Sunday, Apr 20, 2025

ઉદ્ધવ ઠાકરેની ‘એક સાંધે ત્યાં તેર તુટે’ જેવી સ્થિતિ, પૂર્વ વિપક્ષી નેતા રામદાસ કદમે આપ્યું રાજીનામું

2 Min Read

Uddhav Thackeray’s ‘Ek Sandhe

  •  ઉદ્ધવ ઠાકરેએ સમગ્ર મહારાષ્ટ્રમાં મોટાપાયે નવા પદાધિકારીઓની નિમણૂક કરી છે, તેમણે અનેક જિલ્લાઓમાં 100થી વધુ પદાધિકારીઓની નિમણૂક કરી છે.

શિવસેના પ્રમુખ (Shiv Sena President) અને મહારાષ્ટ્રના (Maharashtra) પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને (Uddhav Thackeray) પાર્ટીના એક નેતાએ મોટો ઝટકો આપ્યો છે. શિવસેનાના લીડર રામદાસ કદમે (Ramdas Kadame) શિવસેનામાંથી રાજીનામું આપી દીધું છે.તેઓ ઉદ્ધવ ઠાકરેના જૂથમાં હતા. તમને જણાવી દઈએ કે, એકનાથ શિંદેના (Eknath Shinde) નેતૃત્વમાં શિવસેનાના વિધાનસભ્યોના બળવા બાદ ઉદ્ધવ ઠાકરે પાસેથી મુખ્યમંત્રી પદ છીનવી લેવામાં આવ્યું હતું.

ઉદ્ધવ ઠાકરેએ 100થી વધુ પદાધિકારીઓની નિમણૂક કરી :

આ રાજીનામું એવા સમયે સામે આવ્યું છે જ્યારે ઉદ્ધવ ઠાકરેએ સમગ્ર મહારાષ્ટ્રમાં મોટાપાયે નવા પદાધિકારીઓની નિમણૂક કરી છે. તેમણે મુંબઈ, પાલઘર, યવતમાલ, અમરાવતી સહિત અન્ય અનેક જિલ્લાઓમાં 100થી વધુ પદાધિકારીઓની નિમણૂક કરી છે. આ દરમિયાન ડેપ્યુટી ડિપાર્ટમેન્ટ હેડ અને બ્રાન્ચ હેડની જગ્યાઓ પર મોટી સંખ્યામાં નવા ચહેરા લાવવામાં આવ્યા છે. પાર્ટીએ તેના મુખપત્ર સામનામાં નવી નિમણૂંકોની જાહેરાત કરી છે.

સુપ્રીમ કોર્ટ 20 જુલાઈએ અરજીઓ પર સુનાવણી કરશે :

તે જ સમયે, સુપ્રીમ કોર્ટ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને શિવસેનાના અન્ય 14 ધારાસભ્યો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવા તૈયાર થઈ છે. આ અરજીમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ દ્વારા શરૂ કરવામાં આવેલી અયોગ્યતાની કાર્યવાહીને પડકારવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટ તે દિવસે ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં શિવસેના જૂથ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર પણ સુનાવણી કરશે. જેમાં એકનાથ શિંદે જૂથ દ્વારા શિવસેનાના મુખ્ય દંડક તરીકે નિયુક્ત કરાયેલા વ્હીપને માન્યતા આપવાના નિર્ણયને પડકારવામાં આવ્યો છે.

આ પણ વાંચો –

 

 

Share This Article