નુપુર શર્માનો વીડિયો જોઈ રહેલા યુવક પર છરીથી હુમલો, 2 હુમલાખોરની ધરપકડ

Share this story

Knife attack on youth watching

  •  હુમલામાં ઘાયલ થયેલા યુવક અંકિત ઝા નાનપુરના બહેરા ગામનો રહેવાસી છે.

રાજસ્થાનના (Rajasthan) ઉદયપુર જેવો કિસ્સો હવે બિહારના સીતામઢી (Sitamarhi of Bihar) ખાતે જોવા મળ્યો છે. નુપુર શર્માનો વીડિયો જોઈ રહેલા એક યુવક પર જીવલેણ હુમલો (fatal attack) કરવામાં આવ્યો છે. હુમલામાં ઘાયલ યુવકની સ્થિતિ નાજુક હોવાને કારણે તેને દરભંગા રિફર કરવામાં આવ્યો હતો.

તેને DMCH હોસ્પિટલના આઈસીયુ વોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં 2 હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ 2 આરોપીઓ ફરાર થઈ ગયા છે. પોલીસે આ ઘટનાને પરસ્પર વિવાદની ઘટના ગણાવી છે. ત્યારબાદ પોલીસની ભૂમિકા પર અનેક સવાલો ઉઠવા લાગ્યા છે.

હુમલામાં ઘાયલ થયેલા યુવક અંકિત ઝા નાનપુરના બહેરા ગામનો રહેવાસી છે. અંકિતના પિતા મનોજ ઝાના જણાવ્યા અનુસાર, તેમનો દિકરો પાનની દુકાને પાન ખાવા ગયો હતો. આ દરમિયાન તે મોબાઈલ પર નુપુર શર્માનો વીડિયો જોઈ રહ્યો હતો. ત્યારબાદ મોહમ્મદ બિલાલ પોતાના 3 સાથીઓ સાથે ત્યાં આવ્યો હતો. અંકિતને નુપુરનો વીડિયો જોતા જોઈને તે રોષે ભરાયો હતો.

આરોપી અંકિતના ચહેરા પર સિગારેટના ધુમાડા ઉડાડવા માંડ્યો અને તેને અપશબ્દો બોલવા લાગ્યો હતો :

વિરોધ કરવા બદલ તેણે અંકિત પર તેની જમણી કમર પાસે છરી વડે હુમલો કર્યો હતો. અંકિતના શરીર પર 6 વાર છરી વડે ઘા કરવામાં આવ્યા હતા. મનોજે જણાવ્યું હતું કે, તેણે પોલીસને આ અંગે વાત કરી હતી. અંકિતે પણ દરભંગામાં સારવાર દરમિયાન આવું જ નિવેદન આપ્યું છે. જો કે પોલીસે FIRમાં નૂપુર શર્માનું નામ કાઢી નાખ્યું છે. અંકિતના પિતાએ હુમલાખોરોની ધરપકડ સિવાય આકરી કાયદાકીય કાર્યવાહીની માંગ કરી છે.

જુઓ વિડીયો : – અમદાવાદમાં વહેલી સવારે ગાંધી બ્રિજ પાસે પ્રથમવાર મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન કરાયું 

પોલીસે આ કેસમાં નાનપુર ગામના ગૌરાના રહેવાસી મો.બિલાલ અને મો.નિહાલ સહિત 5 લોકોને આરોપી ગણાવ્યા છે. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં લોકોની ભીડ વચ્ચે ઘાયલ યુવક જોવા મળી રહ્યો છે. ત્યાં ઉભેલા લોકો છરી વડે ઘા માર્યાની વાત કરી રહ્યા છે. આ સાથે એક યુવક બાઈક લઈને બહાર નીકળવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. આ યુવકને ત્યાં હાજર રહેલા લોકોએ અટકાવ્યો હતો.

આ કેસમાં પોલીસની અલગ થીયેરી છે. પુપરી DSP વિનોદ કુમારના જણાવ્યા અનુસાર, બે મિત્રો પાનની દુકાનમાં પાન ખાઈ રહ્યા હતા ત્યારે બંને વચ્ચે ઝઘડો થયો હતો. પાનની દુકાનમાં ભાંગ પણ વેચાઈ રહી હતી. આ દરમિયાન છરી વડે મારામારી શરૂ થઈ હતી. આ કેસમાં નુપુર શર્માના કનેક્શનને નકારતા DSPએ કહ્યું હતું કે, આ 2 મિત્રો વચ્ચેની ઘટના છે. ઘાયલ યુવક ખતરાની બહાર છે.

આ પણ વાંચો –