવાદમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. ચાંદખેડા વિસ્તારમાં ધોધમાર વરસાદ નોઁધાયો છે. તો પ્રહલાદનગર, મેમનગર, સેટેલાઈટ, નારણપુરા, ઘાટલોડિયા, રાણીપ, સાબરમતી, મોટેરા, ચાંદખેડા વિસ્તારમાં સતત વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી કેટલાક કલાક વરસાદ યથાવત રહેશે. વરસાદને કારણે અમદાવાદના માર્ગો પર વાહનોની ગતિ પર લગામ લાગી, આવી જ સ્થિતિ યથાવત રહે ફરી શહેરમાં પાણી ભરાવવાની શરૂઆત થઈ શકે છે.
જુઓ વિડીયો : – અમદાવાદમાં વહેલી સવારે ગાંધી બ્રિજ પાસે પ્રથમવાર મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન કરાયું
ગાંધીનગરમાં લાંબા સમય બાદ વરસાદી માહોલ જોવા મળ્યો. અત્યાર સુધી ગાંધીનગરમાં સામાન્ય વરસાદ હતો, પરંતુ વહેલી સવારથી વરસાદે જમાવટ કરી છે. પાટનગરમાં સતત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી :
હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. જેમાં વલસાડ, નવસારી, ડાંગ, સુરત, અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 19 અને 20 તારીખે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં 22 તારીખથી વરસાદનું જોર વધશે. 22 એ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ તૂટી પડશે. તો આ વચ્ચે અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
આ પણ વાંચો –