Cabinet meeting chaired by CM Bhupendra
- આજે ગાંધીનગર ખાતે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વરસાદથી નુકસાન અંગેના સર્વે સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાશે.
આજ રોજ ગાંધીનગર (Gandhinagar) ખાતે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે. જે બેઠકમાં વરસાદ બાદ રાજ્યની સ્થિતિ (state of affairs) અંગે ચર્ચા કરાશે. તદુપરાંત રોડ રસ્તાના સમારકામની પણ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે.
બેઠક બાદ સરકાર જાહેર કરી શકે છે આર્થિક સહાય :
આ સિવાય વરસાદથી નુકસાન અંગેના સર્વે પર પણ ચર્ચા કરાશે. મહત્વનું છે કે, આ બેઠક બાદ સરકાર આર્થિક સહાય જાહેર કરી શકે છે. તેમજ બેઠકમાં મહાનગરોમાં રસ્તાઓની સ્થિતિ અંગે પણ ચર્ચા કરાશે. એ સિવાય વિવિધ સરકારી પ્રોજેક્ટની પણ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે.
જાણો બેઠકમાં કયા-કયા મુદ્દાઓ પર ચર્ચા કરાશે ?
- વરસાદ બાદ રાજ્યની સ્થિતિ અંગે ચર્ચા કરાશે
- રોડ રસ્તાના સમારકામની બેઠકમાં સમીક્ષા કરાશે
- વરસાદથી નુકસાન અંગેના સર્વે પર પણ ચર્ચા કરાશે
- મહાનગરોમાં રસ્તાઓની સ્થિતિ અંગે પણ ચર્ચા કરાશે
- વિવિધ સરકારી પ્રોજેક્ટની પણ બેઠકમાં સમીક્ષા કરાશે.
આ પણ વાંચો –