તહેવારોની સીઝન શરૂ થાય તે પહેલાં મોંઘવારીનો માર, દૂધ-શાકભાજી બાદ હવે ખાવાનું તેલ પણ મોંઘું થયું

Share this story

Ahead of the festive season

  •  તેલના ભાવ ફરીથી વધી ગયા છે. દર વર્ષે સાતમ આઠમના તહેવાર પહેલા તેલના ભાવો ભડકે બળે છે. આ વર્ષે પણ આવું જ થયું.

રાજકોટ (Rajkot) સહિત સૌરાષ્ટ્રમા (Saurashtra) સાતમ આઠમના તહેવારો નજીક આવતાની સાથે જ સિંગતેલના ભાવમાં ફરી વધારો થયો છે. દર વર્ષે સાતમ આઠમના તહેવાર પહેલા તેલના ભાવો ભડકે બળે છે. આ વર્ષે પણ આવુ જ થયું. સિંગતેલ, કપાસિયા તેલ, પામોલિન તેલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે.

ફરી સિંગતેલના ડબ્બો 2800 ની સપાટીએ પહોંચ્યો છે. સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 10 નો ભાવ વધારો નોંધાયો છે. આ ભાવ વધારાથી સિંગતેલનો ડબ્બો 2810 રૂપિયા પહોંચ્યો છે. કપાસિયા તેલમાં પણ 10 રૂપિયાના વધારા સાથે ડબ્બાનો ભાવ 2510 થયો છે.

સીંગતેલમાં હજુ ભાવ વધવાની શકયતા પૂરેપૂરી છે. સીંગતેલના ભાવમાં વધારો આવશે તો એની અસર કપાસિયા અને સાઈડ તેલમાં પણ જોવા મળશે. સીંગતેલમાં સતત ભાવ વધારો થવાને કારણે હાલ સીઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડી રહ્યું છે.

મહત્વનું છે કે, ખાદ્યતેલ મોંઘા થવા સાથે બજારૂ ફરસાણ, ખાદ્યચીજોમાં ભેળસેળ કે વાસી દાઝ્યુ તેલ વાપરવાનું જોખમ પણ વધ્યું છે. ખાદ્યતેલોમાં ભાવવધારાના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે.

જુઓ વિડીયો : અમદાવાદમાં વહેલી સવારે ગાંધી બ્રિજ પાસે પ્રથમવાર મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન કરાયું 

પામોલિન તેલના ભાવમાં ઘટાડો :

ઈન્ડોનેશિયાથી મોટા પ્રમાણમાં પામતેલની આયાતને લઈને પામતેલનો ડબ્બો 1920 રૂપિયાએ પહોંચ્યો છે. જોકે, માત્ર પામોલિન તેલના ભાવમાં જ ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં પામતેલના ભાવમાં 500 થી 600 રૂપિયાનું ઘટાડો થયો છે.

આ પણ વાંચો –